________________
સાનંદમય: નીવ: I’ – સુખ આનંદ તારા જ ધર્મો છે. ધર્મ ધર્મીને છોડીને બહાર રહેતા નથી. બાહ્ય સુખ મેળવવાનો પ્રયત્ન છોડ અને હવે અંતર સુખ મેળવવાનો ઉદ્યમ કર.
પરને મેળવવું પડે, સ્વને કેળવવું પડે – અને તે માટે મહેનત કરવી પડે. અંતરમાં જે છે, તેને મેળવવાનું ન હોય, પણ તેને માણવાનું હોય, પ્રગટાવવાનું હોય.
માટે હે ચેતન, “મોહ તજી સમતા ભજી, જાણો વસ્તુ સ્વરૂપ.”
વસ્તુ સ્વરૂપને પામવા માટે, તારા સહજ ગુણને કેળવ, તેના રક્ષણ અને પાલન માટે સદા ઉદ્યમશીલ બન.
ગુણ રક્ષણના ઉપાયો : ઉપશમ અમૃતરસ પીજીએ, કીજીએ સાધુ ગુણગાન રે; અધમ વયણે નવિ ખીજીએ, દીજીએ સજ્જનને માન રે.
|| ચેતન / ૨ || અર્થ :
હે ચેતન ! સહજ ગુણના રક્ષણ માટે, ઉપશમરૂપ અમૃતરસનું પાન કર, સાધુ-મુનિ ભગવંતના ગુણોનું ગાન કર. દુર્જન લોકોના કટુ વચનો સાંભળીને જરા પણ રોષ ન કર અને સજ્જન પુરુષોનાં સન્માન – સત્કાર કર.
વિવેચન : શમનું લક્ષણ : विकल्पविषयोत्तीर्णः स्वभावालम्बनः सदा । ज्ञानस्य परिपाको यः स शमः परिकीर्तितः ॥
ચિત્તના વિભ્રમરૂપ વિકલ્પના વિષયથી નિવૃત્ત થયેલ અને નિરંતર આત્માના શુદ્ધ સ્વરૂપનું આલંબન જેને છે, એવો જ્ઞાનનો શુદ્ધ પરિણામ તે શમ કહેવાય છે.
જ્ઞાન વડે આત્મસ્વરૂપની પૂર્ણાનંદતા જણાય, શ્રદ્ધાથી તેમાં નિશ્ચલતા અને તેમાં જ તન્મયતા સિદ્ધ થાય ત્યારે અન્ય સંકલ્પવિકલ્પો શમી જાય અને પરમશાંત રસનો અનુભવ થાય તે શમ કે સમાધિ કહેવાય છે. તે ‘શમ'સમતયોગ રૂપ છે. તે ‘શમ' જ સહજ શુદ્ધ સ્વભાવમાં સતત રમણતા કરાવી પરમ આનંદનો અનુભવ કરાવે છે.
‘શમ' સમતા-યોગ રૂપ હોવાથી અધ્યાત્મ, ભાવના અને ધ્યાનયોગના સતત સેવનથી તે ઉત્પન્ન થાય છે, તેથી જ સમ્યગુ જ્ઞાન અને ધ્યાનની પરિપકવ અવસ્થાને ‘શમ' કહ્યો છે. તે અવસ્થામાં ચિત્ત વિકલ્પ રહિત બનીને, આત્માના શુદ્ધ સ્વભાવમાં લીન બને છે, તેના પ્રભાવે અવિદ્યાજન્ય ઇષ્ટનિષ્ટની કલ્પનાનો સર્વથા નાશ થવાથી, સર્વત્ર ‘સમભાવ’ રહે છે.
નિર્વિકલ્પ ભૂમિકામાં સમતાનો જયારે અખલિત પ્રવાહ વહેતો હોય છે, ત્યારે ચંદનની સુવાસની જેમ સમતા સહજ રીતે આત્મસાત્ બને છે. તેથી તેને પ્રશાંત – વાહિતા, સહજ-સમાધિ વગેરે પણ કહી શકાય છે.
સમાધિ દશામાં સર્વ જીવોની સિદ્ધતા સાથે એકત્વનું ભાવન વારંવાર થવાથી વ્યવહાર દશામાં તેમની સાથે ઔચિત્યનું આચરણ અવશ્ય થાય છે. સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવે, દુ:ખી જીવો પ્રત્યે કરુણાભાવ, ગુણીપુરુષો પ્રત્યે પ્રમોદભાવપૂર્વક વિનય, બહુમાન અને અવિનીત જીવો પ્રત્યે કરુણા યુક્ત માધ્યચ્ય - ઉપેક્ષાભાવ રહે છે.
કર્મજન્ય વિચિત્રતા જોઇ, જીવો પ્રત્યે રાગ-દ્વેષ ન થાય પણ સમભાવ જ રહે એ જ સમાધિનું ફળ છે. કહ્યું પણ છે -
જે પરિણામ કષાયના, તે ઉપશમ જબ થાય; તેહ સરૂપ સમાધિનું, એ છે પરમ ઉપાય. (૧૦)
સહજ સમાધિ • ૫૨
સહજ સમાધિ • ૫૩