Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan
View full book text
________________
કે દીનતા કરવાની જરૂર નથી. કારણ કે ‘મારું સિદ્ધસમાન પૂર્ણ, શુદ્ધ સ્વરૂપ છે, હું કેવલજ્ઞાનરૂપ લક્ષ્મીનો સ્વામી છું, અનંત ગુણોનો નિધાન છું.’ આ રીતે મને પણ અનેક વાર નિજ સ્વરૂપનો અનુભવ થયો હોવાથી કોઇ પણ પ્રકારનો ભય મને સતાવતો નથી. • સ્ત્રી યોગ્ય હિતશિક્ષા :
સમ્યગુદૃષ્ટિ આત્મા પોતાની ધર્મપત્નીને હિતશિક્ષા આ પ્રમાણે આપે છે - આ ક્ષણભંગુર શરીર ઉપર હવે મમતા કરશો નહિ. પુદ્ગલની પ્રીતિ ભવની ભીતિ ઉત્પન્ન કરે છે, અને આત્માની પ્રીતિ ભવને નાબૂદ કરે છે. આ દેહની સ્થિતિ પૂરી થઇ છે. તે હવે ટકી શકવાનો તો નથી જ. તો પછી તેના ઉપર મોહ કરી દિલને શા માટે દુભાવવું ? તારોને મારો આટલા દિવસનો જ સંબંધ હતો. તેમાં કોઇ વધઘટ કરી શકે તેમ નથી. આ અસાર અસ્થિર શરીરને નાશ પામતાં વાર લાગતી નથી, ક્ષણવારમાં બળીને રાખ થઇ જશે. એનાથી તારો કોઇ સ્વાર્થ સરવાનો નથી. આશા ફળવાની નથી. માટે એની મમતા છોડી અને ધર્મની આરાધનામાં તત્પર બનો. જેથી આત્મસુખ-સંપત્તિ પ્રાપ્ત થશે. વિકરાળ કાળની તલવાર સહુના મસ્તક ઉપર ઝઝૂમે છે. માટે તારે પણ જરાયે ગફલત-બેદરકાર રહેવું નહિ. ક્યારેક તને પણ એ ઝપાટામાં લેશે એ નિશ્ચિત વાત છે તું મારી પ્યારી નારી છે કે હું તારો પ્યારો પ્રિતમ છું એ સર્વ મોહનો વિલાસ છે. ભોગની વિટંબણા આત્મગુણોનો નાશ કરે છે. પતિ પત્નીનો સંબંધ એ ભવનાટકનો જ એક ભાગ છે. તારો મારો ચેતન એક સમાન છે. કર્મની વિચિત્રતાને લઇને વિવિધ રૂપ ધારણ કરવા પડે છે. માટે તત્ત્વની વિચારણા કરી, મમતા મૂકી, આત્મહિત સાધવા ધર્મક્રિયામાં ઉઘુક્ત બનો.
મારા ઉપર સાચી પ્રીત હોય તો મને ધર્મ કરવામાં સહાયક બનો. ખેદ, શોક, ચિંતા કરવાથી ફોગટ ચીકણાં કર્મ બંધાશે, બીજું
કશું જ વળવાનું નથી. આ પ્રમાણે ભાવકરૂણાથી પ્રેરાઇને અવસરોચિત હિતશિક્ષા આપી છે. તેને ગ્રહણ કરી, મમતા તજી, સમતા ધર્મમાં પ્રયત્નશીલ બનજો .
અન્ય કુટુંબીજનોને પણ અવસરોચિત સુંદર હિતશિક્ષા આ પ્રમાણે આપવી –
આ સંસારની સ્થિતિ પંખીના માળા જેવી છે. આજ સુધી અનેક રાજા-મહારાજાઓ કે આપણા પૂર્વજોમાંથી કોઇપણ સ્થિર રહી શક્યા નહિ અને રહી શકે તેમ પણ નથી. આયુષ્ય પૂરું થતાં સહુને પરલોક તરફ પ્રયાણ કરવું પડે છે. આ વાત તમો પણ પ્રત્યક્ષ રીતે જાણો છો. માટે તમારે પણ ચિત્તમાં જરાયે સંતાપ કરવો નહિ, હું તમારી સાથે ક્ષમાપના કરું છું. તમો બધા ધર્મ ઉપર દેઢ શ્રદ્ધા ધારણ કરજો . કેવળી પ્રરૂપિત ધર્મ જ ભવસાગરથી પાર ઉતારવામાં પ્રવહણ-જહાજ તુલ્ય છે. માટે તેની આરાધના કરજો. જેથી દુર્ગતિનાં દુઃખ છેદાઈ જાય અને અનુક્રમે શિવસુખની પ્રાપ્તિ થાય ! • પુત્રયોગ્ય હિતશિક્ષા :
હે પુત્ર ! મારા ઉપર તમારે મોહ રાખવો નહિ, આ એસારઅસ્થિર સંસારમાં માત્ર જિનધર્મને જ સારભૂત અને સુખદાયક જાણી, શ્રદ્ધા, પ્રેમપૂર્વક તેની આરાધનામાં તત્પર બની જવું.
પિતા-પુત્રના વ્યવહારિક સંબંધથી પણ તમો મારી આજ્ઞા માનો છો. એટલે મારી આ અંતિમ હિતશિક્ષાને ધ્યાનમાં લેજો . (૧) સુદેવ, સુગુરુ અને સુધર્મ ઉપર ગાઢ પ્રીતિ ધારણ કરવી. (૨) સજજન પુરુષો સાથે મિત્રતા કરવી. (૩) ધર્મીજન ઉપર પ્રીતિ રાખવી. (૪) દાન, શીલ, તપ અને ભાવ એ ધર્મના ચાર પ્રકારોનું સદા
યથાશક્તિ પાલન કરવું. (૫) સંત, સજજન પુરૂષોનો સમાગમ કરવો.
સહજ સમાધિ • ૧૪૪
સહજ સમાધિ • ૧૪૫

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77