Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan
Catalog link: https://jainqq.org/explore/008968/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | || શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | // શ્રી પદ્મ-જીત-હીર-કનક-દેવેન્દ્ર-કલાપૂર્ણ-કલાપ્રભસૂરિગુરુભ્યો નમઃ // સહજ સમાધિ • લેખક • પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ • આલંબન • પૂ. આચાર્યશ્રીના ગુરુ-મંદિરની પ્રતિષ્ઠા વિ.સં. ૨૦૬૨, મહા વદ ૬, તા. ૧૯-૦૨-૨૦૦૬, ૨વિવાર, શંખેશ્વર • પ્રકાશક શ્રી કલાપૂર્ણસૂરિ સાધના સ્મારક ટ્રસ્ટ આગમ મંદિરની પાછળ, ભક્તામર મંદિરની પાસે, પોસ્ટ શંખેશ્વર, જિ. પાટણ, પીન : ૩૮૪ ૨૪૬. Page #2 -------------------------------------------------------------------------- ________________ નૂતન આવૃત્તિ પ્રસંગે અધ્યાત્મયોગી, સુગૃહીતનામધેય, પુણ્યપુરુષ, સચ્ચિદાનંદમય પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના ગુરુમંદિરની ભવ્ય પ્રતિષ્ઠા પ્રસંગે પૂજયશ્રીનું પ્રસ્તુત પુસ્તક (સહજ સમાધિ) પ્રકાશિત કરતાં અમે અત્યંત આનંદ અનુભવી રહ્યા છીએ. આ પ્રસંગે ગુરુ-મંદિર, શ્રમણી-વિહાર, ધર્મશાળા આદિનું નિર્માણ તથા ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ - ઇત્યાદિનો લાભ લેનાર લાકડિયા નિવાસી શ્રીયુત ધનજીભાઇ ગેલાભાઇ ગાલા પરિવારને શત-શત અભિનંદન આપીએ છીએ. • પુસ્તક : સહજ સમાધિ • લેખક : પૂ.આ.શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. • આવૃત્તિ : પ્રથમ : વિ.સં. ૨૦૨૯ દ્વિતીય : વિ.સં. ૨૦૪૮ તૃતીય : વિ.સં. ૨૦૬૨ • નકલ : ૧૦૦૦ - પ્રકાશક • કિંમત : રૂા. ૩૫/ મુદ્રક : Tejas Printers 403, Vimal Vihar Apartment, 22, Saraswati Society, Nr. Jain Merchant society, Paldi, AHMEDABAD - 380 007. Ph. : (079) 26601045 સહજ સમાધિ : ૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ नमो अरिहंताणं । નમો સિદ્ધા નું ! नमो आयरियाणं । नमो उवज्झायाणं । नमो लोए सव्वसाहूणं । एसो पंच नमुक्कारो, सव्व पावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥ • ગુરુસ્થાપના ( ) સૂત્ર • पंचिदियसंवरणो, तह नवविह-बंभचेर-गुत्तिधरो । चउविहकसायमुक्को, इअ अठारस-गुणेहि संजुत्तो ॥१॥ पंचमहव्वयजुत्तो, पंचविहायार-पालण-समत्थो । પંf fસTો, છત્તીસ-જુ જુજ મા | ૨ | પ્રકાશકીયા વિજ્ઞાન અને ટેકનોલોજીએ આજે બહારની દુનિયા બદલી નાખી છે. ભૌતિક સુખ સામગ્રીના અદ્યતન સાધન-સગવડોએ માઝા મૂકીને, માનવીને સુખી અને સમૃદ્ધ કરવા પ્રયત્ન આદર્યો છે. પણ એ પ્રયત્ન ભ્રામક નીવડ્યો છે. આજનાં વિકસતાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ ભૌતિક સિદ્ધિઓનાં શિખરો, ભલે સર કર્યો હોય, પરંતુ માનવ અંદરથી ઘણું બધું ગુમાવી બેઠો છે. ઝડપી સાધનો, અદ્યતન સગવડો અને મનોરંજનની અનેકવિધ સામગ્રીઓ મેળવીને માનવ વધુને વધુ સમૃદ્ધિશીલ અને વિલાસ પ્રિય બન્યો છે. માનવતાને વિસારી પાડી છે. અર્થ અને કામની કારમી ઉપાસના એણે આદરી છે. યંત્રની વિપુલતા અને ઘેલછાએ એ યંત્રવતુ બન્યો છે. બધે સંઘર્ષ, મથામણ , ચિંતા, તનાવ દેખાય છે. આજની સંપત્તિ લગભગ વિપત્તિરૂપ બની છે. કહેવાતા વિકાસ પાછળ, વિનાશનું આમંત્રણ આવકાર્યું છે. સમૃદ્ધિ બહારથી છલકાતી દેખાય, પણ અંતર તો વેરાન થતું રહ્યું છે. સમસ્યાઓ મોં ફાડીને ઊભી છે. નાખી નજર ન પહોંચે તેમ વ્યાકુળતા વાતાવરણમાં છવાઇ ગઇ છે. જીવન ભયભીત છે. સુખ, શાંતિ, ચેન ક્યાંય શોધ્યો જડે તેમ નથી. - છતાં માનવી માત્ર – જીવ માત્ર, સુખ, શાંતિ અને ચેન ઝંખે છે. એ પૂર્ણ શાંતિ, પૂર્ણ આનંદ અને પૂર્ણ અભય ઇચ્છે છે. માનવી મન એને મેળવવા માટે તલસે છે. પરંતુ આજની ચારેકોર પથરાયેલી સંપત્તિ, સમૃદ્ધિ કે સામગ્રી તે આપવા માટે અક્ષમ છે, અસમર્થ છે. આ એક નગ્ન સત્ય છે. પ્રાચીન યુગનો માનવી, આજ જેટલો ભલે, ભૌતિક સાધન • મંત્રપાઠ • चत्तारि मंगलं, अरिहंता मंगलं, सिद्धा मंगलं, साहू मंगलं, વત્ની-પન્નત્તો-ઘમ્મી-અનં II चत्तारि लोगुत्तमा, अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहू लोगुत्तमा, વત્ની-પન્નત્તો ઘમ્મી તોપુરમ / ૨ // चत्तारिसरणं पवज्जामि, अरिहंते सरणं पवज्जामि सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि केवलि-पन्नत्तं धर्म सरणं पवज्जामि ॥ ३ ॥ मंगलं भगवान् वीरो, मंगलं गौतमप्रभुः । मंगलं स्थूलभद्राद्या, जैनधर्मोऽस्तु मंगलम् ॥ સહજ સમાધિ • ૪ સહજ સમાધિ - ૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ સામગ્રીથી સજજ અને સમૃદ્ધ ન હતો, એમ આજ જેટલો પરાધીન, દંભી, વિશ્વાસઘાતી અને ભયગ્રસ્ત પણ ન હતો, એ હકીકત છે. માનવ જીવન અણમોલ છે. તેનું પરમ અને ચરમ લક્ષ્ય એક માત્ર આત્માનું દર્શન છે. આત્માની અનુભૂતિ છે. પોતાના સહજ સ્વરૂપની પ્રાપ્તિ છે. તે તરફ સંપૂર્ણ ઉપેક્ષા છે. અને શરીરની સાચવણી માટેની કેટલીક તકેદારી છે. માનવ કેટલો બેદરકાર છે, મોત માથે છે, કોઇ સાથે નથી. છતાં તર્કની, બુદ્ધિની અને આવડતશક્તિની આંટીઘૂંટી લડાવીને આજનો એજ્યુકેટેડ ગણાતો માનવ, જીવનના દરેક ક્ષેત્રમાં કાવાદાવા ખેલી રહ્યો છે. માત્ર પૌગલિક સુખ સાધનોની વિભૂતિ-અનુભૂતિમાં જ અંજાઇ ગયો છે અને તેના દ્વારા મળતાં ક્ષણિક સુખ અને આનંદ મેળવવામાં, માણવામાં મશગૂલ બની બેઠો છે. સંસારમાં સર્વત્ર આધિ, વ્યાધિ અને ઉપાધિજન્ય અશાંતિ, વેદના, વિટંબના, ભય અનુભવાય છે. તેનું નિવારણ કરી, સાચાં સુખ, શાંતિ અને સમાધિ મેળવવા માટેનો સરળ અને સફળ માર્ગ પરમજ્ઞાની મહાપુરુષોએ ચીંધ્યો છે. શાસ્ત્ર-સિદ્ધાંતોમાં ગૂંથ્યો છે, અનેક ત્યાગી સંત-મહાત્માઓએ અપનાવ્યો છે અને અનુભવ્યો છે. તે આજે પણ આપણી સમક્ષ ઉપસ્થિત છે. વર્તમાન જગતમાં પણ અનેક ત્યાગી સંતો, મહંતો આધ્યાત્મિક ક્ષેત્રે સુંદર એવી પ્રગતિ સાધી પોતાના જીવનમાં આત્મતત્ત્વની અનુભૂતિ-પ્રતીતિ મેળવી ચૂક્યા છે, મેળવી રહ્યાં છે અને પ્રેરણા-માર્ગદર્શન આપી આપણને સહુને એ રાહે ચાલવા અનુરોધ કરી રહ્યા છે. આ પુસ્તક પણ એવા જ અધ્યાત્મનિષ્ઠ મહાપુરુષના હસ્તે લખાયેલું છે. તેમાં પીરસવામાં આવેલી સામગ્રી પ્રાચીન અને પ્રચલિત છે, છતાં અનુભવની દષ્ટ્રિએ વધુ અસરકારક અને ઉપકારક બની રહે તેવી છે. એ શુભ ઉદ્દેશથી આ લખાણને પ્રકાશિત કરવાનો અમારો મંગલ અભિલાષ સાકાર બની રહ્યો છે, એ બદલ અમને અતિ આનંદ છે. પૂજય પંન્યાસ પ્રવર અધ્યાત્મયોગી શ્રી ભદ્રંકરવિજય મહારાજના માર્ગદર્શન અને સૂચને આ પ્રકાશનને વધુ સુંદર અને સમૃદ્ધ બનાવ્યું છે, તેઓશ્રીનો પણ ઉપકાર ભૂલી શકાય એમ નથી. અનંત અનંતકાળથી આત્માની અંદર કુસંસ્કારો એવા સજ્જડ જડબેસલાક થઇ ગયા છે કે ધર્મની આરાધનામાં અધ્યાત્મની સાધનામાં અને પરમાત્માની ભક્તિમાં મનને વ્યાકુળ કરી મૂકે છે. ચંચળ બનાવી દે છે. પરિણામે આત્માની આરાધનામાં મને ચોંટતું નથી. ભીતરમાં ભેગા કરેલા આ કુસંસ્કારો, માનવીને પોતાના અસલી રૂપથી વંચિત રાખે છે. આ સંસ્કારો ઢીલા પડે, શિથિલ બને અને ક્રમશઃ નિર્મળ થાય તો જ આત્માને સાચાં સુખ, શાંતિ અને આનંદનો અનુભવ થાય. તે માટે મનને બહારની દુનિયામાંથી, અંદર વાળવું પડે છે. શાશ્વત સુખના સ્વામી બનવા ભગીરથ પ્રયત્ન કરવો પડે છે. ધર્મની ધરા ઉપર ચાલવા મક્કમ મને, મોહ સામે મોરચો માંડવો પડે છે અને અંદરના કુસંસ્કારોનું કાસળ કાઢવા માટે સતત સંગ્રામ ખેલવો પડે છે. રાગ-દ્વેષાદિ સંસ્કારોનું નિર્મૂળ કરવા માટે, સ્વરૂપને પામવા માટે આ પુસ્તકમાં પૂજય ઉપાધ્યાય મહોદય શ્રી યશોવિજય મહારાજ રચિત ‘અમૃતવેલ’ સજઝાય આપવામાં આવી છે. આરાધના માટે તે અત્યંત પ્રેરક અને ભાવવાહી છે. તેમાં કુસંસ્કારોને નિર્મૂળ કરવા માટેનાં રામબાણ-સચોટ ઉપાય ચતુઃ શરણ ગમન, દુષ્કૃતગહ અને સુકૃત અનુમોદન આપવામાં આવ્યાં છે. કઇ રીતે અને કેટલીકવાર તેનો પ્રયોગ કરવો તેનું સુંદર માર્ગદર્શન પૂજય ઉપાધ્યાયજી મહારાજે આપ્યું છે. સહજ સમાધિ : ૬ સહજ સમાધિ • ૭ Page #5 -------------------------------------------------------------------------- ________________ વિશેષતા તો આ પુસ્તકની એ છે કે એમાં શ્રાવકજીવનમાં પણ પ્રાપ્ત કરી શકાય એવી યોગસાધનાના સરળ ઉપાયોનો નિર્દેશ છે. યમ-નિયમનું યથાયોગ્ય પાલન કરવા દ્વારા ધારણા, ધ્યાન અને સમાધિની અમુક કક્ષા સુધી પહોંચી શ્રાવક પોતાના જીવનમાં પરમાનંદની પ્રાપ્તિ અને અપૂર્વ આત્મશાંતિ અનુભવી શકે છે - એવું વિધાન કરી ગૃહસ્થ માનવને પણ યોગ-સાધનાનો અધિકારી બતાવ્યો છે. પ્રચાર અને પ્રસિદ્ધિના યુગમાં કૃત્રિમતાનો રોગચાળો ખૂબ જ વ્યાપક બન્યો છે. ધર્મ, અધ્યાત્મ અને યોગનાં ક્ષેત્રે પણ એ રોગ વધી રહ્યો છે. ન્યાય-નીતિ અને યમ-નિયમના પાલન વિના કે જીવ માત્ર પ્રત્યે મૈત્રી, કરુણા, માધ્યસ્થ અને ઉપેક્ષાદૃષ્ટિ કેળવ્યા વિના, થોડો સમય, આંખો મીંચી પલાંઠી વાળી, આત્મા દેહથી ભિન્ન છે એવા પોપટ પાઠનું રટણ કરી, આધ્યાત્મિક ક્ષેત્રે ધ્યાન, સમાધિ અને આત્મશાંતિની ઉચ્ચ ભૂમિકાઓ પ્રાપ્ત કરાવી દેવાના પ્રચારો અને પ્રયોગો પણ ઘણા સ્થાને થઇ રહ્યા છે. પણ સાચા આત્માર્થી સાધકો આટલી ખાસ નોંધ લે કે પરમાત્મા પ્રત્યેનો અવિહડ શરણાગતિ ભાવ, સ્વદુષ્કતોનો હાર્દિક પશ્ચાતાપ અને સ્વ-પર સત્કાર્ય-સગુણોની સાચી અનુમોદના અને ઉપાસના તથા યમનિયમાદિના પાલન દ્વારા વાસના અને તૃષ્ણાઓનું ઉર્વીકરણ યા નિયમન કર્યા વિના સાધનાના માર્ગે કદાપિ વાસ્તવિક કે ચિર સ્થાયી સફળતા મેળવી શકાતી નથી. આ પ્રકાશન ઘર ઘરની અને જન-જનની એક અગત્યની જરૂરિયાત છે. જીવનની અમૂલ્ય પળોમાં ખોવાઇ જતી સ્વસ્થતા, પ્રસન્નતા અને શાંતિને પુનઃ પ્રાપ્ત કરી લેવાની અદ્દભુત ચાવીઓ આ પુસ્તકમાં બતાવવામાં આવી છે. રોગ, શોક, ચિંતા અને ભયના કારણે આકુળ-વ્યાકુળ બનેલા ચિત્તને શાંત અને ભયમુક્ત બનાવવાના અજબ કિમિયા જાણવા માટે આ પ્રકાશન વિના ચાલી શકે એમ નથી. આ બીજી આવૃત્તિમાં વિવેચનનો વિસ્તાર કર્યો છે. જેમાં મુનિ શ્રી તીર્થભદ્રવિજયજી મહારાજનો પ્રાથમિક પ્રયાસ અનુમોદનીય છે. જે કહેવાનું છે તે “ચેતન' (આત્મા)ને સામે રાખીને કહ્યું છે. આ કહેણી કરણીમાં ચેતન વણી લે તો સમાધિ આપોઆપ સહજ બને. પૂજય ગુરુદેવનાં પ્રવચનો, પુસ્તકો તથા નોંધોના આધારે પ્રો. કે. ડી. પરમારે, પૂજય ગુરુદેવનું માર્ગદર્શન મેળવી આ પુસ્તકને વધુ સુગમ અને હૃદયંગમ બનાવવા જે ભક્તિસભર હૃદયે પ્રયત્ન કર્યો છે, તે કેમ ભૂલી શકાય ? આ સ્વાધ્યાય એના વાચકને વિશેષ પ્રેરણાદાયી અને ઉપકારક બનશે. સૌ કોઇ ભવી આત્માઓ, મહાપુરુષની આ અમૂલ્ય ભેટ અપનાવી, અજમાવી અને આ જીવનમાં જ આત્મિક આનંદને અનુભવવા સદા ઉજમાળ બનો એ જ એક શુભ કામના. પ્રેસ-દોષ-મુફ-સંશોધન દોષ વગેરેના કારણે જે કાંઇ ક્ષતિ થવા પામી હોય તો તે ક્ષમ્ય ગણશો. શ્રી મહાવીર તત્ત્વજ્ઞાન પ્રચારક મંડળ, | શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલય, અંજાર - કચ્છ. સહજ સમાધિ : ૮ સહજ સમાધિ • ૯ Page #6 -------------------------------------------------------------------------- ________________ સાધનાનો પંથ સમાધિની દિવ્યતમ અને દુર્લભતમ અવસ્થા પ્રાપ્ત કરવાનો સુગમ અને સચોટ પંથ અહીં ચીંધવામાં આવે છે. જે કોઇ સાધક - પથિક આ ચીંધ્યા રાહે પ્રગતિ સાધવા કટીબદ્ધ બનશે, તે અચૂક એક ધન્ય દિવસે પોતાના ઇષ્ટ ધ્યેયને પામી શકશે. સમાધિ” એટલે શું ? સમાધિ એટલે આત્માની સહજ સ્વસ્થતા. સમાધિ એટલે આત્માની સહજ સ્થિરતા.. સમાધિ એટલે આત્મિક આનંદની અનુભૂતિ. રાગ-દ્વેષ રહિત, સંકલ્પ – વિકલ્પ શૂન્ય ચિત્ત અવસ્થામાં જ એ સમાધિની સુખદ પળો અનુભવી શકાય છે. જીવનમાં આવી અપૂર્વ સમાધિ પ્રાપ્ત કરવાનું ધ્યેય નક્કી કરી અને તેની પ્રાપ્તિનાં સાધનોનો પ્રયોગ કરવા સતત ઉદ્યમશીલ બનવું જોઇએ. સમાધિ, એ કંઇ મૃત્યુ સમયે જ મેળવવાની કે અનુભવવાની નથી, પરંતુ જીવનની પ્રત્યેક પળોમાં અનુપમ આત્મિક આનંદની અનુભૂતિ કરવાની ભવ્યાતિભવ્ય કળા છે. જેના જીવનમાં આવી કળા પ્રગટી, યા જેણે આવી કળા હસ્તગત કરી, તે ધન્યાત્માને વિષયોનું વિષ મારક નથી બનતું, કષાયોનું જોર ઘાતક નથી બનતું. તે ન તો સુખમાં લીન બને છે, કે ન તો દુઃખમાં દીન બને છે. તે તો કર્મભનિત સુખ-દુઃખથી અલિપ્ત રહી સદા આત્મિક સુખમાં મગ્ન રહેવા પ્રયત્નશીલ રહે છે. પણ આવી સમાધિ મેળવવી તે આસાન વાત નથી. તેને મેળવવા, તેને આત્મસાત્ કરવા ભગીરથ પુરુષાર્થ ખેડવો પડે છે અને સતત અભ્યાસ કરવો પડે છે. આપણને એવી જિજ્ઞાસા જાગે કે સમાધિ પ્રાપ્ત કરવા જીવનમાં કયા કયા ઉપાયો અજમાવવા ? કઇ રીતે જીવનમાં તેનો અભ્યાસ કરવો ? તો આ રહ્યા એના ઉત્તર - • સમાધિનાં સાધનો : (૧) પૌગલિક સુખો ઉપરથી આસક્તિને મોળી પાડવી, વૈરાગ્યભાવ કેળવવો. કષાયના આવેશો ઉપર કાબૂ મેળવવો; ક્ષમા, નમ્રતા આદિ ગુણો વિકસાવવા. બાહ્ય સ્વજન, સંપત્તિ ને સત્તા ઉપરનો પ્રેમ-મોહ ઘટાડી જીવ માત્ર પ્રત્યે પ્રેમભાવ અને સહાનુભૂતિ પ્રગટાવવી, સહુનાં કલ્યાણની ભાવના ભાવવી. (૪) પરમાત્માનાં નામ, સ્મરણ, જાપ, ગુણચિંતન અને ધ્યાનાદિનો અભ્યાસ કરવો. (૫) ચિત્તની સંક્લિષ્ટતા અને પૌગલિક આસકિત દૂર કરવા, તેમજ સમાધિ મેળવવાના આસાન અને અમોઘ ઉપાયો – જે શરણાગતિ, દુષ્કૃતગર્તા અને સુકૃત અનુમોદના છે - તેનું પ્રતિદિન ત્રણવાર-ત્રિસંધ્યાએ મનની એકાગ્રતાપૂર્વક સેવન કરવું જોઇએ, તે સિવાય પણ જ્યારે જ્યારે ચિત્તના અધ્યવસાય સંક્લિષ્ટ બને, ચિત્તના ભાવો કલુષિત બને ત્યારે વારંવાર આ ઉપાયોને અત્યંત ભાવપૂર્વક અજમાવવા જોઇએ, જેથી ચિત્તના સંક્લિષ્ટ અધ્યવસાય શાંત બની જાય, ચિત્તની નિર્મળતા અને સ્થિરતા વધતી જાય.. જીવન સમાધિમય હશે તો જ મરણ સમાધિમય બનશે, મરણ વેળાએ સમાધિ અનુભવી શકાશે. સમાધિભર્યું મરણ અનંતા મરણનું મારણ બને છે. સમાધિવિહોણું મરણ અનંતા મરણનું કારણ બને છે. પ્રસ્તુત ગ્રંથમાં “સમાધિ"નું સુંદર સ્વરૂપ અને તેની પ્રાપ્તિનાં સાધનોનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સહજ સમાધિ • ૧૦ સહજ સમાધિ • ૧૧ Page #7 -------------------------------------------------------------------------- ________________ “અમૃતવેલ” નામની આ સજઝાય એ આરાધનાનો રસથાળ છે. એમાં નિર્દેશેલા ઉપદેશને આત્મસાત્ બનાવવાથી વિકારોનું વિષ ઉતરી જાય છે, સંતાપનો તાપ શમી જાય છે, મન પ્રસન્ન અને પ્રફુલ્લ બને છે અને મોક્ષ માટેની આત્માની યોગ્યતા પરિપકવ બને છે. “બિન્દુમાં સિંધુ” તુલ્ય ગંભીર અર્થ સભર આ નાની કૃતિનો વિસ્તાર કરવામાં આવે તો એક મહાકાય ગ્રંથ બની જાય ! પ્રસ્તુતમાં તો મુખ્ય મુખ્ય મુદ્દાઓ ઉપર સ્વલ્પ વિચારણા કરવામાં આવી છે - • સમ્યગુ જ્ઞાનનું મહત્ત્વ : “ચેતન, જ્ઞાન અાવાલીએ...” આ પંક્તિ દ્વારા આત્માને શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનનો અનુક્રમે વિકાસ સાધી તેનાં ફળરૂપે સહજ સમાધિ (સ્વભાવ રમણતા) પ્રાપ્ત કરવાની પ્રબળ પ્રેરણા આપવામાં આવી છે. (૧) શ્રુતજ્ઞાન : પ્રમાણ અને નયના બોધ વિના વાક્યોનો સામાન્ય અર્થ માત્ર જાણવો તે શ્રુતજ્ઞાન છે અને તે કોઠીમાં રહેલાં બીજ જેવું છે. તે મિથ્યાભિનિવેશ-કદાગ્રહ રહિત હોય છે. તેથી સ્વચ્છ અને સ્વાદિષ્ટ જળના સ્વાદ જેવું છે. ચિંતાજ્ઞાન : સર્વપ્રમાણ અને નયગર્ભિત સૂક્ષ્મ ચિંતનયુક્ત હોય છે. તેમજ તે જળમાં તેલ-બિંદુની જેમ વિસ્તાર પામે છે. ક્ષીરરસના સ્વાદ તુલ્ય તેનો સ્વાદ હોય છે. ભાવનાજ્ઞાન : આ જ્ઞાન શાસ્ત્રના તાત્પર્યપૂર્વકનું હોય છે. દરેક પ્રવૃત્તિમાં સર્વજ્ઞ આજ્ઞાને પ્રાધાન્ય આપે છે. એટલે કે આદર અને બહુમાનપૂર્વક સદનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરાવે છે, તેથી તે સ્વ-પ૨ ઉદયને પરમ હિતકારક બને છે, તેનો સ્વાદ અમૃતરસતુલ્ય હોય છે. ભાવજ્ઞાનથી ભાવિત બનેલો આત્મા જ “અનુભવપ્રકાશ”ને પ્રાપ્ત કરી શકે છે. શ્રુત અને ચિંતાજ્ઞાન તેના સાધનો છે. ચેતન, જ્ઞાન અજાવાલીએ..” એ પંક્તિમાં ઉપર્યુક્ત પ્રયોજાયેલ “જ્ઞાન” શબ્દ તે ઉપરોક્ત ત્રણે જ્ઞાનનો સૂચક છે. “અાવાલીએ” શબ્દ ત્રણે જ્ઞાનને અમલમાં મૂકી અનુક્રમે તેના ફળને અનુભવવા પ્રેરણા આપે છે. “શ્રુતજ્ઞાન’ના અભ્યાસથી મોહનો સંતાપ નાશ પામે છે. જેમ નિર્મલ સ્વાદુ જળનાં પાનથી તૃષા શાંત થાય છે, તેમ નિર્મલ શ્રુતજ્ઞાનના અભ્યાસથી મિથ્યાત્વમોહનો સંતાપ ટળી જાય છે, અને ચિત્ત નિર્મલ બને છે. ‘ચિંતાજ્ઞાનના અભ્યાસથી ચિત્તની ચાલતા ચાલી જાય છે અને સ્થિરતા પ્રાપ્ત થાય છે. ક્ષીરના આસ્વાદથી શરીર પુષ્ટ બને છે તેમ, ચિંતાજ્ઞાનથી આત્માના સમ્યગુદર્શનાદિ ગુણો પુષ્ટ બને છે. ‘ભાવનાજ્ઞાન’ રૂપ અમૃતના પાનથી આત્મા સહજ સ્વભાવમાં તન્મયતા સિદ્ધ કરે છે. આ રીતે ગ્રંથકાર મહર્ષિએ પ્રથમ ગાથામાં શ્રુતજ્ઞાનથી મોહસંતાપનો નાશ, ચિંતાજ્ઞાનથી ચિત્ત ચાપલ્યનું નિવારણ અને ભાવના જ્ઞાનથી સહજ સ્વભાવમાં તન્મયતા પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બનવાની પ્રેરણા આપી. હવે તે (અનુભવજ્ઞાનદશા)ની પ્રાપ્તિના સાધનો બતાવે છે. સાધન વિના સાધ્યની સિદ્ધિ થતી નથી. સહજ સમાધિ (અનુભવદશા)ની પ્રાપ્તિમાં શરણાગતિ, દુષ્કૃત ગર્તા અને સુકૃતાનુમોદના એ ત્રણેય અનન્ય સાધનો છે. ચઉસરણ પન્ના અને પંચસૂત્ર વગેરે આગમગ્રંથોમાં “શરણાગતિ” ત્રણેનું વિશિષ્ટ સ્વરૂપ, મહત્ત્વ અને ફળનો વિચાર વિસ્તારથી કરેલો છે. *चउसरण-गमण, दुक्कडगरिहा, सुकडाणुमोयणा चेव । एस गणो अणवरयं, कायव्वो कुसलहेउत्ति । શરણાગતિનું રહસ્ય : શરણાગતિ - બિનશરતી સમર્પણભાવ એ છે શરણાગતિ. વિશિષ્ટ ગુણી પુરુષોના શરણગ્રહણથી આપણું રક્ષણ થાય છે. (૨) સહજ સમાધિ • ૧૨ સહજ સમાધિ • ૧૩ Page #8 -------------------------------------------------------------------------- ________________ (૧) અરિહંત પરમાત્મા, (૨) સિદ્ધ ભગવંતો, (૩) સાધુ ભગવંતો અને (૪) કેવલી પ્રણિત ધર્મ એ સર્વોત્તમ છે, પરમ મંગલ સ્વરૂપ છે. સર્વ ગુણાધિક તત્ત્વોનો સમાવેશ આ ચારેયમાં થયેલો છે. આચાર્ય અને ઉપાધ્યાય પદનો સમાવેશ સાધુપદમાં થઇ જાય છે. કેવલી પ્રણિત ધર્મ અનાદિ હોવાથી તેનો ભિન્ન નિર્દેશ કરવામાં આવ્યો છે. આ ચારેના શરણે, આસરે આવેલા શરણાગતની સર્વ પ્રકારે રક્ષા થાય છે. ‘યોગશતક'માં કહ્યું છે કે - અરિહંતાદિ ચારે ગુણાધિક હોવાથી તેમનું સ્મરણ, ધ્યાન, શરણ વગેરે કરનાર સાધકનું અવશ્ય રક્ષણ થાય છે. આ ચારે તત્ત્વોનો એવો વિશિષ્ટ સ્વભાવ છે કે જે કોઇ સાધક તેમનું ધ્યાન, શરણ, સ્તવન કરે તેના ક્લિષ્ટ કર્મો અને સકલ વિઘ્નો નાશ પામી જાય છે અને તેને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. “શ્રી નમસ્કારમહામંત્ર'ની ચૂલિકામાં પણ આ વાત સ્પષ્ટપણે કહેવામાં આવી છે કે અરિહંતાદિને કરેલો નમસ્કાર સર્વ પ્રકારના પાપોનો નાશ કરનાર છે અને મહામંગલ સ્વરૂપ હોવાથી સર્વ સુખોને આપનાર છે. ‘નમો’ પદ સ્તુતિ અને શરણાગતિનો પણ સૂચક છે. નમસ્કારમંત્રના સ્મરણ દ્વારા પણ પંચ-પરમેષ્ઠિ ભગવંતોનું વારંવાર શરણ સ્વીકારમાં આવે છે. આ મહામંત્રની વ્યાપકતા સર્વ શાસ્ત્રોમાં હોવાથી “ચતુ: શરણ'ની પણ સર્વશાસ્ત્ર વ્યાપકતા સિદ્ધ થાય છે. મહામંત્રની જેમ તેનો પણ અચિંત્ય પ્રભાવ છે. સાધુની આવશ્યક-ક્રિયામાં પણ ચતુઃશરણનો ત્રણવાર પ્રયોગ થાય છે. ‘પંચસૂત્ર’માં ચતુઃશરણાદિને પાપના પ્રતિઘાતનું અને ગુણના બીજાધાનનું પ્રધાન કારણ માન્યું છે. કારણ કે શરણાગતિ ભાવ - એ પરમ ભક્તિ-યોગ છે અને ભક્તિ-યોગ એ સર્વ યોગોનું સહજ સમાધિ • ૧૪ પરમ બીજ છે, સહજસમાધિનું પ્રધાન સાધન છે. કહ્યું પણ છે કે “જિનેશ્વરદેવ પ્રતિ પરમ પ્રીતિયુક્ત ચિત્ત, નમસ્કાર અને પ્રણામાદિ એ ઉત્તમ યોગનાં બીજ છે.' જૈન દર્શનના પ્રત્યેક સદનુષ્ઠાનમાં શરણાગતિ ભાવને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમ કે કોઇ પણ શુભ કાર્યના પ્રારંભ સમયે શ્રી નમસ્કારમંત્રનું સ્મરણ કરવામાં આવે છે. એમાં દેવ-ગુરુને નમસ્કાર કરવા દ્વારા તેમનું શરણ સ્વીકારવાનું હોય છે અને તેમના પ્રભાવે જ મને મારા પ્રારંભેલા મંગલકાર્યમાં સફળતા મળશે એવી દેઢ શ્રદ્ધા સાધકના હૈયે જાગૃત હોય છે, તેથી જ કાર્યની નિર્વિઘ્ન સમાપ્તિ થતાં સાધક બોલી ઉઠે છે કે - “દેવ-ગુરુની કૃપાએ આ કાર્ય સિદ્ધ થયું.” આગમ ગ્રંથોમાં પણ અનેક સ્થળે આવા પાઠો જોવા મળે છે. જેમ કે - “होउ ममं तुह पभावओ भयवं; भवनिव्वेओ..." (જયવીયરાય સૂત્ર) “હે ભગવંત...! આપના પ્રભાવે મને ભવ નિર્વેદ આદિ ગુણો પ્રાપ્ત થાઓ.” “તિસ્થવા મે પક્ષીયન્તુ.." (લોગસ્સ સૂત્ર) “હે તીર્થંકર પરમાત્મા, મારા ઉપર પ્રસન્ન થાઓ અને મને ભાવ આરોગ્ય, બોધિલાભ અને ઉત્તમ સમાધિ આપો.” પરમાત્માના સ્તવન, સ્મરણ, ધ્યાન અને આજ્ઞાપાલનથી પ્રગટ થતાં જ્ઞાનાદિ એ પરમાત્મપાનું જ ફળ છે એમ સાધકે માનવું જોઇએ. “શક્રસ્તવ'માં અરિહંત પરમાત્માના અદ્ભુત ગુણોની સ્તવના કરવામાં આવી છે. જેમાં - “अभयदयाणं चक्खुदयाणं मग्गदयाणं सरणदयार्ण बोहीदयाणं धम्मदयाणं" સહજ સમાધિ ૦ ૧૫ Page #9 -------------------------------------------------------------------------- ________________ “અરિહંત પરમાત્મા ભવ્ય જીવોને અભય, વિવેક ચક્ષુ, માર્ગ, શરણ, બોધિ અને ધર્મ આપનાર છે.” આવા પદો દ્વારા તેમની અપૂર્વ દાનશક્તિને બિરદાવી છે. ‘લલિતવિસ્તરા’ની વૃત્તિમાં સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિજીએ ઉપરોક્ત પદોની સવિસ્તર સુંદર વિચારણા કરી છે. જિજ્ઞાસુઓએ વિશેષ ત્યાંથી જાણી લેવું. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજ પોતાની “શક્રસ્તવ”ની કૃતિમાં “નમુક્ષુર્ણસૂત્ર”નાં સર્વ વિશેષણોનો સંસ્કૃત ભાષામાં સંગ્રહ કરી શરણાગતિ ભાવને વ્યક્ત કરતાં જણાવે છે - “તોજોત્તમો નિપ્રતિમહ્ત્વમેવ, ત્વામેન-મર્દન્ શરણં પ્રપદ્યે..." “હે પ્રભુ ! તમે જ સર્વલોકમાં ઉત્તમ છો, આપની તોલે આવી શકે એવો કોઇ આ દુનિયામાં નથી. એટલે જ આપ અદ્વિતીય છો, આપ જ શાશ્વત મંગલ સ્વરૂપ છો, સિદ્ધ, સાધુ અને સદ્ધર્મમય છો. માટે હું આપનું જ શરણ સ્વીકારું છું." આ રીતે અનેક મહાવિદ્વાન, ગીતાર્થ મહાપુરુષોએ અરિહંત પરમાત્માની સર્વોત્તમતા અને ૫૨મ મંગલમયતાનો અપૂર્વ મહિમા ગાયો છે. શરણ્યનું સહૃદયભાવપૂર્વકનું શરણ શરણાગતનું રક્ષણ કરે છે. શરણાગતને શરણ્ય સ્વરૂપ બનાવે છે. • શરણાર્થીની પ્રાર્થના : સાચા શરણાર્થીને આખું વિશ્વ અશરણ્યરૂપ ભાસે છે. એને મન પરમેષ્ઠિ પરમાત્મા જ માતા, પિતા, સ્વામી, દેવ, ગુરુ, ધર્મ, પ્રાણ, ત્રાણ, સ્વર્ગ અને મોક્ષ સ્વરૂપ લાગે છે. “હે જિનેશ્વર પરમાત્મા ! આપ જ દાતા અને ભોક્તા છો. આ સર્વ જગત જિનમય છે, જિનેશ્વર પરમાત્મા સર્વત્ર જય પામે છે અને જે જિન છે તે જ હું છું.” (શક્રસ્તવ) શરણાગત શરણ્યભૂત પરમાત્મા પાસે સદા પોતાની આંતરિક સહજ સમાધિ • ૧૬ વ્યથા, પ્રાર્થના પોકારતો જ રહે છે, વધુને વધુ તેમની નિકટતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતો જ રહે છે. अन्यथा शरणं नास्ति, त्वमेव शरणं मम । तस्मात् कारुण्यभावेन, रक्ष रक्ष जिनेश्वर ! ॥ “હે જિનેશ્વર પરમાત્મા, તમારા સિવાય મારે કોઇનું શરણ નથી. મારે તો માત્ર આપનું જ શરણ છે, તેથી હે કરૂણાસાગર પ્રભુ ! આ શરણાગતની રક્ષા કરજો, કરૂણા લાવી મને આ ભયંકર ભવાટવીથી પાર ઉતારજો.” છે કે पीनोऽहं पाप-पंकेन, हीनोऽहं गुणसंपदा । दीनोऽहं तावकीनोऽहं मीनोऽहं त्वद्-गुणाम्बुधौ ॥ “હે પ્રભુ...! હું હિંસાદિ કીચડથી ખરડાયેલો છું, ગુણસંપત્તિથી રહિત છું, માટે જ દીન-દરિદ્રી છું, છતાં તમારા ગુણ સમુદ્રમાં મીન-માછલીની જેમ સદા લીન બની રહું છું, તેથી જ હું તમારો છું. તમે મારા છો.” આ શ્લોકમાં દુષ્કૃત ગર્હા અને સુતાનુમોદના સાથે શરણાગતિ સ્વીકારવાનું સૂચન છે. સ્વ-પાપની ગર્હ અને સ્વ-પર સુકૃતની અનુમોદના વિના વાસ્તવિક શરણાગતિ ભાવ પ્રગટી શકતો નથી. “વીતરાગસ્તોત્ર”માં શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે પણ કહ્યું स्वकृतं दुष्कृतं गर्हन्, सुकृतं चानुमोदयन् । નાથ ! ત્વરનો યામિ, શરનું શરોજ્જિતઃ ॥ “હે સ્વામી ! સ્વકૃત પાપોની નિંદા કરતો અને સુકૃતની અનુમોદના કરતો અશરણ એવો હું આપના ચરણનું શરણ સ્વીકારું છું." (૨) દુષ્કૃત ગર્હા : શરણાગતિના ભાવથી ભાવિત બનેલા આત્માને પોતાના સહજ સમાધિ • ૧૭ Page #10 -------------------------------------------------------------------------- ________________ દુષ્કતો વીંછીના શત શત વંખોની જે અસહ્ય બની જાય છે. જીવનમાં જાણે-અજાણે થયેલા દુષ્કતો-પાપો બદલ પારવાર પશ્ચાત્તાપ થાય છે. ફરીને એવા પાપો ન થાય, કોઇના પણ પાપ કાર્યમાં રસ પેદા ન થઇ જાય એને માટે શરણાગત ભાવને પામેલો આત્મા ખૂબ જ સજાગ ને સાવધ રહે છે. શરણ્યનું સાનિધ્ય પ્રાપ્ત કરી શરણાગત આત્મા સદા સ્વ-દુષ્કતોની નિંદા અને ગહ કરે છે. નિષ્પાપ નિર્મલ જીવન પ્રાપ્તિ માટે સતત ઉદ્યમવંત રહે છે. અનાદિકાલીન આ સંસારમાં ભ્રમ કરતાં મારા જીવે જાણતાં કે અજાણતાં રાગ, દ્વેષ અને મોહની પ્રબળતાને આધીન થઇ શ્રી અરિહંત-પરમાત્મા, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ ભગવંતો તથા શ્રાવક-શ્રાવિકા કે માર્ગાનુસારી જીવો પ્રત્યે જે કાંઇ વિરુદ્ધ વર્તન કર્યું હોય, ધર્મ વિરુદ્ધ આચરણ કર્યું હોય કે માતા પિતા, બંધુ, મિત્ર, ઉપકારી, પુરુષો કે સર્વ સામાન્ય જીવો પ્રત્યે પણ જે કાંઇ અનુચિત વ્યવહાર કર્યો હોય તે સર્વ અપરાધોની હું નિંદા અને ગહ કરું છું, શ્રી અરિહંત અને સિદ્ધ પરમાત્માની સાક્ષીએ તે સર્વ દુષ્કતોની નિંદા અને ગહ કરું છું, મારું તે સર્વ પાપ મિથ્યા થાઓ ! આ રીતે શુદ્ધ આશયપૂર્વક નિખાલસ હૈયે, પરમ સંવેગભાવ સાથે પાપને ત્યાય માની ગુરુ ભગવંતની સાક્ષીએ નિંદા અને ગહ કરવાથી તે ‘દુષ્કત ગર્તા' વિધિપૂર્વકની બને છે, આવી ગહ દ્વારા અશુભ કર્મની પરંપરાનો વિચ્છેદ થાય છે. તેથી આત્મા મહાનુ અનર્થની પરંપરામાંથી આબાદ બચી જાય છે. પાપનો સાચો પશ્ચાત્તાપ પતિતને પાવન બનાવે છે. પાપના અઢળક પૂજોને ક્ષણવારમાં બાળીને ભસ્મ કરી નાખે છે. પાપ કરતાં પાપનો પક્ષપાત અતિ ભયંકર છે. દુષ્કૃત ગહ પાપનો એકરાર કરાવે છે, પાપના પક્ષપાતને તોડી નાખે છે અને ફરીને કોઇ દુષ્કતનું સેવન ન થઈ જાય એવી જાગૃતિ આણે છે. સાધક હૃદયની વેદના : કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે “વીતરાગસ્તવ” નામની પોતાની કૃતિમાં જે ભાવવાહી આત્મવેદના પ્રભુ પાસે વ્યક્ત કરી છે તે ખૂબ જ પ્રેરક અને મનનીય છે. હે પ્રભુ ! એક તરફ આપના વચનામૃતના પાનથી પ્રગટેલી સમતારસની ઉર્મિઓ મને પરમાનંદ (મોક્ષ)ની સંપત્તિ પ્રાપ્ત કરવા પ્રેરે છે. ત્યારે બીજી બાજુ અનાદિકાળના રાગ-દ્વેષાદિના કુસંસ્કારોની ગાઢ મૂચ્છથી રાગરૂપ ભયંકર વિષધર સર્પના વિષનો આવેગ મને બાહ્ય પદાર્થોમાં સર્વથા બેભાન બનાવે છે.” “હે કૃપાનાથ ! જાણવા-સમજવા છતાં રાગરૂપ મહાસર્પના ઝેરથી મૂચ્છિત બનેલા મેં જે જે પાપકર્મો કર્યા છે, તે સ્વમુખે કહ્યાં પણ જાય તેમ નથી. મારા એ ગુપ્ત પાપીપણાને ધિક્કાર થાઓ !” “હે ત્રિભુવનપતિ ! મોહાદિને આધીન બની હું ક્ષણવારમાં બાહ્ય ભાવોમાં આસક્ત બનું છું. તો કોઇ ક્ષણમાં તેથી વિરક્ત પણ બનું છું, પ્રતિકૂળ સંયોગો સર્જાતાં પળવારમાં હું ક્રોધથી ધમધમી ઉઠું છું અને અનુકૂળ સંયોગોમાં ક્ષમામૂર્તિ પણ બની જાઉં છું. ખરેખર, આ મોહાદિ આંતરશત્રુઓ, મદારી જેમ વાંદરાને નચાવે તેમ, મને વારંવાર નચાવે છે.” “હે દીન બન્યો ! અત્યંત દુઃખની વાત તો એ છે કે, સર્વજ્ઞ, સર્વદર્શી અને પરમકારુણિક આપ જેવાનું તારક શાસન પામવા છતાં મન, વચન અને કાયાથી અનેક દુષ્ટ ચેષ્ટાઓ કરીને મેં મારા હાથે જ પોતાના મસ્તક ઉપર દુઃખનો દાવાનળ સળગાવ્યો છે.” “હે પ્રાણાધાર ! આપ જેવા મહાન રક્ષક મને મળ્યા છતાં, મારા જ્ઞાનાદિગુણરત્નોને આ મોદાદિ ચોરો લૂંટી જાય છે. તેથી હું ખૂબ જ હતાશ અને દીન બનેલો છું, જીવતો છતાં મરેલા જેવી કરૂણસ્થિતિ મને પજવી રહી છે.” સહજ સમાધિ • ૧૮ સહજ સમાધિ • ૧૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ હે દયાસિંધુ ! હું અનેક તીર્થોમાં ભટકી આવ્યો; ઘણા ઘણા દર્શનકારો અને દેવોને મેં માન્યા અને પૂજ્યા હશે ! પણ આજ સુધી મારો નિસ્તાર થયો નથી. હવે તો એ બધાયમાં આપને જ મેં મારા પરમ તારકનાથ માન્યા છે, આપના ચરણોમાં જ મેં મારું જીવન સમર્પણ કર્યું છે. કરૂણાનિધિ ! મારું રક્ષણ કરો ! મને ભવ પાર ઉતારો !” “હે જગત વત્સલ વિભુ ! આપની કૃપાના પ્રભાવે નિગોદમાંથી બહાર નીકળી આટલી ઊંચી ભૂમિકાને પામી શક્યો છું. હવે આપ મારા તરફ ઉદાસીન બની મારી ઉપેક્ષા કરો એ જરીએ ઉચિત નથી. જો આપના જેવા કૃપાળુની કૃપા આ દીન દાસ પર નહીં હોય તો આ ઘોર સંસારમાં મારા જેવા બેહાલ થશે ? “હે સર્વજ્ઞ, સર્વદર્શી પરમ રક્ષક પ્રભુ ! આપ સિવાય મારા પર દયા કરનાર કોઇ નથી, આ સંસારમાં ! અને મારા જેવો દુઃખી કૃપાપાત્ર કોઇ નહીં હોય આ સંસારમાં !” માટે હે કૃપાસિંધુ, કૃપા કરી મને એવી શક્તિ આપો જેથી ભક્તિનિષ્ઠ બની હું આત્મશ્રેય સાધી શકું !” આ છે શરણાગતની આંતર વેદના ! આ રીતે શરણાગતિભાવને પામેલો, સ્વ-શરણ્ય પાસે હૃદયના સર્વ પાપ-શલ્યોને પ્રગટ કરી પશ્ચાત્તાપનાં પાવક અગ્નિમાં સ્નાન કરી વિશુદ્ધ બનેલો આત્મા સુકૃત તરફ મીટ માંડે છે. દુષ્કતથી મુક્ત થવા સુકૃતથી યુક્ત થવું જોઇએ. બિનશરતી શરણાગતિસમર્પણભાવ અને દુષ્કૃત ગહ વિના સુકૃતની સાચી અનુમોદના કે આરાધના થવી શક્ય નથી. (૩) સુકૃત અનુમોદના : આ અનાદિ અનંત સંસારમાં જે કોઇ પુણ્યાત્માએ જે કોઇ સુકૃત-મોક્ષસાધક અનુષ્ઠાન કર્યા હોય તે બધાયની આદરબહુમાનપૂર્વકની પ્રશંસા તે છે સુકૃત અનુમોદના. અરિહંત પરમાત્મા વગેરે પરમગુણી પુરુષોની ભવ્યાતિભવ્ય પુરુષાર્થસિદ્ધિની વિશુદ્ધભાવે પ્રશંસા-અનુમોદના કરવાથી પ્રબળ પુણ્યનો સંચય થાય છે. પુણ્યબળ પરિપુષ્ટ બને છે. ચઉસરણ અને પંચસૂત્ર” આદિ આગમ ગ્રંથોમાં સુકૃત અનુમોદનાનું વિશિષ્ટ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. દુકૃતગર્તા દ્વારા નિષ્પાપ-નિર્મલ બનેલો સાધક સુકૃતના અનુરાગથી રોમાંચિત થઇ અરિહંતાદિના અરિહંતપણા વગેરેની અનુમોદના કરે છે. તેમ જ સર્વજ્ઞ વચનસાપેક્ષ ત્રણે કાળમાં થતાં સુકૃતની અનુમોદના કરે છે. અનુમોદના કરતી વેળાએ સાધકના દિલમાં અનેક સુંદર ભાવનાઓ રમે છે. પરમ ગુણી અરિહંત પરમાત્માના પ્રભાવથી મારી આ અનુમોદના સમ્યગુ વિધિપૂર્વક, શુદ્ધ આશયપૂર્વક, શુદ્ધ પ્રતિપત્તિપૂર્વક અને નિર્દોષ-નિરતિચાર બનો ! પરમ આરાધ્ય શ્રી અરિહંતાદિ ભગવંતો અચિંત્ય સામર્થ્યયુક્ત છે, વીતરાગ છે, સર્વજ્ઞ છે, પરમ કલ્યાણ સ્વરૂપ છે. સર્વ સંસારી જીવોના પરમ કલ્યાણના પુષ્ટ હેતુરૂપ છે. હું તો મૂઢ અને પાપી છું, અનાદિ મોહથી વાસિત છું, વિશુદ્ધ ભાવથી અનભિજ્ઞ-અજાણ છું, હિત અને અહિતને જાણી શકતો નથી, છતાં તેઓશ્રીના આચિત્ય પ્રભાવથી હિત અને અહિતને સમજનારો બનું. અહિતથી નિવૃત્ત થાઉં, સર્વ જીવો સાથે ઉચિત પ્રવૃત્તિ કરવા દ્વારા હિત સાધક બનું. આ પ્રમાણે નિર્મળભાવનાથી ભાવિત બનેલો સાધક સર્વ જીવોના સુકૃતની અનુમોદના કરતો કરતો સ્વજીવનમાં સુકૃત સેવન કરવાની શક્તિ પ્રાપ્ત કરે છે. ગુણાનુરાગ એ ગુણ પ્રાપ્તિનો અમોઘ ઉપાય છે. ગુણાનુરાગ વિના સુકૃત અનુમોદના જીવનમાં પ્રગટતી નથી અને ગુણાનુરાગી આત્માઓનાં જીવનમાં સુકૃતના નિધાનસમાં પરમેષ્ટિ ભગવંતો આદિ પુણ્યવંતોની અનુમોદના સહજ રીતે થતી જ રહે છે. આ અનુમોદના, સહજ સમાધિ • ૨૦ સહજ સમાધિ • ૨૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ અનુમોદના કરનારને તે તે ગુણોની પ્રાપ્તિ કરાવનાર બને છે. આથીજ ગુણાનુરાગ - પૂર્વક થતી સુતાનુમોદના ગુણપ્રાપ્તિનું બીજ બને છે. એટલે જ પૂ. પદ્મવિજયજી મહારાજે ગાયું છે કે - “જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ.” આ રીતે ગુણાનુરાગી બનેલો પુણ્યાત્મા, પુણ્યના ભંડાર સમા પંચપરમેષ્ઠિના સુકૃતોની સૌ પ્રથમ અનુમોદના કરે છે. (૧) સુકૃતના નિધાનસમા અરિહંત પરમાત્માની અપૂર્વ સાધના પરાર્થરસિકતા, અનન્ય કારૂણ્યતા, અપાર વાત્સલ્યતા, ધર્મચક્રવર્તીતા, તીર્થસ્થાપનતા, માર્ગપ્રદાનતા, ધર્મપ્રદાનતા - આદિથી થયેલ જગત ઉપર ઉપકાર, ત્રિપદીનાં પ્રદાન દ્વારા ગણધરો પર કરેલ અમાપ ઉપકાર અને તે દ્વારા કરેલ સંઘ ઉપર ઉપકાર, યાવત્ કર્મના ભીષણ પંજામાં સંપડાયેલાં આપણને બંધન – મુક્તિના ઉપાયો દર્શાવવા દ્વારા કરેલ ઉપકાર - આદિ મહાન અનુષ્ઠાનો અને મહાન ઉપકારોની અનુમોદના કરે, કારણ કે અરિહંત પરમાત્માના સુકૃતોની અનુમોદના કરનાર પુણ્યાત્મા પણ અરિહંતપદ પ્રાપ્ત કરી તેવા જ મહાન અનુષ્ઠાનો આચરવાનું અદ્ભુત સામર્થ્ય પ્રાપ્ત કરી શકે છે. (૨) કર્મથી મુક્ત બની પોતાના તરફથી વિશ્વના પ્રત્યેક જીવોને જેણે અભયદાન બક્ષ્ય છે અને જેમણે પોતાના સિદ્ધિગમન દ્વારા અવ્યવહાર રાશિમાં (નિગોદમાં) સબડતા આપણા જેવા આત્માને વ્યવહાર રાશિમાં લાવી મૂક્યા છે - એવા સિદ્ધ પરમાત્માના સિદ્ધિગમનતા, સચ્ચિદાનંદ-ધનપૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રગટતા આદિ ગુણોની અનુમોદના કરે, કારણ કે સિદ્ધ પરમાત્માના આવા ઉદાર ગુણોની આદર-બહુમાન ભાવે અનુમોદના કરતાં સાધકને તેવા ગુણો પ્રગટાવવાની તીવ્ર તાલાવેલી જાગે છે અને તીવ્ર તાલાવેલી દ્વારા સિદ્ધ સહજ સમાધિ ૦ ૨૨ પરમાત્માના ધ્યાનમાં તન્મયતા પ્રાપ્ત થાય છે અને તેના દ્વારા અંતે સિદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, ત્યારે આત્મા જીવ મટી શિવ બને છે, અપૂર્ણ મટી પૂર્ણ બને છે, સંસારી મટી સિદ્ધ બને છે, સદેહી મટી વિદેહી અને સલેશી મટી અલેશી ભાવ પ્રાપ્ત કરે છે. કહ્યું પણ છે કે “તાહરા શુદ્ધ સ્વભાવને જી, આદરે ધરી બહુમાન; તેહને તેહી જ નીપજેજી, એ કોઇ અદ્ભુત તાન.” શ્રી દેવચંદ્રજી મહારાજ (૩) ગચ્છની સુરક્ષા કરનારા, સંઘના યોગક્ષેમ કરનારા, આચાર્ય ભગવંતોના સુવિશુદ્ધ આચાર - પાલન, શાસન - પ્રભાવના આદિ સુકૃત્યોની અનુમોદના કરે. (૪) ઉપાધ્યાય ભગવંતના અધ્યયન-અધ્યાપન આદિ સુકૃતોની અનુમોદના કરે. અને, (૫) સાધુ ભગવંતોની ઘોર સંયમ સાધના, અપ્રમત્તભાવની આરાધના અને પરમાત્મતત્ત્વની ઉપાસના આદિ સુકૃત્યોની અનુમોદના કરે. આ સિવાય પણ ભૂતકાળમાં થયેલા યા વર્તમાનમાં પણ દાન, શીલ, તપ, ભાવ વડે જીવનને ધન્ય ધન્ય અને કૃતપુણ્ય બનાવી રહેલા (સ્મૃતિમાં હોય તેવા અને ન હોય તેવા પણ) પુણ્યાત્માઓને યાદ કરી તેમના સુકૃતોની ભૂરિ ભૂરિ અનુમોદના કરવા દ્વારા પ્રમોદ ધારણ કરે અને તેથી પણ આગળ વધી આપણા સ્વજન કુટુંબ વગેરેમાંથી જે કોઇ પુણ્યાત્માએ દાન, શીલ, તપ અને ભાવ ધર્મના સુકૃતો આચર્યા હોય તેની અનુમોદના - પ્રશંસા દ્વારા તન - મનને પુલકિત બનાવે અને અંતમાં પોતાના જીવનની જે જૂજ ક્ષણો કે જેમાં પરમાત્માની પૂજા, ભક્તિ, સ્તવનો કરતાં યા દર્શન, વંદન, પૂજન, નમન, અર્ચન, સ્પર્શન કરતાં પરમાનંદ અનુભવ્યો હોય, સહજ સમાધિ • ૨૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ મુનિ ભગવંતોને દાન દેતાં અપૂર્વ ભાવોલ્લાસ જાગ્યો હોય, તેમની ભક્તિ કરતાં ચિત્ત પ્રસન્ન બન્યું હોય, સાધર્મિક ભક્તિ કરતાં ખૂબ જ હર્ષ અનુભવ્યો હોય, અન્ય જીવોને અભયદાન, ઉચિતદાન અને અનુકંપાદાન દઇ સંતોષ અનુભવ્યો હોય - આ રીતે દાન-શીલતપ અને ભાવ ધર્મના જે જે અલ્પ પણ નક્કર સુકૃત કર્યા હોય તેને યાદ કરી કરીને “જીવનમાં ફક્ત આટલી જ સાચી કમાણી કરી છે” એ વિચારી તેની મનમાં ખૂબ જ અનુમોદના કરે. આ રીતે અનુમોદના કરનાર આત્મા ત્રિકાળવર્તી ગુણનિધાન ગુણીમહાત્માઓનાં ગુણોની યાને સુકૃતોની અનુમોદના દ્વારા હળુકર્મી બની તે તે ગુણપ્રાપ્તિની યોગ્યતા ખીલવે છે અને તે ગુણોને પ્રાપ્ત કરી સ્વજીવનને ધન્ય બનાવે છે. • અનુમોદનાની વિશેષતા : એક જ જૈન દર્શન એવું છે કે જે અનુમોદનાને પણ આરાધના જણાવે, ધર્મ જણાવે અને તે દ્વારા પાપહાનિ અને પુણ્યપુષ્ટિ કરતાં શીખવે. સુકૃતોનું આસેવન એક વાર થયું હોય તો પણ તેની વારંવાર અનુમોદના દ્વારા તેના શુભાનુબંધને વધુને વધુ દેઢ-દેઢતમ બનાવી શકાય છે. અરે ! એકલા સુકૃતો જ નહિ, પરંતુ દુષ્કતો માટે પણ આ જ નિયમ લાગુ પડે છે - દુષ્કૃતનું સેવન ભલે એકવાર કર્યું, પરંતુ જો તેની અનુમોદના-પ્રશંસા વારંવાર કરી તો પાપના અનુબંધની પરંપરા ચાલુ રહેશે, એ પાપના અનુબંધ વધુને વધુ દૃઢ બનતા રહેશે. માટે જ શાસ્ત્રકાર ભગવંતોએ સુકૃત આસેવને જેટલું જ સુકૃતઅનુમોદનાનું અને દુષ્કૃત આસેવન જેટલું જ દુષ્કૃતઅનુમોદનાનું મહત્ત્વ સમજાવ્યું છે. આ રીતે સુકૃતઅનુમોદનાથી સભર બનેલો સાધક યથાશક્તિ સુકૃત સેવનમાં સદા તત્પર હોય છે. વીતરાગ પ્રણીત સદનુષ્ઠાનના આરાધકની સઘળી આરાધના સુકૃતઅનુમોદનાપૂર્વકની જ હોય છે. સુકૃતનું આસેવન અને અનુમોદન બંને એક બીજા સાથે સંકળાયેલાં છે. એક-બીજા વિના એકલાં બંને તત્ત્વો વાસ્તવિક ફળ આપવામાં સમર્થ બની શકતાં નથી. અનુમોદનાથી અનુબંધ-પરંપરા સર્જાય છે. સુકૃતની અનુમોદના સુકૃતની પરંપરાને વધારે છે. દુષ્કતની અનુમોદના દુષ્કતની પરંપરાને વધારે છે. જિનાજ્ઞાનો આરાધક આત્મા દુષ્કૃતની ગહ અને સુકૃતની અનુમોદના કરવા દ્વારા અશુભ અનુબંધને અટકાવે છે અને શુભ અનુબંધને પુષ્ટ બનાવે છે. વિશુદ્ધ ભાવની સુકૃત અનુમોદના દ્વારા ધ્યાતા, ધ્યેય સાથે તન્મયતા પણ સિદ્ધ કરી શકે છે. શરણાગતિ અને દુષ્કૃતગર્તાપૂર્વકની પરમ સુકૃતાનુમોદના એ આત્મતત્ત્વની અનુભૂતિનું પ્રવેશદ્વાર બની રહે છે. ‘યોગશતક'માં પણ કહ્યું છે કે - - ચતુઃશરણાદિ સાધનાની પ્રશસ્ત ભાવજનતા મહાન ગંભીર છે, કારણ કે વિશુદ્ધભાવ વડે તે જીવને તત્ત્વમાર્ગમાં પ્રવેશ કરાવનાર છે. ચતુઃ શરણાદિ એ અચિંત્ય ચિંતામણિરત્ન સમાન અદ્ભુત પ્રભાવશાળી ધર્મસ્થાન છે, કારણ કે તે સાધક-આત્માના મુમુક્ષુ ભાવને સિદ્ધ કરનાર છે. • ચતુઃશરણાદિ દ્વારા સહજ સમાધિ : ચતુ:શરણાદિમાં યોગનાં આઠે અંગોનો સમાવેશ થયેલો છે અને તેના દ્વારા સહજ સમાધિની પ્રાપ્તિ થઈ શકે છે. યમ, નિયમ, આસન અને ભાવપ્રાણયામનો સુકૃત સેવનમાં સમાવેશ થઈ શકે છે. દુષ્કૃતગહ દ્વારા પ્રત્યાહાર સિદ્ધ થઇ શકે છે. શરણાગતિ વડે ધારણા અને સુકૃતઅનુમોદના દ્વારા ધ્યાનયોગ સિદ્ધ થઇ શકે છે. દુષ્કૃતગર્તાથી ચિત્તની નિર્મલતા થાય છે. શરણાગતિ વડે ચિત્તની સહજ સમાધિ • ૨૪ સહજ સમાધિ • ૨૫ Page #14 -------------------------------------------------------------------------- ________________ સ્થિરતા થાય છે અને સુકૃત અનુમોદના દ્વાર તન્મયતા પ્રાપ્ત થાય છે. આ રીતે ચિત્તની નિર્મલતા, સ્થિરતા અને તન્મયતા પ્રાપ્ત થતાં ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતારુપ ‘સમાપત્તિ’ સિદ્ધ થાય છે અને તે અભેદ પ્રણિધાનરુપ હોવાથી આત્માની ‘સહજ સમાધિ' છે. • ભાવ પ્રાણાયામ : અશુભ ભાવોના રેચક (ત્યાગ) દ્વારા અને શુભ ભાવોની પૂર્તિ (પૂરક) દ્વારા આત્મભાવમાં સ્થિર થવું, એ છે ભાવ પ્રાણાયામ. દુષ્કૃતગહ વડે અશુભ ભાવો અટકી જાય છે. સુકૃતઅનુમોદના દ્વારા શુભ ભાવોનું સર્જન થાય છે અને શરણાગતિ ભાવથી આત્મભાવમાં સ્થિરતા થાય છે. દુષ્કૃતગાં વડે બહિરાત્મદશાનો ત્યાગ, સુકૃતઅનુમોદના વડે અંતરાત્મ દશામાં સ્થિરતા અને શરણાગતિ ભાવ દ્વારા પરમાત્મદશાનું ભાવન થતાં જ્યારે અંતરાત્માનું પરમાત્મતત્ત્વમાં સમર્પણ થાય છે ત્યારે આનંદઘનરસ અત્યંત પુષ્ટ બને છે. આ રીતે જિનાગમોમાં બતાવેલ ચતુઃશરણાદિ અનુષ્ઠાન સાથે યોગશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્રકથિત પ્રક્રિયાઓનો સમન્વય કરી શકાય છે. “યોગબિન્દુ'માં નિર્દેશેલા અધ્યાત્માદિ પાંચ યોગોનો વિકાસક્રમ પણ અહીં ઘટાવી શકાય છે. ‘અમૃતવેલ’ના શ્લોક એકથી બાવીસ સુધીમાં બતાવેલ ચતુઃ શરણાદિ અનુષ્ઠાનો એ ‘અધ્યાત્મ-યોગ' છે. તેનો વારંવાર અભ્યાસ કરવાથી આત્મા શરણાગતિ વગેરે ભાવોથી ભાવિત બને છે અને ત્યારે જે વિશુદ્ધ આત્મભાવના પ્રગટે છે, તે ‘ભાવનાયોગ’ છે. (શ્લોક : ૨૩ થી ૨૫) શરણાગતિ, દુષ્કૃત ગાઁ અને સુકૃતઅનુમોદનાના ભાવ વિના શુદ્ધાત્મભાવના પ્રગટી શકતી નથી. શુદ્ધાત્મભાવનાના અર્થી સહજ સમાધિ • ૨૬ આત્માએ ચતુઃશરણાદિ વ્યવહારનું સેવન અવશ્ય કરવું જોઇએ. તેના આસેવનથી શુદ્ધાત્મભાવના ભાવવાનું બળ પ્રગટ થાય છે. શુદ્ધ-વ્યવહારને બાહ્યભાવ કે ગૌણ માની જો તેની ઉપેક્ષા કરવામાં આવે તો આત્મા ઉભય ભ્રષ્ટ બની જાય છે. અર્થાત્ નિશ્ચય અને વ્યવહાર ધર્મની આરાધનાથી વંચિત બની બીજાને પણ વંચિત બનાવે છે, એટલું જ નહિ પણ જિનાજ્ઞા વિપરીત ઉપદેશ આપી દીર્ઘસંસારનું સર્જન કરે છે. ચતુઃશરણાદિ ઉચિત વ્યવહારના આલંબનથી મનના પરિણામને સ્થિર બનાવી પરમ પવિત્ર પરિણામ ઉત્પન્ન કરનાર શુદ્ધ-નય-પ્રધાન આત્મભાવના ભાવવી જોઇએ. ‘પંચસૂત્ર’માં પણ કહ્યું છે કે - આ ચતુઃશરણાદિ અશુભ ભાવોને રોકીને શુભ ભાવો ઉત્પન્ન કરવામાં અસાધારણ કારણ છે, અપ્રતિહતબીજ છે. માટે સુપ્રણિધાન (એકાગ્રતા) પૂર્વક સમ્યગ્ રીતે તેનો પાઠ કરવો જોઇએ, સમ્યગ્ રીતે સાંભળવું જોઇએ અને તેની અનુપ્રેક્ષા કરવી જોઇએ. ભાવનાયોગનું ફળ: ‘યોગબિંદુ’માં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે જણાવ્યું છે કે “અશુભ અભ્યાસથી નિવૃત્તિ, શુભ અભ્યાસની અનુકૂળતા અને સદ્વિચારની વૃદ્ધિ એ ભાવનાયોગનું ફળ છે.” ધ્યાનયોગનું ફળ : ભાવનાયોગના સતત અભ્યાસથી વિશિષ્ટ પ્રકારની નિશ્ચલ “ધ્યાન” શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. ચિત્તની સર્વત્ર સ્વાધીનતા અને પરિણામની સ્થિરતા પ્રાપ્ત થતાં ધ્યાનયોગીને અનેક પ્રકારની સિદ્ધિઓ અને લબ્ધિઓ પ્રગટે છે અને અશુભ કર્મબંધનો અનુબંધ અટકી જાય છે. આ છે ધ્યાનયોગનું ફળ. સમતાયોગ : કોઇ પણ જડ-પદાર્થમાં ઇષ્ટતા કે અનિષ્ટતા નથી, છતાં અનાદિ અવિદ્યાના વશથી અનુકૂળ પદાર્થમાં ઇષ્ટ કલ્પના અને પ્રતિકૂળ પદાર્થમાં અનિષ્ટ બુદ્ધિ થાય છે, પરંતુ સમ્યજ્ઞાન અને ધ્યાનનાં અભ્યાસથી, પદાર્થમાં થતી ઇષ્ટાનિષ્ટપણાની કલ્પના સહજ સમાધિ • ૨૭ Page #15 -------------------------------------------------------------------------- ________________ ભૂમબુદ્ધિ નષ્ટ થતાં, જે સમતા ઉત્પન્ન થાય છે તે “સમતાયોગ’ છે. શુદ્ધ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ સર્વજીવોમાં સિદ્ધ સમાન પરમ સુખનો નિધાન વિલસી રહ્યો છે. તેથી જ સમતાયોગીની દિવ્ય નજરે સર્વ જીવો સિદ્ધ-સમાન દેખાય છે. સંસારી જીવોની કર્મજન્ય અવસ્થા તરફ પણ તેને ઉદાસીનતા હોય છે. સમતાયોગીને મન સર્વ ભૌતિકપુગલ પદાર્થો એ પરમાણુઓનો ઢગલો માત્ર છે. તેથી જ તે પદાર્થોમાં ઇનિષ્ટ કોઈ કલ્પના તેને થતી નથી. એ તો સદા સમતારસના અનુભવમાં જ મસ્ત હોય છે. અધ્યાત્મ, યોગ કે આગમ પ્રક્રિયામાં પરિભાષાના ભેદથી ભિન્ન ભિન્ન અનુષ્ઠાનોનો નિર્દેશ જોવા મળે છે. પણ આંતરિક સાધનાના વિકાસમાં આગળ વધતાં જયારે સહજસમાધિદશાની પ્રાપ્તિ થાય છે ત્યારે સર્વ યોગોની એકતા અનુભવાય છે. સમતાયોગમાં સર્વયોગોનો સમાવેશ થાય છે. ‘જ્ઞાનસાર'માં કહ્યું છે કે - નદીઓના માર્ગો ભિન્ન ભિન્ન હોવા છતાં એક જ સમુદ્રમાં તે સઘળી નદીઓ જઇ મળે છે. તેમ મધ્યસ્થપુરુષોના ભિન્ન ભિન્ન સાધનાપંથો એક, અક્ષય, પરબ્રહ્મ સ્વરૂપને જ પ્રાપ્ત કરે છે. વૃત્તિસંક્ષયયોગ : પરમ સહજસમાધિ દશામાં ઝીલતો યોગી રાગ-દ્વેષની સર્વ વૃત્તિઓને મૂળથી ઉખેડી ફેંકે છે અને સર્વઘાતી કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રાપ્ત કરે છે. તેમજ કાયિક (હલનચલન) પરિસ્પંદનોનો પણ શૈલેશીકરણ દ્વારા નિરોધ કરી સર્વકર્મોનો ક્ષય કરી સિદ્ધપદને પામે છે અને આત્માની પૂર્ણશુદ્ધ-સહજ સમાધિ અવસ્થામાં સદા રહે છે. આ અધ્યાત્મ વગેરે યોગોની સાધના જીવનમાં અનુક્રમે કઇ રીતે સાધી શકાય છે એ માટે આ ગ્રંથમાં જે સાધનાક્રમ બતાવેલો છે તે મુજબ સાધક સાધનાના પુનિતપંથે પ્રગતિ સાધતો રહે તો ટૂંક સમયમાં જ એ સિદ્ધિનાં મંગલદ્વારે જઇ પહોંચે. આ રહ્યો તે “સાધનાપંથ”. • અધ્યાત્મયોગ : (શ્લોક ૧ થી ૨૨), (૧) જ્ઞાનદષ્ટિ ઉજજવળ બનાવવી. (૨) મોહના સંતાપને દૂર કરવો. (૩) ચિત્તની ચાલતા ઉપર કાબૂ મેળવવો. (૪) ક્ષમાદિ સહજ ગુણોનું રક્ષણ કરવું. (૫) ઉપશમ અમૃતનું સદા પાન કરવું. સાધુ પુરૂષોના ગુણગાન કરવા. દુર્જનનાં દુષ્ટ વચનો સહર્ષ સહન કરવાં. (૮) સજ્જનોને સન્માન આપવું. (૯) ક્રોધને નિષ્ફળ બનાવવો. (૧૦) મધુર અને હિતકારી સત્યવચન બોલવું. (૧૧) સમ્યગુદર્શનની તીવ્ર રૂચિ જગાડવી. (૧૨) કુમતિનો ત્યાગ કરવો. (૧૩) અરિહંતાદિ ચારની શરણાગતિ સ્વીકારવી, (૧૪) સર્વ જીવો સાથે મૈત્રી ભાવના ભાવવી. (૧૫) ગુણી પુરૂષો પ્રતિ પ્રમોદ ધારણ કરવો. (૧૬) દીન-દુ:ખી પ્રત્યે કરુણા રાખવી. (૧૭) અવિનીત-નિર્ગુણી પ્રત્યે ઉદાસીન રહેવું. (૧૮) સ્વ-દુષ્કતની નિંદા અને ગર્ણ કરવી. (૧૯) પરનિંદાનો ત્યાગ કરવો. (૨૦) સુકૃતની અનુમોદના-પ્રશંસા કરવી. (૨૧) સ્વ-પ્રશંસાની ઇચ્છા ન રાખવી. (૨૨) બીજાના નાનામાં નાના પણ ગુણને જોઇ - સાંભળી હર્ષ અનુભવવો. સહજ સમાધિ • ૨૮ સહજ સમાધિ • ૨૯ Page #16 -------------------------------------------------------------------------- ________________ | || શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | (૨૩) પોતાના અલ્પ પણ દોષની ઉપેક્ષા ન કરવી. (૨૪)સ્વભૂમિકાને ઉચિત સદનુષ્ઠાનોનું આસેવન કરવું. • ભાવનાયોગ : (શ્લોક ૨૩-૨૪-૨૫) (૨૫) આત્મ-પરિણામોને સ્થિર બનાવી શુદ્ધાત્મભાવના ભાવવી. (૨૬) સ્થિર દૃષ્ટિએ પરમાત્મા કે અંતરાત્માના સહજ સ્વરૂપને નીરખવો. • ધ્યાનયોગ : (શ્લોક ૨૬) (૨૭) સહજ ધર્મની ધારણા કરવી. (૨૮) આત્મ-ધ્યાનમાં સ્થિર બનવું. (૨૯) આત્મજ્ઞાનની રુચિને અત્યંત તીવ્ર બનાવવી. • સમતાયોગ : (શ્લોક ૨૭) (૩૦) રાગ અને દ્વેષની મલીનવૃત્તિઓનો ક્ષય કરવો. (૩૧) મહાપુરુષોના અનુભવવચનોનું પરિશીલન કરવું. • વૃત્તિસંક્ષય યોગ : (શ્લોક ૨૮). (૩૨)પરમ ઉદાસીનભાવ ધારણ કરવો. આ પ્રમાણે આ ‘અમૃતવેલ'માં અધ્યાત્મયોગ, ભાવનાયોગ, ધ્યાનયોગ અને સમતાયોગ દ્વારા અનુક્રમે વૃત્તિસંક્ષયયોગને સાધી કેવલજ્ઞાનની જ્યોતિને પ્રગટાવી સિદ્ધપદ પ્રાપ્ત કરી સદા પૂર્ણ સહજસમાધિમાં લીન બનવા સુધીનો ક્રમિક સાધનાપંથ બતાવવામાં આવ્યો છે. સૌ કોઇ ભવ્યાત્મા આ ગ્રંથના અધ્યયન, મનન અને પરિશીલન દ્વારા સાધનામાં પ્રગતિ સાધી ‘સહજસમાધિ'ને પામો એ જ એક મંગલ કામના ! આ ગ્રંથના અર્થ અને વિવેચનના લખાણમાં જિનાજ્ઞા વિપરીત કોઈપણ શબ્દ લખાયો હોય તો તે બદલ મિચ્છામિ દુક્કડમ્ ! અમૃતવેલ સ્વાધ્યાય ચેતન ! જ્ઞાન અજાવાળીએ, ટાળીએ મોહ સંતાપ રે, ચિત્ત ડમડોળતું વાળીએ, પાળીએ સહજ ગુણ આપ રે. | ચેતન || ૧ || • અર્થ : હે ચેતન ! તું તારા જ્ઞાનપ્રકાશનો વિકાસ કર, જેથી તારો મોહરૂપ અંધકાર ટળી જશે. ચિત્તની ડામાડોળ સ્થિતિ ઉપર કાબૂ આવશે અને આત્માના પોતાના સહજ ગુણોમાં રમણતા થશે. • વિવેચન : મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ રચિત આ ‘અમૃતવેલ સ્વાધ્યાય છે. આ સ્વાધ્યાય કરતાં પોતાની જાતને જ સામે રાખવાની છે. પોતાના જ આત્માને સન્મુખ રાખવાનો છે અને તેને ઉદેશીને જ વિચાર કરવાનો છે. આ સ્વાધ્યાય દ્વારા સ્વને, સ્વયંને જગાડવાનો છે, ચેતના જાગતાં જ કોઇ ધન્ય પળે, ઇષ્ટફળની સિદ્ધિ થશે. ચેતનાને જગાડવાના હેતુથી સહુ પ્રથમ “ચેતન' શબ્દ પ્રયોજાયો છે. ચેતનને, આત્માને ઉદ્દેશીને કરેલું આ સંબોધન મધુર અને રહસ્યમય છે. ચેતન એટલે આત્મા, ચૈતન્યવાનું, જ્ઞાનવાનું આત્મા. ચેતન શબ્દ, જીવમાત્રામાં રહેલા ચૈતન્ય ધર્મની, ચિતુ શક્તિની ઓળખાણ કરાવે છે. જીવ અને જડ પદાર્થો વચ્ચે ભેદની રેખા દોરનાર ચિત શક્તિ છે. જ્ઞાનશક્તિ છે. આ જ્ઞાનશક્તિ દ્વારા જ આત્મા સર્વ પદાર્થો કરતાં નોખો તરી આવે છે. સહજ સમાધિ • ૩૦ સહજ સમાધિ • ૩૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ જીવ, જાણવાનું કામ આ જ્ઞાનશક્તિ દ્વારા જ કરે છે. વિશ્વના સંપૂર્ણ પદાર્થો, તેમના ગુણધર્મો તથા સંયોજનો, વિભાજનો વિગેરે તથા વિશ્વમાં બનતી બધી જ ઘટનાઓને જાણવાની જે શક્તિ આત્મામાં છે, તે બીજા કોઇ પદાર્થોમાં નથી. “નિશ્ચય દૃષ્ટિ નિહાળતાં, ચિદાનંદ ચિદ્રૂપ; ચેતન દ્રવ્ય સાધર્મેતા, પૂરણાનંદ સરૂપ.” | (સમાધિ વિચાર ૨૦૮) સકલ પદારથ જગતકે જાણણ-દેખણ હાર; પ્રત્યક્ષ ભિન્ન શરીર શું, જ્ઞાયક ચેતન સાર.” (સમાધિ વિચાર ૨૮૨) આવી અગાહ સારવાન મહામૂલ્યવાન શક્તિનો સૂચક શબ્દ છે ચેતન ! ચેતન જ્ઞાન અાવાળીએ’ હે ચેતન ! તું તારા જ્ઞાનને અજવાળ, પ્રકાશિત કર. આ માર્મિક પ્રેરણા પાછળનું તાત્પર્ય એ છે કે આત્મા સ્વયં અનંતજ્ઞાનનો ધણી હોવા છતાં, વર્તમાનમાં તે કેવી અજ્ઞાન દશામાં જીવી રહ્યો છે, અંધકારમાં અથડાઇ રહ્યો છે, ભટકી રહ્યો છે. કેવી કારમી છે આ જીવની કરુણતા ! ‘હું કોણ છું' “મારું સાચું સ્વરૂપ શું ?' એનું પણ એને જ્ઞાન કે ભાન નથી. હે ચેતન ! અનંતકાળથી તું સુખની શોધમાં નીકળ્યો છે; તો ભૂતકાળમાં તારે ભટકવું છે ? થોડો વિચાર કર : > પર્વતના શિખરોને તું સર કરી આવ્યો. > સાગરના પેટાળમાં ડૂબકી મારી આવ્યો. » વન-ઉપવનમાં રખડી આવ્યો. છતાં તું થાક્યો નથી ! સુખ મેળવવા તે શું શું કર્યું ? કેવાં કેવાં રૂપો કર્યા ? દેવ બન્યો, મનુષ્ય બન્યો, નારકીમાં ગયો, તિર્યંચમાં ફર્યો. ક્યારેક પંચેન્દ્રિયપણામાં વિરાટ રૂપ પામ્યો, તો ક્યારેક એકેન્દ્રિયાદિમાં વામનરૂપ થઇને રખડ્યો. દરેક યોનિમાં, દરેક જાતિમાં, તે જન્મથી મરણ સુધી માત્ર સુખ મેળવવા માટે જ મહેનત કરી, પણ તે માથે પડી. કસ્તૂરીની સુગંધ પાસે છે, છતાં તે મેળવવા માટે દૂર દૂર દિશાઓમાં દોડતા મૃગલાને જોઇ તને આશ્ચર્ય થાય, હસવું આવે, પણ આવું તારી જાત માટે બની રહ્યું છે, તેનો તને કદી વિચાર આવે છે ? ક્ષણભર માટે હે ચેતન ! તું આંખ બંધ કર. જરા વિચાર કર. તું કેટલું ભટક્યો ? કેટલું દોડ્યો ? અનંતકાળના દીર્ઘભ્રમણ અને પ્રયત્નો પછી પણ સુખનું બિંદુ આજે તારા હાથમાં આવ્યું ? વિચાર તો કર કે તારા આ બધા પ્રયત્નો નિષ્ફળ કેમ ? ભૂલ ક્યાં થાય છે? બે-પાંચ વર્ષ ધંધો કર્યા બાદ જો હાથમાં કંઇ ન આવે તો સામાન્ય વેપારી પણ પોતાનો ધંધો બદલે છે. ધંધાની ધંધાકીય નીતિ (Business Policy)માં ફેરફાર કરે છે. એ બતાવે છે કે મહેનતમજુરી કર્યા બાદ જો કાંઇ મળતું ન હોય તો પ્રયત્નોમાં પરિવર્તન કરવું જ જોઇએ. પ્રયત્નો છોડવાના નથી, પણ તેમાં પરિવર્તન કરવાનું છે. ચેતન ! અનાદિકાળથી તું સુખ મેળવવા મથે છે, છતાં તારા પ્રયત્નો નિષ્ફળ જાય છે. તો હવે તારે પરિવર્તન કરવું જોઇએ. પરિવર્તન એ કુદરતી કાનૂન છે. "Change is the Low of Nature." Radt Carl પ્રગતિ શક્ય નથી. પરિવર્તન માટેની બે શરત છે : (૧) ત્યાગ અને (૨) સ્વીકાર. પરિવર્તન માટે ક્રાન્તિ કરવી જ પડશે. જે છે તેને મૂળથી બદલવું જ પડશે. અનાદિની ચાલ છોડવી જ પડશે તો જ અસલ આવી મળશે. સહજ સમાધિ • ૩૨ સહજ સમાધિ • ૩૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ આજ સુધીના તારા બધા પ્રયત્નો, વિચાર, મંતવ્યો, અભિલાષાઓ, આશાઓ, અરમાનોને બદલવાં પડશે. અજ્ઞાનઅંધકારને ઉલેચવો પડશે. અત્યાર સુધી અજ્ઞાનના અંધારામાં જ તું ભટક્યો, તેથી સ્તો ઘાંચીના બળદની જેમ હતો ત્યાં નો ત્યાં જ રહ્યો. કહેનારે સાચું જ કહ્યું છે; પઢે પાર કહાં પાવતો, મિટી ન મનકી આશ; ત્યે કોલકે બયલકો, ઘર હી કોશ પચાસ.” - અને વધારામાં કરેલાં પાપ કર્મોથી અનેક દુ:ખ યાતનાઓનો ભાગી બન્યો. માટે હે ચેતન ! આ દુઃખે યાતનાઓથી ભાગી છૂટવા માટે જાગ. અંધકાર-અજ્ઞાનનાં પડળોને ભેદ, તે ભેદવા માટે તારે વજની જરૂર નથી, તે માટે તો સમ્યગુ-જ્ઞાનની નાની ચિનગારી પણ પૂરતી છે. સુખ શી વસ્તુ છે ? સુખ ક્યાં છે ? કેવી રીતે તે મળે ? આ બધા પ્રશ્નોના સાચા જવાબ સમ્યગુ જ્ઞાન વિના શક્ય નથી. - ચેતન ! તું ચેતન છે. બસ આટલી શ્રદ્ધાને તું દેઢ બનાવ. જડનો બુરખો ઉતારી, તારી જાતની શ્રદ્ધા કર. તું શરીર નથી. શુદ્ધ આત્મ દ્રવ્ય છે. તે જ પરમાત્મા છે. તારા દર્શનથી હૃદયની ગૂઢ ગ્રંથિ ભેદાઇ જાય છે, સર્વ સંશયોનો ઉચ્છેદ થાય છે, સર્વ કર્મો ક્ષય પામે છે, તે અનાદિ અનંત અવિનાશી, જ્ઞાનાદિ ગુણ યુક્ત, અમૂર્ત, કર્મથી અલિપ્ત એવો આત્મા છે, તું જ સાધ્ય, સાધક અને સિદ્ધ છે. સ્વ-પ૨ શ્રેય સાધક એવી આ શ્રદ્ધામાં તું સ્થિર થા. આ શ્રદ્ધાને સ્થિર કરવા પ્રબળ પુરુષાર્થ કર. જડ માટે, પુગલ માટે, પરિવાર માટે, દેહ માટે થતો પુરુષાર્થ વ્યર્થ છે. ભવોભવ-ભટકાવનાર છે. દુ:ખની ખાણ છે. તે શરીર નથી. સ્વજન પરિવાર તારા નથી. ધન સંપત્તિ, મિલકત, બંગલા, પદ, પ્રતિષ્ઠા તારા નથી. જગતમાં દેખાતું બધું જ પર છે, તો તારું શું ? એક માત્ર શુદ્ધ જ્ઞાન. જે તારું છે, પોતાનું છે. તેને ભૂલી જઇ, કેવી મહાન ભૂલનો ભોગ બની, અનંતકાળથી તું ભટકી રહ્યો છે. જે તારું નથી, તેને તારું માનીને કેવાં અનંત દુઃખો વેઠી રહ્યો છે. “એહ સંસાર અસારમેં, ભમતાં વાર અનંત; નવ નવ ભવ ધારણ કર્યા, શરીર અનંતાનંત-” (સમાધિ વિચાર ૪૨) ૮૪ લાખ યોનિમાં નવાં નવાં નાટકો કરી રહ્યો છે. ચેતન ! બસ હવે બંધ કર. નથી કરવાં હવે નવાં નાટકો. આજ સુધી ભજવેલાં નાટકોને ભૂલી જા અને યાદ કર આ તારી અક્ષય, અનંત ગુણ સંપત્તિને; “શુદ્ધ હમારો રૂપ છે, શોભિત સિદ્ધ સમાન; કેવલ લક્ષ્મી કો ઘણી, ગુણ અનંત નિધાન.” આ તારી જ્ઞાન લક્ષ્મીને આત્માની તિજોરીમાંથી બહાર કાઢે. અનંત કેવળજ્ઞાનનો તું સ્વામી છે. તારા જ્ઞાનને અજવાળ અજવાળ પ્રકાશિત કર. જ્ઞાનના પ્રકાશમાં તારા સ્વરૂપને જો . જે સરૂપ અરિહંત કો, સિદ્ધ સરૂપ વળી જેહ; તેહવો આત્મરૂપ છે, તિણમેં નહિ સંદેહ. ૨૧૯ ચેતન દ્રવ્ય સાધમ્યતા, તેણે કરી એક સરૂપ; ભેદભાવ ઇણમેં નહીં, એહવો ચેતન ભૂપ. ૨૨૦ ચેતન છે તું બાદશાહ ! પણ ભોગના ભિખારીની જેમ ભટકી રહ્યો છે અને દુ:ખી દુ:ખી થઇ રહ્યો છે. તો સદા સુખના નિધાન એવા તારા આત્મ-સ્વરૂપને પ્રગટાવ. તે માટે જ્ઞાનને અજવાળ અને કેવળ કમલાને પામ. આત્મ સ્વભાવમાં તન્મયતા કરાવનાર કેવળ જ્ઞાન છે. • જ્ઞાનની મહત્તા : જીવને દુનિયાના ગ્રંથોનું જ્ઞાન, ગમે તેટલું હોય તો તે તેનો સંગ્રહ છે, કે હકીકતોનો ખડકલો છે, જયારે જાતની સાચી સમજમાંથી ઉગેલું જ્ઞાન, એ અલગ છે, અંદરથી પ્રગટે છે, ક્રૂરે છે. સહજ સમાધિ • ૩૪ સહજ સમાધિ • ૩૫ Page #19 -------------------------------------------------------------------------- ________________ આત્મા, પરમાત્મા, ચેતન શબ્દના અર્થનો બોધ થવો, તે અર્થ અન્યને સમજાવવો, તે એક વાત છે, જ્યારે શબ્દ-બોધ સાથે ભાવથી જાગરણ થવું, ભીતરમાં સંવેદન થવું, અંતરમાં અનુભવ થવો, શબ્દની સ્પર્શના થવી, તે જુદી વાત છે. “માટે ચેતન જ્ઞાન અજુવાળીએ...” - આ પંક્તિમાં જ્ઞાનને પ્રકાશિત કરવા ચેતનને હાકલ કરી છે. જગતના સર્વ આસ્તિક દર્શનકારોએ, ધર્માત્માઓએ, મહાત્માઓએ, પંડિતોએ, વિદ્વાનોએ, જ્ઞાનની ગરિમા ગાઇ છે. એમાં કોઇ બે મત નથી. વળી કહ્યું છે કે, “ન હિ જ્ઞાનેન સદેશઃ પવિત્રમિહ વિદ્યતે ।’’ - જ્ઞાનનો મહિમા અપૂર્વ છે; તો આ જ્ઞાન શબ્દ દ્વારા કયું જ્ઞાન ઇષ્ટ છે ? જ્ઞાનના અનેક પ્રકારો છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન, ભાવનાજ્ઞાન, અનુભવ જ્ઞાન આવા અનેક પ્રકારો જ્ઞાનના છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ ચેતનને જ્ઞાન અજવાળવા માટે જે ઉપદેશ આપે છે, તે કયું જ્ઞાન છે ? - થોકડા બંધ પુસ્તકો વાંચી જવાથી તેમાંથી મેળવેલ વિપુલ માહિતી તે ? કે અમુક ગ્રંથો કે શાસ્ત્રો કંઠસ્થ કરી લેવાં તે ? શું તે જ્ઞાન ઇષ્ટ છે? કોઇપણ વિષયો પર કલાકો સુધી ભાષણો કરવાની શક્તિ કે વિદ્વતાપૂર્ણ નિબંધ લખવાની કે વિશાળ સાહિત્ય સર્જન કરવાની વિશિષ્ટ કળા હસ્તગત થઇ જવી તે જ્ઞાન છે ? - આત્માને ઉદ્દેશીને થયેલા જે જ્ઞાનની અહીં વાત છે તે કોઇ સમાજ, વિજ્ઞાન, ખગોળ, ભૂગોળ વગેરે વિષયના જ્ઞાનની ન જ હોઇ જ શકે; પણ તે ધર્મશાસ્ત્રોના જ્ઞાનની જ હોય. તો પછી, જેણે ઘણા ધર્મ ગ્રંથો, અધ્યાત્મના પુસ્તકો વાંચ્યા હોય, ભણ્યા હોય તે મોટા જ્ઞાની અને ઓછા વાંચ્યા હોય, ભણ્યા હોય તે અલ્પજ્ઞાની, તેવી મર્યાદા બાંધી શકાય ખરી ? સહજ સમાધિ ૦ ૩૬ શબ્દ - જ્ઞાન કે શાસ્ત્રજ્ઞાન ગમે તેટલું બહોળું હોય, વિશાળ હોય, પણ ભીતરમાં કોરું હોય, વેરાન હોય તો તેવા જ્ઞાનની કોડીની કિંમત નથી. ભીતરમાં, અંતરમાં, ભાવ જાગરણ થાય, અનુભવની આંખ ખુલી જાય. ‘હું કોણ ?’, ‘મારું શું ?’ તેની યથાર્થ શ્રદ્ધા અને સમજણ સાથે પ્રતીતિ થાય, સ્વ-પરની ભેદરેખા બરાબર ઓળખાઇ જાય તે જ્ઞાન જ લાભદાયી છે. સદ્ગુરુના સમાગમે સહજ રીતે પૂર્ણ શુદ્ધતાનું આવું જ્ઞાન જ્યારે થાય, ત્યારે આત્મ-સ્વભાવ ખીલી ઊઠે, ભેદષ્ટિ દૂર થાય, અંદરનું ઓળખાય, એમાં રહેવા આત્મા તલસે, એ સહજાનંદનો, ચિદાનંદનો આનંદ લૂંટવા, લૂંટાવા માગે. સ્વ-પર શ્રેય સાધક બને. બાકી કોરા લૂખા શાસ્ત્રજ્ઞાનથી આત્માને શો ફાયદો ? જૈન શાસ્ત્રોમાં ‘નવપૂર્વી’ને પણ અજ્ઞાની તરીકે ઓળખાવ્યા છે. અ-ભવિ જીવ બુદ્ધિના બળથી નવપૂર્વ સુધીનું વિરાટ જ્ઞાન મેળવી શકે છે, પણ તેને સમ્યગ્-દર્શન અર્થાત્ આત્મ-સાક્ષાત્કાર થતો નથી, તેનું કારણ એ જ છે કે, તે આત્મા અને પરમાત્માને બુદ્ધિથી જાણી શકે છે. પણ હૃદયથી તેની શ્રદ્ધા કરીને, તેનો સ્વીકાર કરીને, તેની ઉપાસના કરી શકતો નથી. જેને તત્ત્વ શ્રદ્ધા, આત્માની સમજ, સાચી સમજ અને જડ ચેતનનું ભેદજ્ઞાન સ્પર્ધું ન હોય, જેનો દેહાધ્યાસ (દેહમાં આત્મબુદ્ધિ) દૂર થયો ન હોય, તે કદાચ શાસ્ત્રજ્ઞાની બની શકે પણ આત્મજ્ઞાની ન જ બની શકે. આત્મા-પરમાત્માની ઓળખ આપતાં શાસ્ત્રો જાણી લેવા માત્રથી આત્મજ્ઞાન થતું નથી. અહીં જ્ઞાનનો અર્થ માહિતી નહિ પણ અનુભૂતિ છે. કોરું શાસ્ત્રજ્ઞાન કે શબ્દજ્ઞાન નહિ પણ જાત અનુભવ છે. આવો જાત અનુભવ કરનાર, આત્મજ્ઞાનના અનુભવકુંડમાં ઝીલી રહે છે. કહેવાયું છે કે, સહજ સમાધિ ૦ ૩૭ Page #20 -------------------------------------------------------------------------- ________________ “આતમ સુખ આનંદમય, શાંત સુધારસ કુંડ; તામે તે ઝીલી રહે, આતમવીર્ય ઉદંડ.” (સમાધિ વિચા૨ ૩૬૬) કેરી, સફરજન, પેંડા, ગુલાબજાંબુ વગેરે પદાર્થો વિશેની વાતો જાણવા, સાંભળવા કે તેઓની માહિતી મેળવવા માત્રથી તેમનો રસાસ્વાદ મળતો નથી. પરંતુ રસાસ્વાદનો આનંદ ત્યારે જ મળે, જ્યારે તેને ખાવાનો પ્રયત્ન કરે. એ જ રીતે આત્માની સાચી સમજ માત્ર શાસ્ત્રજ્ઞાનથી ન મળે. શાસ્ત્રો પ્રેરણા આપે, માર્ગદર્શન આપે, પદાર્થના સ્વરૂપનો બોધ આપે, છતાં આત્માના જ્ઞાનમય, આનંદમય, સહજ સ્વરૂપનો અનુભવ તો ન જ થાય. તે માટે તો પોતે જાતે આત્માને જાણીએ, જોઇએ, તેનો સાક્ષાત્કાર કરીએ તો જ ખબર પડે. હવે પ્રશ્ન એ થાય છે કે જાતે આત્માનું જ્ઞાન અને દર્શન થાય શી રીતે ? આત્મ સાક્ષાત્કાર સુધી પહોંચવાનો માર્ગ કયો છે ? સહુ પ્રથમ આપણામાં, આત્મા-પરમાત્મા માટેની તીવ્ર ઝંખના જોઇએ. સાચી ઝંખના જાગે એ જ - આત્મ સાધનાની પ્રથમ શરત છે. સાધનાનો પાયો છે ઝંખના.' જો તે સાચા દિલથી જાગે, તો તેને માટે જે કાંઇ આકરાં ત્યાગ, તપ અને સર્વ સમર્પણ કરવાનું સરળ લાગે. સહુ પ્રથમ આપણા અંતરમાં એક અદમ્ય આતુરતા જાગૃત થવી જોઇએ. આવી આતુરતા પ્રગટ થયા બાદ જ્ઞાની ગુરુનું શરણ સ્વીકારી, તેમના માર્ગદર્શન અનુસાર જીવનમાં આત્મા અંગેની યથાર્થ માહિતી મેળવવા, તેવા આધ્યાત્મિક ગ્રંથોનું અધ્યયન, શ્રવણ, મનન અને પરિશીલન કરવું. તત્ત્વજ્ઞાની ગુરુદેવોની વાણી સાંભળવી. તેમનો સંગ કરવો. સેવા કરવી. તેમના દ્વારા સંસારની અસારતા, જગતની અનિત્યતા, ભૌતિક સહજ સમાધિ • ૩૮ સુખોની તુચ્છતા જાણી, તેના તરફના આકર્ષણ ઓછાં કરવાં. સત્ ગુરુએ બતાવેલા માર્ગે ચાલવું. આગળ વધવા અવિરત પ્રયત્નશીલ રહેવું. અનંતજ્ઞાની ભગવંતોએ જ્ઞાનનો અપૂર્વ મહિમા ગાયો છે. આત્માના જ્ઞાન અને દર્શન એ બે મુખ્ય ગુણો છે. તેમાં પણ જ્ઞાન પ્રધાન છે. સમ્યગ્ દર્શનની પ્રાપ્તિ પણ જ્ઞાન દ્વારા જ થાય છે, તેથી જીવનમાં જેમ બને તેમ વધુને વધુ જ્ઞાન વિકાસ સાધવો જરૂરી છે. કર્મ બંધનમાંથી મુક્ત થવા માટે, જ્ઞાન અને ક્રિયા બંનેની અત્યંત આવશ્યકતા છે. આ જ મોક્ષમાર્ગ છે. જ્ઞાન એ માર્ગદર્શક છે, સર્વ વસ્તુનું પ્રકાશક છે, જ્યારે ક્રિયા એ મુક્ત બનવાનો સાચો પ્રયત્ન છે, પુરુષાર્થ છે. જ્ઞાન એ ચક્ષુ છે, ક્રિયા એ પગ છે. ગામ જવું છે તે જ્ઞાન થયું, પણ ગામમાં જવા ચાલવા માંડવું તે ક્રિયા થઇ. જ્ઞાન રસ્તો દેખાડે છે, સાધ્ય જણાવે છે, સમજાવે છે. ક્રિયા રસ્તે ચલાવે છે, રસ્તો કપાવે છે, સાધ્ય સ્થાને પહોંચાડે છે. જ્ઞાન પૂર્વકની ક્રિયા સફળ ગણાય છે અને ક્રિયાપૂર્વકનું જ્ઞાન સાર્થક કહેવાય છે. આવા જ્ઞાન-ક્રિયાના સુંદર મોક્ષ-માર્ગને સાકાર અને સફળ કરવા માટે ગુરુદેવ ઉપાય: ।' ગુરુ એ જ ઉપાય છે. અનુભવી ગુરુ દ્વારા જ આવા જ્ઞાનની પ્રાપ્તિ સુલભ બને છે. તે માટે વિનય, વિવેક, નમ્રતા, સરળતા આદિ ગુણો જીવનમાં કેળવવા જોઇએ. પાત્રતા કેળવીને જ અનુભવ દશા સુધી પહોંચી શકાય છે અને અનુભવ જ્ઞાનથી થતો આત્મપ્રકાશ જ કેવલજ્ઞાનની પ્રાપ્તિનો વાસ્તવિક ઉપાય છે. કેવલજ્ઞાન એ સૂર્ય સમાન છે અને અનુભવજ્ઞાનનો પ્રકાશ એ સૂર્યના ઉદય પહેલાં થનારા અરુણોદય સમાન છે. કારણ કે ત્યારબાદ અવશ્ય કેવળજ્ઞાન પ્રગટ થાય છે. માટે જ. “ચેતન ! જ્ઞાન અાવાળીએ...” સહજ સમાધિ • ૩૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ આત્મામાં અનંતશક્તિ છે. તે શક્તિનો વ્યય હિંસાદિ કાર્યોમાં થતો હોવાથી અશુભ કર્મોનું સર્જન-બંધન સતત ચાલુ રહે છે. - પરંતુ આત્મા જો વિષય-કષાયથી વિમુક્ત બને તો તે અશુભ કર્મબંધનમાંથી આબાદ ઉગરી જાય. જગતના પદાર્થોને નહિ ફેરવાય, પણ આપણે આપણી જાતને ફેરવી શકીએ. મન-વચન-કાયાની પ્રવૃત્તિને ફેરવી શકાય. હિંસા, વિષય, કષાય ઇત્યાદિ અશુભ પ્રવૃત્તિઓનો ત્યાગ કરી, અહિંસા, સંયમ અને તરૂપ ધર્મમાં તત્પર બનીએ તો મોક્ષ જરાય દૂર નથી. પાંચ ઇન્દ્રિયો અને છઠું મન એ માનવજીવનની મહાન સંપત્તિ છે. તેને સદા સત્કાર્ય અને સવિચારોમાં જોડી રાખીએ, તો જ્ઞાનદૃષ્ટિ ખૂલશે, પરિણામે વિષય-કષાયની આસક્તિ તુટશે અને મુક્તિ નજીક દેખાશે. જ્ઞાનદૃષ્ટિને ખીલવવા, જ્ઞાનનો પ્રકાશ મેળવવા, પ્રારંભમાં જ “ચેતન ! જ્ઞાન અાવાળીએ” એવા સૌમ્ય સંબોધન દ્વારા જિજ્ઞાસુ આત્માને જ્ઞાનાભિમુખ બનાવવાનું પ્રેરક સૂચન છે. આ પંક્તિમાં શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનનો અનુક્રમે વિકાસ સાધી, તેના ફળરૂપે ‘સહજ સમાધિ' (સ્વભાવ રમણતા) પ્રાપ્ત કરવાની પ્રેરણા આપવામાં આવી છે. • જ્ઞાનથી આનંદમય જીવનની પ્રાપ્તિ : જ્ઞાન એ અમૃત છે. સમ્યગુ જ્ઞાનનું અમૃત માનવને અમર બનાવે છે. જયારે આત્મા જ્ઞાન દશામાં ઝીલે છે, ત્યારે જ એ આનંદમય જીવન જીવે છે. અજ્ઞાનતા એ આનંદમય જીવનનો નાશ છે. આત્માનું ‘ભાવમરણ' છે. આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યરૂપ ભાવ પ્રાણોનો નાશ એ આત્માનું ભાવ મરણ છે. પર પદાથોમાં આસક્ત થવાથી, આત્માના ભાવપ્રાણોનો નાશ થાય છે. જો આપણામાં જ્ઞાનરૂપ ભાવપ્રાણ ન હોય તો શ્વાસોશ્વાસ પણ લઇ શકાય નહીં, માટે જ્ઞાન એ જ આપણો ભાવપ્રાણ છે. જ્ઞાન એ અમૃત છે, અદ્ભુત અમૃત છે, કારણ એ સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલું નથી. જ્ઞાન એ રસાયણ છે, અનુપમ રસાયણ છે, કારણ એ ઔષધિઓના મિશ્રણથી બનેલું નથી, જ્ઞાન એ ઐશ્વર્ય છે, અપૂર્વ ઐશ્વર્ય છે, કારણ એ બીજા ધનાદિ પદાર્થની અપેક્ષાથી રહિત અને અવિનાશી છે. બાહ્ય જગતનાં કહેવાતાં અમૃત, રસાયણ અને ઐશ્વર્ય એ પરપદાર્થ અપેક્ષિત અને નાશવંત છે, ત્યારે જ્ઞાનરૂપ ઐશ્વર્ય કોઇ પણ પદાર્થની અપેક્ષાથી ઉત્પન્ન થતું નથી, તે તો સ્વાભાવિક છે, પોતાનું છે. જ્ઞાન એ આત્માને અમરપદ આપનાર હોવાથી પરમ અમૃત છે. જ્ઞાન વડે આત્માનો અનુભવ થવાથી દેહમાં આત્મબુદ્ધિ રૂપ મિથ્યાત્વનો નાશ થાય છે. જન્મ મરણનો ભય મટી જાય છે. “અબ હમ અમર ભયે ન મરેંગે, યા કારણ મિથ્યાત્વ દીઓ તજ ફિર ન દેહ ધરેંગે.” - આત્મા અમરતાનો અધિકારી બને છે. જ્ઞાનરૂપી અમૃત બાહ્ય સમુદ્રમાંથી ઉત્પન્ન થતું નથી, પરંતુ શ્રુતસાગરના મંથનથી નિર્મળ આત્મામાં જ જે સ્વ-સંવેદન રૂપે પ્રગટ છે, તે જ્ઞાનામૃત યોગીઓને પરમાનંદનો આસ્વાદ કરાવે છે; તે જ જીવનમુક્તિનો સમાગમ કરાવવામાં સમર્થ છે, જ્ઞાન એ સ્વભાવ રમણતા-રૂપ ચારિત્રને ઉત્પન્ન કરીને શિવરમણીનું શાશ્વતમિલન કરાવી અનંત અક્ષય અવ્યાબાધ સુખનો ભોક્તા બનાવે છે. તેથી તે અનુપમ અમૃત છે. શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજે કહ્યું પણ છે, “તીન ભુવન નાયક શુદ્ધાતમ, તસ્વામૃત રસ વેઠું રે...” અને જયારે અનુભવરસનો પ્યાલો મળે છે, ત્યારે - “પૂર્ણાનંદ અક્ષય અવિચલરસ, ભક્તિ પવિત્ર થઇ પીધો રે.” શ્રી અરિહંત પરમાત્માની અને સિદ્ધ પરમાત્માની ભક્તિના સહજ સમાધિ • ૪૦ સહજ સમાધિ • ૪૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવે જ ભક્તને સમ્યગુ-જ્ઞાનરૂપી અમૃતનો અનુભવ થાય છે. આત્મસંવેદન થયા પછી, ઉત્તરોત્તર ગુણોની વૃદ્ધિ થાય છે. જેમ વસંતમાલતી, અભ્રક ભસ્માદિ રસાયણ શરીરની શક્તિ સૌંદર્ય વધારે છે, તેવી રીતે જ્ઞાન એ આત્મવીર્યને પુષ્ટ બનાવી પરમતૃપ્તિ પ્રદાન કરે છે. આત્માનુભવ પ્રાપ્ત કરનારા યોગીઓ જયારે સમાધિ સમયે પ્રશમના પરમ સામ્રાજય, પરમ ઐશ્વર્યને પામે છે, ત્યારે હરિહર બ્રહ્માદિ અને ઇન્દ્રાદિની બાહ્ય સમૃદ્ધિ અત્યંત તુચ્છ લાગે છે. ચિદાનંદની મોજમાં, સમતા રસના પાનમાં તન્મય બનેલાને આત્મ અનુભવ - રસની આગળ, બધું જ ફિક્યું અને નિરસ લાગે છે. સમ્યગુ-જ્ઞાન પરમ અમૃત, ભાવ રસાયણ અને પરમ ઐશ્વર્ય હોવા છતાં – મિથ્યાજ્ઞાનમાં, અજ્ઞાન અંધકારમાં ફસાયેલા ચેતને, શરીર, સંપત્તિ અને સ્વજન પરિવાર આદિ પરાયા છતાં પોતાના માન્યા છે. જ્ઞાનાદિ ગુણો પોતાના હોવા છતાં, પરાયા માન્યા છે. આ માન્યતા કેવી ભયંકર ભૂલ ભરેલી છે ! ચાર ગતિની ચોપાટ આપનારી છે. આત્માને એકાંતમાં પૂછીએ કે ચેતન તારું પોતાનું શું અને પારકું શું ? - સાચું ઐશ્વર્ય જે જ્ઞાન છે, તે જ સુખ શાંતિ આનંદ આપનાર છે. જ્ઞાનથી સમતાની પ્રાપ્તિ થાય છે. દુઃખ માત્ર સંકલ્પ-વિકલ્પથી ઉત્પન્ન થાય છે, જ્ઞાન તેનો નાશ કરે છે. મનના કુવિકલ્પોને રોકવા, વિવેકની જરૂર છે. વિવેકની પ્રાપ્તિ શાસ્ત્રજ્ઞાન કે શ્રુતજ્ઞાનના અભ્યાસથી થાય છે. શ્રુતબોધ ગુરુ પાસેથી મેળવવામાં આવે તો તેનાથી સમ્યગુ વિવેક જાગૃત થાય અને તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં માર્ગદર્શક બને, પ્રેરક અને પૂરક બની શકે. શ્રુતજ્ઞાનનો અભ્યાસ ગુરુની સેવા તેમના માર્ગદર્શન અનુસાર યથાશક્તિ તપ-ત્યાગના અનુષ્ઠાનોનું આસેવન, પાપપ્રવૃત્તિનો પરિહાર, પરોપકાર અને પરમાત્મ-ભક્તિ વગેરે પૂર્વક અંતરના ઉમળકા, આનંદ સાથે નિઃસ્પૃહ ભાવે કરવાથી ઉપર જણાવ્યા મુજબ ક્રમશઃ આત્માનુભવ સુધી પહોંચી શકાય છે. આત્મસ્વભાવમાં તન્મયતા કરાવનાર જ્ઞાન છે. શ્રુતજ્ઞાનની વાચના, પૃચ્છના, પરાવર્તન વડે અનુપ્રેક્ષા કરવાથી દઢ સંસ્કારો પેદા થાય છે. રુચિની તીવ્રતાથી વીર્ષોલ્લાસ વધે છે અને તેથી સ્વભાવ રમણતારૂપ ભાવ ચારિત્રની સિદ્ધિ થાય છે. આત્મા શુદ્ધ જ છે.” એવું જ્ઞાન પરમાત્મ-સ્વરૂપની દેઢ શ્રદ્ધા પેદા કરે છે. તે બંનેના પ્રભાવથી વારંવાર સહજ સ્વભાવમાં લીનતા થાય છે. મારો આત્મા એક, શાશ્વત, જ્ઞાનાદિ ગુણવાળો છે, બાકી બધા દેહાદિ ભાવો સંયોગ સંબંધથી છે. તેનો વિયોગ નિશ્ચિત છે. તેથી વિનાશીનો સંગ છોડાવી, અવિનાશી પરમાત્મા સાથે સદા તન્મય બનાવે તેવા જ્ઞાનનો સતત અભ્યાસ કરવો અને વાદવિવાદથી સદા દૂર રહેવું એ તત્ત્વજ્ઞાની મહાત્માઓની, અનુભવી સંતોની અનુભૂત વાણી છે. મોહ ત્યાગ : જ્ઞાનનો મહિમા ગાયો, મહત્તા વિચારી, આવશ્યકતા સમજાવી. એની અનન્ય ઉપકારકતા વિશે જાણ્યું - હવે ‘ટાળીએ મોહ સંતાપ રે” પંક્તિનો ભાવ વિચારીએ. મોહ આત્માનો એક મહાન કટ્ટર શત્રુ છે. દુમન પણ મિત્ર બની બેઠો છે. અસારને સાર સમજાવે છે, તુચ્છને મહાન ગણાવે છે, નાશવંતને શાશ્વત મનાવે છે. સંસારમાં મોહનો મહિમા અપરંપાર છે. > આધ્યાત્મિક સાધનામાં રુકાવટ કરનાર. પ્રગતિને રૂંધનાર. અરે ‘હું સ્વયં કોણ છું ?” તેનો વિચાર સુદ્ધાં પણ ન કરવા દેનાર, કેવો છે આ મોહનો પ્રભાવ ? સહજ સમાધિ • ૪૨ સહજ સમાધિ • ૪૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ - A A A સમરથ એક મહાબલી, મોહસુભટ જગ જાણ; સવિ સંસારી જીવકું, પટકે ચિંહુ ગતિ ખાણ. / (સમાધિ વિચાર ૧૮૫) મોહના ઉદયથી મન ચંચળ બને છે. ચંચળ બનેલું મન ઠેકડા મારે છે. ઠેકડા મારતું મન, ત્યારે જ આત્માને આધીન બને છે, જયારે એના ઉપરનો મોહનો પ્રભાવ, ઓછો થાય, મોળો પડે, નિર્મળ બને. મનને નચાવનાર મોહ છે. મોહના પ્રાબલ્યને, જોરને, જોશને ઘટાડવાથી જ મન વશમાં આવે છે, સ્વાધીન બને છે. સ્વાધીન બનેલું મન સહજ સુખનો - સમાધિનો અનુભવ કરાવે છે. | મન ઉપર વિજય પ્રાપ્ત કરવાથી આત્માના સહજ ગુણો, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ વગેરેનું પાલન સરળ બને છે. કામ ક્રોધાદિ વિકારો નાબૂદ થઈ જાય છે. મન નિર્મળ બનતું જાય છે. જેમ નિર્મળ સ્વાદિષ્ટ જળના પાનથી તરસ શાંત થાય છે, તેમ નિર્મળ શ્રુતજ્ઞાનના અભ્યાસથી મિથ્યાત્વમોહનો સંતાપ ટળી જાય છે અને ચિત્ત નિર્મળ બને છે. • “ટાળીએ મોહ સંતાપ રે...” : હે ચેતન ! તું શિયાળ નથી, પણ સિંહ છે. તે તારી જાતને આજ દિ' સુધી શિયાળ માની તેથી મોહમદારીએ તને અનેક જાતના નાચ નચાવ્યા, વિવિધ સંતાપો ઉપજાવ્યા, ઘોર ભ્રમણાઓમાં ભટકાવ્યા, અજ્ઞાન અંધકારમાં અથડાવ્યા. આ મોહ જગતના સર્વજીવોને શારીરિક, માનસિક અનેક પ્રકારના સંતાપો ઉત્પન્ન કરી પીડી રહ્યો છે, નડી રહ્યો છે. તારામાંથી જ ઉત્પન્ન થયેલો મોહ, તારો જ પરાભવ કરે છે. તારા પૂર્ણ શુદ્ધ સ્વભાવનું સ્મરણ પણ થવા દેતો નથી, અને તું એના પનારે પડી એની પાછળ અંધ બની સિંહ જેવું તારું સત્ત્વ ગુમાવી રહ્યો છે. “મોહ કરમકી ગહેલતા, મિથ્યાષ્ટિ અંધ; મમતા શું માચે સદા, ન લહે નિજ ગુણ સંગ.” | (સમાધિ વિચાર ૨૫). સ્વ”નો “સ્વયં”નો સંગ પણ કરતો નથી ! મોહ એટલે ? > પારકાને પોતાનું માનવું તે મોહ. જડમાં ચૈતન્યની બુદ્ધિ કરવી તે મોહ. અનિત્યને નિત્ય માનવું તે મોહ. અવિનાશીને છોડી, વિનાશી પાછળ દોડવું તે મોહ. ભોગમાં સુખ માનવું તેનું નામ મોહ. ત્યાગમાં દુ:ખ માનવું તેનું નામ મોહ. અસ્થિરતાનો આરંભ તે મોહ. આકુળતાનું બીજું નામ તે મોહ. જ્ઞાન, દર્શન અને ચારિત્રને દૂષિત કરે તે મોહ. » મુક્ત આત્માને કર્મ કવચથી બાંધે તે મોહ. સારુંય જગત મોહાંધ છે. મોહાધીન છે. મોહાધીન બનેલું આખું વિશ્વ સંતાપને અનુભવે છે. સમગ્ર સંસારમાં મોહનું સામ્રાજય છે. ભવ ઉદધિ મહાભયંકરું, દુઃખ જલ અગમ અપાર, મોહે મૂછિત પ્રાણીયું, સુખ ભાસે અતિસાર.” | (સમાધિ વિચાર ૯૦) કમાલ છે આ મોહની કામણગારી કલા ! ભલ ભલાને મોક્ષદાયક ધર્મકલા ભૂલાવી, - મૂછિત બનાવી, ભયંકર ભવસાગરમાં, દુ:ખ દરિયામાં ડૂબાવી રાખે છે. મોહ એ આત્માનો કટ્ટર શત્રુ છે. (મોહ મહાઅરિ) તેણે આત્માના સમગ્ર પ્રદેશોમાં પોતાનું જબરદસ્ત સ્થાન જમાવ્યું છે. સહજ સમાધિ • ૪૪ સહજ સમાધિ • ૪૫ Page #24 -------------------------------------------------------------------------- ________________ જીવના અજ્ઞાનને જીવતું રાખ્યું છે. આ અજ્ઞાન જ કષ્ટદાયક છે. ચેતનના હોંશ ઉડાડી દઇને એને સદા સર્વદા બેહોશ રાખે છે. મોહ એક એવો સૂક્ષ્મ ભાવ છે કે જે આત્માના પ્રદેશે પ્રદેશે વ્યાપી વળે છે, રહે છે અને ચેતનને સદા સર્વત્ર આંતરિક નિંદ્રામાં રાખે છે. ગમે તેવો ડાહ્યો, સમજુ, બુદ્ધિશાળી માણસ પણ મિંદરાના પાનથી છકી જાય છે, પોતાનું ભાન ભૂલી જાય છે, પોતે કોણ છે? કેવો છે ? તેનું ભાન પણ દારૂડિયાને રહેતું નથી, તે સારા-ખોટાનો, ભલાઇ-બુરાઇનો વિવેક ગુમાવી દે છે. ગંદકીમાં પડે તો પણ સુખ માને છે. માર પડે તો તે ખાવામાં મઝા માણે છે. જ્યાં ત્યાં બકવાસ કરવામાં પોતાને મહાન સુખી સમજે છે. તે રીતે મોહ રૂપી મદિરા પીને આખું જગત, ભાન ભૂલ્યું બની બેઠું છે. કહ્યું પણ છે ખરું - “મોહ મદિરાના પાનથી, વિકલ ભયા જે જીવ; તિનકું અતિ રમણિક લગે, મગન રહે સદૈવ.” (સમાધિ વિચાર ૬૯) જ્ઞાની પુરુષોએ મોહને જે મદિરાની ઉપમા આપી છે, તે યથાર્થ છે. હું કોણ છું ? મારું અસલી સ્વરૂપ શું છે ? તેનો જરા જેટલો વિચાર પણ મોહાધીન જીવને આવતો નથી. ‘હું કોણ ?’