________________
• સજ્જન પરીક્ષા :
સંસાર (વિષય-કષાય)માં જ આસક્ત થયેલા પ્રાણીઓની સોબત કરવી નહિ. રાગી સાથે રાગ-મમતા કરવાથી રાગદશા વધે છે, વિષય-વિકાર વૃદ્ધિ પામે છે અને વિષય-રાગ એ દુર્ગતિનો દાતાર છે, માટે સંસારરસિક જીવોનો સંગ છોડી તત્ત્વજ્ઞાની પુરુષોની સોબત કરવી.
ધર્મજનોના સંગથી સદગુણોની વૃદ્ધિ થાય છે. દુનિયામાં યશકીર્તિ ફેલાય છે અને આત્મપરિણતિ સુધરે છે. પરલોકમાં સ્વર્ગ અને અનુક્રમે શિવસુખની પ્રાપ્તિ થાય છે. માટે ઉત્તમ પુરુષોની સાથે રહી ધર્મનું સદા આરાધન કરતા રહેશો, તો પરમસુખી બનશો. • અંતિમ આલોચના અનશન :
આ પ્રમાણે સર્વ સ્વજનોને હિતશિક્ષા આપી, પોતાના હાથે દાન-પુણ્ય કરી, સાત ક્ષેત્રમાં યથાશક્તિ લક્ષ્મીનો સદુપયોગ કરી, સદ્દગુરુનો સુયોગ મલે તો તેમની પાસે એકાંતમાં અંતર ખોલી પાપોની આલોચના કરી શલ્યરહિત બનવું જોઇએ. સગુરુનો યોગ પ્રાપ્ત ન થાય તો અતિગંભીર સમ્યગ્દષ્ટિ ઉત્તમપુરુષ સમક્ષ હૃદય ખોલીને સર્વ વાતો કહી દેવી. ઉત્તમ પરુષના અભાવમાં પોતાના મનમાં પાપોનો પશ્ચાત્તાપ કરવો - દુષ્ટ કર્મના વશથી મારાથી આ ભયંકર પાપો થઇ ગયેલા છે એમ અરિહંતપરમાત્મા, સિદ્ધભગવંત, મહામુનિવરો, સમ્યગુદૃષ્ટિ દેવ અને પોતાના આત્માની સાક્ષીએ સર્વ પાપોની આલોચના, નિંદા અને ગહ કરવી. ત્રિકરણ શુદ્ધ મિચ્છામિ દુક્કડે આપી હૃદય અને મનને નિર્મળ બનાવવું.
| નિકટ સમયમાં જ મરણની સંભાવના જણાય તો સર્વ આરંભપરિગ્રહાદિ અને ચારેય આહારનો પણ ત્યાગ કરવો. પણ ચોક્કસ ખબર ન પડે તો અમુક કાળની મર્યાદા બાંધી સર્વ આરંભ-પરિગ્રહાદિ અને ચારે આહારનો ત્યાગ કરવો એટલે કે સાગારિક અનશન સ્વીકારવું.
• સમાધિ મરણનું લક્ષણ :
ત્યારબાદ સમ્યગદષ્ટિ આત્મા, પલંગથી નીચે ઉતરી મન, વચન અને કાયાને અત્યંત સ્થિર બનાવી, સિંહ સમાન નિર્ભય બની મોહલક્ષ્મીને વરવા, શિવપુરનું સામ્રાજય પ્રાપ્ત કરવા, રણસંગ્રામમાં મોહબૈરીને જીતવા મહાસુભટની જેમ ધ્યાનરૂપ (સિંહનાદ) ગર્જના કરે છે.
સર્વ પ્રકારની આતુરતા તજી, પરમ વૈર્ય ધારણ કરી આત્માની પ્રીતિ જગાડી, પરમાત્માના ધ્યાનમાં લીન બને છે. તેથી મોક્ષ સિવાયના સર્વ પદાર્થોની સ્પૃહા-વાંછા તૂટી જાય છે. પરમાત્મધ્યાનના પ્રભાવે ધ્યાતાની ધ્યેય સાથે એકતા-તન્મયતા થતાં સમાપત્તિ-સમાધિ સિદ્ધ થાય છે. તે વખતે વીયલ્લાસ વધવાથી આત્મા આનંદમયસુખમય, શાંત-સુધારસના કુંડમાં ઝીલે છે.
આત્મિક સુખ સ્વાધીન, અનુપમ અને અનંત છે એમ જાણી, નિજ સ્વરૂપમાં પરમ શ્રદ્ધા-બહુમાનપૂર્વક રમણતા કરતો પરમાનંદપ્રશાંત પરિણામયુક્ત બનેલો સમ્યગૃષ્ટિ આત્મા સ્વ-આયુષ્ય પૂરું થતાં સમાધિપૂર્વક મરણ પામે છે. • સમાધિનું ફળ :
સમાધિના પ્રભાવથી સમ્યગુષ્ટિ આત્મા પરલોકમાં ઇન્દ્રાદિની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરે છે. દેવલોકમાં રહેલી શાશ્વત પ્રતિમાઓની નિત્ય પૂજા કરે છે. વિહરમાન ભગવાન અને કેવળજ્ઞાની મુનિભગવંતો આદિને વંદન-પૂજન-સ્તવન કરી, ધર્મદેશના સાંભળે છે. શ્રી જિનેશ્વરના કલ્યાણકો અતિઉલ્લાસપૂર્વક ઉજવે છે. તેમ જ નંદીશ્વરદ્વીપની તીર્થયાત્રા કરી, સમ્યગદર્શનને નિર્મળ બનાવી, દેવભવને સફલ-સાર્થક કરે છે.
દેવાયુ પૂર્ણ થતાં ત્યાંથી ચ્યવી મનુષ્યગતિમાં જન્મ ધારણ કરે છે, યૌવન વયે રાજય-ઋદ્ધિ પામી સદ્ગુરુની દેશના સાંભળી,
સહજ સમાધિ • ૧૪૬
સહજ સમાધિ • ૧૪૭