________________
ધર્મ અને તત્ત્વજ્ઞાનના કઠિન વિષયોમાં વર્ણનો પણ કવિએ શાસ્ત્રીય ચોક્કસાઈ સાથે ઉપમાદિ અલંકારો વડે રસિક બનાવ્યાં છે, આત્મતત્ત્વ એટલે કે જીવના સ્વરૂપ વિશે સમજાવતાં તેઓ લખે છે :
સ્વ દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ વડે કરીને પોતાનું સર્વ છે, પર દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ વડે કરીને સર્વ પોતાનું નથી એ પણ ખરું. જોકે શરીરમાં અપ્રત્યક્ષ એવો જીવ પકડી શકાતો નથી, તોપણ આ ચિહ્નો વડે કરીને અનુમાનથી જાણી શકાય છે. અવગ્રહ, હા, અપોહ, બુદ્ધિ, મેધા, મતિ, વિતર્ક, વિજ્ઞાન, ભાવના, આવા ઘણા પ્રકારના વિકલ્પો, લિંગો, ચિહનો વડે અનુમાનથી આત્મા જાણી શકાય છે. આ હું કરું છું, આ હું કરીંશ, આ મેં કર્યું એમ ત્રણે કાળ આ જે જાણે તે જીવ. તે જીવ નથી ઉજ્વળ, નથી શ્યામ, નથી લાલ, નથી નીલ કે નથી કાપોતરંગનો; માત્ર પુદ્ગલમય દેહમાં વર્ણક્રમ પ્રાપ્ત કરે છે. તે નથી લાંબો, નથી વાંકો, નથી ચોરસ, નથી ગોળ, નથી ઠીંગણો; દેહમાં રહેલો જીવ કર્મથી આકાર પામે છે. જીવ ઠંડો, ગરમ, કઠોર કે કોમળ સ્પર્શવાળો નથી પણ કર્મથી ભારે, હલકો કે સ્નિગ્ધભાવ દેહને વિષે પામે છે. જીવ ખાટો નથી, મધુર નથી, કડવો કે તીખો નથી, કષાય કે ખારો નથી; શરીરમાં રહેલો હોવાથી દુર્ગધી કે સુગંધી ભાવને તે પામે છે. તે શરીરની અંદર ઘટ-પટ રૂપ નથી, તેમ જ સર્વવ્યાપી કે માત્ર અંગૂઠા જેવડો પણ જીવ નથી. પોતાના કર્માનુસાર ગ્રહણ કરેલા દેહ પ્રમાણે અને નખ-દાંત કેશવર્જિત બાકીના શરીરમાં વ્યાપેલો છે. જેમ તલમાં તેલ અથવા પુષ્પમાં સુગંધ અન્યોન્ય વ્યાપેલાં છે તેમ દેહ અને જીવ પરસ્પર એકબીજાની અંદર વ્યાપીને રહેલા છે. જેમ શરીર ઉપર તેલ કે ચીકાશ લાગેલ હોય અને આપણી જાણ બહાર ધૂળ લાગી જાય તેમ રાગદ્વેષ રૂપી સ્નિગ્ધ કર્મ લાગી જાય છે. જેમ જીવે કોઈ જગ્યા પર જાય તો શરીર પણ સાથે જાય છે તેવી રીતે મૂર્ત કર્મ પણ જીવની નિશ્રાએ સાથે જ જાય છે. જેમ મોર પીછાંઓ સાથે ઊડીને જાય છે તેમ જીવ પણ કર્મસમૂહથી પરિવરેલો જ જાય છે. જેમ કોઈ પુરુષ રસોઈ કરી પોતે જ તેને ખાય છે તેમ જીવ પણ પોતે જ કર્મ કરી સ્વયં ભોગવે છે. જેમ વિશાળ સરોવરમાં ગુંજારવ કરતા વાયરાથી હડ નામનું ઘાસ આમતેમ હલે છે તેમ સંસાર-સમુદ્રમાં કર્મ વડે પ્રેરિત જીવ ભ્રમણ કરે છે. જેમ કોઈ માણસ જીર્ણ ઘરમાંથી નીકળી નવીન ઘરમાં જાય છે તેમ જીવ પણ જૂનો દેહ છોડી નવીન દેહમાં પ્રવેશ કરે છે. જેમ મીણમાં છુપાયેલું રત્ન અંદરથી ફુરાયમાન કાંતિવાળું છતાં કોઈક જ જાણે છે તેમ ગૂઢ કર્મસમૂહને કોઈક જ જ્ઞાની જીવ જાણી શકે છે.”
જેમ દીવો ઊંચા, વિશાળ અને લાંબા ઉત્તમ ઘરમાં હોય તો પ્રકાશ ફેલાવે
૧૨ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org