ની સાચી ઓળખ ન થવી, યથાર્થ પ્રતીતિ ન થવી એ જ મોહ છે, આત્મસ્રાંતિ છે. ભ્રમણાના આ વમળમાંથી બુદ્ધિ, જ્ઞાન દ્વારા બહાર નીકળે તો તે સ્વયંને સહજમાં પામે. ચિત્તના પ્રદેશ ઉપર બધે જ છવાયેલા મોહના સંતાપને દૂર કરવાનો એક માત્ર ઉપાય તે આત્મજ્ઞાન છે, આત્માનો અનુભવ છે. જ્યાં ભ્રાંતિ છે, ત્યાં દુઃખ છે અને સંતાપ છે. ભ્રાંતિજન્ય દુઃખ અને સંતાપની અગનઝાળમાંથી બહાર આવવા ચેતનને એવા સહજ સમાધિ = ૪૬ સમ્યજ્ઞાનની જરૂર છે. જ્ઞાનના અજવાળાની જરૂર છે, જે મોહના અંધારાને ભેદી નાખે, આત્મસ્રાંતિનો પડદો ચીરી નાખે. આત્મ-અનુભવના જ્ઞાન સિવાય, કોરા શાસ્ત્રજ્ઞાનમાં કે કોરા પુસ્તક જ્ઞાનમાં, મોહના કારમા અને આકરા સંતાપને ખતમ કરવાની તાકાત નથી. મોહ એટલે વિકારો. રાગ, દ્વેષ, મદ, માન, માયા, કામ, ક્રોધ, ઇર્ષ્યા, અહંકાર - મનનાં પરિણામો - આ વિકારો છે, દોષો છે. આ દોષોમાંથી અંશે અંશે મુક્તિ મળે તો જ પ્રાપ્ત જ્ઞાનની સફળતા છે. સંસારમાં મોહને વશ થયેલા જીવ વ્યાકુળ બને છે, વિકલ બને છે. ભવચક્રમાં ભમવા કર્મનો બંધ કરે છે. “મોહ વિકલ એમ જીવડા, અજ્ઞાને કરી અંધ; મમતાવશ ગણી માહરા' કરે ક્લેશનો ધંધાક (સમાધિ વિચાર ૫૮) મોહના નશામાં જીવો વિવેક ભૂલે છે અને ક્લેશ-સંક્લેશને કમાવાનો ધમધોકાર ધંધો કરે છે. સળગતા સંસારના રાગને બાગ માને છે, દુઃખમય સંસારમાં સુખ માને છે. આધિ, વ્યાધિ, ઉપાધિનાં ટનબંધ પોટલાં ઉપાડીને દોડી રહ્યાં છે. ચેતન ! વાસ્તવમાં આ બધો મોહનો સંતાપ છે. આ સંતાપથી સંતપ્ત બનેલા તારા ઉપર જ્ઞાની પુરુષો કરુણા વરસાવી રહ્યા છે... - તારે સંતાપથી મુક્ત બનવું છે ? તો તેનો એક જ ઉપાય છે કે મોહને દૂર કર. હે ચેતન ! તું અનંત શક્તિનો માલિક છે, સનાતન આત્મદ્રવ્ય છે. શક્તિના બળે મોહની વૃત્તિને જીતી લે. સંસારની બધા જ પ્રકારની વિષમતા, વિચિત્રતા, સંતાપો, સંક્લેશો, કલહોનું મૂળ, મોહ છે. મોહનો નાશ કરે, તેને પાતળો બનાવ તો તારો સંતાપ દૂર થશે. સહજ સમાધિ ૨૪૭ Page #25 -------------------------------------------------------------------------- ________________ મોહની આ મહાભૂતાવળને ભગાડવા માટે જ્ઞાનની જયોત જલાવવી પડશે. માટે જ કહું છું : ચેતન ! જ્ઞાન અજવાળ. અગ્નિનો ભડકો થતાં ભૂત ભાગે, તેમ જ્ઞાનની જયોત પ્રગટતાં મોહ ભાગશે. આ મોહના કારણે જ ચેતન ! તારું ચિત્ત ડામાડોળ, ડહોળાયેલું રહે છે, અસ્થિર રહે છે, ચિત્તની અસ્થિરતા, વિષાદ પેદા કરે છે, ત્યાં સુખ શાંતિ ક્યાંથી હોય ? જયાં અશાંતિ છે ત્યાં અસુખ છે. જયાં સ્થિરતા છે, ત્યાં શાંતિ છે, સુખ છે. સાગરમાં એક પછી એક પાણીનાં મોજાં ઉડ્યા કરે છે, તેના કારણે સાગર ક્ષુબ્ધ રહે છે, અશાંત રહે છે, સંકલ્પ-વિકલ્પો ઉઠ્યા કરે છે, પરિણામે તે અસ્વસ્થ રહે છે. ચંચળ બને છે. - ચેતન ! આ શરીર એ જ હું છું, ધન સ્વજનાદિ એ મારાં છે, એવા “હું” અને “મારા’ (અહ-મમ) આ મોહના મંત્રનો તું ત્યાગ કર અને હું શુદ્ધ આત્મા છું, જ્ઞાનાદિ ગુણો મારા છે. શુદ્ધ જ્ઞાન, કેવળજ્ઞાન જ મારો ગુણ છે. હું શુદ્ધ એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર અવાબાધ સુખ, અમૂર્તવાદિ અસંખ્ય ગુણ પર્યાયમય, નિજસ્વભાવમાં સદા અવસ્થિત, અસંખ્ય પ્રદેશી, શુદ્ધ આત્મદ્રવ્ય છું. એવી ભાવના કરે અને તે સ્વભાવની પૂર્ણતા પ્રગટ કરવા સદા પ્રયત્નશીલ બન. પૂર્ણાનંદી, પરમ જ્યોતિ - સ્વરૂપી પરમાત્માના ધ્યાનમાં તન્મય બની, શુદ્ધ આત્મ-સત્તાનો આંશિક અનુભવ કરવા પુરૂષાર્થ કર. જ્ઞાનાદિ ગુણો મારા છે, તે સિવાયના અન્ય તમામ પદાર્થો મારા નથી, હું કોઇનો નથી. આ જગતમાં મારું જો કોઈ હોય તો નિશ્ચયથી મારામાં જ અભેદ ભાવે રહેલી વીતરાગતા, અરૂપીપણું , કેવળજ્ઞાન અને અવ્યાબાધ સુખ છે. વ્યવહારથી મારી આ વીતરાગતા તેમજ કેવળજ્ઞાન દશાને પ્રાપ્ત કરવામાં ઉપકારક બનનારા દેવ-ગુરુ એ જ મારા છે. આ જ્ઞાનથી મનને ભાવિત કર, ચિત્તને વાસિત કર. તે જ્ઞાન, મોહ, અજ્ઞાનતાને, મિથ્યાભ્રમને દૂર કરી દેશે. જેમ જેમ મોહનું જોર ઘટતું જશે, તેમ તેમ જ્ઞાન જયોતિ ખીલતી જશે. ચિત્તની ચપળતાનો પરિહાર થશે, અનાદિકાળથી સંસારી જીવનું ચિત્ત ઇન્દ્રિય સુખની ઇચ્છાથી બાહ્ય પદાર્થોને પ્રાપ્ત કરવા ચંચળ બનેલું છે. ભૌતિક સુખ મેળવવા માટે મન આમ તેમ ભટકે છે. બાહ્ય વસ્તુઓ ધન, સંપત્તિ સ્વજનાદિમાં ગાઢ સ્નેહ રાખે છે. ઇષ્ટ, મનોહર, મનગમતા ઇન્દ્રિયોના વિષયો - રૂપ, રસ, સુગંધાદિમાં અત્યંત આસક્ત બને છે. અણગમતા, અનિષ્ટ પદાર્થો અને વ્યક્તિઓ પ્રત્યે દ્વેષ કરે છે. આ રીતે – “મોહે મૂછિત પ્રાણીકું, રાગ-દ્વેષ અતિ થાય; અહંકાર-મમકાર પણ, તિણથી શુધ બુધ જાય.” (સમાધિ વિચાર ૧૧૭) અતિશય રાગ-દ્વેષ થતાં, અહંતા-મમતા વધતાં, જીવ શુધબુધ ગુમાવે છે. ચિત્ત અત્યંત ચંચળ રહે છે. ચંચળ ચિત્તવાળાને લેશ માત્ર પણ શાંતિ મળતી નથી, તેથી હે ચેતન ! ચિત્તની ચંચળતાને ટાળવા, વ્યાકુળતાને વિદારવા, મોહનો નાશ જરૂરી છે. જ્યાં સુધી જડમાં, ચૈતન્યની બુદ્ધિ છે, શરીરમાં આત્મ-બુદ્ધિ છે, પુદ્ગલમાં સુખની કલ્પના છે, સ્વજન-પરિવારમાં મમત્વ છે, વિનાશી ધન-સંપત્તિમાં સ્પૃહા છે, ત્યાં સુધી તારું ચિત્ત સ્થિર બનશે નહિ. આ બધી જ કલ્પનાઓથી તું મુક્ત બનીશ, ત્યારે ચિત્ત શાંત બનશે. જો તું વાસ્તવિક સુખ અને શાંતિ મેળવવા ઇચ્છતો હોય, તો આમ તેમ ભટકવાનું છોડી દઇ, સ્થિર શાંત બની જા . શાસ્ત્રોક્ત સદનુષ્ઠાનોનું સતત સેવન કર, પરમાત્માના નામમાં અને પ્રતિમામાં સ્થિર-બુદ્ધિ બની જા, તો જ આ અભ્યાસના કારણે ચિત્ત શાંત થશે. ચિત્તની શાંત અવસ્થામાં જ સુખનો અનુભવ છે. પરમાનંદની પ્રાપ્તિ છે. સહજ સમાધિ • ૪૮ સહજ સમાધિ • ૪૯ Page #26 -------------------------------------------------------------------------- ________________ જગતના જીવો શાંતિ મેળવવા માટે હિમાલયની ગુફામાં જાય છે. કોઇક જંગલમાં જઈ એકાંત શોધે છે. કોઇ આશ્રમ સ્થાનોમાં જઇ યોગસાધના કરે છે. પણ જયાં સુધી અનાત્મ પદાર્થોનું મમત્વ, પરમાં સ્વની કલ્પના નહિ ટળે, ત્યાં સુધી ચિત્તની શાંતિનો સંભવ નથી. ગમતી-અણગમતી વસ્તુના સ્વીકાર-ત્યાગના પરિણામ રૂપ અસ્થિરતાથી અશાંતિ થાય છે. આત્માના અનુભવ જ્ઞાનનો તરત નાશ થાય છે. પરંભાવના સંગથી વિક્ષોભ અને વ્યાકુળતા ઉત્પન્ન થતાં આત્મસ્વભાવમાં તન્મય બનેલા જ્ઞાન-રૂપી દૂધના કૂચા થઇ જાય છે. અસ્થિરતા એ લીંબુ કે આંબલી કે ખાટી વસ્તુ જેવી છે. આત્માનુભવરૂપ જ્ઞાન એ આત્મપુષ્ટિ કરનારું દૂધ છે. ખાટા પદાર્થના સંપર્કથી જેમ દૂધ તરત ફાટી જાય છે, તેના કુચા થઇ જવાથી બગડી જાય છે, તે રીતે અસ્થિરતા, ચિત્તની ચપળતા થવાથી આત્મ સમાધિમાં ભંગ થાય છે. અનુકૂળ વિષયો મેળવવાની તૃષ્ણા જાગે છે, તેને લઇને ચિત્તમાં અનેક સંકલ્પ-વિકલ્પો ઉત્પન્ન થાય છે, જે સમાધિજન્ય સુખના અનુભવનો સર્વથા નાશ કરે છે - મારા આત્મામાં જ અનંત સુખનું નિધાન રહેલું છે, આ વાત સર્વથા ભૂલીને આત્મા કાલ્પનિક સુખને શોધવા લાગે છે. મને આ અનુકૂળ મનગમતા પદાર્થો મળવાથી સુખ પ્રાપ્ત થશે, એવી ભ્રાંતિ થવાથી તે ઇષ્ટ પદાર્થો તરફ આકર્ષિત થાય છે, તેથી સમાધિજન્ય વિશુદ્ધ જ્ઞાન ચાલ્યું જાય છે. વળી પાછો મોહનો સંતાપ શરૂ થાય છે. જ્ઞાનદશા દૂર થાય છે, શાંતિ ભંગ થાય છે. તેથી હે ચેતન ! જો તું જ્ઞાન દશાને પ્રગટ કરી, મોહના સંતાપને દૂર કરીશ તો તું જયાં હોઇશ, જંગલમાં કે બજારમાં, ગુફામાં કે ગામમાં , ઉપાશ્રયમાં કે ચોપાટીના દરિયા કિનારે, સર્વત્ર તારું ચિત્ત શાંત હશે, સ્વસ્થ હશે. મોહના કારણે થતી ચિત્તની ડામાડોળ સ્થિતિને શાંત પ્રશાંત કરવી એ જ સહજ સમાધિની સાધના છે. ચેતન ! ચિત્ત શાંત બનતાં, સ્થિર થતાં તને તારા સહજ ગુણોનું દર્શન થશે. • પાળીએ સહજ ગુણ આપ રે : ચેતન ! તારા અંતરના ઓરડામાં અનંત ગુણરત્નો પડેલાં છે. આજ સુધી તેની તને ખબર નથી. “અપના ઘર માંહીય છે, મહા અમૂલ્ય નિધાન; તે સંભાળો શુભ પરે, ચિંતન કરો સુવિધાન.” | (સમાધિ વિચાર ૨૭૯) તારા ઘરમાં રહેલા ગુપ્ત નિધાનની તને જાણ નથી. એક એક રત્ન મહામૂલ્યવાન છે. ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, વગેરે આત્માના સહજ ગુણો છે. આ આત્મગુણોનું રક્ષણ કરવું એ જ ધર્મ છે. આત્મગુણોનો ઘાત કરવો એ જ અધર્મ છે. - તારા ચિત્તની વિક્ષિપ્ત, અસ્થિર અવસ્થામાં તારા ગુણોને બહાર આવવાનો અવકાશ મળ્યો નથી. પણ હવે ચિત્તની ડામાડોળ સ્થિતિને દૂર કરી, તારા સહજ ગુણોનું પાલન, રક્ષણ કર અને આત્માના અમૃતનો આસ્વાદ કર. પછી તારી સુખની શોધ, અહીં જ વિરામ, પૂર્ણવિરામ પામશે; જે મેળવવા તું અનંતકાળથી ભટકી રહ્યો છે, તે તને તારા અંતરમાં જ મળી રહેશે. આત્માનો અમૂલ્ય ખજાનો લાધશે. કસ્તૂરીની સુગંધ બહાર નથી, નાભિમાં છે. તેમ સુખ બહાર નથી, તારી જ અંદર છે. એ પણ તારો સહજ ગુણ છે. “સહજ સ્વરૂપ જે આપનો, તે છે આપણી પાસ; નહીં કિસીકું જાચનાં, નહીં પર કી કીસી આશ.” (સમાધિ વિચાર ૨૭૮) ચેતન ! તું સુખમય છે. આનંદમય છે. સહજ સમાધિ • ૫૦ સહજ સમાધિ • ૫૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ સાનંદમય: નીવ: I’ – સુખ આનંદ તારા જ ધર્મો છે. ધર્મ ધર્મીને છોડીને બહાર રહેતા નથી. બાહ્ય સુખ મેળવવાનો પ્રયત્ન છોડ અને હવે અંતર સુખ મેળવવાનો ઉદ્યમ કર. પરને મેળવવું પડે, સ્વને કેળવવું પડે – અને તે માટે મહેનત કરવી પડે. અંતરમાં જે છે, તેને મેળવવાનું ન હોય, પણ તેને માણવાનું હોય, પ્રગટાવવાનું હોય. માટે હે ચેતન, “મોહ તજી સમતા ભજી, જાણો વસ્તુ સ્વરૂપ.” વસ્તુ સ્વરૂપને પામવા માટે, તારા સહજ ગુણને કેળવ, તેના રક્ષણ અને પાલન માટે સદા ઉદ્યમશીલ બન. ગુણ રક્ષણના ઉપાયો : ઉપશમ અમૃતરસ પીજીએ, કીજીએ સાધુ ગુણગાન રે; અધમ વયણે નવિ ખીજીએ, દીજીએ સજ્જનને માન રે. || ચેતન / ૨ || અર્થ : હે ચેતન ! સહજ ગુણના રક્ષણ માટે, ઉપશમરૂપ અમૃતરસનું પાન કર, સાધુ-મુનિ ભગવંતના ગુણોનું ગાન કર. દુર્જન લોકોના કટુ વચનો સાંભળીને જરા પણ રોષ ન કર અને સજ્જન પુરુષોનાં સન્માન – સત્કાર કર. વિવેચન : શમનું લક્ષણ : विकल्पविषयोत्तीर्णः स्वभावालम्बनः सदा । ज्ञानस्य परिपाको यः स शमः परिकीर्तितः ॥ ચિત્તના વિભ્રમરૂપ વિકલ્પના વિષયથી નિવૃત્ત થયેલ અને નિરંતર આત્માના શુદ્ધ સ્વરૂપનું આલંબન જેને છે, એવો જ્ઞાનનો શુદ્ધ પરિણામ તે શમ કહેવાય છે. જ્ઞાન વડે આત્મસ્વરૂપની પૂર્ણાનંદતા જણાય, શ્રદ્ધાથી તેમાં નિશ્ચલતા અને તેમાં જ તન્મયતા સિદ્ધ થાય ત્યારે અન્ય સંકલ્પવિકલ્પો શમી જાય અને પરમશાંત રસનો અનુભવ થાય તે શમ કે સમાધિ કહેવાય છે. તે ‘શમ'સમતયોગ રૂપ છે. તે ‘શમ' જ સહજ શુદ્ધ સ્વભાવમાં સતત રમણતા કરાવી પરમ આનંદનો અનુભવ કરાવે છે. ‘શમ' સમતા-યોગ રૂપ હોવાથી અધ્યાત્મ, ભાવના અને ધ્યાનયોગના સતત સેવનથી તે ઉત્પન્ન થાય છે, તેથી જ સમ્યગુ જ્ઞાન અને ધ્યાનની પરિપકવ અવસ્થાને ‘શમ' કહ્યો છે. તે અવસ્થામાં ચિત્ત વિકલ્પ રહિત બનીને, આત્માના શુદ્ધ સ્વભાવમાં લીન બને છે, તેના પ્રભાવે અવિદ્યાજન્ય ઇષ્ટનિષ્ટની કલ્પનાનો સર્વથા નાશ થવાથી, સર્વત્ર ‘સમભાવ’ રહે છે. નિર્વિકલ્પ ભૂમિકામાં સમતાનો જયારે અખલિત પ્રવાહ વહેતો હોય છે, ત્યારે ચંદનની સુવાસની જેમ સમતા સહજ રીતે આત્મસાત્ બને છે. તેથી તેને પ્રશાંત – વાહિતા, સહજ-સમાધિ વગેરે પણ કહી શકાય છે. સમાધિ દશામાં સર્વ જીવોની સિદ્ધતા સાથે એકત્વનું ભાવન વારંવાર થવાથી વ્યવહાર દશામાં તેમની સાથે ઔચિત્યનું આચરણ અવશ્ય થાય છે. સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવે, દુ:ખી જીવો પ્રત્યે કરુણાભાવ, ગુણીપુરુષો પ્રત્યે પ્રમોદભાવપૂર્વક વિનય, બહુમાન અને અવિનીત જીવો પ્રત્યે કરુણા યુક્ત માધ્યચ્ય - ઉપેક્ષાભાવ રહે છે. કર્મજન્ય વિચિત્રતા જોઇ, જીવો પ્રત્યે રાગ-દ્વેષ ન થાય પણ સમભાવ જ રહે એ જ સમાધિનું ફળ છે. કહ્યું પણ છે - જે પરિણામ કષાયના, તે ઉપશમ જબ થાય; તેહ સરૂપ સમાધિનું, એ છે પરમ ઉપાય. (૧૦) સહજ સમાધિ • ૫૨ સહજ સમાધિ • ૫૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ કાલ અનાદિ અભ્યાસથી, પરિણતિ વિષય કષાય; તેહની શાંતિ જબ હુએ, તેહ સમાધિ કહાય. (૧૩) (સમાધિ વિચાર) ઉપશમનો અર્થ છે સમત્વ, સમતા. દુનિયામાં, ચરાચર જગતમાં સમતા સમાન કોઇ ગુણ નથી. કારણ કે તેમાં રાગ-દ્વેષનો અભાવ કે ઉપશમ થયેલો હોવાથી, શુદ્ધ આત્મસ્વભાવનો પરમ આનંદ અનુભવાય છે. સમતા એ પરમાનંદનો અનુભવ કરાવે છે. સમતાનું સુખ એ મોક્ષ સુખની વાનગીનો નમૂનો છે. ‘સહજ સમાધિ' દશામાં નિમગ્ન મુનિઓનું સમતાજન્ય સુખ નિરંતર વૃદ્ધિ પામતું હોય છે. સમતાનું આ સુખ સ્વાધીન, સારભૂત અને આનંદદાયક હોઇ ઉપાદેય છે. ચિત્તમાં વિષમતા પેદા કરનાર ભોગ-તૃષ્ણા છે. જીવદ્વેષ અને આત્મ-અજ્ઞાન છે. તે હેય છે. તેના નિવારણ માટે જીવનમાં વૈરાગ્યનો, જીવ મૈત્રીનો અને સમ્યગ જ્ઞાનનો અભ્યાસ કરવો જરૂરી છે, અનિવાર્ય છે. વિષયોનો વૈરાગ્ય અને કષાયોનો ત્યાગ જેટલા અંશે જીવનમાં આવે, સ્થિર બને તેટલા અંશે સમત્વને સ્થિર બનાવી શકાય. દુનિયાદારીની વસ્તુઓ સાથેનો આપણો સંબંધ જરૂરિયાત પુરતો જ જોઇએ, અને તે પણ તૃષ્ણા વિનાનો, આસક્તિ વિનાનો. વ્યક્તિઓ સાથેનો આપણો સંબંધ ઔચિત્ય અને ન્યાયપૂર્વકનો જોઇએ અને એ પણ સ્વાર્થ વિનાનો. - પુદ્ગલ-પદાર્થો આત્માથી પર છે. કારણ તે જડ છે, વિનાશી છે. અજ્ઞાનવશ આત્મા શરીર, સંપત્તિ, સ્ત્રી, સ્વજનાદિ પર પદાર્થોમાં અહત્વ અને મમત્વની બુદ્ધિ કરે છે, તેમાં કર્તાભાવ અને ભોક્તાભાવ રાખે છે અને અનેકવિધ વિષમતાઓનો એ ભોગ બને છે. જીવનમાં વ્યાપક બનેલા ભોગ તૃષ્ણા, જીવષ અને આત્મ અજ્ઞાનનો ક્રમશઃ ક્ષય કરવાનો સાચો પ્રયત્ન કરવો એ જ સમત્વનો અભ્યાસ છે. ચિત્તતંત્રને ક્ષુબ્ધ અને ક્ષુદ્ર બનાવનાર વિષય-કષાયજન્ય સંકલ્પ-વિકલ્પો છે, તેમનું શમન કરવાનો એક માત્ર ઉપાય છે, વૈરાગ્ય, જીવમૈત્રી અને આત્મજ્ઞાન. જીવનમાં આ ત્રણેનો સંયુક્ત પ્રયોગ થાય તો ઉપશમ ભાવ, સમત્વ ખીલી ઉઠે છે. મન અને જીવન સ્વસ્થ અને શાંત બને છે અને આત્માના ક્ષમાદિ સહજ ગુણો દીપ્ત બને છે, સુરક્ષિત બને છે. - જ્ઞાનની પરિપકવ અવસ્થામાં ચિત્તના વિકલ્પો શાંત થાય અને આત્મ સ્વભાવમાં લીનતા થાય ત્યારે શમરસ પ્રગટે છે. જીવનમાં એક વાર ઉપશમ રસનો આસ્વાદ મળી જાય તો વારંવાર તેના સ્વાદને ચાખવા અને સમતાના સાગર સાધુ ભગવંતના ગુણગાન કરવા દિલ લલચાય છે. માટે, હે ચેતન ! જ્ઞાન પ્રકાશ દ્વારા, મોહના સંતાપને દૂર કરી, ચિત્તની ડામાડોળ સ્થિતિ નિવારી, તારા ક્ષમાદિ સહજ ગુણોને પ્રગટાવવા તેમજ તેનું રક્ષણ અને પોષણ કરવા, ઉપશમ અમૃતરસનું પાન તારે કરવું જોઇએ. અમૃત જેમ અમર બનાવે છે, તેમ આ ઉપશમ ભાવ ક્ષમાદિ ગુણોને જીવંત રાખે છે. ચેતન ! ગુણોની પ્રાપ્તિ હજી સરળતાથી થઇ જાય છે, પણ તેને ટકાવી રાખવી દુષ્કર છે. ભવોભવની સાધના પછી પ્રાપ્ત થયેલા ગુણોને જતાં એક ક્ષણ જેટલી પણ વાર લાગતી નથી. કષાયનો ઉપશમ થયા વગર ગુણ આવતા નથી – આવી જાય તો ટકતા નથી. જ્ઞાન પરિણત બન્યા વગર ઉપશમ આવતો નથી. ઉપશમ આવ્યા વગર ચિત્તમાં સંકલ્પ-વિકલ્પોના તરંગો નાશ પામતા નથી. ચેતન ! તેં સાગર જોયો છે ? જયારે તેમાંથી ભરતી ઓસરી જાય છે, પવન સ્થિર બની જાય છે, ત્યારે સાગર કેવો શાંત-ગંભીર બની જાય છે ! તે જ રીતે ઉપશમભાવ આવતાં તારું ચિત્ત શાંત, ગંભીર સહજ સમાધિ • ૫૪ સહજ સમાધિ • ૫૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ અને સ્થિર બની જશે., ચિત્તને અશાંત, ક્ષુબ્ધ, ક્ષુદ્ર બનાવનાર સંકલ્પવિકલ્પો છે. તેમનો નાશ કરવા તારે સમ્યગ જ્ઞાન પ્રકાશને અજવાળવો પડશે. ચેતન ! કારણમાં કાર્યનો ઉપચાર કરીને, જ્ઞાનને અમૃતની ઉપમા આપી છે. આમ તો અમૃત સમુદ્રના મંથન પછી નીકળ્યું છે, એમ કહેવાય છે. પણ આ જ્ઞાનનું અમૃત તો સમુદ્રમાંથી ઉત્પન્ન થતું નથી. પરંતુ એ તો પોતાના આત્મામાંથી જ ઉત્પન્ન થાય છે. આત્મા સ્વયં સાગર છે - જ્ઞાનામૃતનો. શુદ્ધ આત્મતત્ત્વનું મંથન-મનન અને ધ્યાન કરવાથી જ્ઞાન આવારક કર્મી દૂર થાય છે, ત્યારે ભીતરમાં લહેરાતો જ્ઞાનમૃત – સાગરનો સાક્ષાત્કાર થાય છે. એ તો હે ચેતન ! તારું પોતાનું જ સ્વરૂપ છે. તારા જ્ઞાનમય - ચિન્મય સ્વરૂપના આવારક કર્મોને તું દૂર હટાવે તો આ જ્ઞાનમૃતનો ખજાનો તને પ્રાપ્ત થાય. તત્ત્વજ્ઞાન પામ્યા પછી ઉપશમભાવ અવશ્ય આવશે, માટે તું જ્ઞાન જિજ્ઞાસાને તીવ્ર બનાવ. સાધુગુણ સ્તુતિ : ચેતન ! જગતમાં જે કોઇ જ્ઞાની, ધ્યાની, શમી, દમી, સાધુ, સંત, સજજન પુરુષો છે, તેમના ગુણગાન કર. ઉપશમભાવમાં ઝીલનારા, આત્માના શુદ્ધ સ્વભાવમાં ૨મણતા કરનારા સાધુ મહાત્માઓની સ્તુતિ તેમજ ગુણ પ્રશંસા કરવાથી, તારામાં ગુણ અને ઉપશમભાવ અવશ્ય આવશે. ગુણ પ્રાપ્તિનો આ જ ઉપાય છે. જે ગુણ જેનામાં હોય તેની અનુમોદના કરવાથી, તેના ગુણગાન કરવાથી આપણામાં તે ગુણ આવે છે. કહ્યું પણ છે - *“જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ.” ઉત્તમ ગુણ અનુરાગથી, લહીએ ઉત્તમ ઠામ રે...” ચેતન ! ઉપશમભાવની પ્રાપ્તિ માટે, ક્ષમાશ્રમણ, નિગ્રંથમુનિ ભગવંતને નમસ્કાર અને તેમની સેવા, એ અસાધારણ કારણ છે. ખંધકમુનિ, ગજસુકુમાલમુનિ, મેતાર્યમુનિ જેવા મહાત્માઓને યાદ કર. જે મહાત્માઓ ઉપશમભાવ રાખી, મરણાંત ઉપસર્ગોને સહન કરી કેવળજ્ઞાન પામ્યા. ચેતન ! જયારે જયારે તને કષાય ઉત્પન્ન થાય અથવા એવું કોઇ નિમિત્ત મળે ત્યારે તારા ક્ષમાગુણને ટકાવી રાખવા માટે નીચે મુજબની વિચારણા કરજે. (૧) પૂર્વભવમાં મેં સામી વ્યક્તિ ઉપર આક્રોશ કર્યો હશે, કલંક આપ્યું હશે, ગાળ આપી હશે, તે દ્વારા બંધાયેલું કર્મ આજે ઉદયમાં આવ્યું છે, માટે મારા તે કર્મની ઉદીરણા કરી, તેની નિર્જરા કરવામાં આ વ્યક્તિ ઉપકારી છે, તેથી તેના ઉપર મારાથી ક્રોધ કેમ કરાય ? (૨) મને કઠોર શબ્દો સંભળાવવાથી જો તે આનંદ પામે છે, તો મારી કર્મ નિર્જરા થતી હોવાથી, હું કેમ આનંદ ન અનુભવું? જગતના સર્વ જીવો મારા મિત્ર છે, કોઇ શત્રુ નથી. ખરા શત્રુ તો મારા કર્મો છે. મારું બગાડનાર કોઇ જીવ નથી અને આ કર્મો જે મને નડે છે, પીડે છે તેમાં પણ મેં કરેલા રાગ, દ્વેષ અને મોહાદિ દુષ્ટ ભાવો જ કારણભૂત છે. હકીકતમાં મારાં દુ:ખ, પીડા, ભય અને અહિતનો સ્વયં હું જ જવાબદાર છું, બીજું કોઇ નહિ. આ પ્રમાણે મૈત્રી ભાવના અને કર્મ વિજ્ઞાનનું ચિંતન મનન કરવાથી, ક્રોધાદિ દોષોનું બળ ઘટે છે અને ઉપશમભાવની પ્રાપ્તિ તથા વૃદ્ધિ થાય છે અને બીજાના કઠોર અધમ વચનો સાંભળવા છતાં, મનમાં રોષ ઉત્પન્ન થતો નથી. તેમજ સામી વ્યક્તિ પ્રત્યે દ્વેષ-દુર્ભાવ આવતો નથી. ચેતન ! જ્ઞાન પરિપક્વ બન્યું હોય તો અધમ-પુરૂષોનાં અધમ વચનો સાંભળવા છતાં, ચિત્તની સ્થિરતા, શાંતિને ધક્કો લાગતો સહજ સમાધિ • ૫૬ સહજ સમાધિ - ૫૭ Page #30 -------------------------------------------------------------------------- ________________ નથી. ચેતન, તું ચેતન જ છે; એ જ્ઞાન શ્રદ્ધાને સદા જીવંત રાખીશ, તો કઠોર તેમજ અધમ વચનોથી તારું મન ક્ષોભ નહિ પામે. • સજ્જન સન્માન : ચેતન ! સજજન પુરૂષો પ્રત્યે તારા હૃદયમાં સન્માન ધારણ કરજે. જગતમાં સજજન પુરૂષોનો સંગ મળવો દુર્લભ છે. દુર્જન પુરૂષોના સંગથી દૂર રહેજે. “જેવો સંગ તેવો રંગ.” “સોબત તેવી અસર.” આ વાત યાદ રાખજે. તારે સજજન બનવું હોય, દુર્જનતાથી બચવું હોય તો સજજન પુરૂષોને જોતાં, તેમના ગુણો સાંભળતાં, ચિત્તમાં પ્રમોદ ધારણ કરજે. પ્રસન્ન બનેલા સજજન પુરૂષો દ્વારા તને આત્માને હિતકારી એવો ઉપદેશ અને શુદ્ધમાર્ગની પ્રાપ્તિ થશે. ચેતન ! શ્રમણ ભગવાન મહાવીરનો આત્મા બીજા ભવમાં નયસાર હતો, એ પ્રસંગ તને યાદ છે ? નયસારના ભવમાં એમણે સમ્યક્ત્વની પ્રાપ્તિ શી રીતે કરી ? તેના હૃદયમાં સાધુ મહાત્માઓ પ્રત્યે જે બહુમાન, પ્રમોદ ઉત્પન્ન થયો તે જો ઇ મહાત્માઓએ તેને શાશ્વત સુખનો માર્ગ બતાવ્યો. દેવ-ગુરુ-ધર્મની ઓળખાણ કરાવી, સમ્યક્ રત્નની ભેટ આપી. બસ ચેતન ! તું પણ હવે સજજનો પ્રત્યે સદા બહુમાન-ભાવ ધારણ કરી, તેમના માર્ગને અનુસર, એ જ તારા કલ્યાણનો માર્ગ છે. ક્રોધના અનુબંધનો ત્યાગ : ક્રોધ અનુબંધ નવિ રાખીએ, ભાખીએ વયણ મુખ સાચ રે, સમક્તિ-રત્ન-રુચિ જોડીએ, છોડીએ કુમતિ મતિ કાચ રે. | ચેતન || ૩ | • અર્થ : ક્રોધની પરંપરા ન ચાલે તેની કાળજી રાખજે, સત્ય વચન બોલવાનો આગ્રહ રાખજે, સમ્યક્ત્વરૂપ રત્ન મેળવવાની રુચિ રાખજે અને કુમતિરૂપ કાચના ટુકડાનો ત્યાગ કરજે. • વિવેચન : ક્રોધ જીવનનું ઝેર છે. ક્રોધ એ અગ્નિ છે, જે માનવ-ચેતનાને, જીવતી જાગતી ચેતનાને ભડથું કરી નાખે છે. ક્રોધ, કામ અને લોભની જેમ નરકનું દ્વાર છે. ક્રોધ કષાયના પ્રબળ ઉદયથી એક પ્રકારનો આવેશ આવે છે. ક્રોધથી ચહેરો બિહામણો થઇ જાય છે, આંખો ફૂલીને લાલ ટેટા જેવી થાય છે, હોઠ ફફડે છે, શ્વાસોશ્વાસ જોરથી ચાલે છે, અમાનુષી દેખાવ અને આકૃતિ ઉગ્ર થાય છે. મોં લાલચોળ થઇ જાય છે. ન બોલવા જેવા શબ્દો બોલાઇ જાય છે. પરસ્પરની પ્રીતિનો નાશ થાય છે. શરીરનું સૌંદર્ય હણાઇ જાય છે. લોહી વેગથી ફરવા લાગે છે. જ્ઞાનતંતુઓ નબળા પડે છે. માનસિક નબળાઇ વધી જાય છે. પરિણામે વાઇ, હિસ્ટીરિયા, ગાંડપણ વગેરે અનેક રોગો પ્રગટ થાય છે. પાચનશક્તિ મંદ પડી જાય છે અને ક્યારેક આપધાત કે મરણ સુધીના પરિણામ ક્રોધથી નીપજે છે. ક્રોધ પેદા કરનાર પર રોષ પેદા થતાં મારપીટ, ભાંગફોડ અને ક્યારેક ખૂન કરવા સુધીનું