________________
વગેરે સર્વ પરભાવની ભ્રમજાળ છે. તેમાં ફસાયેલો જીવ મહાન દુઃખી બને છે. દરેક ભવમાં દેહ, કુટુંબ અને ધનાદિનો સંયોગ મેળવી મરણ સમયે બધુ છોડીને બીજા ભવમાં ચાલ્યો જાય છે. એમ અનંતવાર અનંત માતા-પિતાદિનો સંયોગ અને વિયોગ પ્રાપ્ત થયો છે. પણ મોહ-મમત્વને લઇ જીવ ફોગટ શોકાકુલ બની જન્મ, જરા અને મરણાદિ અનંત દુ:ખોની પરંપરા સર્જે છે.
ભેદજ્ઞાન વડે જે જીવનો મિથ્યાત્વ મોહ નાશ પામે છે તે પર પુદ્ગલ પદાર્થોમાં રાચતો નથી. જેને આત્માથી શરીરાદિ (પુદગલ પર્યાય) સર્વ પદાર્થો ભિન્ન જણાય છે, તે નિજસ્વરૂપથી ચલિત થયો નથી કે કોઇનાથી (મોહથી) છેતરાતો નથી. જયારે જીવને સ્વ-પરનું યથાર્થ જ્ઞાન થાય છે ત્યારે તે નિજસ્વરૂપમાં સ્થિર થઇ શકે છે.
હે માતા-પિતા-બંધુઓ ! તમારી સાથે મારો આટલા દિવસનો જે સંબંધ હતો તે હવે પૂરો થાય છે. માટે તમો ચિંતાને તજી, ધર્મમાં મનને સ્થિર બનાવી આત્મકલ્યાણ સાધો. આપણું સહજસ્વરૂપ આપણી જ પાસે છે. આપણા આત્મમંદિરમાં મહા અમૂલ્ય નિધાન રહેલું છે, તેથી પરની આશા કે યાચના કરવાની જરૂર નથી.
આત્માના સહજ સ્વરૂપના દર્શનથી જન્મ-મરણના દુઃખો મટી જાય છે અને અનુક્રમે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટે છે. તે નિજ સ્વરૂપને જાણ્યા વિના જીવ સંસારમાં ભમે છે અને જે નિજસ્વરૂપને જાણી લે છે તે ભવસાગરનો પાર પામે છે. કારણ કે તે એક કૌતુકી દેવની જેમ સર્વ બાહ્ય ભાવોને પુદ્ગલની રચના માની તેથી ઉદાસીન રહી નિજ સ્વરૂપનું સતત સ્મરણ કરે છે.
કૌતુકી દેવનું દૃષ્ટાંત : - બારમા દેવલોકનો એક દેવ મનુષ્યલોકમાં આવ્યો અને એક દરિદ્ર પુરુષના શરીરમાં પ્રવેશ કરી નવા નવા વેશ ધારણ કરી ક્રીડાખેલ કરવા લાગ્યો. ક્યારેક જંગલમાંથી લાકડાનો ભારો માથા પર
ઉંચકી લાવી નગરમાં વેચવા જાય છે, ક્યારેક મજૂરી કરે છે, ક્યારેક ભીખ માંગતો ફરે છે, ક્યારેક શેઠ શાહુકારોની સેવા ચાકરી કરે છે, કોઇકવાર નટ બની અનેક પ્રકારના ખેલ કરી લોકોને ખુશ કરે છે, કોઇક વેળા વણિકનો દેખાવ કરી મોટા મોટા વ્યાપાર કરે છે. તેમાં જયારે પુષ્કળ અર્થપ્રાપ્તિ થાય છે ત્યારે હર્ષિત બની જાય છે, નુકશાની આવે છે ત્યારે શોકાકુળ બની અશ્રુ સારે છે. વળી કોઇ સમયે સ્ત્રી-પુત્ર-પુત્રીના પરિવાર સાથે કોઇ મોટા નગરમાં વસે છે. તેટલામાં ત્યાં શત્રુ રાજાનું વિશાળ સૈન્ય આવી પડતાં નગરના લોકો નાસભાગ કરવા લાગ્યા. તે જોઇ આ પણ મધ્યરાત્રિએ એક પુત્રને પોતાના ખાંધા પર બેસાડી, એકનો હાથ પકડી, ફાટેલા કપડા વગેરેની ગાંઠડી માથા પર મૂકી ત્યાંથી ભાગી છૂટે છે. તેની સ્ત્રી પણ થોડી ઘણી ઘરની ઉપયોગી સામગ્રીની પોટલી બાંધી પુત્રી સાથે ચાલી નીકળે છે. રસ્તામાં મળતાં મુસાફરો તેની આવી હાલત જોઈ તેને પૂછે છે ત્યારે તે આ પ્રમાણે ઉત્તર આપે છે -
“અમારું નગર શત્રુસૈન્યથી ઘેરાઇ જતાં અમે સપરિવાર નાસી છૂટ્યા છીએ. હવે કોઇ ગામમાં જઇ જેમતેમ જીવનનિર્વાહ કરી ગુજરાન ચલાવશું. કર્મના માઠા ફળ ભોગવ્યા વિના છૂટકો નથી. ખૂબ જ હેરાન પરેશાન બની ગયા છીએ. પણ હવે બીજો કોઇ ઉપાય નથી.'
આ રીતે અનેક પ્રકારની ક્રીડા-ચેષ્ટા કરતો તે દેવ મનમાં તો એમ સમજે છે કે હું તો બારમાં દેવલોકનો દેવ છું, દિવ્ય સુખોનો ભોક્તા છું, મહાન ઋદ્ધિ-સમૃદ્ધિ મારી પાસે છે, આ બધી ચેષ્ટાઓ તો માત્ર કૌતુક જોવાની ખાતર જ કરું છું, તે કંઇ સાચી નથી. આ પ્રમાણે આ દેવ વિચિત્ર પ્રકારના પ્રસંગોમાં પણ દીનતા કે મમતા ધારણ કરતો નથી.
તેવી જ રીતે મારો આત્મા કર્મસંયોગે પરપુગલ પર્યાયોમાં વિવિધ પ્રકારની ચેષ્ટાઓ કરી રહ્યો છે. તેથી મારે લેશ પણ મમતા
સહજ સમાધિ • ૧૪૨
સહજ સમાધિ • ૧૪૩