Book Title: Samadhino Pranvayu
Author(s): Vijayajitshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 19
________________ કારણકે તેઓ વસ્તુના સંપૂર્ણ સ્વરૂપનો નિર્દેશ કરનારા હોય છે. સ્યાદ્ પદથી લાંછિત (યુક્ત) આ અવિચલિત સત્યો સંપૂર્ણ સત્ય છે. શાસ્ત્રીય પરિભાષામાં કહીએ, તો પ્રમાણવાક્યો છે.દા.ત. ‘ઉત્પાદવ્યયૌવ્યયુક્ત સત્' (જે ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતાયુક્ત હોય, તેજ સત્ વસ્તુ છે.) વસ્તુનું આ સંપૂર્ણ સ્વરૂપ કદી ફેરવાતું નથી. તેથી આ વાક્ય સંપૂર્ણ સત્ય-પ્રમાણવાક્યરૂપ છે. બીજા કેટલાક સત્યો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આદિ પરિસ્થિતિને અનુરૂપ ફરનારા હોય છે. જુદા જુદા અંશોને આગળ કરી બદલાતા રહે છે. આ સત્યો આંશિક સત્યો છે. શાસ્ત્રના શબ્દોમાં કહીએ, તો તેઓ નયવાક્ય છે.દા.ત. વસ્તુના પર્યાયઅંશને (થોડોક સમય રહેનારી અવસ્થારૂપ અંશને) આગળ કરી બોલાતા ‘‘વસ્તુ ક્ષણિક છે'' ઇત્યાદિ વચનો. આ બે પ્રકારના સત્યો વચ્ચે રહેલી ભેદરેખાને પારખવી ખૂબ આવશ્યક છે. અલબત્ત, આંશિક સત્યોનો સરવાળો સંપૂર્ણ સત્યની કોટિને પામી શકે છે. સર્વાભીષ્ટદાયક (તમામ મનવાંછિતને ઇષ્ટ તત્ત્વજ્ઞાનને પ્રાપ્ત કરાવનાર) ‘સ્યાદ્’ મંત્રના પ્રભાવે પ્રમાણપદ પર પહોંચી શકે છે, પરંતુ જ્યારે આંશિક સત્યોને જ સંપૂર્ણ સત્યરૂપે સમજવાની ભૂલ કરાય છે, ત્યારે ભારે ગે૨સમજ ઊભી થાય છે અને તે સત્યો જ મહા અસત્યરૂપ બની જાય છે. આ વાત ઉપરના દૃષ્ટાંતથી સહજ સમજી શકાય છે. આંશિક-નયાત્મક સત્યો અનંતા સંભવી શકે છે. કારણકે (૧) આ સત્યની પ્રતીતિ વસ્તુના ધર્મો-પર્યાયોને અપેક્ષીને હોય છે, અને વસ્તુના ધર્મો અનંતા છે. (૨) છદ્મસ્થ જીવોનું જ્ઞાન ક્ષાયોપશમિક જ્ઞાન પર અવલંબે છે, અને ક્ષાયોપશમિક જ્ઞાન એટલું બધું વિચિત્ર છે, કે તેના અપરિમિત ભેદો સંભવે છે. પ્રતિવ્યક્તિ (દરેક વ્યક્તિમાં) ક્ષાયોપશમિક જ્ઞાન ભિન્ન સ્વરૂપ ધારણ કરે છે. તેથી પ્રતિવ્યક્તિ વસ્તુને જોવાની દૃષ્ટિ પણ જુદી જુદી હોઇ શકે છે. તથા (૩) પ્રતિવ્યક્તિ દ્રવ્યાદિ સામગ્રીમાં ભેદ હોય છે. આમ પ્રતિવ્યક્તિ એકની એક વસ્તુ ભિન્ન ભિન્ન (જુદા જુદા) ધર્મપર્યાય વગેરેને આગળ કરી ભિન્ન ભિન્ન રૂપે પ્રતીત થાય તે સહજ છે. તાર્કિક પ્રકાRsશ્રી સિદ્ધસેનદિવાકરસૂરિના ‘જાવઇયા વયાપહા’. (જેટલા વસ્તુને ઓળખવાના પ્રકારો છે તેટલી જુદી જુદી માન્યતાઓ હોય છે.) ઇત્યાદિવચનની સત્યતા અનુભવસિદ્ધ છે. ૪ = અનેકાંતવાદ

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84