મન થાય છે. ક્રોધનો ઉકળાટ શમી જતાં, લઘુકર્મી આત્માને પશ્ચાત્તાપ થાય છે. ભૂલ બદલ ક્ષમા માગવાનું મન થાય છે. જ્યારે ભારે કર્મી આત્મા, ક્રોધના આવેશ વખતે થયેલા વિચાર, આચાર અને ઉચ્ચારનું વારંવાર પુનરાવર્તન કરે છે. હે ચેતન ! અનેક ભવોની સાધના પછી, પુણ્યની પુષ્ટિ થાય છે. તે દ્વારા આત્મા, જ્ઞાનાદિ ગુણરત્નો, ઉપશમાદિ શુભ ભાવોની પ્રાપ્તિ કરે છે, પણ તેને ટકાવી રાખવા માટે સતત જાગ્રત અને સાવધાન રહેવું પડે છે. શાસ્ત્રોમાં અનેક દૃષ્ટાંતો આપેલા છે, કે કરોડ વરસના ચારિત્ર દ્વારા જે આત્મ-શુદ્ધિ મેળવી હોય તે એક ક્ષણના ક્રોધમાં નાશ પામી સહજ સમાધિ • ૫૮ સહજ સમાધિ - ૫૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ જાય છે. જેટલો પુરુષાર્થ સંપત્તિ મેળવવામાં કરાય છે, તેથી અધિક પુરુષાર્થ તેના રક્ષણ માટે કરવો જોઇએ. ચેતન ! ક્રોધાદિ કષાયોના મુળ આત્મામાં ઉંડા ઉતરેલાં છે. પણ ગમે તેવા ઉત્પન્ન થયેલા ક્રોધાગ્નિને, ક્ષમાના જળ જલ્દીથી શાંત કરી દે છે. અગ્નિને ઓલવવાનો પ્રયાસ ન થાય તો તે વધતો જશે. પ્રચંડ દાવાનળમાં પલ્ટાઇ જશે. ભયંકર નુકશાન કરનારો નીવડશે. જો આ ઉત્પન્ન થતા ક્રોધને નિષ્ફળ બનાવવામાં ન આવે, નાશ કરવામાં ન આવે તો તેની પરંપરા, અનુબંધ ચાલશે. અનુબંધ એટલે ક્રોધ કર્યા બાદ તેનું સમર્થન કરીએ તો તેની પરંપરા જે ચાલે તેને અનુબંધ કહેવાય. ચેતન ! ઉત્પન્ન થયેલો ક્રોધ હજી બહુ નુકશાન કરતો નથી, પણ તેનો અનુબંધ મહાન અનર્થની પરંપરા (પેઢી) ચલાવનાર છે. માટે ક્રોધનો અનુબંધ ન ચાલે તે માટે આવેલા ક્રોધનો આદર ન કરજે, આવકાર ન આપજે, તેને સારો માની સ્વીકાર ન કરજે. આલોચના નિંદા દ્વારા તેનો શીધ્ર નિકાલ કરી નાખજે. ચેતન ! ક્રોધનો અનુબંધ કેમ પડે, તે તું જાણે છે ? ક્રોધ થયા પછી, ક્રોધ કરનાર વ્યક્તિ, ક્રોધને સારો માને છે, કરવા યોગ્ય માને છે. મનથી એમ માને છે કે જો આવા પ્રસંગે ક્રોધ ન કરીએ તો સામી વ્યક્તિ માથા પર ચઢી બેસે અને કાયમ માટે તેનાથી દબાતા રહેવું પડે અને અમે પણ કાંઇ કાયર નથી કે બીજાનું ગમે તેવું વર્તન સહન કરી લઇએ. અમે પણ કંઇ કમ નથી. તેથી અમે જે કાંઇ કર્યું છે, તે બરાબર જ કર્યું છે, એને તો એવો પરચો બતાવી જ દેવો જોઇએ કે ફરીથી તે મારી સામું માથું જ ન ઉંચકે... આ રીતે ક્રોધના સમર્થક, ક્રોધને પોષક અશુભ વિચારો કરવાથી, ક્રોધનો અનુબંધ પડી જાય છે. અનુબંધને રોકવા, થયેલા ક્રોધની આલોચના દ્વારા ક્ષમાપના કરવામાં ન આવે તો મનમાં જીવનપર્યત વેર વિરોધની ગાંઠ બંધાઇ જાય છે અને તે ક્રોધ અનંતાનુબંધી બની જઇ આત્માને નરકગામી બનાવે છે. એટલું જ નહીં પણ અનંતકાળ સુધી ભવમાં ભ્રમણ કરાવે છે. વેરની પરંપરા ચલાવે છે. ચેતન ! લમણા સાધ્વીજીનો પ્રસંગ તને યાદ છે ? અશુભ વિચારની આલોચના કરવામાં કરેલી માયાની આલોચના ન કરી, એથી એવો અનુબંધ પડી ગયો કે ૮૪ ચોવીસી સુધીનો સંસાર વધી ગયો અને કરેલી આ માયાના ફળ રૂપે વારંવાર સ્ત્રી અને તિર્યંચના અવતાર લેવા પડ્યા. ચેતન ! તું ચેતી જા. ક્રોધાદિ કષાયોનો અનુબંધ ભલભલાને પણ દુ:ખી દુ:ખી કરી મૂકે છે, તો તારી અને મારી શી વિસાત? ક્રોધ થાય પણ તેનો અનુબંધ ન પડી જાય તેની કાળજી રાખજે. તે માટે ક્ષમા - પ્રાયશ્ચિતના જળથી, આત્માનું પ્રક્ષાલન કરતો રહેજે. • ક્રોધ અનુબંધ નિવારક ઉપાય : > ક્રોધ આવે ત્યારે ક્રોધજનક વસ્તુ, વ્યક્તિ કે વિચારથી દૂર થઇ જજે. ક્રોધાવેશ વખતે મૌન રહેજે. ક્રોધ આવે ત્યારે વારંવાર અરિહંત પરમાત્માનું - ઇષ્ટદેવનું સ્મરણ કરજે. અપમાન સહન કરવાની ટેવ પાડજે. નુકશાન અપમાન કરનારને થાય છે, સહન કરનારને નહીં. ક્ષમાપના એ જ ધર્મ છે, તેને હૈયામાં ધારણ કરજે. > જે માણસ ક્ષમા આપતા શીખે છે, તેને માટે ભવભ્રમણ રહેતું નથી.. જે સહન કરતાં શીખે છે, તેને બદલામાં મોક્ષના અનંત સુખો મળે છે. A A A A A સહજ સમાધિ • ૬૦ સહજ સમાધિ • ૬૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ અંતે તો સત્યનો જ વિજય થાય છે, અસત્યનો નહીં. > ક્રોધ કરતાં માયાળુ વર્તનથી ધારેલું કામ સારી રીતે પાર પડે છે. બળતા તણખલાથી સાગરનું પાણી ઉકળી શકે નહિ તેમ ક્રોધથી કોઈ પુરુષાર્થ સિદ્ધ થઈ શકતો નથી. > નમ્રતાને કાંઈ અસાધ્ય નથી. ક્રોધ ઉપર કાબૂ ધીરે ધીરે મેળવવાના આ ઉપાયોનું તું સદા સેવન કરજે. ક્રોધની જેમ માન, માયા અને લોભ કષાયના અનુબંધના ભયંકર પરિણામ જાણીને હે ચેતન ! આ ક્રોધાદિ કષાયના અનુબંધનો સર્વથા ત્યાગ કરવા તત્પર રહેજે; જેથી સર્જન અને સંતપુરુષોનો સમાગમ સુલભ બને અને સંસારની યાત્રાનો અંત જલ્દી આવી શકે. શાંત, દાંત, ગુણવંત સંતોની સેવા અને સમાગમ જ વિષય - કષાયને નિવારી, જ્ઞાન દર્શન ગુણાદિને પ્રગટ કરી, આત્માને શમરસમાં ઝીલવા સમર્થ બનાવે છે. • સત્ય વચન : ચેતન ! ક્ષમાદિ સહજ ગુણોની પ્રાપ્તિ માટે અને રક્ષા માટે બીજી મહત્ત્વની વાત યાદ રાખજે. હંમેશા હિત, મિત, મધુર અને સત્ય વચન બોલજે. સત્ય વચન જ સજજન પુરુષનું ભૂષણ છે. સજજનો સદા પરહિતમાં તત્પર હોવાથી, હિતકર, પરિમિત અને મધુર વચન બોલે છે. હકીકત તો એ છે કે જેમનામાંથી ક્રોધાદિ કષાયોના દાહ ઉપશાંત થઇ ગયા છે, તેમનું વચન મધુર અને સત્ય જ હોય. આવું વચન બોલનાર વ્યક્તિ સર્વને પ્રિય બને છે. સર્વનો મિત્ર બને છે. આવી વ્યક્તિનાં વચનો, સર્વને આદરણીય અને આચરણીય બને છે. ચેતન ! તારા શબ્દો તારા અંતરને કહે છે. જો તારામાં સમ્યગુ જ્ઞાન પરિણત બન્યું હશે. મોહનો સંતાપ દૂર થયો હશે, ચિત્ત ઉપશમ ભાવથી ભીંજાયેલું - વાસિત હશે, તો તારા મુખમાંથી નીકળતાં વચનો બીજાને હિતકારી, મધુર અને સત્યના પક્ષપાતી હશે. ચેતન ! કઠોર, કડવાં અને અપ્રિય વચનોથી સ્વ – પરનું કેટલું નુકશાન થાય છે તે તું જાણે છે ? દ્રોપદીનાં વચનો સત્ય હતાં, છતાં કઠોર અને કર્ણને અપ્રિય બન્યાં. પરિણામે મહાભારતનું ભયંકર યુદ્ધ સર્જાયું. કઠોર વચનો, કૌટુંબિક સંબંધોને પણ પળવારમાં છિન્ન-ભિન્ન કરી નાખે છે. પિતાપુત્ર, પતિ-પત્ની, ભાઇ-ભાઇ, મિત્ર-મિત્ર, ગુરુ-શિષ્ય, શેઠનોકરના વરસો જૂના સંબંધોને પળવારમાં તોડવાની તાકાત એક કઠોર વચનમાં છે. અસત્ય અને કર્કશ બોલનાર વ્યક્તિ કોઇના પણ પ્રેમ અને વિશ્વાસનું પાત્ર બની શકતી નથી. આપણી વાણી, આપણી ભાષા એ આપણી મનોદશાનું, મનનું પ્રતિબિંબ છે. ભાષાશુદ્ધિ એ જીવનશુદ્ધિ છે. જૈન દર્શનમાં બતાવેલ ભાષા સમિતિ અને વચન ગુપ્તિ એ આધ્યાત્મિક સાધનાનાં અંગો છે. ચેતન ! બોલવાની તારી રીત, પદ્ધતિ એવી હોય કે સાંભળનારને એ પ્રિય, હિતકારી અને આનંદ આપનારી જ બને. ચેતન ! જગતને વશ કરવાની કલા તારે જાણવી છે ? નેપોલિયન, હિટલર વિશ્વયુદ્ધ ખેલીને લાખોનો સંહાર કર્યો. છતાં તેઓ વિશ્વને વશ કરી ન શક્યા. જયારે મધુર, પ્રિય, સત્ય વાણી બોલનાર સમગ્ર જગતનું વશીકરણ કરી શકે છે. હિત, મિત અને સત્યવચન બોલવું એ જ વશીકરણનો મંત્ર છે. તારા જીવનમાં આ મંત્રને આત્મસાત્ કરી લે. વિચારમાં પાણી લે અને આચારમાં મઢી દે, તો સમગ્ર જગત તારું મિત્ર બની જશે અને તે પણ જગતનો મિત્ર બની જઇશ. ચેતન ! આ બધી હિત-શિક્ષાને તું પ્રસન્નતાપૂર્વક અને સહજ સમાધિ • ૬૨ સહજ સમાધિ • ૬૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ આનંદથી સાંભળી રહ્યો છે, તેથી મને લાગે છે કે તારામાં ગુણરુચિ, ગુણાનુરાગ, ગુણ-બહુમાન પ્રગટ્યાં છે. અજ્ઞાન અને મિથ્યાત્વના અંધકારમાં આજ સુધી તને ગુણ-દર્શન થયું નથી. એથી તે પોતાના દોષોને પોષવાનું અને પારકા દોષોને જોવાનું, પ્રચારવાનું જ કામ ચાલુ રાખ્યું છે. પરમ પુણ્યોદયે તું દુર્લભ મનુષ્યભવ પામ્યો છે, તો હવે તું તારા જ્ઞાનને અજવાળ. મનુષ્યજીવનના પરમકર્તવ્યને સમજ. અમૂલ્ય એવો આ જન્મ નિષ્ફળ ન જાય, ભાવિનાં દુઃખ, આપત્તિઓનું કારણ ન બને તે માટે હિત-અહિત, કર્તવ્ય-અકર્તવ્ય, પ્રાપ્તવ્ય-અપ્રાપ્તવ્યનો વિવેક કર. એના ભેદને સમજ. ચેતન ! આજ સુધી તે અર્થ-કામને જ જીવનનું સાધ્ય બનાવી, તેમાં જ સુખની કલ્પના કરી અને તે મેળવવા અને માણવા ખૂબ મચ્યો અને આત્માના આવ્યાબાધ, અક્ષય, અનંત, સહજ સુખથી વંચિત રહ્યો. કાચના ટૂકડામાં મોહિત બની રત્નને ગુમાવ્યું. ચેતન ! અનાદિની આ ભૂલને સુધારવાનો અવસર આજે આવ્યો છે. ક્ષણિક સુખને છોડી, શાશ્વત સુખને ઇચ્છતો હોય તો તારી રુચિનું પરિવર્તન કર. કાચના ટૂકડાની રુચિને ત્યાગી, સમ્યકત્વની રુચિ પ્રગટાવ - સમ્યક્ત્વ એ જાતિ રત્ન છે. અનંત સુખના નિધાનનું મૂળ છે. સમકિત, શ્રદ્ધા, સમ્યક્ત્વ, સમ્યગુ દર્શન એ એકાÁક શબ્દો છે. સમ્યક્ત્વ વિનાનું જ્ઞાન, અજ્ઞાન કહેવાય છે. સમ્યક્ત્વ વિનાનું ચારિત્ર પણ બાહ્યવેશ હોવાથી મોક્ષ સાધક બનતું નથી. સમકિત રત્ન અમૂલ્ય અને અતિદુર્લભ છે. ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી ‘ઉવસગ્ગહર સ્તોત્રમાં ફરમાવે છે. ‘ચિંતામણી અને કલ્પવૃક્ષ કરતાં પણ અધિક પ્રભાવી એવા સમ્યક્ત્વની પ્રાપ્તિ થતાં જીવો નિર્વિઘ્નપણે અજરામર સ્થાન, મોક્ષને પ્રાપ્ત કરે છે.' ચેતન ! સમ્યકત્વની પ્રાપ્તિ થતાં તને જે સુખનો અનુભવ થશે, તે અપૂર્વ હશે. અવર્ણનીય હશે. એકવાર તે સુખનો આસ્વાદ માણ્યા પછી, સંસારનાં તુચ્છ વિષય સુખોમાં તને આનંદ નહિ આવે. સંસારનું સુખ વિષ સમાન, આત્માના ભાવ પ્રાણોનો નાશ કરનાર લાગશે. ચેતન ! સમ્યક્ત્વ રત્નની રુચિ પ્રગટાવ. અનંત ભવોમાં દુર્લભ સમ્યકત્વ-રત્ન તને આ ભવમાં પ્રાપ્ત થઇ શકે તેમ છે. ચક્રવર્તી, ઇન્દ્રને જે સુખ છે, તેનાથી અનંત ગુણ અધિક સુખ સમ્યક્ત્વ પ્રાપ્તિ થતાં અનુભવાય છે. સમ્યક્ત્વ રત્નની પ્રાપ્તિ થયા પછી, તારો સંસાર અલ્પ બની જશે. દુર્ગતિ તારાથી દૂર રહેશે, એટલું જ નહીં, અનાદિની કુમતિ – વિપરીત બુદ્ધિ, સુમતિ બની જશે. તારું અજ્ઞાન જ્ઞાન બની જશે. • કુમતિનો ત્યાગ : ચેતન ! તને આજ સુધી સંસારમાં ભટકાવનાર તારી કુમતિ, દુષ્ટબુદ્ધિ હતી. કુમતિના સંગે તેં ઘણું દુઃખ સહન કર્યું. ઘણું ઘણું ગુમાવ્યું. કુમતિએ તને પરમાત્મા-ગુરુ અને સદ્ ધર્મની ઓળખાણ થવા ન દીધી. તેનાથી દૂર રાખ્યો. તારું સ્વરુપ ભૂલાવ્યું. આત્મતુલ્ય જીવો સાથે વેર કરાવ્યાં. હવે કુમતિનો ત્યાગ કર, કુમતિ રૂપ કાચને ફેંકી દે. કુમતિને સુમતિ બનાવવાનો ઉપાય એક જ છે. સમ્યકત્વ. તેને પ્રાપ્ત કર. પારસમણી લોઢાને સોનું બનાવે તેમ આ સમ્યકત્વ કુમતિને સુમતિ બનાવે છે. ચેતન ! સુમતિ આવ્યા બાદ તને તારા સહજ સ્વરૂપનો બોધ અને અનુભવ થશે. સાર તત્ત્વ સાંપડશે. જગતના સર્વ જીવોમાં તને મિત્રની બુદ્ધિ થશે. વિશ્વમૈત્રી અને વસુધૈવકુટુંબકમની પવિત્ર ભાવના તારા હૃદયમાં વહેતી થશે. સહજ સમાધિ • ૬૪ સહજ સમાધિ • ૬૫ Page #34 -------------------------------------------------------------------------- ________________ > સુદેવ-સુગુરૂ-સુધર્મની ઓળખ થશે. > શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થશે. એક વાર શુદ્ધ માર્ગે ચઢ્યા પછી મોક્ષની પ્રાપ્તિ દૂર નથી. માટે તને એક જ શિખામણ આપું છું, સમ્યકત્વ રત્નની રુચિ પ્રગટાવ - તેની તીવ્ર તમન્ના ઉત્પન્ન કર. (૧) શરણાગતિ-ચતુઃ શરણ : શુદ્ધ પરિણામને કારણે, ચારના શરણ ધરે ચિત્ત રે, પ્રથમ તિહાં શરણ અરિહંતનું, જેહ જગદીશ જગમિત્તરે. _| ચેતન | ૪ | જે સમોસરણમાં રાજતા, ભાંજતા ભવિક સંદેહ રે, ધર્મના વચન વરસે સદા, પુષ્પરાવર્ત જિમ મેહ રે. || ચેતન | ૫ || અર્થ : હે આત્મન્ ! આત્મ પરિણામને વધુ વિશુદ્ધ બનાવવા માટે અરિહંતાદિ ચારેના શરણને ચિત્તમાં ધારણ કરી રાખવાં જોઇએ. તેમાં પ્રથમ જગતના ઇશ-સ્વામી અને જગતના પરમ મિત્ર એવા અરિહંત પરમાત્માનું શરણ સ્વીકારવું, જેઓ સમવસરણમાં બેસીને પુષ્પરાવર્ત મેઘની જેમ ધર્મ વચન રૂપ જળવૃષ્ટિ કરી, ભવ્ય જીવોના સર્વ સંશયોને દૂર કરે છે. • વિવેચન : આપણા ઉપર અરિહંત પરમાત્માનો ઉપકાર અનંત છે. અરિહંત પરમાત્માની આરાધના એ શુદ્ધ આત્મ-સ્વરૂપની આરાધના છે. જે અરિહંતને ઓળખે છે, તે આત્માને ઓળખે છે. આત્મ સ્વરૂપનો અનુભવ કરવામાં અરિહંત પરમાત્મા એ પુષ્ટ નિમિત્ત છે. અરિહંત પરમાત્માનું ધ્યાન એ જ દ્રવ્ય-ગુણ-પર્યાયથી – પોતાના શુદ્ધ આત્માનું ધ્યાન છે. નિરાધાર એવા આત્માને અનંત ગુણો પ્રગટાવવાનો આધાર અરિહંત પરમાત્મા છે. કહ્યું પણ છે; અરિહંત સિદ્ધ પરમાત્મા, શુદ્ધ સરૂપી જેહ; તેહના ધ્યાન-પ્રભાવથી, પ્રગટે નિજ ગુણ ગેહ.’ તેથી પોતાના દેહ-ગેહમાં ગુણસાગર એવા અરિહંત પરમાત્માને વસાવવા જોઇએ. તેમનું વારંવાર સ્મરણ, ધ્યાન કરવું જોઇએ. શ્રી અરિહંત પરમાત્મા ત્રણ લોકના નાથ છે. રાગ દ્વેષના વિજેતા છે, વિના માગે સુખને આપનારા છે, તેથી ચિંતામણિથી પણ અધિક છે. પરાર્થ-પારાયણ, નિષ્કારણ ઉપકારી, ભવ-ભયભંજક, અનંત-કરુણાના સાગર, તરણતારણ, પતિત-પાવન, દુ:ખી-જન-વત્સલ, દેવાધિદેવ અરિહંત પરમાત્મા છે. દુનિયામાં શુભ ભાવ, શુદ્ધ ભાવ, શુદ્ધ ધર્મ આપનાર એક અરિહંત પરમાત્મા છે. અન્ય જે નિમિત્તોથી શુભ શુદ્ધ ભાવ ઉત્પન્ન થાય છે તેના મૂળમાં પણ મુખ્ય કારણ અરિહંત પ્રભુ છે. • આ જગતમાં સાચું શરણ કોણ છે ? નિશ્ચય દૃષ્ટિથી જે મારો શુદ્ધ ભાવ છે, તે જ મારું શરણ છે અને તે શુદ્ધ ભાવ અરિહંત પરમાત્મા છે. જેવું અરિહંતનું સ્વરૂપ છે, સિદ્ધનું છે, તેવું જ આત્માનું સ્વરૂપ છે. માટે એ સ્વરૂપનું શરણ લેવાથી કોટિ કલ્યાણ પ્રગટે છે, અજ્ઞાન દૂર થાય છે. જ્ઞાન પ્રગટે છે. હે ચેતન ! તું આ વાત ધ્યાનમાં લે. જેહ ધ્યાન અરિહંતકો, સો હિ આતમ ધ્યાન, ફેર કછુ ઇણમે નહીં, એહિ જ પરમ નિધાન.” માટે - વિચારવા જેવું આ છે, તે વિચારી લે. > કરવા જેવું આ છે, તે કરી લે. > સાધવા જેવું આ છે, તે સાધી લે. સાધનાની આ ભૂમિકામાં સહુ પ્રથમ જ્ઞાન પ્રકાશ પ્રાપ્ત થતાં, મોહનો સંતાપ જશે અને ક્રોધાદિ અશુભ ભાવોનો ઉપરમ થશે. તેથી સહજ સમાધિ • ૬૬ સહજ સમાધિ • ૬૭ Page #35 -------------------------------------------------------------------------- ________________ તું અવશ્ય શુદ્ધ પરિણામવાળો બનીશ. તારા ચિત્તની વિશુદ્ધિ થશે, ચિત્ત નિર્મળ બનશે. નિર્મળ ચિત્તમાં - સંસાર દુ:ખની ખાણ છે, વિષમ વ્યાધિથી ભરેલો છે, ભીમ ભયંકર ભયાનક છે, અસાર અને અશરણ છે – આ વાત તારા અનુભવમાં આવશે. જગતના સઘળા પદાર્થો અને વ્યક્તિની અનિયતા સમજાશે. સુખ-સંપત્તિ-સમૃદ્ધિ પરિવાર, પદ, પદવી, પ્રતિષ્ઠા બધું જ અસ્થિર છે, કોઈ તારું થાય તેમ નથી. આપત્તિમાં તને કોઇ શરણ આપી રક્ષણ કરી શકે તેમ નથી. વ્યાધિ કે મરણની પીડામાં પણ આશ્વાસન આપે તેમ નથી. સંકટ સમયે પોતાના ગણાતા પણ પરાયા બની જશે, તેનો તું ખ્યાલ કર. માટે જ ચેતન ! તને કહું છું, જગતમાં શરણ આપનાર કોઇ હોય તો તે ચાર જ છે. અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ. આપત્તિમાં સહાય કરે, રક્ષણ કરે તે જ સાચા શરણ્ય કહેવાય. જે પોતે સર્વ ભય, સંક્લેશ આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત હોય તે જ બીજા ને ભયમુક્ત બનાવી શકે. • અરિહંત શરણ : 'अभयदयाणं चक्खुदयाणं मग्गदयाणं सरणदयाणं बोहीदयाणं धम्मदयाणं' ‘ભવ્ય જીવોને અભય, વિવેકચક્ષુ, માર્ગ શરણ, બોધિ અને ધર્મ આપનારા છે.” શ્રી અરિહંત પ્રભુની અપૂર્વ દાનશક્તિને ‘શક્રસ્તવ'માં બિરદાવી છે. હે ચેતન ! તું વિચાર તો કર. અરિહંતાદિ ચાર સિવાય આ જગતમાં કોણ સંપૂર્ણપણે ભયમુક્ત છે? દુ:ખમુક્ત છે ? જગત આખું દુઃખથી, ભયથી ભરેલું છે. તેની પાસે શરણની આશા રાખવી અસ્થાને છે. આજ સુધી તું જગતમાં ઘણું ભટક્યો. ઘણા દુઃખ, ભય, દર્દ, વેદનાઓમાંથી તું પસાર થયો, પણ તેમાં શરણભૂત કોણ બન્યું? કોઇ જ નહિ. હવે તારે સુરક્ષિત બનવું હોય, નિર્ભય બનવું હોય તો અરિહંતાદિનું શરણ સ્વીકારી લે. યોગ્યને, સમર્થને શરણે જવાથી રક્ષણ થાય છે. ચારમાં સહુ પ્રથમ શરણદાતા અરિહંત પરમાત્મા છે. કારણ કે તેઓ જગતના ઇશ - માલિક છે અને જગતના મિત્ર છે. પરમ દયાળુ છે. પરમ હિતેષી છે. ભવરોગના કુશળ વૈદ છે. જગતના સ્વામી છે. સ્વામીનું કર્તવ્ય છે કે પોતાના આશ્રિત જનનું પાલન કરવું, રક્ષણ કરવું અને મિત્ર તો આપત્તિમાં સહાય કરવા સદા તૈયાર હોય જ. સંસારમાં કરેલા સ્વામી, મિત્રો કદાચ વિશ્વાસઘાત કરે, કર્તવ્ય ચૂકે પણ અરિહંત પરમાત્મા તો સાચા સંરક્ષક છે. જે કોઇ તેમનું શરણ સ્વીકારે છે તેનું આ ભવમાં તો રક્ષણ કરે છે એટલું જ નહીં પણ ભવોભવમાં, જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી પોતાના આશ્રિતને ભૂલતાં નથી. તેની બધી જરૂરિયાતો પૂરી કરે છે. આવતી આપત્તિઓમાંથી ઉગારે છે. સર્વ પ્રકારની ચિંતાઓમાંથી મુક્ત કરે છે. ચેતન ! આવા સ્વામી મળ્યા પછી બીજા પાસે જવું એ તો કલ્પવૃક્ષને છોડી ધતુરાને પકડવા જેવું છે. અરિહંત પરમાત્મા શરણાગત-વત્સલ છે. પતિતને પાવન કરનારા છે. વિશ્વના જીવો ઉપર સર્વોત્કૃષ્ટ ઉપકાર કરનાર જો કોઈ હોય તો તે એક માત્ર અરિહંત પરમાત્મા છે. આ દુનિયામાં તેમની તોલે આવી શકે એવો કોઇ નથી. પ્રભુ અદ્વિતીય છે. નિરૂપમ છે. શાશ્વત મંગલ સ્વરૂપ છે. ભયંકર ભવ વ્યાધિમાં ભયભીત બનેલા ભવ્ય પ્રાણીઓના સર્વ કર્મ રોગોનો મૂળથી નાશ કરી પરમ આરોગ્ય સુખ પ્રાપ્ત કરાવે છે. પ્રભુ પોતાના નામ, સ્મરણ, દર્શન, પૂજન, ધ્યાન કરનાર દાસને પોતાની સમાન પરમાનંદ પદ આપે છે. અનંત જ્ઞાન ધનના નિધાન પ્રગટાવી પરમેશ્વર બનાવે છે. અરિહંત પરમાત્માનો આ અસીમ ઉપકાર છે. સહજ સમાધિ • ૬૮ સહજ સમાધિ • ૬૯ Page #36 -------------------------------------------------------------------------- ________________ હે ચેતન ! તેઓ માર્ગદર્શક છે. મોક્ષ માર્ગના દાતાર છે. માટે જ શ્રી નમસ્કાર મહામંત્રમાં નમો અરિહંતાણં' પદ દ્વારા સૌ પ્રથમ નમસ્કાર તેમને કરવામાં આવ્યો છે. શ્રી અરિહંત પરમાત્મા ભવ અટવીમાં સાર્થવાહ છે. અટવીમાં માર્ગ ભૂલેલાને, સાચો માર્ગ બતાવવો એ મહાન ઉપકાર છે. મિથ્યાત્વ અને અજ્ઞાન અંધકારમાં માર્ગ ભૂલેલા જીવો અનાદિકાળથી ચતુર્ગતિરૂપ સંસારમાં ઘેરાયેલા છે. તેથી તેઓ આત્મ કલ્યાણકારી સન્માર્ગને જાણી શકતા નથી. ઉન્માર્ગે ચાલીને અનેક પાપ કર્મો કરી દુર્ગતનાં ભયંકર દુઃખોથી પીડિત બને છે. જીવોની આ દુર્દશા જોઇને કરુણાના સાગર પરમાત્મા, જે માર્ગે ચાલીને પોતે શાશ્વત, અનંત, સહજ સુખને પામ્યા, તે માર્ગ બધાને પમાડું એવી ‘સવી જીવ કરૂં શાસન રસી'ની મહાન ભાવનાથી તીર્થંકર પદવી પામે છે અને કેવળજ્ઞાન પામીને ધર્મતીર્થની સ્થાપના કરે છે. પ્રતિદિન સમોસરણમાં બેસી તેઓ પુષ્કરાવર્તમેઘની જેમ ધર્મ દેશનાનો ધોધ વહાવે છે. પરમાત્માની ધર્મ દેશનાના શ્રવણથી અનેક આત્માઓ બોધિ પામે છે. દેશિવરતિ અને સર્વવરિત પામી મોક્ષ માર્ગના મુસાફર બને છે. પૂર્ણતાના પંથે પ્રયાણ કરે છે. ચેતન ! અરિહંત પરમાત્માની ધર્મ દેશનાનું પાન દેવ-મનુષ્ય તો કરે પણ તિર્યંચો પણ કરે છે અને તેનો પ્રભાવ એવો હોય છે કે એ દેશના દ્વારા ભવ્ય જીવોના મનોગત સંશયો નાશ પામે છે. સમ્યક્ બોધની પ્રાપ્તિ થાય છે. તત્ત્વનો નિર્ણય પામે છે. આ રીતે દેશના દ્વારા અરિહંત પરમાત્મા જગતના જીવોને મોક્ષમાર્ગનું દાન કરી મહાન ઉપકાર કરે છે. માટે જ તેઓ જગતના દીપક છે. જગતના જીવોના ચક્ષુ છે. જીવોને જ્ઞાન ચક્ષુ આપનાર છે. જ્ઞાનચક્ષુ દ્વારા તત્ત્વદૃષ્ટિ ખૂલે છે અને તત્ત્વદૃષ્ટિ દ્વારા શાશ્વત સુખના માર્ગને જાણી, તેની શ્રદ્ધા કરી તેના ઉપર ચાલી જીવો શીઘ્ર મુક્તિપદને પ્રાપ્ત કરે છે. સહજ સમાધિ • ૭૦ તેથી હે ચેતન ! તું પણ સદા અરિહંત પરમાત્માનું ભાવપૂર્વક શરણ સ્વીકારી લે અને તેમના ચીંધેલા માર્ગે ચાલવાનો નિર્ણય કરી, તેમની ભક્તિમાં એકાકાર બની, હૃદયેશ્વર પ્રભુને પ્રાર્થના કર. अन्यथा शरणं नास्ति, त्वमेव शरमं मम । तस्मात् कारुण्य भावेन, रक्ष रक्ष जिनेश्वर ! ॥ હે જિનેશ્વર પરમાત્મા ! તમારા સિવાય મારે કોઇનું શરણ નથી. મારે તો માત્ર આપનું જ શરણ છે. તેથી હે કરુણાસાગર પ્રભુ ! આ શરણાગતિની રક્ષા કરજો, કરુણા લાવી મને આ ભયંકર ભવાટવીથી પાર ઉતારજો. (૨) સિદ્ધશરણ : શરણ બીજું ભજે સિદ્ધનું, જે કરે કર્મ ચકચૂર રે, ભોગવે રાજ્ય શિવનગરનું, જ્ઞાન આનંદ ભરપૂર રે. || ચેતન | ૬ || અર્થ : આઠે કર્મનો સંપૂર્ણ ક્ષય કરી, મોક્ષનગરના મહાન રાજ્યના ભોક્તા, જ્ઞાન અને આનંદથી પરિપૂર્ણ એવા સિદ્ધ ભગવાનનું શરણ સ્વીકારવું. • વિવેચન : સિદ્ધ પરમાત્માનાં જન્મ-મરણ સર્વથા ક્ષીણ થયાં છે. કર્મરૂપી કલંકથી તેઓ રહિત છે. સર્વ પ્રકારની પીડાઓ, દુઃખોથી મુક્ત છે. સંપૂર્ણ જ્ઞાન અને દર્શન તેઓને પ્રગટ થયાં છે. જગતના કોઇ સુખની ઉપમા ન ઘટે તેવા અનુપમ, નિરુપાધિક સુખને તેઓ પામેલા છે અને જેઓ સર્વથા કૃતકૃત્ય છે, તેવા મુક્ત આત્માઓનું ધ્યાન પરમપદ પમાડનાર છે. મુક્ત-સિદ્ધ પરમાત્માના ગુણોનો પોતાનામાં અભેદ આરોપ કરવો તે પોતાના આત્માને પણ સિદ્ધ સ્વરૂપ થવાનું સામર્થ્ય બક્ષે છે. સહજ સમાધિ * ૭૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ મુમુITનામાભિધ્યારોપUTમ્ (૨૪. ધ્યાન વિચાર) કહ્યું પણ છે - ‘રૂપાતીત સ્વભાવવાળા કેવળજ્ઞાન અને કેવળદર્શન સ્વરૂપ, પરમાનંદમય સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરવાથી ધ્યાતા પણ અનંત ગુણમય સિદ્ધ ભગવાન બને છે.” ધ્યાતાનો ઉપયોગ સિદ્ધ પરમાત્માના આકારે પરિણમે છે ત્યારે ઉપયોગથી અભિન્ન આત્મા પણ સિદ્ધ કહેવાય છે. સંસારી આત્મા અનાદિકાળથી દેહાદિ પરપદાર્થો સાથે અભેદપણાનો - એકતાનો અનુભવ કરતો આવ્યો છે, પરંતુ દેહાદિથી ભિન્ન અને સત્તાએ સિદ્ધ સદેશ એવા આત્મતત્ત્વને જાણી શક્યો નથી. હકીકતમાં આ જીવે દેહ સાથેની એકતાનો અનુભવ ભવોભવમાં કર્યો છે, તેથી તે તેને સુલભ છે, પરંતુ દેહથી ભિન્ન સિદ્ધ સમાન આત્માને અનુભવવાનો અભ્યાસ ક્યારેય પણ કર્યો નહિ હોવાથી તે ભેદ-જ્ઞાન તેને અત્યંત દુર્લભ છે. પણ પ્રબળ પુણ્યોદયે સદ્ગુરુનો સુયોગ થતાં જીવનાં દિવ્યચક્ષુ ઊઘડે છે ત્યારે અવિદ્યાનો અંધકાર નાશ પામી જતાં, સ્વઆત્મામાં જ પરમાત્માનું પવિત્ર દર્શન થાય છે, તેને જ નિશ્ચયથી આત્મદર્શન, સમ્યગુજ્ઞાન અને મુનિપણું કહેવાય છે. અરિહંત પરમાત્માનું આલંબન-ધ્યાન સિદ્ધ થયા પછી ત્રણ લોકના નાથ, પરમેશ્વર સિદ્ધ-પરમાત્માનું શરણ સ્વીકારી તેમના ગુણોનું વારંવાર મનથી ચિંતન, મનન અને નિદિધ્યાસન કરવું જોઇએ. જે પરમાત્મા સયોગી કેવળી અવસ્થામાં સાકાર હતા, તે સિદ્ધ અવસ્થામાં નિરાકાર અક્રિય, પરમાક્ષર, નિવિર્કલ્પ, નિષ્કલંક, નિષ્કપ, નિત્ય અને નિજાનંદ સ્વરૂપને ધારણ કરે છે. તેઓના જ્ઞાનમાં સકળ ચરાચર પદાર્થો શેયરૂપે પ્રતિબિંબિત થાય છે, તેથી તે વિશ્વરૂપ છે. મિથ્યાષ્ટિ જીવોને અગમ્ય હોવાથી તેમનું સ્વરૂપ અદ્ભુત, અમૂર્ત કહેવાય છે. જેઓ સદા અભયસ્વરૂપ છે. કૃતાર્થ અને કલ્યાણરૂપ છે. શાંત, નિષ્કલ, અશરીરી અને શોકરહિત છે. પૂર્ણ શુદ્ધ છે. અત્યંત નિર્લેપ છે. જ્ઞાન સામ્રાજયમાં પ્રતિષ્ઠિત છે. અનંત વીર્યયુક્ત મહાપરાક્રમી અને પુરાતન છે. સદા જ્યોતિર્મય છે. વીતરાગ-સર્વજ્ઞ છે. જેમનું સ્વરૂપ બાહ્ય ભાવોથી અગ્રાહ્ય છતાં અંતરંગ ભાવોથી ગ્રાહ્ય બની શકે તેવું છે. આવું સહજ શુદ્ધ આત્મ-સ્વરૂપ સિદ્ધ પરમાત્માને પ્રગટ છે. એવા નિષ્પન્ન, અત્યંત અવ્યાબાધ સુખમય સિદ્ધ પરમાત્મા સર્વ જગતને વંદનીય છે. સર્વ મુમુક્ષુ આત્માઓએ, ભવ વ્યાધિનો નાશ કરનાર, સિદ્ધ પરમાત્માના સ્વરૂપનું શરણું લેવું જોઇએ. તેઓના ગુણ-સમૂહનું વારંવાર સ્મરણ-ધ્યાન કરવું જોઇએ. જેથી સ્વ આત્મ-સ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત થાય. સ્વ આત્માનું શુદ્ધ સ્વરૂપ માણી શકાય. હે ચેતન ! અરિહંત પરમાત્માએ ચીંધેલા માર્ગે ચાલતાં ચાલતાં તું છેક અરિહંતગતિએ પહોંચી જઇશ. તું સિદ્ધ પરમાત્માને ઓળખે છે ? અપેક્ષાએ કહી શકાય કે અરિહંત પરમાત્મા કરતાં પણ સિદ્ધ ભગવંતોના ઉપકાર અધિક છે. અરિહંતો પણ વાણીથી અગોચર, અવ્યક્ત, શબ્દરહિત, દેહરહિત, જન્મ-મરણ રહિત, ભવ ભ્રમણથી મુક્ત, એવા સિદ્ધોનું ધ્યાન ધરીને જ કેવળજ્ઞાન અને મુક્તિ પામે છે. સિદ્ધ પરમાત્મા સ્વરૂપ રમણી છે. સ્વરૂપ ભોગી છે. આત્માના પૂર્ણ-સંપૂર્ણ અને શુદ્ધ સ્વરૂપને વરેલા છે. જેમનાં આઠેય કમ નિર્મળ થયેલાં છે, ક્ષય પામી ગયેલાં છે. એવા સિદ્ધ ભગવંતોનું જે કોઇ ધ્યાન કરે છે, તેનાં પણ આઠેય કમ ચકચૂર બની જાય છે. ભવ્ય જીવોને ધ્યાન અવસ્થામાં આલંબન રૂપ બની તેમની સત્તામાં રહેલાં અનંત જ્ઞાન અને અનંત આનંદને પ્રગટ કરે છે. ચેતન ! સિદ્ધ ભગવંતો સિદ્ધ શિલા ઉપર બિરાજમાન છે અને ત્યાં આત્માના અનંત જ્ઞાન, આનંદના સામ્રાજયને ભોગવે છે. સહજ સમાધિ • ૭૨ સહજ સમાધિ • ૭૩ Page #38 -------------------------------------------------------------------------- ________________ આત્માનું વિશુદ્ધ સ્વરૂપ પ્રગટેલું હોવાથી તેઓ પૂર્ણાનંદી છે. અશરીરી હોવાથી કોઇ પણ પ્રકારની આધિ, વ્યાધિ, ઉપાધિ, ભય, શોક, ચિંતા, વેદના, વ્યથા તેમને નથી. જન્મ-મરણથી રહિત હોવાથી અજરામર છે. ચેતન ! સિદ્ધોની આ અવસ્થા શાશ્વત અને અખંડ છે. સાદિ અનંતકાળ તેઓ આત્માના જ્ઞાન-આનંદના સામ્રાજયને ભોગવે છે અને જગતને શાશ્વતપદના પ્રતીક રૂપે હોવાથી, તેમનું શરણ સ્વીકારવા યોગ્ય છે. જે કોઇ સિદ્ધ ભગવંતનું શરણ સ્વીકારે છે, તેના જીવનમાંથી અનિત્ય પદાર્થોનો રાગ ઘટે છે અને ક્ષાયિકનિત્યભાવો પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થાય છે. ચેતન ! અશાશ્વત, ક્ષણ ભંગુર સંસારમાં શાશ્વત અક્ષયપદના ભોક્તા સિદ્ધોનું આલંબન આપણા માટે દીવાદાંડી તુલ્ય છે. દ્રવ્યની નિત્યતા અને પર્યાયની અનિત્યતાનું જ્ઞાન જીવને સર્વ અવસ્થામાં સમભાવમાં રાખે છે. સિદ્ધોનું ધ્યાન, નિત્ય-વિશુદ્ધ આત્મ-દ્રવ્યનું ધ્યાન છે. સદા કલ્યાણમય-નિરંજન નિરાકાર એવા સિદ્ધોનું ધ્યાન કરતાં, જન્મ-મરણના દુઃખ ટળે, જબ નિરખે નિજ રૂપ, અનુક્રમે અવિચલ પદ લહે, પ્રગટે સિદ્ધ સ્વરૂપ.” | (સમાધિ વિચાર ૨૮૦) આપણો આત્મા સિદ્ધ સ્વરૂપ બને છે, વિશુદ્ધ - કમરહિત બને છે. ચેતન ! સમર્થ રાજાનું શરણ સ્વીકારનાર જેમ નિર્ભય અને સુરક્ષિત બને છે, તેમ આત્માના અનંત ગુણોની સમૃદ્ધિના સ્વામી, સિદ્ધોનું શરણ સ્વીકારનાર શિવ-સામ્રાજયનો સ્વામી બને છે. તેમના તુલ્ય સમૃદ્ધિ-સંપદાને પામનારો બને છે. ચેતન ! વધુ શું કહું ? તું પણ ધ્યેયરૂપે સિદ્ધનું શરણ સ્વીકારી, તારા ઉપયોગને એમના ધ્યાનમાં એકાકાર બનાવી અક્ષયપદનો, અખંડ આનંદનો ભોક્તા બન. “ચેતન-દ્રવ્ય સાધમ્યતા, તેણે કરી એક સરૂપ, ભેદ-ભાવા ઇણમેં નહીં, એવો ચેતન ભૂપ.” (સમાધિ વિચાર ૨૨૦) (૩) સાધુ શરણ : સાધુનું શરણ ત્રીજું ધરે, જેહ સાધે શિવપંથ રે, મૂલ-ઉત્તર ગુણે જે વર્યા, ભવતર્યા ભાવ નિગ્રંથ રે. | ચેતન || ૭ || અર્થ : પંચમહાવ્રતાદિ મૂળ ગુણો અને સમિતિ, ગુપ્તિ આદિ ઉત્તર ગુણોને ધરનાર, મોક્ષ માર્ગના આરાધક અને જેઓ સંસાર સાગરને લગભગ તરી ગયા છે, એવા ભાવ નિગ્રંથ મુનિ ભગવંતોનું શરણ સ્વીકારો. • વિવેચન : ચેતન ! અરિહંત અને સિદ્ધ પરમાત્માનું શરણ સ્વીકાર્યા પછી, હવે ત્રીજું શરણ સાધુ ભગવંતનું સ્વીકારવાનું છે. સિદ્ધ પદને સાધ્ય બનાવી, અરિહંતોએ પ્રરૂપેલા માર્ગે તેઓ ચાલી રહ્યા છે. પ્રશાંત અને ગંભીર સ્વભાવવાળા, સર્વ પાપ (સાવદ્ય) વ્યાપારથી નિવૃત્ત થયેલા, પંચવિધ આચારને યથાર્થ જાણનારા, પરોપકાર કરવામાં તત્પર, સ્વાધ્યાય અને સંયમમાં સતત લીન હોવાથી, ઉત્તરોત્તર જેમના ભાવો વિશુદ્ધ થયા કરે છે, તેવા સાધુઓનું શરણ સાધનારને સિદ્ધ ભગવંતની ભેટ ધરે છે. - સાધુ એટલે સિદ્ધ પદની સાધના કરનારા, ચેતન ! આ પાપમય સંસારમાં નિષ્પાપ જીવન જીવનારા સાધુ ભગવંતો છે. સાધુ જીવનના આચારો નિરવદ્ય છે. તેના બે ભેદ પાડેલા છે. (૧) મૂળ ગુણ અને (૨) ઉત્તર ગુણ. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ મૂળ ગુણ છે. મૂળ ગુણોની રક્ષા માટે પેટા નિયમો રૂપ ઉત્તર ગુણો છે. સહજ સમાધિ • ૭૪ સહજ સમાધિ • ૭૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ ચેતન ! નિગ્રંથ મુનિ એટલે દયાની સાક્ષાત્ મૂર્તિ, કારણ કે તેમની પ્રત્યેક કાયિક, વાચિક, માનસિક ક્રિયામાં પરપીડાના પરિહારનો પ્રયત્ન રહેલો છે. આવા કરુણામૂર્તિનું શરણ સ્વીકારવું એટલે પાણી પહેલાં પાળ બાંધવી. સાધુ જીવનમાં કોઇ પાપ નથી, એવા નિષ્પાપ મુનિનું શરણ સ્વીકારનારના જીવનમાં પાપનો પ્રવેશ અટકે છે. ચેતન ! વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરનારા આ મુનિભગવંતો નિશ્ચય દૃષ્ટિને હૃદયમાં ધારણ કરી, શુદ્ધ વ્યવહારનું પાલન કરતા પૃથ્વીતલ ઉપર વિચરે છે. જીવો ઉપર ઉપકાર કરે છે. પુદ્ગલભાવમાં પૂર્ણપણે અનાસક્ત હોય છે. ઇન્દ્રિયસુખથી નિરીહ હોય છે. એવા સાધુભગવંતો પોતે ભવસાગર તરે છે અને બીજા જીવોને સંસારનું યથાર્થ સ્વરૂપ સમજાવી ભવનિર્વેદ પમાડી તારે છે. માટે તેઓ જહાજતુલ્ય છે. ચેતન ! આ મુનિ ભગવંતો સદા સિદ્ધોનું ધ્યાન કરતા હોય છે. સાધુના દર્શનથી સિદ્ધનાં દર્શન થાય છે. સાધુ પદની સાધના વગર સિદ્ધ પદ મળતું નથી. સાધના કરે તે સાધુ. સહાય કરે તે સાધુ. સમતા રાખે તે સાધુ. સાધુ ભગવંત છ કાય-જીવના રક્ષક છે. પ્રભુ આજ્ઞાના ધારક અને પાલક છે. ભાવ દયાના ભંડાર છે. રાગ-દ્વેષની નિબિડ ગ્રંથિથી રહિત, સિદ્ધ સ્વરૂપના ધ્યાનમાં સદા તન્મય,સમતા-રસમાં નિમગ્ન એવા સાધુ ભગવંતની સેવા, ભક્તિથી જ તારા જીવનમાં સમ્યગ્ દર્શનનો પ્રકાશ પ્રગટશે, માટે સાધુ ભગવંતનું શરણ સ્વીકારી, તારી ભવસ્થિતિને અલ્પ બનાવી દે. સહજ સમાધિ • ૭૬ (૪) ધર્મ શરણ : શરણ ચોથું ધરે ધર્મનું, જેહમાં વર દયા ભાવ રે, જેહ સુખ હેતુ જિનવર કહ્યો, પાપ જળ તારવા નાવ રે. || ચેતન || ૮ || અર્થ : દુ:ખના હેતુભૂત પાપરૂપ જળપ્રવાહમાંથી ઉગારવામાં નૌકા સમાન અને પરમસુખના સાધન રૂપ જિનભાષિત પરમ દયામય ધર્મનું શરણ કરો. વિવેચન : • ચેતન ! અરિહંતને અરિહંત બનાવનાર કોણ ? સિદ્ધને સિદ્ધ બનાવનાર કોણ ? સાધુને પૂજ્ય અને વંદનીય બનાવનાર કોણ ? તે તું જાણે છે ? આ બધા જ પ્રશ્નોનો ઉત્તર એક જ છે - ધર્મ’. માટે ચોથું શરણ તું ધર્મનું સ્વીકાર. • કેવલીકથિત ધર્મ, મોહરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્યસમાન છે. રાગ-દ્વેષ-મોહના ઝેરને હણવા માટે પરમ મંત્ર છે. સર્વ કલ્યાણની સાધનામાં હેતુભૂત છે. આત્માના સિદ્ધ સ્વભાવનો સાધક છે. અરે, વિજ્ઞાનની શોધો અને તેનાથી મળતાં ભૌતિક સુખોની સિદ્ધિનો આદિ આધાર પણ ધર્મ જ છે. પરંતુ તે ધર્મ સ્થૂળષ્ટિને અગોચર છે. ધર્મને સાક્ષાત્ જોવા અને જાણવાનાં જ્ઞાન-ચક્ષુ વિરલ વ્યક્તિઓને જ પ્રાપ્ત થાય છે. ધર્મ એ સુખના કારણનું કારણ છે અને કારણને સૂક્ષ્મદ્રષ્ટિ જોઇ શકે છે. કારણના કારણને જોવા માટે તત્ત્વની ખરી જિજ્ઞાસા હોવી જોઇએ. તત્ત્વ-જિજ્ઞાસુ શાસ્ત્રાભ્યાસ વડે તે ચક્ષુને પ્રાપ્ત કરી સહજ સમાધિ ૨ ૭૭ Page #40 -------------------------------------------------------------------------- ________________ શકે છે. શાસ્ત્ર એ સર્વજ્ઞના વચન સ્વરૂપ છે. ધર્મને પ્રત્યક્ષ કરવામાં સહાયક બીજું ચક્ષુ એ કેવળજ્ઞાન રૂપી ચક્ષુ છે. - કેવળચક્ષુ અને શ્રુતચક્ષુ વડે કારણના કારણને જાણી શકાય છે, દેખી શકાય છે. શાસ્ત્ર-ચક્ષુ કહે છે કે વિજ્ઞાન અને તેની શોધોથી મળતાં ભૌતિક સુખો એ પાપવૃદ્ધિના હેતુભૂત હોવાથી ત્યાજય છે. જે ભૌતિક સુખોની ઉત્પત્તિમાં પાપ નથી, રક્ષણમાં ક્લેશ નથી, વર્તમાનમાં દુ:ખ નથી, અનાગતકાળે દુર્ગતિ નથી, અનાયાસે જેની સિદ્ધિ છે, અનીતિપૂર્વકના ભોગોમાં જેનો દુર્વ્યય નથી, ધર્મની ઉન્નતિ અને ધર્મની વૃદ્ધિમાં જ જેનો શુભ ઉપયોગ છે; એવાં સુખોની પ્રાપ્તિ પુણ્યાનુબંધી પુણ્યરૂપી ધર્મના સંબંધથી છે. તે ઉત્તરોત્તર શુભ ગતિની પ્રાપ્તિમાં નિમિત્તભૂત બનીને જીવને અંતે મોક્ષના અવ્યાબાધ સુખની પ્રાપ્તિ કરાવે છે. તેનું જ નામ નિઃશ્રેયસ છે. 'यतोऽभ्युदयनिःश्रेयससिद्धिः स धर्मः । જેનાથી અભ્યદય અને નિઃશ્રેયસની સિદ્ધિ થાય તે ધર્મ, નિઃશ્રેયસનાં સુખ નિરુપાધિક છે. પરદ્રવ્યના સંયોગ વિના જ થાય છે. એ સુખોનો આધાર કેવળ આત્મા છે. આત્માના સ્વરૂપમાંથી ઉત્પન્ન થતાં સુખો એ જ પરમાર્થ સુખો છે. યથાર્થ સુખો છે. તેની પ્રાપ્તિનો આધાર નિર્જરાલક્ષી ધર્મ છે. એ રીતે શુભાશુભ કર્મના ક્ષયથી મળતાં આવ્યાબાધ સુખો એ નિર્જરા અથવા અનાગ્નવરૂપ ધર્મની નીપજ છે. અધર્મથી નીપજતાં દુ:ખોને દૂર કરવાનો ઉપાય શુભાગ્નવરૂપ કે અનાગ્નવરૂપ ઉભય પ્રકારનો નિર્જરાલક્ષી ધર્મ છે. એમ શ્રી જિનેશ્વર ભગવંતો કહે છે. જીવનમાં આવા ધર્મની પ્રાપ્તિ અરિહંત, સિદ્ધ, સાધુની શરણાગતિથી થાય છે. ચેતન ! જગતમાં ધર્મો ઘણા છે, પણ સર્વધર્મોમાં શ્રેષ્ઠ અને પ્રધાન ધર્મ હોય તો તે એક માત્ર દયાધર્મ છે. જે ધર્મના પાયામાં દયા નથી, તે તાત્ત્વિક ધર્મ નથી. શ્રી જિનેશ્વર ભગવંતોએ જે ધર્મ પ્રરૂપેલો છે, તેમાં વર દયા ભાવ રહેલો છે. સૂક્ષ્મ જીવની પણ રક્ષા તેમાં સમાયેલી છે. ચેતન ! જગતમાં જીવમાત્ર સુખને ઇરછે છે. ધર્મ વિના સુખ નથી. ભૌતિક અને આધ્યાત્મિક બંને પ્રકારનું સુખ મળે તો, તે માત્ર ધર્મથી જ મળે. જે કોઇ આત્મા ધર્મનું શરણ સ્વીકારી તેને વફાદાર રહ્યા છે, તેઓ સંસાર સાગર તરી ગયા છે. જે કોઇ ધર્મના શરણે રહે છે, તેનું રક્ષણ ધર્મ કરે છે. “રક્ષતિ રક્ષિત: ' - ચેતન ! મયણા-શ્રીપાળના જીવનમાં જે શ્રદ્ધા હતી તેના કારણે તેઓનું બધી આપત્તિમાં રક્ષણ થયું અને આત્મસંપત્તિને પામ્યા, તે તું નથી જાણતો ? ધર્મ એ ભવસાગર તરવા માટે નાવ તુલ્ય છે. જે કોઇ ધર્મ-નાવમાં બેસે છે, તે નિર્વિદને પાર પામે છે. ચેતન ! તને ગુહ્ય વાત કરું ? ભગવાન જગતના નાથ છે, રક્ષક છે, એ વાત તો તે સાંભળી છે, પણ અત્યારે ભગવાન આપણી પાસે સાક્ષાત વિદ્યમાન નથી, તો તેઓ પોતાનું કાર્ય શી રીતે કરે છે ? તેવી શંકા થયા વગર રહે નહીં. હકીકતમાં ભગવાન, જગતને ધર્મનું દાન આપી, ધર્મ દ્વારા જીવોના સર્વ મનોરથ પૂરા કરવાનું અને શરણાગતનું રક્ષણ કરવાનું કાર્ય કરી રહ્યા છે. ચેતન ! ધર્મની તાકાત અકથ્ય છે. કર્મ કાષ્ઠને બાળવા ધર્મ અગ્નિ સમાન છે. અનાદિકાળથી આત્મા ઉપર અનંત કર્મનો પિંડ ચોંટેલો છે, તેને ઉખેડીને નાશ કરવાનું કાર્ય ધર્મ કરે છે. જિનેશ્વર ભગવંતોએ બતાવેલ ધર્મનો આત્મામાં પ્રવેશ થતાં જ, કર્મનાં પડળો ઉખડવા માંડે છે. ધીમે ધીમે સંપૂર્ણ કર્મોનો નાશ કરી, આત્માની પૂર્ણ વિશુદ્ધ જયોતિને પ્રગટાવે છે. સહજ સમાધિ • ૭૮ સહજ સમાધિ • ૭૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ ચેતન ! રાગ-દ્વેષના વિષને ઉતારવા માટે ધર્મ ગારૂડી મંત્ર સમાન છે. જેમ મંત્રનો જાપ વિષને દૂર કરે, તેમ ધર્મ પોતાના આશ્રિતનું વિષય-કષાયરૂપ ભયંકર સપથી રક્ષણ કરે છે, માટે એક ક્ષણ પણ ધર્મને વેગળો ન કરતો, સતત ધર્મના પાલનમાં અપ્રમત બની ઉદ્યમશીલ બન એ જ સાચા સુખનો રાહ છે. ચારના શરણ એ પડિવજે, વળી ભજે ભાવના શુદ્ધ રે, દુરિત સવિ આપણા નિંદીએ, જેમ હોય સંવર વૃદ્ધ રે. | ચેતન || ૯ || અર્થ : આ પ્રમાણે મંગલકારી ચાર શરણ સ્વીકારી, શુદ્ધ મૈત્રી અને અનિત્યાદિ ભાવના ભાવવાપૂર્વક પોતાના સઘળા પાપોની નિંદા કરીએ, જેથી સંવરભાવ વૃદ્ધિ પામે. • વિવેચન : ચેતન ! દુર્ગતિના ભયાનક દુ:ખોથી ગભરાયેલા અને સુખ માટે તલસતા જીવોને ધર્મ જ એક આધારભૂત છે, તે જોયું. ઉત્તમ એવા જગતના આ ચાર અરિહંત, સિદ્ધ સાધુ અને ધર્મનું શરણ સ્વીકારવાથી તારા બધા જ અશુભ ભાવો દૂર થઇ જશે અને શુભ ભાવોથી તારો આત્મા નિર્મળ બનશે. પરમગુણનિધાન, શ્રી અરિહંતો, શ્રી સિદ્ધો, સાધુઓ અને જિનકથિત ધર્મ એ ચાર - શરણ્યના સામર્થ્યથી, પ્રભાવથી આત્મા નિર્મળ બને છે. હવે અનિત્યાદિ બાર ભાવના અને મૈયાદિ ચાર ભાવના ભાવવાપૂર્વક જીવનમાં થયેલા પાપોની નિંદા-ગઈ કરી આલોચના કર. ચેતન ! સંસારનું મૂળ પાપ છે, પાપ સર્વ દુઃખોનો મૂળ હેતુ છે. પાપનો ઉચ્છેદ કરવાનો મુખ્ય ઉપાય દુષ્કૃત-ગહ છે. અનાદિકાળથી આ આત્માએ અનેક દુષ્કતો કરવા દ્વારા અનંતાનંત પાપરાશિઓને ઉપાર્જિત કરી છે, તેના વિપાક સ્વરૂપે સંસારમાં ભટકીને તે અનેક ક્લેશ-દુ:ખો પામે છે. દુ:ખનો નાશ કરવા માટે, તેના કારણનો નાશ કરવો જોઇએ, ચેતન ! પાપ પ્રત્યે તિરસ્કાર કે દ્વેષ ઉત્પન્ન થયા વગર તેની સાચા ભાવે નિંદા થઇ શકે નહિ. જે વસ્તુનો ત્યાગ કરવો હોય, તેના પ્રત્યે અરુચિ, અણગમો પેદા કરવો જોઇએ. પાપ આત્માના ગુણોનો ઘાતક છે, એવું જ્ઞાન થઇ જાય તો અવશ્ય અરુચિ ઉત્પન્ન થાય. જે વસ્તુ પ્રત્યે અરુચિ-તિરસ્કાર ઉત્પન્ન થાય તે વસ્તુને ગ્રહણ કરવાનું કે દેવાનું મન ન થાય. ચેતન ! ભૂતકાળમાં જે પાપો થઇ ગયાં છે, તે નાશ પામે, તે માટે પશ્ચાત્તાપનો પરિણામ ઉત્પન્ન કર. પાપના પશ્ચાત્તાપથી કઠોરમાં કઠોર કર્મના પણ ભૂક્કા બોલી જાય છે. સાત-સાત જીવોની હત્યા કરનાર અર્જુન માળી, દૃઢપ્રહારી જેવા પણ પશ્ચાત્તાપ બળે ભયંકર કોને ખપાવીને મુક્તિસુખના ભાગી બન્યા છે. ચેતન ! પાપની નિંદા-ગર્તામાં એવી તાકાત છે કે જીવને શુભઅધ્વયસાયમાં ચઢાવી, શ્રેણી ઉપર આરુઢ કરે છે, આત્મામાં આવતાં નવાં કર્મોને રોકે છે, પાપની નિંદા કરવાથી સંવર તત્ત્વની વૃદ્ધિ થાય છે. સંવર ભાવની વૃદ્ધિ થતાં, જીવનમાં સંવેગ-નિર્વેદ ઉપશમાદિ ભાવો પ્રગટ થાય છે અને શુભ ધ્યાનની ધારા ઉત્પન્ન થાય છે. ચેતન ! જે પાપનો પશ્ચાત્તાપ થાય, તે ફરી કરવાનું મન થતું નથી. કદાચ ફરી થઇ જાય તો તીવ્ર ભાવે તો ન જ થાય. સાચો પશ્ચાત્તાપ તેને જ કહેવાય કે તે પાપ ફરી કરવાનું મન ન થાય. ચેતન ! પાપનો પશ્ચાત્તાપ જાગ્યા પછી, ગુરુ પાસે તેની સરળભાવે આલોચના કરવી. મનમાં જરાય માયા, કપટ કે લજજા રાખ્યા વગર તેને સદ્ગુરુ પાસે પ્રગટ કરજે. રોગનો નાશ કરવો હોય તો તે પૂર્ણ સ્વરૂપે ડૉકટરને જણાવવામાં આવે તો જ સાચી દવા મળે . સહજ સમાધિ • ૮૦ સહજ સમાધિ • ૮૧ Page #42 -------------------------------------------------------------------------- ________________ તેમ આ પાપ-રોગનો નાશ કરવા, સંપૂર્ણ શલ્યરહિત બનવા નાના બાળકની જેમ તારા પાપોને પ્રગટ કરી તેનું પ્રાયશ્ચિત કરજે. ચેતન ! દુષ્કૃતની ગહ એ શરણાગતિનું ફળ છે. જો શુભ ભાવપૂર્વક અરિહંતાદિ ચારની શરણાગતિ જીવનમાં સ્વીકારી હોય તો દુષ્કતગહનાં પરિણામ અવશ્ય ઉત્પન્ન થાય જ. શરણાગત આત્માને દુષ્કૃત, પાપ ખટક્યા વગર રહે નહિ. દુષ્કૃત ખટકે તો જ તેની નિંદા-ગોં થાય, ચેતન ! તું અરિહંતાદિનો શરણાગત તો બન્યો, હવે તારા દુષ્કતોની નિંદા કરવાનો પ્રારંભ કર. દુષ્કૃત ગહ : ઇહ ભવ પરભવ આચર્યા, પાપ અધિકરણ મિથ્યાત્વ રે, જે જિનાશાતનાદિક ઘણાં, નિંદીએ તેહ ગુણ-ઘાત રે. || ચેતન / ૧૦ || અર્થ : આ જન્મ કે ગત જન્મોમાં મિથ્યાત્વ અધિકરણ (પાપનાં સાધન) દ્વારા વીતરાગ પરમાત્મા કે સદ્ગુરુ આદિની જે કોઇ મહાઆશાતના કે જે આત્મગુણોનો નાશ કરનારી છે, તે મારાથી થઇ હોય તેની હું વારંવાર નિંદા કરું છું. • વિવેચન : ચેતન ! આ ભવમાં કે પૂર્વભવોમાં, પાપનાં અધિકરણો આદર્યા હોય તેની નિંદા કર. પાપનાં સાધનો દ્વારા હિંસાદિ આરંભોની પરંપરા ચાલી હોય, એવાં પાપનાં સાધનો બનાવ્યાં હોય, પોતે પ્રયોગ કર્યો હોય કે બીજા પાસે તેનો પ્રયોગ કરાવ્યો હોય તો તેની નિંદા કર. ગાડા વગેરે વાહનો, નાનાં મોટાં યંત્રો, શસ્ત્રો એ તો પાપનાં સાધનો છે જ પણ જેના દ્વારા કુસંસ્કારો પેદા થાય, પુષ્ટ બને, વિકારો ઉત્પન્ન થાય એવું સાહિત્ય વાંચવું, એવી ભાષા બોલવી કે એવાં દૃશ્ય જોવાં એ પણ પાપ અધિકરણ છે, તે બધાની નિંદા કર. વળી મિથ્યાત્વનું સેવન કર્યું હોય, તો તેની ગહ-નિંદા કર. ચેતન ! પાપનું મૂળ મિથ્યાત્વ છે. આ અઢારમું પાપ ખૂબ જ જોરદાર છે. સંસારમાં જીવને વધુને વધુ રખડાવનાર જો કોઈ હોય તો તે, આ મિથ્યાત્વ છે. મિથ્યાત્વને જ્ઞાની પુરુષોએ આત્માના ભાવ આરોગ્યને હણનાર પરમરોગ કહ્યો છે. વિવેક ચક્ષુને નિષ્ફળ બનાવનાર પરમ અંધકાર ગણ્યો છે. અનંત ભવો સુધી દુર્ગતિમાં અસહ્ય વેદના આપનાર પરમશત્રુ તરીકે ઓળખાવ્યો છે અને આત્માના ભાવ પ્રાણોને નષ્ટ કરનાર પરમ વિષ કહ્યું છે. આ ઉપરાંત મિથ્યાત્વને આત્માનું મોટામાં મોટું દુર્ભાગ્ય, દારિદ્રય, સંકટ અને મહાન નરકની ઉપમા આપી છે. - મિથ્યાત્વની તીવ્રતા હોય ત્યારે તમામ સદ્ગુણો પણ દોષરૂપ બની જાય છે. હિંસાદિ તમામ પાપોનો તે અગ્રેસર છે અને સંસારનું મૂળ પણ તે જ છે. કુદેવ-કુગુરુ અને કુધર્મમાં, તત્ત્વ જોતાં શીખવે છે. આત્માના તમામ સદ્ગુણોનો નાશ કરે છે. આ ભવમાં કે પરભવમાં મિથ્યાત્વને વશ બની શ્રીજિનેશ્વર દેવની આશાતના કરી હોય, જિનકથિત ધર્મની અવહેલના કરી હોય, ધર્મના આરાધક આત્માઓની નિંદા કરી હોય, ધર્મક્રિયામાં અંતરાય કર્યો હોય તે સઘળાં પાપોની અંતઃકરણથી નિંદા કરે. ચાર શરણને પામેલો તું અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી પ્રત્યે બીજા પણ માનનીય, પૂજનીય સાધર્મિકાદિ ધર્મસ્થાનો પ્રત્યે, મોક્ષમાર્ગને પામેલા કે મિથ્યાત્વાદિ ઉન્માર્ગને વશ પડેલા સર્વ જીવો પ્રત્યે, નહિ આચરવા યોગ્ય, નહિ ઇચ્છવા યોગ્ય, પાપ સ્વરૂપ અને પરંપરાએ પાપનો બંધ કરાવનારું જે કંઇ સૂક્ષ્મ કે બાદર મિથ્યા ચરણ કર્યું હોય, બીજા પાસે કરાવ્યું હોય કે બીજાથી કરાતું સારું માન્યું હોય તે પણ રાગથી, દ્વેષથી કે મોહથી આ જન્મમાં કે અન્ય જન્મોમાં તે બધા પાપોની તું નિંદા કર. ગહ કર. સહજ સમાધિ • ૮૨ સહજ સમાધિ • ૮૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ તણાં વચન જે અવગણી, ગુંથીયા આપ મત જાળ રે, બહુ પરે લોકને ભોળવ્યાં, નિંદીએ તેહ જંજાળ રે. ॥ ચેતન || ૧૧ || • અર્થ : ગુરૂજનોના વચનની અવગણના કરી અને પોતાની મતિ કલ્પનાથી જે શાસ્ત્ર રચના કરી હોય અથવા અનેક પ્રકારે મિથ્યા ઉપદેશ આપી લોકોને અવળા માર્ગે ચઢાવ્યા હોય તે સઘળા પાપોની હું નિંદા કરું છું. વિવેચન : • ચેતન ! બધા જ પાપોથી ચઢી જાય તેવું પાપ ગુરુની આશાતના છે. મિથ્યાત્વની પ્રબળતા હોય છે, ત્યારે સ્વમતિનો અભિનિવેશ હોય છે. સ્વ-મતિના આગ્રહથી ગુરૂનાં હિતકારી વચનને અવગણ્યું હોય, વચન વિરુદ્ધ આચરણ કર્યું હોય, તેની નિંદા કર. ઉપરાંત આપમતિથી નવા ગ્રંથ રચ્યા હોય કે આપતિને આગળ કરી વૃદ્ધ, શિષ્ટ ગુરુજનના વચનોનો વિરોધ કર્યો હોય, તેમનાથી વિરુદ્ધ નવામતોની સ્થાપના કરવા દ્વારા નિબિડ કર્મો બંધાયાં તેને તોડવા તે તે દુષ્કૃતોની નિંદા કર. ચેતન ! એક વસ્તુ બરાબર સમજી લેજે. પંચેન્દ્રિય જીવની હિંસા કરવાથી વધુમાં વધુ સાતમી નરક મળશે, પણ દેવ-ગુરુની આશાતનાથી નિગોદ મળશે. જ્યાં સાતમી નરક કરતાં અનેક ગણું દુ:ખ અનંતકાળ સુધી ભોગવવું પડશે. પોતાના ભક્ત બનાવવા કે પોતાના મતના પ્રચાર માટે અથવા સ્વાર્થ માટે ભોળા, ભદ્રિક જીવોને વાક્પટુતાથી છેતરી, અલૌકિક પ્રલોભનો બતાવી, સન્માર્ગથી ચલિત કર્યા હોય, ગુણીપુરુષોનો સંગ છોડાવ્યો હોય, વ્યક્તિગત રાગી બનાવ્યા હોય, પોતાની તુચ્છ સ્વાર્થ જાળમાં ફસાવ્યાહોય તો તે સઘળાં દુષ્કૃતોની નિંદા કર. સહજ સમાધિ • ૮૪ પાપની, દુષ્કૃતની નિંદા-ગર્હ કરવાથી, પાપનું, દુષ્કૃતનું બળ તૂટી જાય છે. પાપને પુષ્ટ કરનાર, દુષ્કૃતને દૃઢ બનાવનાર તેની અનુમોદના છે. તેની ખુશી છે. પાપ થઇ ગયા પછી જો પશ્ચાત્તાપ થાય, સાચા દિલથી તો એ પાપનો બંધ એકદમ શિથિલ બની જાય છે. માટે ચેતન ! દુષ્કૃતગર્હી દ્વારા તું તારા પાપના મેલને ધોઇ નાખ અને તારા દિલને સ્વચ્છ બનાવ. જેહ હિંસા કરી આકરી, જેહ બોલ્યા મૃષાવાદ રે, જેહ પરધન હરી હરખિયા, કીધેલો કામ ઉન્માદ રે. || ચેતન || ૧૨ || અર્થ : જે કાંઇ ઘોર હિંસા કરી હોય, અસત્ય વચન બોલાયું હોય, પરધનાદિ હરણ કરી હર્ષિત બન્યો હોય કે કામાંધ બની ઉન્માદ સેવ્યા હોય કે અનેક પ્રકારની કુચેષ્ટા કરી હોય... · વિવેચન : ચેતન ! હવે અઢાર પાપ-સ્થાનકોની નિંદા શરૂ થાય છે. આ ભવ-પરભવમાં, ત્રસ, સ્થાવર જીવોની હિંસા કરી હોય, તેની ત્રિવિધે ત્રિવિધ નિંદા કર. કોઇ પણ નાના મોટા જીવને ત્રાસ આપ્યો હોય, ભય પમાડ્યો હોય તો તે દુષ્કૃતોની નિંદા કર. ચેતન ! જીવહિંસા એ આત્મહિંસા જ છે. જેને તું મારે છે, ત્રાસ આપે છે, ભય પમાડે છે, તે તું પોતે જ છે. હિંસા જન્ય દુષ્ટ કર્મથી છૂટવા, તેના અનુબંધને તોડવા તેની આર્દ્ર હૃદયે નિંદા કર. ચેતન ! તારાથી જે કાંઇ મૃષાવાદ, અસત્યવચનનું સેવન થયું હોય તેની નિંદા કર. બીજાના હૃદયને દુભાવનારું વચન પણ અસત્ય બને છે. કટુ-કઠોર અને અસત્ય વચનો દ્વારા જીવોને જે કાંઇ દુઃખ ઉપજાવ્યું હોય તેની નિંદા કર. ચેતન ! તારા મુખમાંથી નીકળેલા મધુર શબ્દો, તારા મિત્રો સહજ સમાધિ * ૮૫ · Page #44 -------------------------------------------------------------------------- ________________ ઉભા કરશે અને કઠોર-કટુ શબ્દો શત્રુ ઉભા કરશે. જગતમાં તું સર્વને મિત્ર બનાવવા ઇચ્છતો હોય, સર્વના પ્રેમને સંપાદન કરવા ઇચ્છતો હોય તો પ્રિય, મધુર વચન બોલવાની ટેવ પાડ અને અસત્ય કટુ શબ્દોથી દૂર રહેજે. ચેતન ! ત્રીજું પાપસ્થાનક છે અદત્તાદાન, એટલે કે ચોરી. પર માલિકીની વસ્તુ, માલિકની રજા લીધા વગર છીનવી લેવી તે, ચોરી છે. આજસુધીમાં પર ધન, ધાન્ય જમીન, મકાનાદિ, અન્યાયથી ગ્રહણ કર્યા હોય તો તે દુષ્કૃતની નિંદા કર. બીજાની વસ્તુ પૂછ્યા વગર લેવાથી, તેના હૃદયમાં આઘાત, શોક, ભય ઉત્પન્ન થાય છે. બીજાને સંકલેશ ઉપજાવવો એ પણ હિંસા જ છે. માટે કદી કોઇની વસ્તુ પૂછ્યા વગર લેવી નહિ, એવો નિયમ કરી આજ સુધી સેવેલા તે દુષ્કૃતની નિંદા કર. ચેતન ! ઇન્દ્રિયોના ઉન્માદને વશ બની, જીવનમાં અબ્રહ્મનું સેવન કર્યું હોય તો તેની નિંદા કર. કામાંધ બનેલો માણસ કયું પાપ ન કરે, તે પ્રશ્ન છે. ઇન્દ્રિયોનાં ક્ષણિક સુખ ખાતર, મૈથુનના સેવન દ્વારા લાખો પંચેન્દ્રિયજીવોની હિંસા થાય છે. આત્માની દિવ્યશક્તિઓને આવરનાર અબ્રહ્મ છે. ચેતન ! શક્તિ હોય તો આજીવન બ્રહ્મચર્યનો સ્વીકાર કરજે, ન હોય તો સ્વ-પત્નીમાં સંતોષ માની, પરસ્ત્રીનો ત્યાગ કરવાનો નિયમ લઇ જ લેજે. ઉન્માદને વશ થઇ જે કાંઇ કુચેષ્ટા કરી હોય, પરસ્ત્રી પર કુદૃષ્ટિ કરી હોય, મનથી પણ પરસ્ત્રીની ઇચ્છા કરી હોય તો તે દુષ્કૃતોની નિંદા કર. જેહ ધનધાન્ય મૂર્છા ધરી, સેવિયાં ચાર કષાય રે, રાગને દ્વેષને વશ હુઆ, જે કિયો કલહ ઉપાય રે. || ચેતન | ૧૩ ॥ અર્થ : ધન-ધાન્યાદિના પરિગ્રહમાં ગાઢ મૂર્છા કરી હોય, ક્રોધાદિ ચાર સહજ સમાધિ • ૮૬ કષાયનું સેવન કર્યું હોય, રાગ અને દ્વેષને વશ બની જે કાંઇ કલહ કંકાશ કર્યા હોય... વિવેચન : ચેતન ! આ જગતમાં નવગ્રહ તો જાણીતા છે, પણ દશમો ગ્રહ પરિગ્રહ છે તે અત્યંત દુર્જાય છે. સમસ્ત સંસાર પરિગ્રહ સંજ્ઞાથી પરવશ છે. પરિગ્રહ એટલે ધન, ધાન્ય, સંપત્તિ, પરિવાર, શરીરાદિમાં આસક્તિ, મૂર્છા. પરિગ્રહની પ્રાપ્તિ માટે ચારે કષાયો અને અઢાર પાપોનું સેવન થયા વગર રહેતું નથી. અનાદિકાળથી, પરિગ્રહના લોભથી અનેક પાપો સેવી, ભ્રમણ કર્યું. હવે એ ભ્રમણામાંથી છૂટવા પરિગ્રહની મૂર્છાને દૂર કર. ચેતન ! સતત નિંદા-ગર્હા કરતો રહીશ તો જ તારી મૂર્છા ઓછી થશે. પરિગ્રહની મૂર્છાથી મમ્મણ મરીને સાતમી નરકે ગયો અને પરિગ્રહનો ત્યાગ કરી પૂર્ણિયો શ્રાવક ભગવાનના મુખે ચઢી ગયો. એ પ્રસંગ યાદ કરી, પરિગ્રહની મૂર્છાથી જે જે દુષ્કૃતો કર્યા હોય તેની નિંદા કર. · ચેતન ! રાગ-દ્વેષ રૂપી બે પિશાચ તને અનાદિકાળથી વળગેલા છે. તારી પાસે અનેક પાપો કરાવી રહ્યા છે. રાગ-દ્વેષ એ મોહના જ સંતાન છે. સંસારમાં સુખનો રાગ અને દુઃખનો દ્વેષ જ હિંસાદિ પાપો કરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો જીવ-પ્રત્યેનો દ્વેષ અને પુદ્ગલ પ્રત્યેનો રાગ જીવને અંધ બનાવી, વિવેકનો નાશ કરી, દુષ્કાર્ય કરવા પ્રેરે છે. માટે આ રાગ-દ્વેષ દ્વારા થયેલા દુષ્કૃતોની નિંદા કર. ચેતન ! પરિગ્રહ અને રાગ-દ્વેષને વશ બનેલો જીવ, બીજા સાથે કલહ-કંકાશ કર્યા વિના રહેતો નથી. તે આજ સુધીમાં જે જે કલહ-કજીયા કર્યા હોય તેની નિંદા કર. સજ્જન માણસ કલહથી સહજ સમાધિ • ૮૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ દૂર જ રહે છે. કલહ કરવાથી સ્વ-પર બંનેના ચિત્તમાં એક-બીજા પ્રતિ દ્વેષ-તિરસ્કારનો ભાવ ઉત્પન્ન થાય, અબોલા થાય, મનમાં વેરની ગાંઠ બંધાય, સતત એકબીજાનાં છિદ્રો જોવાનું મન થાય, આ રીતે ચિત્તમાં આર્ત-રૌદ્ર ધ્યાન ચાલ્યા કરે, માટે કલહના પાપથી છૂટવા, કરેલા કલહોની નિંદા કર. જૂઠ જે આળ પરને દિયાં, જે કર્યા પિશુનતા પાપ રે, રતિ અરતિ નિંદ માયા મૃષા, વળીય મિથ્યાત્વ સંતાપ રે. || ચેતન || ૧૪ || • અર્થ : કોઇને ખોટા આળ દીધાં હોય, ચાડી કરી, રતિ-અરિત અને પરનિંદા કરી હોય, માયાપૂર્વક જૂઠાણાં કર્યા હોય અને મિથ્યાત્વ સેવ્યું હોય... • વિવેચન : ચેતન ! હિંસાદિ અઢાર પાપ સ્થાનકો છે, સમગ્ર સંસારનું સર્જન આ પાપોના સેવનથી જ થાય છે. તેમાં બીજા પર ખોટો આક્ષેપ કરવો, બીજાને કલંક લગાડવું તે પણ પાપ છે. અન્ય જીવને કલંક લગાડવાથી કે ખોટા આક્ષેપ દ્વારા તેને બદનામ કરવાથી, તેની શું સ્થિતિ થાય, તેનો વિચાર કર. ખોટું આળ આપવાથી વ્યક્તિ આપઘાત સુધી પહોંચી જાય છે. કુટુંબ, સમાજ, જ્ઞાતિ, મિત્ર વર્ગમાં સૌ કોઇ એના તરફ શંકા ભરી નજરે જુએ છે. માટે ચેતન ! કોઇના ઉપર ખોટા આક્ષેપ કે કલંક લગાડવાના ચંડાળ કાર્યથી દૂર રહેજે. અણસમજમાં પણ જાણે અજાણે આવું દુષ્કૃત થઇ ગયું હોય તેની નિંદા કરી તારા આત્માને પાવન કર. ચેતન ! ઇષ્ટ પદાર્થો મળતાં રાજી થવું, અનુકૂળ સંયોગો મળતાં હર્ષ પામવો, તેમાં રતિ કરવી અને અનિષ્ટ પદાર્થો મળતાં દ્વેષ કરવો, પ્રતિકૂળ સંયોગો ઉભા થતાં ખેદ કરવો, તેમાં અતિ સહજ સમાધિ • ૮૮ કરવી એ પણ પાપ છે. બાહ્ય પદાર્થોમાં રત-અરિત કરીને મૂઢ બનેલો જીવ આત્મસ્વભાવની આરાધનામાં સ્થિરતા પામી શકતો નથી. તેના મનમાં સદા ભય, દ્વેષ અને ખેદનું, હર્ષ અને શોકનું, દીનતા અને હીનતાનું ચક્ર ચાલ્યા જ કરે છે. ચેતન ! આત્મામાં સર્વ સદ્ગુણોનો નાશ કરનાર એક અવગુણ છે, જેનું નામ છે નિંદા. બીજી વ્યક્તિના દોષો, અપરાધોને જાહેરમાં પ્રગટ કરવા તે નિંદા. સામી વ્યક્તિને ઉતારી પાડી, તેની બેઆબરૂ કરવા અને પોતાની જાતની મહાનતા બતાવવા નિંદા કરવામાં આવે છે. જે જીભ પ્રભુના ગુણગાન કરવા માટે મળી છે, તેના દ્વારા બીજાના દોષોને બોલવા એ જીભનો દુરૂપયોગ છે. ચેતન ! એક વાતને તું બરાબર સમજી લે જે કે બીજાના જે જે દોષોની તું નિંદા કરી રહ્યો છે, તે તે દોષો તારામાં આવશે. તું દોષરહિત બનવા ઇચ્છે છે, તો કોઇના પણ દોષ ન બોલજે. નિંદા કરનારને ધોબીની ઉપમા આપી છે. જ્ઞાન, ધ્યાન અને તપથી મેળવેલ શક્તિ તથા ગુણો નિંદા દ્વારા નાશ પામે છે. નિંદક માણસ ચંડાળ, ચમાર જેવા અવતારને પામે છે. ચેતન ! આજ સુધી જેની જેની નિંદા કરી હોય, તે સર્વે દુષ્કૃતોની નિંદા કર. આ દુષ્કૃતોની નિંદા એ ગુણ છે. નિંદાના દોષથી બચવા નિંદક પુરૂષોનો તું સંગ ના કરજે. પરનિંદાથી યુક્ત એવા સાહિત્ય, લખાણો કે ભાષણોથી તારી જાતને દૂર રાખજે. ચેતન ! સત્તરમું પાપ છે માયામૃષાવાદ. એકલી માયા અને એકલા મૃષાવાદથી જે કર્મબંધ થાય છે, તેના કરતાં અનેકગણો અધિક અતિનિબિડ કર્મબંધ, બે ભેગા થવાથી થાય છે. માયા અને મૃષા કદાચ અજાણતાં, અજ્ઞાનતાથી સેવાઇ જાય પણ માયા-મૃષા પાપ તો જાણી જોઇને, સમજણપૂર્વક થતું હોવાથી તેનાથી અત્યંત ચીકણાં કર્મ બંધાય છે. સહજ સમાધિ • ૮૯ Page #46 -------------------------------------------------------------------------- ________________ ચેતન ! માયા-મૃષાવાદ આચરવા માટે કુશળ બુદ્ધિ જરૂરી છે. પુણ્યોદયે મળેલ તારી બુદ્ધિની કુશળતાનો ઉપયોગ આ દુષ્કતોના સેવનમાં ન કરતો. આજ સુધી તેં તારો સ્વાર્થ સાધવા માયા મૃષાવાદનું સેવન કર્યું હોય તો તે દુષ્કતની નિંદા કર. ચેતન ! આ સત્તરેય પાપનો બાપ, અઢારમું પાપ મિથ્યાત્વશલ્ય છે. મિથ્યાત્વ એટલે બુદ્ધિનો વિપર્યાસ, વિપરીત દૃષ્ટિ, ઉંધી માન્યતા, કદાગ્રહ. આ કદાગ્રહના આગ્રહથી જીવ હિતકારી માર્ગને જોઇ શકતો નથી. આત્માનું અહિત કરનાર, દુ:ખની પરંપરા ચલાવનાર આ મિથ્યાત્વશલ્ય છે. એના પ્રબળ પ્રભાવે કુદેવ, કુગુરુ અને કુધર્મમાં હિતની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. વિપરીત દૃષ્ટિ અને કદાગ્રહને કારણે જીવ સત્યને ઓળખી શકતો નથી અને સ્વીકારી શકતો નથી. ચેતન ! તારી ચેતનાને આવરનાર આ મિથ્યાત્વ છે. તું ચેતન છે, જડ નથી; આત્મા છે, શરીર નથી; એવી પ્રતીતિ ન થવા દેનાર આ મિથ્યાત્વ છે. આ દુષ્કતને વશ થઈ તે સત્તર પાપોનું સેવન અનંતીવાર કર્યું છે. પાપને પાપરૂપે માનવા નહિ દેનાર આ મિથ્યાત્વ છે. મિથ્યાત્વના કારણે આજ સુધી અનંત કર્મરાશિઓથી તારા જ્ઞાનાદિગુણો અવરાયેલા છે; જો તું તારા સહજ જ્ઞાન - આનંદને પ્રગટાવવા ઇચ્છતો હોય તો આ દુષ્કતની નિંદા કરે અને આત્મહિતૈષી બન. પાપ જે એહવા સેવિયાં, તેહ નિદિયે તિહું કાળ રે, સુકૃત અનુમોદના કીજીએ, જિમ હોયે કર્મ વિસરાલ રે. || ચેતન || ૧૫ . અર્થ : તે સર્વે પાપોની હું ટિહું કાલે નિંદા કરું છું. સાથે સ્વ-પરના સુકૃતની અનુમોદના કરવી જોઇએ, જેથી પુણ્યાનુબંધી પુણ્ય પુષ્ટ બને છે તથા ક્લિષ્ટ કર્મોનો ક્ષય થાય છે. વિવેચન : દુષ્કૃતગહ માટે ‘પંચસૂત્ર'માં પણ કહ્યું છે કે – > અરિહંત પરમાત્માઓ, સિદ્ધ ભગવંતો, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સાધ્વી કે બીજા માનનીય, પૂજનીય, ધર્મસ્થાનો પ્રત્યે પણ વિપરીત આચરણ કર્યું હોય. તથા માતા-પિતા-બન્ધ-મિત્ર-ઉપકારીજન કે માર્ગસ્થિત યા અમાર્ગસ્થિત સર્વ જીવો સાથે ઉચિત વર્તન કર્યું ન હોય. ધર્મ સાધનોનો નાશ કર્યો હોય કે અધર્મના સાધનોનો સંગ્રહ કર્યો હોય એવા. અને બીજા પણ અનેક અનિચ્છનીય, અનાચરણીય, અશુભ કર્મની પરંપરા સર્જનારા સૂક્ષ્મ કે બાદર પાપ કર્યો, રાગ, દ્વેષ કે મોહવશ બની આ જન્મ કે જન્માંતરમાં કર્યા હોય, તે સર્વે અરિહંત-સિદ્ધ પરમાત્માની સાક્ષીએ હું નિંદા કરું છું. હે ચેતન ! આ દુષ્કતની ગર્તા તું સમ્યગુ ભાવપૂર્વક કર અને હવે પછી કોઇ દુષ્કૃત નહિ કરવું એવો નિયમ કર. આ વચન બહુમાન કરવા યોગ્ય છે. શ્રી અરિહંત ભગવંતોની અને તેઓના વચન પ્રચારનારા કલ્યાણમિત્ર એવા ગુરુઓની આવી હિતશિક્ષાની વારંવાર ઇચ્છા રાખે. દેવ-ગુરુ સાથે સંયોગની પ્રાર્થના કર. ચેતન ! આ ભવ-પ૨ ભવમાં જાણતાં, અજાણતાં સેવાયેલા પાપોનો, દુષ્કતજન્ય દુષ્ટ કર્મોનો ક્ષય કરવા પ્રથમ તેના અનુબંધને તોડવો જોઇએ, પાપનો અનુબંધ તૂટ્યા વગર ભવોભવ સુધી તેની પરંપરા ચાલે છે. અશુભ કર્મોના અનુબંધનો નાશ કર્યા વગર કરાતો ધર્મ, ધર્મરૂપ બનતો નથી. માટે પાપના અનુબંધને તોડવા ત્રિકાલ તેની નિદા-ગહ કરી તારી ચેતનાને નિર્મળ બનાવ. સહજ સમાધિ • ૯૦ સહજ સમાધિ • ૯૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ ચેતન ! શરણાગત આત્માને પોતાના પાપો (દુષ્કતો) શલ્યની જેમ ખૂંચે છે. તેથી તેની નિંદા-ગર્ભા થાય છે. દુષ્કૃત-નિંદા થતાં, સુકૃત પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થાય છે. દુષ્કૃત-નિંદાથી દોષ હાનિ થાય છે. તેમ સુકૃત અનુમોદનાથી આત્મગુણોની પુષ્ટિ થાય છે. ચેતન ! સુકૃત અનુમોદનાથી પુણ્યાનુબંધી-પુણ્યનો બંધ થાય છે. સુકૃત અનુમોદનાથી સુકૃત કરવાની શક્તિ મળે છે. જેનામાં જે સુકૃત, ગુણ દેખાય તેની અનુમોદના કરવાથી તે ગુણ આપણામાં આવે છે. - ચેતન ! ધર્મની પ્રશંસાથી ધર્મનું બીજ આત્મામાં પડી જાય છે. જીવનમાં શુદ્ધ-ધર્મની પ્રાપ્તિ ધર્મ-પ્રશંસાથી જ થાય છે. માટે હવે સુકૃત અનુમોદના માટે તૈયાર થઇ જા. સુકૃત, સત્કાર્યો કરવાની શક્તિ અને સામગ્રી પરિમિત છે. છતાં જગતમાં જયાં જયાં જિનાજ્ઞાનુસાર સત્કાર્યો થઈ રહ્યાં છે તેની અનુમોદના કરી સુકૃતનો લાભ મેળવ. ચેતન ! સુકૃતની અનુમોદનાથી, સુકૃત કરવામાં પ્રતિબંધક કર્મોનો નાશ થાય છે. દા.ત. જેને જ્ઞાન ચઢતું નથી તે જ્ઞાનાભ્યાસ કરનારની અનુમોદના કરે તો તેના જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા થાય છે, તેથી તેના જ્ઞાનનો ક્ષયોપશમ પ્રગટે છે. આ રીતે તારે જે ગુણો કે શક્તિ મેળવવી હોય તો તે ગુણો કે શક્તિ જેનામાં છે તેના પ્રતિ બહુમાન ધારણ કરી તેની અનુમોદના કર. ચેતન ! ક્ષુલ્લકમુનિનો પ્રસંગ યાદ છે ? સાધુ પ્રત્યે દ્વેષ કરવાથી નરકાદિ-દુર્ગતિમાં અનંતકાળ ભમ્યો. પછી મનુષ્યભવ પામી કેવળજ્ઞાની ભગવંતનો યોગ મળતાં તે પોતાનો પૂર્વભવ જાણે છે, સાધુ પ્રષિના અપરાધનું પ્રાયશ્ચિત માગે છે. ભગવાને શું પ્રાયશ્ચિત આપ્યું તે તારે જાણવું છે ? ઉપવાસ કરવાનું ન કહ્યું, પણ સાધુનું બહુમાન કરવાનું કહ્યું. તે જ વખતે તેણે રોજ પ00 મુનિને વંદન કરવાનો અભિગ્રહ કર્યો અને જે દિવસે પ00 મુનિને વંદન ન થાય તે દિવસે અન્ન-પાણીનો ત્યાગ. ચેતન ! સુકૃતના ભંડાર મુનિનું બહુમાન કરવાથી તે મોક્ષ ગતિને પામે છે. નવકારના પ્રથમ પાંચ પદમાં પંચપરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યો છે, તેનું કારણ એ જ છે કે પાંચ પરમેષ્ઠીઓ સુકૃતના સાગર છે. જગતમાં એમના જેવા સુકૃતો કરનાર અન્ય કોઇ નથી. નમસ્કાર વડે તેમના સુકૃતોની અનુમોદના થાય છે અને તેના દ્વારા સર્વ પાપોનો નાશ થાય છે. ચેતન ! અપેક્ષાએ સુકૃતનું સેવન કરવું હજી સહેલું છે. પણ તેની અનુમોદના કરવી દુષ્કર છે. સુકૃત અનુમોદના માટે ગુણાનુરાગ, ગુણદેષ્ટિ જોઇએ છે, જ્ઞાનપ્રકાશ વગર ગુણદૃષ્ટિ પ્રગટતી નથી. માટે તને કહું છું ચેતન ! જ્ઞાન અજવાળ... વિશ્વ ઉપકાર જે જિન કરે, સાર જિન નામ સંયોગ રે, તેહ ગુણ તાસ અનુમોદિયે, પુણ્ય અનુબંધ શુભયોગ રે. | ચેતન || ૧૬ || અર્થ : | સર્વથી અધિક ઉપકાર કરનારા અરિહંત પરમાત્મા છે, જેઓ પૂર્વે ત્રીજા ભવે ‘સવિ જીવ કરું શાસનરસી'ની ઉત્તમ ભાવનાથી તીર્થંકર નામકર્મની નિકાચના કરે છે અને ભવ્ય જીવોને અહિંસાદિ ધર્મનો ઉપદેશ આપી, સમગ્ર વિશ્વના જીવોનું સંરક્ષણ કરે છે અને કરાવે છે. એવા મહાન ઉપકારી અરિહંત પરમાત્માના ગુણોની અનુમોદના કરવાથી આપણા યોગો શુભ બને છે, તેમજ પુણ્યાનુબંધી પુણ્યની પરંપરા વૃદ્ધિ પામે છે... • વિવેચન : ચેતન ! વિશ્વમાં સર્વોત્કૃષ્ટ ઉપકાર કરનાર અરિહંત પરમાત્મા છે. ‘સવિ જીવ કરું શાસનરસી’ ભાવના દ્વારા તીર્થંકર નામકર્મ નિકાચિત કરે છે. અનુક્રમે કેવળજ્ઞાન પ્રગટતાં તીર્થંકર પદની પ્રાપ્તિ થાય છે. ચોત્રીસ અતિશયો, આઠ મહાપ્રાતિહાર્યોની અદ્ભુત સમૃદ્ધિ સહજ સમાધિ • ૯૨ સહજ સમાધિ • ૯૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ અને વૈભવ પામે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થવાથી કૃતકૃત્ય બની ગયા છે, છતાં એક માત્ર જીવોના ઉપકાર માટે દેશના દ્વારા ધર્મનું દાન કરે છે. ધર્મનું દાન એ સર્વોત્કૃષ્ટ ઉપકાર છે. ચેતન ! અરિહંત પરમાત્માને ‘મહાગોપ’ તરીકે વર્ણવવામાં આવ્યા છે. ગોવાળ જેમ ગાયોની રક્ષા કરે છે, પાલન કરે છે, તેમ અરિહંત પરમાત્મા જગતને અહિંસા ધર્મનો સુંદર ઉપદેશ આપી ષકાય જીવોનું સંરક્ષણ કરે છે. જીવોનું સ્વરૂપ, જીવોના ભેદપ્રભેદોનું જ્ઞાન કરાવી જીવ હિંસાથી અટકવાના ઉપાયો બતાવે છે. આ રીતે તેઓ પકાય જીવ જગતના રક્ષણહાર અને પાલનહાર છે. ચેતન ! અરિહંત પરમાત્મા ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યનું સૂક્ષ્મ સ્વરૂપ ઓળખાવવા દ્વારા વિશ્વવ્યવસ્થાનું વિજ્ઞાન પ્રકાશિત કરી વિશ્વ ઉપર મહાન ઉપકાર કરે છે. છ દ્રવ્યનું જેવું સ્વરૂપ બતાવ્યું છે, તે જ સ્વરૂપે તે તે દ્રવ્યો વર્તી રહ્યાં છે. આથી કહ્યું છે કે અરિહંત પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન જડ કે ચેતન કોઈ પણ પદાર્થ કરતા નથી, જે કોઇ તેમની આજ્ઞાનું પાલન કરે છે, આદર - બહુમાન કરે છે તે અવશ્ય શીધ્ર ભવસાગરનો પાર પામે છે. ચેતન ! અરિહંત પરમાત્માને ‘પરાર્થવ્યસની’ એવું બિરુદ આપવામાં આવ્યું છે. નિગોદ અવસ્થાથી જ તેઓ ઉપકાર કરતા આવે છે અને છેલ્લા તીર્થંકરના ભવમાં ઉપકારની પરાકાષ્ઠા હોય છે. એમનું જીવદળ જ એવું વિશિષ્ટ હોય છે કે સર્વ અવસ્થામાં તેઓ ઉપકાર કર્યા વગર રહી શકતા નથી. તીર્થંકરના ભવમાં જગતને સમ્યગુ જ્ઞાનનો પ્રકાશ આપી ભવ્ય જીવોના અંતર ચક્ષુને પ્રગટ કરે છે. ચેતન ! અરિહંત પરમાત્માના આ ‘વિશ્વ ઉપકાર’ ગુણની અનુમોદના કર. તેના દ્વારા પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે. અનુમોદના માત્ર મનથી નહિ પણ તેમની વિશિષ્ટ ભક્તિ ગુણગાન દ્વારા થવી જોઇએ. અરિહંતની ભક્તિમાં તરબોળ બનેલો ભક્ત અરિહંત બની જાય છે. ચેતન ! ભક્તિમાં તરબોળ બનવાથી, અરિહંતના ધ્યાન, નામ સ્મરણમાં લીન બનવાથી તારા ત્રણે યોગો શુભ બનશે. યોગ શુદ્ધિ થવાથી ઉપયોગની શુદ્ધિ થશે. ઉપયોગની શુદ્ધિ ક્લિષ્ટ કર્મનો નાશ કરી આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરાવશે. નિજાનંદની મસ્તી આપશે. સિદ્ધની સિદ્ધતા કર્મના, ક્ષય થકી ઉપની જેહ રે, જેહ આચાર આચાર્યનો, ચરણ વન સિંચવા મેહ રે. | ચેતન || ૧૭ || અર્થ : સિદ્ધ ભગવંતની સંપૂર્ણ કર્મક્ષયથી ઉત્પન્ન થયેલી સિદ્ધતાની તથા ચારિત્રરૂપ વનને સિંચવામાં મેઘ સમાન આચાર્ય ભગવંતના પંચાચાર પાલનગુણની વારંવાર અનુમોદના કરું છું. વિવેચન : - ચેતન ! અરિહંતો પણ પોતાના ઘાતી-અઘાતી કર્મોનો ક્ષય સિદ્ધ ભગવંતના ધ્યાનથી કરે છે. સિદ્ધ ભગવંતો સર્વ કર્મનો ક્ષય કરી, આત્મસ્વરૂપમાં આદિ અનંતકાળ રમણતા કરે છે. જે કોઈ પણ આત્મા સિદ્ધનું ધ્યાન કરે છે, તેના કર્મોનો ક્ષય થાય છે. કર્મક્ષયમાં નિમિત્ત બની, સિદ્ધભગવંત પણ જગત ઉપર મહાન ઉપકાર કરે છે. ચેતન ! નિરંજન-નિરાકાર-અરૂપી-સાત રાજલોક દૂર રહેલા સિદ્ધો શું ઉપકાર કરે ? એવી શંકા તને ઘણીવાર થાય છે. તેનું કારણ એ જ કે એમના ઉપકારોને જોવાની તારી દૃષ્ટિ ખૂલી નથી. - ચેતન ! જો જગતમાં એક પણ જીવે સંપૂર્ણ કર્મનો ક્ષય કરી પોતાની સિદ્ધતા પ્રગટ કરી ન હોત, તો મોક્ષ માર્ગ જ ચાલુ થયો ન હોત. જગત અનુકરણશીલ છે. એકની પ્રગટેલી સિદ્ધતા જોઇ-જાણી અનેક આત્માઓએ પોતાની સિદ્ધતા પ્રગટાવી. અરિહંત પરમાત્મા સહજ સમાધિ • ૯૪ સહજ સમાધિ • ૯૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન દ્વારા સિદ્ધોનું દર્શન કરી, જગતને સિદ્ધિનો માર્ગ બતાવે છે. સિદ્ધોની વિદ્યમાનતા જ ન હોત તો મોક્ષનો માર્ગ ન હોત. મોક્ષનો ઉપદેશ ન હોત. સિદ્ધતા પ્રગટાવવાના ઉપાય રૂપ ધર્મ ન હોત. ચેતન ! આત્મા અનંત અવ્યાબાધ અક્ષયસુખનો નિધાન છે. આ વાતની પ્રતીતિ સિદ્ધોના આલંબનથી થાય છે. એક સિદ્ધ આત્માએ એ સુખનો અનુભવ કરી, જગતના જીવોને નશ્વર સુખને છોડી, અક્ષય સુખના અર્થી બનવાનો સંદેશો આપતાં કહે છે, જેવું મારું સ્વરૂપ છે, તેવું જ તારું શુદ્ધ સ્વરૂપ છે. મારું ધ્યાન એ તારા શુદ્ધ આત્મ સ્વરૂપનું જ ધ્યાન છે. જે સરૂપ અરિહંત કો સિદ્ધ સરૂપ વળી જેહ, તેહવો આત્મરૂપ છે, તિણમેં નહીં સંદેહ.” | (સમાધિ વિચાર ૨ ૧૯) ચેતન ! તું પણ સિદ્ધોની સિદ્ધતાનું સતત સ્મરણ કર. જેથી તારા કર્મોનો ક્ષય થશે અને તારું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થશે. માટે કર્મક્ષયમાં નિમિત્ત બનવારૂપ તેઓ જે મહાન સુકૃત કરી રહ્યા છે તેની અનુમોદના કર. ચેતન ! આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવાનો ઉપાય પંચાચારનું પાલન છે. આચાર્ય ભગવંત પંચાચારનું સ્વયં વિશુદ્ધ પાલન કરી, પંચાચારનો ઉપદેશ આપે છે. આચાર પાલન એ ચારિત્રનો પ્રાણ છે. જેમ જલવૃષ્ટિ કરવા દ્વારા મેઘ વન-ઉદ્યાનને લીલોછમ બનાવે છે, તેમ આચાર્ય ભગવંત પંચાચારના પાલન અને ઉપદેશ દ્વારા ચારિત્રરૂપ ઉપવનને પ્રસન્નતાના પુષ્પોથી સુશોભિત બનાવે છે, સુવાસિત બનાવે છે. ચેતન ! તીર્થંકરની ગેરહાજરીમાં આ આચાર્ય ભગવંતો શાસનની ધુરાને વહન કરે છે. સમગ્ર વિશ્વમાં જૈન શાસનનું જે અનન્ય ગૌરવ છે, સર્વાધિક સ્થાન-માન છે, તેનું કારણ તેની સુવિશુદ્ધ, વિશ્વહિતકર આચાર સંહિતા છે. જૈન શાસનની આચાર સંહિતા વિશ્વમાં અજોડ છે. આચાર સંહિતાને આજ સુધી ટકાવી રાખી અને જગતમાં જૈન શાસનની શાનને વધારી આચાર્ય ભગવંતો, મહાન ઉપકાર કરે છે. ચેતન ! આવા આચાર્ય ભગવંતના સુકૃતની વારંવાર ખૂબ ખૂબ અનુમોદન કર, જેનાથી તારામાં આચાર પાલનનું બળ વધશે. જેહવો ઉવજઝાયનો ગુણ ભલો, સૂત્ર સજઝાય પરિણામ રે, સાધુની જે વળી સાધુતા, મૂળ ઉત્તર ગુણ ધામ રે. || ચેતન / ૧૮ || અર્થ : તથા ઉપાધ્યાય ભગવંતના શાસ્ત્રાભ્યાસ પઠન-પાઠનગુણની તેમજ મૂળ ગુણો (પાંચ મહાવ્રતો અને ઉત્તર ગુણો (સમિતિ-ગુપ્તિ)ના ભંડાર એવા મુનિ મહાત્માના મુનિપણાની અનુમોદના કરું છું. • વિવેચન : - ચેતન ! આગમ શાસ્ત્રોમાં આચાર સંહિતાનો સંગ્રહ કરેલો છે. આચારોના હેતુ, સ્વરૂપ, ફળનું જ્ઞાન આગમ શાસ્ત્રોમાં મળે છે. ઉપાધ્યાય ભગવંત, આચાર્ય ભગવંતની સેવા-વિનય કરી તેમની પાસેથી આગમ-જ્ઞાન મેળવે છે અને મુનિ ભગવંતોને તે જ્ઞાનનું દાન કરે છે. આ રીતે શાસ્ત્ર-અધ્યયન કરવા અને કરાવવા દ્વારા તેઓ પણ ઉપકાર કરે છે. ચેતન ! અધ્યયન કરવા માટે વિનમ્ર બનવું પડે છે અને કરાવવા માટે કુશળતા મેળવવી પડે છે. ઉપાધ્યાય ભગવંતમાં એવી કુશળતા હોય છે કે તેઓ પથ્થર જેવી જડબુદ્ધિવાળા શિષ્યને પણ ચંદન જેવી શીતલ મધુર વાણી વડે અધ્યયન કરાવી, આગમના ગહન, સૂક્ષ્મ પદાર્થોનો બોધ કરાવે છે. સુત્ર-સ્વાધ્યાયમાં સદા ઉદ્યમશીલ રહેનારા ઉપાધ્યાય ભગવંતના આ પઠન-પાઠન રૂપ સુકૃતની અનુમોદના કર. સહજ સમાધિ • ૯૬ સહજ સમાધિ • ૯૭ Page #50 -------------------------------------------------------------------------- ________________ ચેતન ! સર્વ-સત્ત્વ-હિતાશય-વૃત્તિવાળા સાધુની, સાધુતાની અનુમોદનાનો હવે અવસર આવ્યો છે. નિગ્રંથ સાધુ જગતને વંદનીય છે, સેવનીય છે, તેનું મુખ્ય કારણ તેની સાધુતા છે. સહન કરે તે સાધુ, સહાય કરે તે સાધુ, સંયમ રાખે તે સાધુ અને સાધના કરે તે સાધુ. પ્રતિકૂળતાને, આપત્તિને સમભાવે સહન કરવું, સિદાતાને સહાય કરવી અને ઇન્દ્રિય, મનનો સંયમ રાખવો, રત્નત્રયીની અપ્રમત્ત પણે સાધના કરવી એ તેમની સાધુતા છે. ચેતન ! અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહરૂપ મૂળ ગુણો અને પિંડેષણાદિરૂપ ઉત્તર ગુણોના ધામ એવા સાધુ ભગવંતો જીવદયાનું મૂર્તિમંત સ્વરૂપ છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના નાના મોટા કોઇપણ જીવને અલ્પ પણ પીડા ન પહોંચે તેવું જીવન જીવનારા સાધુ મહારાજ અષ્ટપ્રવચન માતાના પાલનમાં સદા સાવધાન હોય છે. ચેતન ! આવા મુનિભગવંતના દર્શન માત્રથી પાપોનો નાશ થાય છે. સાધુના સંસર્ગથી સમ્યક્ત્વાદિના પરિણામો ઉત્પન્ન થાય છે. જીવમાત્રનું સદા હિત ઇચ્છનારા અને સુકૃતના ભંડાર સાધુની સાધુતાની અનુમોદના કરવાથી તારામાં સાધનાનું બળ પ્રગટશે. તેમ જ સુકૃત કરવાના મનોરથો જાગશે. જેહ વિરતિ દેશ શ્રાવક તણી, જેહ સમકિતી સદાચાર રે, સમકિત દૃષ્ટિ સુરનર તણો, તેહ અનુમોદિયે સાર રે. | ચેતન || ૧૯ | અર્થ : દેશ-વિરતિધર શ્રાવકની વિરતિ, ત્યાગની તેમ જ સમ્યગ્દષ્ટિ દેવ કે મનુષ્યના જિનપૂજાદિ કે સુપાત્રદાનાદિ સદાચારોની ભાવપૂર્વક અનુમોદના કરું છું. વિવેચન : ચેતન ! સર્વ વિરતિ ધર્મનું પાલન કરવાનું સામર્થ્ય જેમનામાં ન હોય તેઓ દેશથી પણ જે વિરતિનું પાલન કરે છે એવા શ્રાવકના દેશવિરતિ ગુણની પણ અનુમોદના કર. વિરતિ એટલે પાપ-પ્રવૃત્તિનો ત્યાગ, વિરતિના પરિણામ અત્યંત દુર્લભ છે. વિરતિધર શ્રાવકના જીવનમાં પણ સવાવીશા જેટલી દયાનું પાલન હોય છે. અનર્થદંડથી તે સર્વથા નિવૃત્ત થયેલો હોય છે. શ્રાવક યોગ્ય આચારોના પાલનમાં અને જિનભક્તિના અનુષ્ઠાનોમાં વિશેષ રીતે તત્પર રહે છે. જિનાજ્ઞા પ્રત્યે, જિનાગમો પ્રત્યે તે અત્યંત આદર બહુમાનવાળો હોય છે. ચેતન ! દેશવિરતિની પ્રાપ્તિ પણ ક્રોધ, માન, માયા, લોભ કષાયોની મંદતા વગર થતી નથી. દેશ-વિરતિધર શ્રાવકના જીવનની અનુમોદના દ્વારા તું પણ વિરતિનાં પરિણામ પ્રગટાવતો બન. સાચી અનુમોદના એ છે કે એવા વિરતિધર શ્રાવકોનો સત્સંગ કર. એમના પ્રતિ આદર-બહુમાન ધારણ કરી ભક્તિ કરનારો બન. ચેતન ! મોક્ષનગરના પ્રવેશ-પત્ર સમાન સમ્યગદર્શન ગુણની પ્રાપ્તિ ઘણો ભવસાગર તરી ગયા પછી અલ્પ સંસાર બાકી રહે છે ત્યારે થાય છે. સમ્યગ્દર્શન પામેલો જીવ અર્ધ પુદ્ગલ પરાવર્તકાળમાં અવશ્ય મોક્ષને પામે છે. સમ્યગુ-દષ્ટિ જીવના જીવનમાં ભવ નિર્વેદ, મોક્ષની તીવ્ર અભિલાષારૂપ સંવેગ, અનુકંપા, ઉપશમ, આસ્તિયાદિ ગુણો સહજ રીતે જોવા મળે છે. ચેતન ! સમ્યગુ-દર્શનની પ્રાપ્તિ થતાં અપૂર્વ એવા આત્માના સુખનો અનુભવ થાય છે. તે અનુભવ કર્યા પછી, સંસારમાં, ઇન્દ્રિયના વિષય સુખોમાં રતિ થતી નથી. સમ્યગુ-ષ્ટિ જીવને જિન ભક્તિમાં વિશેષ આદર અને આનંદ હોય છે. ચેતન ! સમ્યગુ-દષ્ટિ મનુષ્યો અને દેવોના જિનપૂજા , સુપાત્રદાન, તીર્થયાત્રા, જીવદયાનાં કાર્યો જિનવાણીનું શ્રવણ વગેરે સુકૃતોની અનુમોદના કર. સહજ સમાધિ • ૯૮ સહજ સમાધિ • ૯૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ અન્યમાં પણ દયાદિક ગુણો, જેહ જિન વચન અનુસાર રે, સર્વ તે ચિત્ત અનુમોદિયે, સમકિત બીજ નિરાધાર રે. || ચેતન || ૨૦ | અર્થ : અન્ય દર્શનીઓમાં પણ જે કોઇ જિનવચન અનુસાર દયા કરુણા, વાત્સલ્ય, પ્રેમ, પરોપકાર, સત્ય, સંતોષ, દાન, નીતિ, સદાચાર આદિ ગુણો દેખાતા હોય તેની પણ મનોમન અનુમોદના કરવી જોઇએ. કારણ અનુમોદના એ નિશ્ચિત સમકિતનું બીજ છે. • વિવેચન : નિબિડ એવા કર્મના મહારોગનો નાશ કરવા, જિનવર ગિરા એ પરમ રસાયણ છે. મોહના મહાભયંકર વિષને મારવા, જિનવચન એ સુધારસ છે. જિનવચન જયારે નિજ વર્તનમાં પરિણમે છે ત્યારે અખંડ આનંદ, સુખ અને જ્ઞાન-દર્શન-ચારિત્રના સ્વામી થવાનું સદ્ભાગ્ય સાંપડે છે. ચેતન ! જોયો આ જિનવચનોનો ચમત્કાર ! વળી જૈન શાસનની ઉદારતા કેવી અને કેટલી વિશાળ છે, તે આ ગાથામાં જોવા મળે છે. જૈન ધર્મને પામેલા જીવના જ સુકૃતની કે ગુણોની, અનુમોદના કરાય. અન્યધર્મી જીવના સુકૃતોની અનુમોદના કરતાં મિથ્યાત્વનું પાપ લાગે તેવું નથી. અન્ય ધર્મનાં ધર્માત્મામાં રહેલા જિન વચન અનુસાર જે દયા, દાન, કરુણા, પરોપકાર, સત્ય, સંતોષ, નીતિધર્મ, સદાચાર વગેરે સગુણો જોવા મળે તેની પણ મનોમન અનુમોદના કર. ચેતન ! ગુણની અનુમોદના એ સમ્યકત્વનું બીજ છે. સમ્યક્ત્વ એ ગુણોને રહેવા માટેનું આધારસ્થાન છે. સદ્ગુણો સમ્યકુ-દષ્ટિ આત્મામાં આવીને વસે છે. મિથ્યા-દષ્ટિ જીવથી સદ્ગુણો દૂર રહે છે. ઊર્દુ દુર્ગુણો તેનામાં આવીને વસે છે. ચેતન ! આજ સુધીમાં જે કોઇ આત્મા સમ્યક્ત્વને પામેલા છે, તેઓએ તે ભવમાં કે પૂર્વભવમાં ધર્મી આત્માના સુકૃતોની અને ગુણવાન આત્માઓના સગુણોની અનુમોદના કરેલી છે. ગુણ અનુમોદનામાં એવી તાકાત છે કે અનાદિ કાળના મિથ્યાત્વના