Book Title: Sahaj Samadhi Author(s): Kalapurnsuri Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan View full book textPage 8
________________ (૧) અરિહંત પરમાત્મા, (૨) સિદ્ધ ભગવંતો, (૩) સાધુ ભગવંતો અને (૪) કેવલી પ્રણિત ધર્મ એ સર્વોત્તમ છે, પરમ મંગલ સ્વરૂપ છે. સર્વ ગુણાધિક તત્ત્વોનો સમાવેશ આ ચારેયમાં થયેલો છે. આચાર્ય અને ઉપાધ્યાય પદનો સમાવેશ સાધુપદમાં થઇ જાય છે. કેવલી પ્રણિત ધર્મ અનાદિ હોવાથી તેનો ભિન્ન નિર્દેશ કરવામાં આવ્યો છે. આ ચારેના શરણે, આસરે આવેલા શરણાગતની સર્વ પ્રકારે રક્ષા થાય છે. ‘યોગશતક'માં કહ્યું છે કે - અરિહંતાદિ ચારે ગુણાધિક હોવાથી તેમનું સ્મરણ, ધ્યાન, શરણ વગેરે કરનાર સાધકનું અવશ્ય રક્ષણ થાય છે. આ ચારે તત્ત્વોનો એવો વિશિષ્ટ સ્વભાવ છે કે જે કોઇ સાધક તેમનું ધ્યાન, શરણ, સ્તવન કરે તેના ક્લિષ્ટ કર્મો અને સકલ વિઘ્નો નાશ પામી જાય છે અને તેને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. “શ્રી નમસ્કારમહામંત્ર'ની ચૂલિકામાં પણ આ વાત સ્પષ્ટપણે કહેવામાં આવી છે કે અરિહંતાદિને કરેલો નમસ્કાર સર્વ પ્રકારના પાપોનો નાશ કરનાર છે અને મહામંગલ સ્વરૂપ હોવાથી સર્વ સુખોને આપનાર છે. ‘નમો’ પદ સ્તુતિ અને શરણાગતિનો પણ સૂચક છે. નમસ્કારમંત્રના સ્મરણ દ્વારા પણ પંચ-પરમેષ્ઠિ ભગવંતોનું વારંવાર શરણ સ્વીકારમાં આવે છે. આ મહામંત્રની વ્યાપકતા સર્વ શાસ્ત્રોમાં હોવાથી “ચતુ: શરણ'ની પણ સર્વશાસ્ત્ર વ્યાપકતા સિદ્ધ થાય છે. મહામંત્રની જેમ તેનો પણ અચિંત્ય પ્રભાવ છે. સાધુની આવશ્યક-ક્રિયામાં પણ ચતુઃશરણનો ત્રણવાર પ્રયોગ થાય છે. ‘પંચસૂત્ર’માં ચતુઃશરણાદિને પાપના પ્રતિઘાતનું અને ગુણના બીજાધાનનું પ્રધાન કારણ માન્યું છે. કારણ કે શરણાગતિ ભાવ - એ પરમ ભક્તિ-યોગ છે અને ભક્તિ-યોગ એ સર્વ યોગોનું સહજ સમાધિ • ૧૪ પરમ બીજ છે, સહજસમાધિનું પ્રધાન સાધન છે. કહ્યું પણ છે કે “જિનેશ્વરદેવ પ્રતિ પરમ પ્રીતિયુક્ત ચિત્ત, નમસ્કાર અને પ્રણામાદિ એ ઉત્તમ યોગનાં બીજ છે.' જૈન દર્શનના પ્રત્યેક સદનુષ્ઠાનમાં શરણાગતિ ભાવને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમ કે કોઇ પણ શુભ કાર્યના પ્રારંભ સમયે શ્રી નમસ્કારમંત્રનું સ્મરણ કરવામાં આવે છે. એમાં દેવ-ગુરુને નમસ્કાર કરવા દ્વારા તેમનું શરણ સ્વીકારવાનું હોય છે અને તેમના પ્રભાવે જ મને મારા પ્રારંભેલા મંગલકાર્યમાં સફળતા મળશે એવી દેઢ શ્રદ્ધા સાધકના હૈયે જાગૃત હોય છે, તેથી જ કાર્યની નિર્વિઘ્ન સમાપ્તિ થતાં સાધક બોલી ઉઠે છે કે - “દેવ-ગુરુની કૃપાએ આ કાર્ય સિદ્ધ થયું.” આગમ ગ્રંથોમાં પણ અનેક સ્થળે આવા પાઠો જોવા મળે છે. જેમ કે - “होउ ममं तुह पभावओ भयवं; भवनिव्वेओ..." (જયવીયરાય સૂત્ર) “હે ભગવંત...! આપના પ્રભાવે મને ભવ નિર્વેદ આદિ ગુણો પ્રાપ્ત થાઓ.” “તિસ્થવા મે પક્ષીયન્તુ.." (લોગસ્સ સૂત્ર) “હે તીર્થંકર પરમાત્મા, મારા ઉપર પ્રસન્ન થાઓ અને મને ભાવ આરોગ્ય, બોધિલાભ અને ઉત્તમ સમાધિ આપો.” પરમાત્માના સ્તવન, સ્મરણ, ધ્યાન અને આજ્ઞાપાલનથી પ્રગટ થતાં જ્ઞાનાદિ એ પરમાત્મપાનું જ ફળ છે એમ સાધકે માનવું જોઇએ. “શક્રસ્તવ'માં અરિહંત પરમાત્માના અદ્ભુત ગુણોની સ્તવના કરવામાં આવી છે. જેમાં - “अभयदयाणं चक्खुदयाणं मग्गदयाणं सरणदयार्ण बोहीदयाणं धम्मदयाणं" સહજ સમાધિ ૦ ૧૫Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77