________________
છે અને બે શકોરાં વચ્ચે રાખેલો હોય તો તેટલા જ ભાગમાં પ્રકાશ કરે છે, તેમ જીવ પણ લાખ જોજન ઊંચો દેહ હોય તો તેને પણ સજીવન કરે છે અને કુંથુના શરીરમાં પ્રવેશ કરે તો તેટલા જ માત્ર દેહથી સંતુષ્ટ રહે છે. જેમ આકાશતલમાં જતો પવન માણસ દેખી શકતો નથી તેમ ભવમાં ભમતો જીવ પણ આંખથી દેખી શકાતો નથી. જેમ ઘરમાં દ્વારથી પ્રવેશ કરતો વાયુ રોકી શકાય છે તેમ જીવ રૂપી ઘરમાં પાપ આવવાનાં ઇન્દ્રિય-દ્વારો રોકી શકાય છે. જેમ ઘાસ અને લાકડાં મોટી જ્વાળાવાળા અગ્નિ વડે બળી જાય છે તેમ જીવનાં કર્મમલ ધ્યાન યોગ વડે બળીને ભસ્મ થાય છે. જેમ બીજ અને અંકુરનાં કા૨ણ અને કાર્ય જાણી શકાતાં નથી તેમ અનંતકાળનો જીવ અને કર્મનો સહભાવ જાણી શકાતો નથી. જેમ ધાતુ અને પથ્થર જમીનમાં સાથે ઉત્પન્ન થયાં હોય અને પછી અગ્નિમાં પથ્થર અને મલ બાળીને સુવર્ણ ચોખ્ખું કરાય છે તેમ જીવ અને કર્મનો અનાદિકાળનો સંબંધ હોય છે છતાં ધ્યાનયોગથી કર્મરૂપી કીચડની નિર્જરા કરીને જીવ તદ્દન નિર્મળ કરાય છે. જેમ નિર્મળ ચંદ્રકાન્તમણિ ચંદ્રકિરણના યોગથી પાણી ઝરે છે તેમ જીવ પણ સમ્યક્ત્વ પામીને કર્મમલ નિર્ઝરે છે. જેમ સૂર્યકાન્તમણિ સૂર્યથી તપતાં અગ્નિ છોડે છે તેમ જીવ પણ તપ વડે કરી પોતાને શોષતો જ્ઞાન પ્રાપ્ત કરે છે. જેમ કાદવના લેપથી રહિત તુંબડું એકદમ સ્વાભાવિકપણે પાણી ઉપર રહે છે તેમ સમગ્ર કર્મલેપરહિત જીવ પણ લોકાગે સિદ્ધશિલા ઉપર શાશ્વતપણે રહે છે.’
આ ગ્રંથમાં કવિએ જુદી જુદી કથાઓના પ્રસંગમાં કેટલીક નગરીઓનું વર્ણન કર્યું છે. એમાં કેટલેક સ્થળે પ્રથમ મુખ્ય દેશનું અને ત્યાર પછી તેની મુખ્ય નગરીનું વર્ણન કર્યું છે. કુવલયકુમારની કથામાં વિનીતા અયોધ્યાનું, પુરંદરરાજાની કથામાં વત્સદેશની કૌશાંબીનગરીનું, ચંડસોમની કથામાં મિલાણ દેશની કંચીનગરીનું, માનભટ્ટની કથામાં અવંતી દેશની ઉજ્જયિનીનગરીનું, માયાદિત્યની કથામાં કાશીદેશની વારાણસીનગરીનું, લોભદેવની કથામાં ઉત્તરાપથની તક્ષશિલા નગરીનું, મોહદત્તની કથામાં કૌશલદેશની કૌશલાનગરીનું, સાગરદત્તની કથામાં ચંપાનગરીનું, યક્ષ જિનશેખરની કથામાં માકંદીનગરીનું, દર્પલિહની કથામાં રત્નાપુરીનગરીનું, કુમારી કુવલયમાલાની કથામાં વિજયા નગરીનું, સંસારચક્રની કથામાં લાટ દેશની દ્વારિકાનગરીનું, મણિરથકુમારની કથામાં કાકંદી નગરીનું, સુંદરીની કથામાં સાકેત નગરનું, કામગજેન્દ્રની કથામાં અરુણાભનગરનું, વગુપ્તની કથામાં ઋષભપુરનું વર્ણન ક૨વામાં આવ્યું છે. ઉજ્જયિની અને અયોધ્યાનું વર્ણન મુખ્ય કથાના પ્રસંગોમાં વિકાસ અનુસાર એક કરતાં વધારે વખત કરાયું છે.
નગરીઓનાં વર્ણનોમાં નગરનું નામ, કિલ્લો, દુકાનમાર્ગો, ઉપવન, સન્નિવેશ,
કુવલયમાલા ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org