________________
શરણ સ્વીકારી, તેમના શુદ્ધ સ્વરૂપના આલંબને મારા શુદ્ધ સ્વરૂપને ઓળખી તેના ધ્યાનમાં તન્મય બનું છું. (૨) સમાધિમાં પ્રવેશ :
શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન : નિશ્ચયનયે શુદ્ધ એવા આત્મસ્વરૂપનું વારંવાર ચિંતન, મનન, ધ્યાન અને અવલોકન કરવાથી આત્માની અનુભૂતિ થાય છે. શુદ્ધ સ્વરૂપમાં અત્યંત સ્થિર ઉપયોગ થવાથી અતિશય નિર્મળતા પ્રાપ્ત થાય છે.
હું અનંતગુણ પર્યાયનો પિંડ, સહજાનંદ સ્વરૂપી, અચલ, અખંડ, અનુ૫ છું. મારી નિર્મળ ચેતનામાં (સ્થિર ઉપયોગે) લયલીન બની નિર્વિકલ્પ રસનો અનુભવ કરું છું.
સાલંબન ધ્યાન: આ રીતે જયાં સુધી ઉપયોગની સ્થિરતા ટકે ત્યાં સુધી આત્મ-સ્વભાવમાં રમણતા કરતા રહેવું, પણ જ્યારે તેમાંથી ચિત્ત ચલિત થતું જણાય ત્યારે અનિત્યાદિ ભાવનાઓ વડે દુ:ખમય સંસારનું સ્વરૂપ ચિંતવવું. જેમકે આ સંસાર જન્મ, જરા, મરણ અને આધિ, વ્યાધિ, ઉપાધિથી ભરપૂર છે. અનંત દુ:ખની ખાણ છે. તેમજ તીર્થંકર પરમાત્માનું ધ્યાન કરવું - જેમકે તેઓ ત્રણ જ્ઞાનના સ્વામી છે, પોતાની તદ્દભવ મુક્તિને નિશ્ચિતપણે જાણે છે છતાં સંસારના શીધ્ર ઉચ્છેદ માટે સકલ રાજયસંપત્તિને અને વૈભવ-વિલાસના સુખને ઠોકર મારી મુક્તિપંથના પથિક બન્યા અને સંયમ સ્વીકારી તપ-ત્યાગની ઘોર સાધના આરંભી ઘાતકર્મોના ભૂક્કા બોલાવી અનંત-કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપ સંપત્તિને હસ્તગત કરી, એટલું જ નહિ જગતના સઘળા જીવો પણ એ જ મંગળમય માર્ગના પથિક બની આત્મગુણ-સંપત્તિ હસ્તગત કરી મુક્તિ-મંઝીલને પ્રાપ્ત કરે એ આશયથી પરમ કરૂણાનિધાન તેઓશ્રીએ ધર્મતીર્થની સ્થાપના કરી, અનેક ભવ્યાત્માઓને મોક્ષમાર્ગ બતાવી, પ્રાંત અઘાતી કર્મોનો નાશ કરી, યોગ રૂંધી
અયોગી બની, શૈલેષી અવસ્થાને પ્રાપ્ત કરી શુદ્ધ-બુદ્ધ-મુક્ત બની પૂર્ણાનંદના ભોક્તા બન્યા છે.
એવા પૂર્ણ સિદ્ધતાને વરેલા તે પરમાત્માનું શરણ સ્વીકારી. તેમના સાલંબન ધ્યાન દ્વારા વારંવાર આત્મસ્વરૂપમાં મગ્ન બનવું જોઇએ. કહ્યું પણ છે કે -
નિજ સ્વરૂપ ઉપયોગથી, ફરી ચલિત જો થાય | તો અરિહંત પરમાત્મા, સિદ્ધ પ્રભુ સુખદાય || ૨૧૬ ||. તિનકા આત્મ સ્વરૂપકા, અવલોકન કરો સાર | દ્રવ્ય ગુણ પર્જવ તેહના, ચિંતવો ચિત્ત-મઝાર | ૨૧૭ || નિર્મલ ગુણ ચિંતન કરત, નિર્મલ હોય ઉપયોગ | તબ ફિર નિજ સ્વરૂપકા, ધ્યાન કરો થિર જોગ || ૨૧૮ || જે સ્વરૂપ અરિહંતકો, સિદ્ધ સ્વરૂપ વલી જેહ | તેહવો આતમ રૂપ છે, તિણમે નહિ સંદેહ || ૨૧૯ || ચેતન દ્રવ્ય સાધમ્યતા, તેણે કરી એક સ્વરૂપ | ભેદભાવ ઇણમે નહિ, એહવો ચેતન ભૂપ // ૨૨૦ ||
ભાવાર્થ : શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનમાં સ્થિર ન રહેવાય ત્યારે ફરી અરિહંતપરમાત્મા અથવા સિદ્ધપરમાત્માના અનંત સુખમય સ્વરૂપનું ધ્યાન કરવું, તેમના નિર્મળ દ્રવ્ય, ગુણ, પર્યાયનાં ચિંતનમાં ચિત્તને એકાગ્ર બનાવવું. પરમાત્માના નિર્મળ ગુણપર્યાયનું ચિંતન કરવાથી જ્યારે ઉપયોગ નિર્મળ બને ત્યારે ફરી નિજ સ્વરૂપનું સ્થિરતાપૂર્વક ધ્યાન કરવું.
અરિહંત અને સિદ્ધ પરમાત્માનું જેવું સ્વરૂપ છે તેવું જ નિજ આત્માનું સ્વરૂપ છે, એમાં લેશમાત્ર પણ શંકાને સ્થાન નથી. કારણ કે ચેતન દ્રવ્યની સમાનતા હોવાથી સર્વ જીવોનું સ્વરૂપ એક સરખું છે. નિશ્ચયથી ભેદ-ભાવરહિત એક જ ચેતન ભૂપ છે.
શુદ્ધ સંગ્રહનયની અપેક્ષાએ આત્મા સિદ્ધ સમાન છે. પર્યાયથી
સહજ સમાધિ : ૧૩૮
સહજ સમાધિ • ૧૩૯