________________
ચક્ર, ભાલાના સમૂહો દેખાય છે. કેટલીક મત્ત હાથીઓની ઘટાઓ જેવી છે, જે લટકાવેલાં શંખ, ચામર, ઘંટની શોભાવાળી તથા સિંદૂરવાળી દેખાય છે. વળી કેટલીક મલયવનરાજિ જેવી છે, જેમાં જુદી જુદી ઔષધિઓ અને પુષ્કળ ચંદન વગેરે ગોઠવેલાં છે. કેટલીક સજ્જનની પ્રીતિ જેવી નિરંતર સ્નેહવાળી (શ્લેષથી ઘણા સ્નિગ્ધ પદાર્થોવાળી) છે, જેમાં ઘણા મનોહર ખાદ્ય-પદાર્થો અને પીણાંઓ છે. કેટલીક મરાઠી
સ્ત્રી જેવી એકદમ પીળા રંગવાળી, હળદરની રજથી પ્રગટ રીતે પીળાં કરવામાં આવ્યાં છે સ્તન (શ્લેષથી દુકાનના અર્થમાં પયોધર' એટલે માટલાં) એવી મનોહર છે. કેટલીક નંદનભૂમિની જેમ દેવતાઓવાળી (શ્લેષથી દુકાનના અર્થમાં “સસુરા' એટલે મદિરાવાળી) અને જ્યાં હંમેશાં વસંતઋતુ છે (શ્લેષથી દુકાનના અર્થમાં જ્યાં મધુમાસ' એટલે મધુ અને માંસ વેચાય છે) તેવી છે.' | વિનીતાનગરીનું પરિસંખ્યા અલંકાર પ્રયોજી કવિએ કરેલું વર્ણન જુઓ :
“આ નગરીમાં લોકોને વ્યસન હોય તો તે જ્ઞાન અને વિજ્ઞાનનાં છે, ઉત્સાહ હોય તો તે ધનમાં અને રણાંગણમાં છે, પ્રીતિ હોય તો તે દાન અને માનમાં છે, અભ્યાસ હોય તો તે ધર્મ વિશે છે. બેમુખ હોય તો તે મૃદંગમાં છે (અર્થાતુ નગરમાં કોઈ બે-વચની નથી), ખલ શ્લેષથી ખોળ) હોય તો તે તલના વિકારમાં છે, સૂચક સોય અથવા એવી અણીદાર વસ્ત) હોય તો તે કેતકીના ફૂલના ખીલવામાં છે (અર્થાત્ સૂચક એટલે ચાડિયો નગરમાં કોઈ નથી), કઠોરતા હોય તો તે પથ્થરમાં છે, તીક્ષ્ણતા હોય તો તે તરવારની ધારમાં છે, અંદર મલિનતા હોય તો તે ચંદ્રમામાં છે, ભટકવાના સ્વભાવવાળો હોય તો તે ભમરો છે, પ્રવાસે જનાર હોય તો તે હંસ છે (અર્થાતુ લોકોને પ્રવાસથી થતા વિયોગનું દુ:ખ નથી), ચિત્રયુક્ત હોય તો તે મોરનાં પીછાં છે (અર્થાત્ લોકો વિચિત્ર સ્વભાવના નથી), લોહી પીનાર હોય તો તે જળો છે, અજાણ્યાં હોય તો તે બાળકો છે. બીજાને તપાવનાર હોય તે અગ્નિ
અહીં પરલોકની ચિંતા કરવામાં રસ હોય તો તે કેવળ સાધુ ભટ્ટારકો છે. મોટા વૃક્ષની ડાળી ભાંગવાની ક્રિયા (કરભગ્ગ) ફક્ત હાથીઓની સૂંઢ વડે કરાય છે (અર્થાત્ કરભાગ એટલે રાજ્ય તરફથી કરનો બોજો લોકોને નથી), દડ', પગ ઠોકવા” એવા શબ્દો ફક્ત છત્ર અને નૃત્ય વિશે બોલાય છે (અર્થાતુ લોકોને રાજ્ય તરફથી દંડ કરવો પડે તેવી સ્થિતિ નથી), કપટ માત્ર ઈન્દ્રજાલમાં છે (અર્થાત્ લોકોમાં છેતરપિડી નથી), વિસંવાદ માત્ર સ્વપ્નમાં બોલવામાં જણાય છે. ખંડિતતા ફક્ત કામિનીના હોઠમાં દેખાય છે, દઢપણે બાંધવાનું માત્ર સોનીઓ વડે મહારત્નનું થાય
કુવલયમાલા - ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org