________________
> સુદેવ-સુગુરૂ-સુધર્મની ઓળખ થશે. > શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થશે.
એક વાર શુદ્ધ માર્ગે ચઢ્યા પછી મોક્ષની પ્રાપ્તિ દૂર નથી. માટે તને એક જ શિખામણ આપું છું, સમ્યકત્વ રત્નની રુચિ પ્રગટાવ - તેની તીવ્ર તમન્ના ઉત્પન્ન કર. (૧) શરણાગતિ-ચતુઃ શરણ :
શુદ્ધ પરિણામને કારણે, ચારના શરણ ધરે ચિત્ત રે, પ્રથમ તિહાં શરણ અરિહંતનું, જેહ જગદીશ જગમિત્તરે.
_| ચેતન | ૪ | જે સમોસરણમાં રાજતા, ભાંજતા ભવિક સંદેહ રે, ધર્મના વચન વરસે સદા, પુષ્પરાવર્ત જિમ મેહ રે.
|| ચેતન | ૫ || અર્થ :
હે આત્મન્ ! આત્મ પરિણામને વધુ વિશુદ્ધ બનાવવા માટે અરિહંતાદિ ચારેના શરણને ચિત્તમાં ધારણ કરી રાખવાં જોઇએ. તેમાં પ્રથમ જગતના ઇશ-સ્વામી અને જગતના પરમ મિત્ર એવા અરિહંત પરમાત્માનું શરણ સ્વીકારવું, જેઓ સમવસરણમાં બેસીને પુષ્પરાવર્ત મેઘની જેમ ધર્મ વચન રૂપ જળવૃષ્ટિ કરી, ભવ્ય જીવોના સર્વ સંશયોને દૂર કરે છે. • વિવેચન :
આપણા ઉપર અરિહંત પરમાત્માનો ઉપકાર અનંત છે. અરિહંત પરમાત્માની આરાધના એ શુદ્ધ આત્મ-સ્વરૂપની આરાધના છે. જે અરિહંતને ઓળખે છે, તે આત્માને ઓળખે છે. આત્મ સ્વરૂપનો અનુભવ કરવામાં અરિહંત પરમાત્મા એ પુષ્ટ નિમિત્ત છે. અરિહંત પરમાત્માનું ધ્યાન એ જ દ્રવ્ય-ગુણ-પર્યાયથી – પોતાના શુદ્ધ આત્માનું ધ્યાન છે. નિરાધાર એવા આત્માને અનંત ગુણો
પ્રગટાવવાનો આધાર અરિહંત પરમાત્મા છે. કહ્યું પણ છે;
અરિહંત સિદ્ધ પરમાત્મા, શુદ્ધ સરૂપી જેહ; તેહના ધ્યાન-પ્રભાવથી, પ્રગટે નિજ ગુણ ગેહ.’
તેથી પોતાના દેહ-ગેહમાં ગુણસાગર એવા અરિહંત પરમાત્માને વસાવવા જોઇએ. તેમનું વારંવાર સ્મરણ, ધ્યાન કરવું જોઇએ. શ્રી અરિહંત પરમાત્મા ત્રણ લોકના નાથ છે. રાગ દ્વેષના વિજેતા છે, વિના માગે સુખને આપનારા છે, તેથી ચિંતામણિથી પણ અધિક છે. પરાર્થ-પારાયણ, નિષ્કારણ ઉપકારી, ભવ-ભયભંજક, અનંત-કરુણાના સાગર, તરણતારણ, પતિત-પાવન, દુ:ખી-જન-વત્સલ, દેવાધિદેવ અરિહંત પરમાત્મા છે.
દુનિયામાં શુભ ભાવ, શુદ્ધ ભાવ, શુદ્ધ ધર્મ આપનાર એક અરિહંત પરમાત્મા છે. અન્ય જે નિમિત્તોથી શુભ શુદ્ધ ભાવ ઉત્પન્ન થાય છે તેના મૂળમાં પણ મુખ્ય કારણ અરિહંત પ્રભુ છે. • આ જગતમાં સાચું શરણ કોણ છે ?
નિશ્ચય દૃષ્ટિથી જે મારો શુદ્ધ ભાવ છે, તે જ મારું શરણ છે અને તે શુદ્ધ ભાવ અરિહંત પરમાત્મા છે. જેવું અરિહંતનું સ્વરૂપ છે, સિદ્ધનું છે, તેવું જ આત્માનું સ્વરૂપ છે. માટે એ સ્વરૂપનું શરણ લેવાથી કોટિ કલ્યાણ પ્રગટે છે, અજ્ઞાન દૂર થાય છે. જ્ઞાન પ્રગટે છે.
હે ચેતન ! તું આ વાત ધ્યાનમાં લે. જેહ ધ્યાન અરિહંતકો, સો હિ આતમ ધ્યાન, ફેર કછુ ઇણમે નહીં, એહિ જ પરમ નિધાન.” માટે - વિચારવા જેવું આ છે, તે વિચારી લે. > કરવા જેવું આ છે, તે કરી લે. > સાધવા જેવું આ છે, તે સાધી લે.
સાધનાની આ ભૂમિકામાં સહુ પ્રથમ જ્ઞાન પ્રકાશ પ્રાપ્ત થતાં, મોહનો સંતાપ જશે અને ક્રોધાદિ અશુભ ભાવોનો ઉપરમ થશે. તેથી
સહજ સમાધિ • ૬૬
સહજ સમાધિ • ૬૭