નિબિડ પડળોને શિથિલ બનાવી નાખે છે. ધીમે ધીમે તેનો ક્ષય કરે છે અને અંતે નિર્મૂળ કરી સમ્યક્ત્વના પ્રકાશ-પુંજને પ્રગટ કરે છે. ચેતન ! તને જ્યાં અને જેનામાં જે કોઇ સગુણ દેખાય તેની અનુમોદના કરી, સમ્યક્ત્વના બીજનું વપન કરી લે... તો તારો આ મનુષ્ય ભવ સાર્થક બનશે. પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેહને નવિ ભવ રાગ રે, ઉચિત સ્થિતિ જેહ સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે. | | ચેતન // ૨૧ છે. • અર્થ : જે તીવ્ર સંક્લિષ્ટ ભાવથી પાપ આચરતો નથી, જેને સંસાર પર પ્રેમ નથી તથા જેઓ ઉચિત, અવસરોચિત સ્થિતિ, મર્યાદાનું પાલન કરતા હોય છે - એવા માગનુસારી તથા અપુનબંધક જીવના તે તે ગુણોની પણ હું અનુમોદના કરું છું. • વિવેચન : ચેતન ! સમ્યગુ-દષ્ટિ આદિ જીવોના બહારથી દેખાતા ગુણોની અનુમોદના કરવા સાથે તેનાથી પણ હીન કક્ષામાં રહેલા જીવો જે હજી સમ્યકત્વને પામેલા નથી, એવા અપુનર્ભધક, માગનુસારી જીવોના ગુણોની અનુમોદના કરવાની છે. ખરેખર ! જૈન શાસનની આ મહાનતા અને વિશાળતા છે, કે એક પણ ગુણી આત્મા અનુમોદનના વિષયમાંથી બાકાત રહી જાય એ ઇષ્ટ નથી. ચેતન ! નાનામાં નાના ગુણની પણ અનુમોદના કરવાની છે. તને પ્રશ્ન થશે કે હજી જે સમ્યકુ-દર્શન પણ પામેલા નથી, જેના સહજ સમાધિ • ૧૦૦ સહજ સમાધિ • ૧૦૧ Page #52 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં પાપ પ્રવૃત્તિઓ પથારો નાખીને પડી છે, જેઓ બહિરાત્મદશામાં રાચે છે, એવા જીવમાં વળી ક્યો ગુણ હોઇ શકે ? અપુનબંધક, માર્ગાનુસારી જીવોમાં ભલે પાપ-ક્રિયા અને દોષોની અધિકતા છે, છતાં તેમના કર્મોની સ્થિતિ હળવી બનેલી હોવાથી અને તથાભવ્યત્વનો યત્કિંચિત્ પરિપાક થયેલો હોવાથી તેઓ તીવ્રભાવે પાપ કરતા નથી. પાપ કરવા છતાં તીવ્રભાવે પાપ ન કરવું એ એમનો ગુણ છે. ચેતન ! આ જીવોમાં બીજો ગુણ એ છે કે તેમને ભવ-સંસાર પ્રત્યે બહુમાન હોતું નથી. સંસારમાં રહેવા છતાં, તેમાં રહેવા જેવું નથી, એટલી અંતરમાં પ્રતીતિ થયેલી હોય છે. અપુનબંધક અવસ્થાને પામેલા જીવનું સર્વત્ર ઔચિત્યવર્તન સહજ રીતે થાય છે, ઔચિત્યનું પાલન એ પણ આત્મવિકાસ માટે જરૂરી છે. ચેતન ! આ ત્રણે ગુણો જેનામાં હોય તે જૈનદર્શનમાં હોય કે અન્ય દર્શનમાં હોય તેની અનુમોદના કરજે. સાધનાના પાયાના આ મૂળભૂત ગુણો છે. જેને યોગનું બીજ પણ કહી શકાય. આ ત્રણે ગુણોની અનુમોદના કર જેનાથી તારું હૃદય કોમળ બનશે. થોડલો પણ ગુણ પર તણો, સાંભળી હર્ષ મન આણ રે, દોષ લવ પણ નિજ દેખતાં, નિર્ગુણ નિજઆતમાં જાણ રે. || ચેતન || ૨૨ છે. અર્થ : આ પ્રમાણે અન્ય ગુણીજનોનો નાનો પણ ગુણ જોઇ મનમાં હર્ષિત થવું જોઇએ અને પોતાનો અલ્પ પણ દોષ જોઇ પોતાને અવગુણી માનવો જોઇએ. • વિવેચન : ચેતન ! ગુણ નાનો હોય કે મોટો પણ તે અનુમોદવા લાયક છે. પોતાના ગુણની પ્રશંસા તો હજી થઇ શકે છે, પણ બીજામાં, નાનો પણ ગુણ દેખાય તો તે જોઇને મનમાં પ્રમોદ ધારણ કર. હર્ષ ઉત્પન્ન કરે અને નાનામાં નાનો પણ અવગુણ કે દોષ હોય તો પોતાની જાતને નિર્ગુણ શિરોમણી માનજે. ચેતન ! ગુણદૃષ્ટિ કેટલી ખીલેલી છે, તેની આ પારાશીશી છે. સાથે સાથે દુર્ગુણો પ્રત્યે દુર્ગચ્છા ઉત્પન્ન થઇ છે કે કેમ તેનો નિર્ણય થાય છે. બીજાનો મોટો ગુણ પણ દેખાતો નથી, દેખાય તો હર્ષ ઉત્પન્ન થતો નથી અને પોતાનો નાનો ગુણ પણ જગતમાં પ્રદર્શિત કર્યા વગર રહી શકાતું નથી. બીજાનો નાનો પણ દોષ જણાઈ આવતાં તેની નિંદા જગજાહેર કર્યા વગર ચેન પડતું નથી અને પોતાના મોટામાં મોટા દોષો પ્રત્યે ઉપેક્ષા-મૌનનું સેવન થાય છે. ચેતન ! ગુણનો પ્રમોદ એ ગુણ પ્રાપ્તિનું બીજ છે. જગતમાં જે અરિહંતદેવ કે સિદ્ધ ભગવંત થયા છે તે સર્વે ગુણી જનોના ગુણોનો આદર, બહુમાન કરવાથી તે પદને પામ્યા છે. ગુણના અર્થી પ્રત્યેક આત્માએ તે તે ગુણની પ્રાપ્તિ માટે તે મહાપુરુષોની સ્તુતિ, નમસ્કારાદિ ભાવપૂર્વક કરવાં જોઇએ. ગુણીની પ્રશંસા આત્માને ગુણી બનાવે છે. સુકૃત અનુમોદના એ ભક્તિ યોગ છે. ‘એક જ જિનભક્તિ પણ સર્વ દુઃખોને દૂર કરી, સ્વર્ગ અપવર્ગનાં સઘળાં સુખો આપવામાં સમર્થ છે.' (ભત્તપન્ના) ભક્તિરસમાં લીન રહેનાર ભક્તને મુક્તિથી પણ ભક્તિ અધિક પ્રિય હોય છે. ભક્તિ સર્વ યોગોનું બીજ છે; સર્વ સાધનાનું મૂળ છે. સાધ્ય જે છે તેનો સાર છે. પોતાને લઘુ માનનાર વ્યક્તિ જ ગુણીજનની ભક્તિ કરી શકે છે. ચેતન ! ગુણીજનની ભક્તિ આત્માને ગુણિયલ બનાવે છે. સુકૃત અનુમોદના અને દુષ્કૃતગહ એ ભક્તિ-યોગને વિકસાવવા માટે અત્યંત ઉપયોગી છે. ભક્તિયોગ સર્વયોગોનું, સર્વસાધનાનું સહજ સમાધિ • ૧૦૨ સહજ સમાધિ • ૧૦૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ મૂળ છે. ભક્તિયોગમાં સ્થિર બન્યા પછી, કર્મયોગ અને જ્ઞાનયોગની ઉપાસના કરવામાં આવે તો તે ફળદાયી બને છે. ચેતન ! ભક્તિ આત્મસમર્પણ, આત્મનિંદા અને ગુણદિષ્ટ વિના પ્રગટતી નથી. શરણાગતિ-ચારની, દુષ્કૃતગહં દુષ્કૃત્યોની અને સુકૃત અનુમોદના સત્કર્મોની એ પ્રભુભક્તિને પ્રગટાવનાર છે. ભક્તિયોગનો વિકાસ થતાં આત્મા અધ્યાત્મયોગની સન્મુખ બને છે. એ સન્મુખતા આત્માને પરમાત્મ-પદ પર સ્થાપવા સક્રિય કાર્ય કરે છે અને પરમપદે પહોંચાડીને જ જંપે છે. ભક્તિયોગમાં મુખ્ય આલંબન પરમાત્માનું છે. પરમાત્માનાં સ્તવનો, સ્તોત્રોમાં મુખ્યતયા પ્રભુના ગુણોની સ્તુતિ અને આત્માના દોષોની નિંદા-ગર્હા ગૂંથવામાં આવેલી હોય છે. અગોચર એવા પરમાત્મ-સ્વરૂપને ગોચર કરવા માટે પરમાત્મગુણોનું કથન એ એક અમોઘ ઉપાય છે. • અર્થ : આ પ્રમાણે ઉચિત વ્યવહારના પાલન દ્વારા મનને સ્થિર બનાવી હવે પછી કહેવામાં આવે છે તે નિર્મળ પવિત્ર આશય ઉત્પન્ન કરનારી શુદ્ધનયની ભાવનાથી આત્માને ભાવિત બનાવવો. ઉચિત વ્યવહાર અવલંબને, એમ કરી સ્થિર પરિણામ રે, ભાવિયે શુદ્ધ નય ભાવના, પા નાશય તણું ઠામ રે. || ચેતન ॥ ૨૩ || • વિવેચન : ચેતન ! ભક્તિયોગ એ વ્યવહાર માર્ગ છે. વ્યવહાર અને નિશ્ચય ઉભય મળીને મોક્ષમાર્ગ બને છે અને તે બંનેની આરાધનાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. નિશ્ચયનય એ સાધ્ય છે. વ્યવહારનય સાધન છે. નિશ્ચયનયની યોગ્યતા શુદ્ધ વ્યવહારના પાલનથી જ પ્રગટે છે. વ્યવહારનું પાલન નિશ્ચયને લક્ષમાં રાખીને કરવાનું છે. નિશ્ચયને ભૂલીને કરાતું વ્યવહારનું પાલન માત્ર કષ્ટ ક્રિયારૂપ બને સહજ સમાધિ • ૧૦૪ છે, એટલું જ નહીં પણ તે અહંકાર ઉત્પન્ન કરે છે. અરિહંતાદિનું શરણ, દુષ્કૃતગહં અને સુકૃત અનુમોદનાના સતત સેવનથી આત્માનાં પરિણામ વિશુદ્ધ બને છે. અશુભ ભાવો ચાલ્યા જાય છે. શુદ્ધ વ્યવહાર એ શુદ્ધ નિશ્ચય અર્થાત્ શુદ્ધાત્મસ્વરૂપને પ્રાપ્ત કરાવે છે. ચેતન ! ભૂમિકાભેદ અનુસાર વ્યવહાર અને નિશ્ચયની પ્રધાનતા અને ગૌણતાનો નિર્ણય થાય છે. આપણી સાધના, આરાધનાનું મુખ્ય લક્ષ્ય તો વીતરાગતા છે. તેથી શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવનું લક્ષ્ય બાંધી, પોતાની ભૂમિકા અનુસાર ઉચિત વ્યવહારનું આચરણ કરવું એ જ સર્વશાસ્ત્રોનું રહસ્ય છે. ચેતન ! નિશ્ચયથી આત્માનું જ્ઞાન અને આનંદમય જે શુદ્ધ સ્વરૂપ છે, તે તને હજી સુધી બતાવ્યું નથી પણ હવે બતાવવું છે. અત્યાર સુધી તારી પાસે શરણાગતિ, દુષ્કૃતનિંદા, સુકૃત અનુમોદના દ્વારા ઉચિત વ્યવહરનું પાલન કઇ રીતે કરવું તેનું માર્ગદર્શન કરાવ્યું. ઉચિત વ્યવહારના પાલનથી ચિત્તની મલિનતા દૂર થાય છે. રાગ-દ્વેષાદિ દોષોની મંદતા થાય છે અને વિશુદ્ધ ભાવોની પુષ્ટિ થાય છે. મોહની મંદતા અને આત્મપરિણામોની વિશુદ્ધિ થવાથી સ્થિરતા પ્રાપ્ત થાય છે. ચેતન ! પરિણામોની સ્થિરતા વગર શુદ્ધ આત્મસ્વરૂપની વિચારણા થઇ શકતી નથી. વિક્ષિપ્ત-ચિત્ત અંતરના નિધાનને જોઇ શકતું નથી. ઉચિત વ્યવહરનું પાલન થાય તો પરિણામોની સ્થિરતા થાય છે, તે સમયે ચિત્ત પ્રશાંત સાગર જેવું અત્યંત ગંભીર અને સ્થિર બની જાય છે. જ્યાં ત્યાં ભટકતું નથી. રાગાદિ ભાવોથી તે અલિપ્ત બને છે અને પરસ્પૃહાથી મુક્ત બને છે; ત્યારે એમ લાગે છે કે – વિનાશિક પુદ્ગલ દશા, ક્ષણ ભંગુર સભાવ, મેં અવિનાશી અનંત હું, શુદ્ધ સદા થિર ભાવ.' (સમાધિ વિચાર ૩૨) સહજ સમાધિ • ૧૦૫ Page #54 -------------------------------------------------------------------------- ________________ ચેતન ! આટલી ભૂમિકા, આટલી પાત્રતા તૈયાર થયા બાદ નિશ્ચયનયનું જ્ઞાન આપવામાં આવે તો તે ગ્રાહ્ય બને છે અને ઇષ્ટ સિદ્ધિનું કારણ બને છે. નિશ્ચયનયનું જ્ઞાન એ સિંહણના દૂધ જેવું છે. સિહણનું દૂધ સોનાના પાત્રમાં જ ટકે છે. અન્ય પાત્રમાં રાખવામાં આવે તો તે પાત્રને ફોડી નાખે છે; તેમ આ નિશ્ચયનયનું જ્ઞાન પણ જો અપાત્રને આપવામાં આવે, વ્યવહારધર્મના પાલનમાં નિષ્ણાત નહીં બનેલી વ્યક્તિને આપવામાં આવે, તો તે ઉપકારક બનવાને બદલે અપકારક બને. ચેતન ! તને તારા શુદ્ધાત્મસ્વરૂપનો અનુભવ કરવાની તીવ્ર ઝંખના ઉત્પન્ન થઇ છે ? થઇ હોય તો હવે તું કર્મનો ક્ષય કરવામાં પ્રયત્નશીલ બન. શુદ્ધભાવનાથી કર્મક્ષય થાય છે. શુદ્ધભાવોની પુષ્ટિ શુદ્ધનયની ભાવનાથી થાય છે. નિશ્ચયથી આત્માનું સ્વરૂપ જાણી તેની શ્રદ્ધા કરવાથી શોક, ભય, ચિંતા, દીનતા ક્રોધાદિ અશુભ ભાવો દૂર થાય છે અને ક્ષમા-પ્રસન્નતાદિ ભાવો પુષ્ટ બને છે. શુભ - શુદ્ધ ભાવો કર્મ વેલડીઓને કાપવા માટે તીક્ષ્ણ ખડગ સમાન છે. શુદ્ધાત્મ ભાવના : દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે, અક્ષય અકલંક છે જીવનું જ્ઞાન આનંદ સ્વરૂપ રે. || ચેતન || ૨૪ ||. અર્થ : તારું સ્વરૂપ આ શરીર, વાણી, મન, કર્મ અને સર્વ પુદ્ગલ પદાર્થોથી ભિન્ન છે, જીવનું મૂળ સ્વરૂપ તો અક્ષય, અકલંક જ્ઞાન અને આનંદમય છે. • વિવેચન : ચેતન ! તું કોણ છે ? દેખાતું શરીર એ તું છે ? ફઇબાએ આપેલા નામ અનુસાર તું નાથાલાલ છે? ના, કોઇનો પિતા છે ? ના. ભાઇ છે ? ના. મિત્ર છે ? ના. પુત્ર છે ? ના. કાકા, મામા વગેરેમાંથી તું કોઈ સ્વરૂપ નથી. ચેતન ! આજ સુધી શરીર એ જ હું છું એવા દેહાધ્યાસથી પર કર્તુત્વભાવમાં આસક્ત બની સંસારમાં રખડ્યો. ભવોભવ ભટક્યો. તારું ઠેકાણું પડ્યું નહિ, તો હવે તારી દષ્ટિ ખોલ, ભ્રાન્તિને દૂર કર, ધ્યાન દઈને સાંભળ. દેખાતું શરીર એ તું નથી. તું મનરૂપ નથી, કે વચનરૂપ નથી. જગતમાં પુદ્ગલની જે કાંઇ માયા-જાળ દેખાય છે, તે પણ તું નથી. એટલું જ નહીં, કર્મ સ્વરૂપ પણ તું નથી. ચેતન ! દેહ-મન-વચન-કર્મ એ બધું પુદ્ગલમય છે. જડ છે. જયારે તું તો ચૈતન્યમય છે. થોડો વિચાર કરીશ તો ધ્યાનમાં આવશે; પુદ્ગલપિંડ શરીર એ, મેં હું ચેતનરાય, મેં અવિનાશી એહ તો, ખિણમેં વિણસી જાય. | (સમાધિ વિચાર ૧૧૨) સડન-પડન-વિધ્વંસ એ પુદ્ગલનો સ્વભાવ છે. એનો સમય થાય તો રાખ્યું એ રહે તેમ નથી. એનો વિનાશ થઇ જતાં વાર લાગતી નથી. એ કામચલાઉ રચના છે. પુગલ તારું સ્વરૂપ નથી. તું એનાથી ભિન્ન એવું શુદ્ધાત્મચેતન દ્રવ્ય છે. ભલે પુગલના સંયોગો વચ્ચે ઘેરાયેલો છે. પુદ્ગલમય કર્મથી તારું સ્વરૂપ ઢંકાયેલું છે, જેમ વાદળોના આવરણથી આટલો મોટો સૂર્ય પણ ઢંકાઇ જાય છે, તેમ છતાં સુર્યનો નાશ કે અભાવ થતો નથી. તેમ કર્મરૂપી વાદળોથી તારું ચિદાનંદ સ્વરૂપ અવરાયું હોવા છતાં, તેનો નાશ કે અભાવ નથી થયો. જડ-પુદ્ગલના યોગે તું જડ બન્યો નથી. ચેતન તારું શુદ્ધ સહજ સ્વરૂપ તો અબાધિત જ છે. અનંત કર્મોનાં આવરણો હોવા છતાં તારું જ્ઞાન-આનંદમય સ્વરૂપ તો અક્ષય અને અકલંકીત જ છે. જેમ આકાશ ઉપર ગમે તેટલો કાદવ ઉછાળવામાં આવે તો પણ સહજ સમાધિ • ૧૦૬ સહજ સમાધિ • ૧૦૭ Page #55 -------------------------------------------------------------------------- ________________ આકાશ કાદવથી મિલન થતું નથી, તેમ આત્મપ્રદેશોમાં અનંતાનંત કર્મ પુદ્ગલો પ્રવેશતા હોવા છતાં, આત્માના કેવળજ્ઞાન, અવ્યાબાધ સુખ વગેરે ગુણોનો નાશ કરી શકતા નથી માત્ર આચ્છાદિત કરે છે. ચેતન ! એક સનાતન સિદ્ધાંત જગતમાં છે કે જગતમાં જે છ દ્રવ્યો રહેલાં છે તે પરસ્પર એક બીજાના સ્વરૂપમાં પ્રવેશ કરતાં નથી. કર્મ પુદ્ગલો અને આત્મદ્રવ્યનો પરસ્પર સંયોગ સંબંધ થયો છે પણ તાદાત્મ્ય સંબંધ નથી. એકમેક બની ગયાં નથી. જેમ શરીર ઉપર વસ્ત્રનો સંયોગ થવાથી શરીરના અવયવો ઢંકાઇ જાય છે પણ વજ્ર દૂર થતાં પ્રગટ થાય છે, તેમ કર્મ પુદ્ગલોથી આત્મગુણો અવરાઇ ગયા છે પણ તે દૂર થતાં પ્રગટ થાય છે. દૃષ્ટિ દિવ્ય બને છે. અનુપમ સ્થિરતા પ્રાપ્ત થાય છે. તેનાથી સહજ સ્વરૂપની અનુભૂતિ કરી શકાય છે. ચેતન ! તારા અક્ષય અકલંક જ્ઞાનઆનંદમય સ્વરૂપને ઓળખી તું તારી જાતને હીન ન માનતો, ખરેખર તું મહાન છે. આકાશ કરતાં પણ તારા ગુણોની મહાનતા છે. અનંત ગુણ સંપત્તિનો તું સ્વામી છે. તારી ગુણ લક્ષ્મીને કોઇ ચોરી શકે એમ નથી કે કોઇ નાશ કરી શકે તેમ નથી. તેમજ કદી તે ખૂટે તેમ નથી પછી ફોગટ શા માટે ભય, શોક, ચિંતા, દીન-ભાવને ધારણ કરે છે ? ચેતન ! પરમાત્માનું અને તારું આત્મદ્રવ્ય સમાન છે. સત્તાએ તું પણ પરમાત્મા જ છે. નિશ્ચયથી ચૈતન્યજાતિની અપેક્ષાએ બધા જ જીવો એક છે. સમાન છે. આત્માના આઠ રુચક પ્રદેશો સદા નિરાવરણ જ રહે છે, તે પણ જો કર્મથી આવૃત્ત બની જાય તો જીવ, અજીવ બની જાય પણ એવું કદી બનતું નથી. ચેતન ! શુદ્ધ નય મુક્તિમાર્ગની દીપિકા છે. આત્માના શુદ્ધ સ્વરૂપની જ્યોતિને પ્રકાશિત કરે છે. વર્તમાન અવસ્થામાં એ જ્યોતિ કર્મમળથી આવૃત્ત થયેલી છે. સમ્યક્ પ્રયોગ દ્વારા તે કર્મમળને દૂર સહજ સમાધિ • ૧૦૮ કરી શકાય છે. ખાણમાં રહેલું સોનું માટીથી મિશ્રિત હોય છે, પણ અગ્નિના પ્રયોગથી મળ દૂર થતાં શુદ્ધ બની સ્વયં ચમકી ઉઠે છે, તેમ અહિંસા-સંયમ-તપ રૂપ ધર્મના સમ્યક્ પાલનથી કર્મમળ દૂર થઇ જાય છે અને આત્માની પરમ જ્યોતિ પ્રકાશિત બને છે. ચેતન ! શુદ્ધ આત્મ સ્વરૂપના અજ્ઞાનને કારણે જીવ રાગ-દ્વેષાદિ મિલન ભાવોથી ખરડાય છે અને ભવ દુ:ખને પામે છે. શુદ્ધ નયથી આત્મ-સ્વરૂપનું જ્ઞાન થયા વિના દુઃખનો નાશ શક્ય નથી. તેથી શુદ્ધ નિશ્ચયનયથી તું તારા અક્ષય, અકલંક, જ્ઞાનઆનંદમય સ્વરૂપને ઓળખ. તેમાં ઉપયોગ શુદ્ધ રાખ અને આત્મગુણનો અનુરાગ કરી, આત્માના ધ્યાનમાં લીન બન. જ્ઞાન અને શ્રદ્ધા વિના ધ્યાનયોગમાં પ્રવેશ થતો નથી. આત્મધ્યાનમાં પ્રવેશ કરવા અને સ્થિરતા પામવા પરમાત્માને ધ્યેય બનાવી, પરમાત્માનું ધ્યાન કર. પરમાત્માનું ધ્યાન એ આત્મ-ધ્યાન જ છે, કારણ કે સત્તાથી બંનેનું સ્વરૂપ સરખું છે. ધ્યાતા ધ્યેયની એકતા, ધ્યાન કરતાં હોય, આતમ હોય પરમાત્મા, એમ જાણે તે સોય.’ (સમાધિ વિચાર ૩૬૨) શુદ્ધ નયની અપેક્ષાએ આત્મ-સ્વરૂપના ધ્યાનમાં મગ્ન બનેલા આત્માને, પરમાત્મા સાથે એવી અપૂર્વ તન્મયતા સિદ્ધ થાય છે કે દ્વૈતભાવ ટકી શકતો નથી. અદ્વૈતમાં જ રમણતા-એકતા હોય છે. ‘શુદ્ધાત્મચેતના એ મોક્ષમાર્ગને બતાવનારી ઝળહળતી રત્નદીપિકા છે. સાધુઓનો અક્ષયનિધિ છે.’ (બત્રીસી) આવા અક્ષય-નિધિને ઓળખવા ચેતન ! તું જ્ઞાનદષ્ટિનો પ્રયોગ કર. પંચ-પરમેષ્ઠીનું સ્મરણ-ચિંતન-મનન-ધ્યાન કર. અરિહંતાદિ પંચપરમેષ્ઠિ એ ધ્યેય રૂપ છે. તેમનું સ્મરણ સદા સુખદાયી છે. આત્મા એ ધ્યાતા છે. છતાં ‘જ્ઞાનગુણ’ બંનેમાં સમાન હોવાથી, અપેક્ષાએ ધ્યેય સાથેનો અભેદ કાર્યકર બને છે. સહજ સમાધિ - ૧૦૯ Page #56 -------------------------------------------------------------------------- ________________ ચેતન ! તારી સત્તામાં પણ નિત્ય અવિનાશી સહજ કેવળજ્ઞાન ગુણ રહેલો છે, નિશ્ચય-નયે તારો આત્મા સહજ શુદ્ધ સ્વરૂપી છે. અનંત ચતુષ્ટયનો ધારક છે. આજે તને સુંદર અવસર મળ્યો છે. સદ્દગુરુના સહયોગથી સુંદર સમજ મળી છે તો સમજના આ પ્રકાશમાં મનને સ્થિર કરી આનંદમય આત્મસ્વરૂપમાં તન્મય બની જા . ચેતન ! પરમાત્માના ધ્યાનમાં લીન બની શુદ્ધ ભાવનાનું શરણ લે. આત્મા સર્વ કર્મરહિત છે. સર્વજ્ઞ, શિવ, ભગવાન છે. તેમજ પરમેશ્વર પરમાત્મા જિનેશ્વર જિનરાજ અરૂપી દેવ છે. દ્રવ્યાર્થિકનયે આત્મા અને પરમાત્મા એક અને શાશ્વત છે. તેથી આત્મા પણ જ્ઞાન અને આનંદમય, અક્ષર, અવિકાર, અતીન્દ્રિય, નિષ્કલ, શાંત અને અક્ષયગુણી છે. પરપદાર્થ માત્રથી ભિન્ન છે. જેની નિર્મળ જ્યોતિમાં સર્વ જગત પ્રતિબિંબિત થાય છે, જે શુદ્ધ અષ્ટગુણયુક્ત છે, અણુથી પણ સૂક્ષ્મ અને આકાશથી પણ મહાન છે, એવા સર્વ જગતને પૂજય, નિર્ભય, અજર, અમર, સિદ્ધ સ્વરૂપના ધ્યાનથી સર્વકર્મમલ ધોવાઇ જાય છે અને પોતાના આત્મતત્ત્વની અનુભૂતિ થાય છે અને એકવાર પણ આત્માની અનુભૂતિ થતાં તત્ત્વદેષ્ટિ અત્યંત સ્થિર બની જાય છે. અંતરાત્મા જ ધ્યેય, શેય અને ઉપાદયરૂપે જણાય છે. વાણીથી અગોચર, મનથી પણ અગમ્ય એવા આત્માને જાણવાથી તેમ જ તેમાં તન્મય થવાથી અનુક્રમે આત્માનો પૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટે છે. ચેતન ! ધન્ય ધન્ય છે તે પુરુષને જે નિજસ્વભાવમાં, નિજાત્મામાં રમે છે. “ધન્ય જગતમેં તેહ નર, જે રમે આત્મસ્વરૂપ, નિજ સ્વરૂપ જેણે નવિ લહ્યું, તે પડીયા ભવભૂપ.” (સમાધિ વિચાર ૨૨૧) તો હવે પ્રમાદ શાનો ? જગતનો ગુરુ, પરમાત્મ-શક્તિનો ધારક એવો તું, અંદર ડૂબકી લગાવે. કર્મથી કલ્પના ઉપજે, પવનથી જેમ જલધિ વેલ રે, રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દષ્ટિ સ્થિર મેલ રે. | | ચેતન // ૨૫ || અર્થ : જેમ દરિયામાં પવનના જોરથી ભરતી આવે છે, પણ પવન શાંત થતાં સમુદ્ર સ્થિર બની જાય છે, તેમ કર્મના ઉદયથી જીવમાં સંકલ્પ - વિકલ્પો ઉત્પન્ન થાય છે, પણ કર્મનું જોર ઘટતાં (દિવ્ય દૃષ્ટિ) અનુપમ સ્થિરતા પ્રાપ્ત થાય છે અને તેનાથી સહજ સ્વરૂપની અનુભૂતિ કરી શકાય છે. વિવેચન : ચેતન ! તેં સાગર જોયો છે ? પવનથી તેમાં તરંગો, લહેરો ઉત્પન્ન થાય છે અને તેના કારણે તે ક્ષુબ્ધ બની જાય છે. જ્યારે પવન સ્થિર બની જાય છે, ત્યારે સાગર પણ શાંત બની જાય છે. આ જ રીતે સાધક જયારે પરમાત્માના ધ્યાનમાં એકાગ્ર બનવાનો પ્રયત્ન કરે છે ત્યારે સંકલ્પ વિકલ્પના અનેક તરંગો મનરૂપી મહાસાગરમાં ઉત્પન્ન થાય છે, જેથી મન અત્યંત ક્ષુબ્ધ અને અશાંત બને છે. - ચેતન ! સંકલ્પ-વિકલ્પના તરંગોના પ્રવાહ ચાલવાનું કારણ રાગ-દ્વેષ રૂપ ભાવકર્મ છે. રાગ-દ્વેષનો પવન ફૂંકાતાં જ વિચારોનાં મોજાં ઉછળે છે. પરિણામે ચિત્ત અસ્થિર બને છે. અસ્થિર બનેલું ચિત્ત ધ્યાનમાં સ્થિર બની શકતું નથી. પ્રથમ ગાથામાં જ તને જે વાત કરી હતી, તે તું અહીં યાદ કર. ચેતન ! તારા શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન અજવાળ, જેનાથી મોહનો સંતાપ શમી જશે. વિકલ્પોની હારમાળા એ જ મોહનો સંતાપ છે. સહજ સમાધિ • ૧૧૦ સહજ સમાધિ • ૧૧૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ જેનાથી ચિત્ત ડામાડોળ બની જાય છે. જેમ કાદવવાળા ડહોળાયેલા પાણીમાં પ્રતિબિંબ પડતું નથી, તેમ ડામાડોળ ચિત્તમાં પરમાત્માનું પ્રતિબિંબ પડતું નથી. પાણી સ્થિર બનતાં જયારે કાદવ નીચે બેસી જાય છે, ત્યારે નિર્મળ પાણીમાં પ્રતિબિંબ પડે છે. તેમ રાગ-દ્વેષની મંદતા થવાથી, ચિત્ત શાંત-નિર્મળ અને સ્થિર બને છે. ત્યારે તેમાં પરમાત્માનું પ્રતિબિંબ પડે છે અને પરમાત્મ-સ્વરૂપનું દર્શન થાય છે, તે સમયે જીવને અપૂર્વ, અદ્ભુત આનંદનો અનુભવ થાય છે. - ચેતન ! અનાદિકાળથી મોહરાજાએ જગતના જીવોને એક મંત્ર શીખવાડી દીધો છે. ‘હંમH' શરીર એ હું છું અને સ્વજન, સંપત્તિ, પત્ની, દુકાન-મકાન વગેરે મારા છે. આ મંત્રના સતત રટણથી આખું જગત અંધ બનેલું છે. કહ્યું પણ છે - ‘હું એહનો એહ માહરો, એ હું એણી બુદ્ધિ, ચેતન જડતા અનુભવે, ન વિમાસે શુદ્ધિ.’ હવે હેરાન-પરેશાન કરનારા, આત્માને સંતપ્ત કરનારા અને ભવમાં ભટકાવનારા આ મંત્રને ભૂલાવવા માટે તને એક નવો મંત્ર આપવામાં આવે છે. શુદ્ધાત્મ-દ્રવ્યવાદું શુદ્ધ જ્ઞાને જો મમ ' હું શુદ્ધાત્મદ્રવ્યરૂપ છું - અને જ્ઞાનાદિ ગુણો મારા છે, તે સિવાયનું બધું પર છે. રાગ-દ્વેષમાં રગદોળનાર છે. કર્મબંધ કરાવનાર છે. જન્મ-મરણ દેનાર છે. સ્વ-સ્વરૂપથી, શુદ્ધ સ્વરૂપથી વિમુખ રાખનાર છે. માટે ચેતન ! હવે તું ચેતી જા . આ મંત્રનું સતત રટણ કરી એવો આત્મસાતુ બનાવી લે કે શરીર-સ્વજન-સંપત્તિ વગેરે ભૂલાઇ જાય અને તારા ચિદાનંદ-ચિરૂપ-શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતા થાય. ધારતાં ધર્મની ધારણા, મારતાં મોહ વડ ચોર રે, જ્ઞાન રુચિ વેલ વિસ્તારતાં, વારતાં કર્મનું જોર રે. | ચેતન // ૨૬ / • અર્થ : આત્માના સહજ સ્વભાવ ધર્મની ધારણા કરવાથી મોહરૂપ ભયંકર ચોર પણ મૃતપ્રાય બની જાય છે. જ્ઞાનરુચિરૂપ વેલ વિસ્તાર પામે છે અને તેથી કર્મનું જોર ઘટી જાય છે. • વિવેચન : ચેતન ! તારા અનંત જ્ઞાન, આનંદ, ક્ષમાદિ ગુણો રૂપ આત્મલક્ષ્મીને છીનવી લેનાર મોહરૂપી ચોર છે. આ ચોરે તને મિથ્યાત્વ, અવિરતિનો દારૂ પીવડાવી, તારી જ્ઞાનચેતનાને મૂચ્છિત બનાવી, તારી બધી આત્મ-સંપત્તિને કબજે કરી લીધી છે, જેથી આજે તું દરિદ્ર બની ગયો છે. પોતાની જાતને દરિદ્ર, અધમ અને નિરાધાર સમજી, તું દુર્બાન કરી દુઃખી બની રહ્યો છે. ચેતન ! આત્મસંપત્તિને પાછી મેળવવા તારે ધર્મની ધારણા કરવી પડશે. એક જ વિષયમાં મનને સ્થિર બનાવવાનો સતત પ્રયત્ન કરવો તેને ધારણા કહેવાય છે. ધારણા દ્વારા એકાગ્રતા કેળવાય છે. એકાગ્રતા આત્મસંપત્તિ તરફ લઇ જાય છે. મોહનો નાશ થાય છે. મોહનો નાશ કરવાની તાકાત એક માત્ર ધર્મ મહારાજામાં છે. ધર્મ, મોહશત્રુના નાશમાં વજ સમાન છે. જિનભાષિત ધર્મથી જ્યારે બુદ્ધિ નિર્મળ બને છે, ત્યારે આત્મા એની મેળે ઓળખાય છે. ચેતન ! આત્માને ઓળખાવનાર ધર્મ એ સમ્યગ-દર્શન-જ્ઞાનચારિત્ર-તપ રૂપ છે. ધર્મની ધારણા કરવી એટલે સમ્યગુ-દર્શનાદિમાં મનને સ્થિર બનાવવા પ્રયત્ન કરવો. ધારણાનો વારંવાર અભ્યાસ કરવાથી મનની એકાગ્રતા સધાય છે. તેથી મોહ (અર્થાતુ વિપરીત બુદ્ધિ, દેહાધ્યાસ) રૂપી ચોર દૂર ભાગવા માંડે છે. ચેતન ! જેમ મોર પાસે સર્પ રહી શકતો નથી, અગ્નિ પાસે શીતળતા ટકી શકતી નથી, પ્રકાશ સામે અંધારું ઊભું રહેતું નથી, અમૃત સામે ઝેર જણાતું નથી, તેમ ધર્મ પાસે મોહ રહી શકતો નથી. સહજ સમાધિ • ૧૧૨ સહજ સમાધિ • ૧૧૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ જેમનામાં સમ્યગુ-દર્શનાદિ ધર્મોની સંપૂર્ણ સિદ્ધિ થઇ ગઇ છે, એવા અનંત ચતુષ્ટયના સ્વામી પરમાત્માને હૃદયમાં બિરાજમાન કરવાથી, તેમનું સતત સ્મરણ કરવાથી, મોહ-ચોરને આત્મમંદિરમાંથી નીકળવું જ પડે છે. જેમ ગુફામાં સિંહની હાજરી હોય તો ત્યાં શિયાળવાં પ્રવેશ કરતાં નથી, તેમ હૃદયરૂપી ગુફામાં પરમાત્માની હાજરી હોય તો ત્યાં રાગ-દ્વેષ-મોહ રૂપી શિયાળવાં પ્રવેશ કરતાં નથી. ચેતન ! સમ્યગદર્શનાદિ ધર્મો આત્માથી અલગ નથી. આત્માના સ્વભાવરૂપ હોવાથી અભિન્ન છે. જયારે મોહજન્ય ક્રોધાદિ ભાવો આત્માથી ભિન્ન છે. કારણ કે તે આત્માના સ્વભાવરૂપ નથી. શુદ્ધ આત્મસ્વભાવમાં સ્થિર બનવા ધર્મની ધારણા કરવા આત્મજ્ઞાનની રુચિને વિસ્તાર. જ્ઞાનવૃદ્ધિથી સ્વ-પરનો વિવેક પ્રગટશે. ક્ષમાદિ ગુણો તેમજ જ્ઞાનસંપત્તિ પોતાની છે, ક્રોધાદિ કષાયો પર છે. સ્ફટિક મણિ નિરમલ જિસ્યો, ચેતન કો જે સ્વભાવ, ધર્મ વસ્તુગત તેહ છે, અવર સવી પરભાવ.” (સમાધિ વિચાર ૨૪૬) આવા પરનો ત્યાગ કરી સ્વની ધારણા કરવાથી કર્મનું જોર ઘટે છે. ચેતન ! યોગ સાધનામાં ક્રમિક વિકાસ હોય છે. સમાધિના શિખર ઉપર ચઢવા માટે આઠ સોપાનો છે. જેને અષ્ટાંગયોગ કહેવામાં આવે છે. તેના નામ નીચે પ્રમાણે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. ધારણાના અભ્યાસ પછી ધ્યાનની સિદ્ધિ થાય છે અને ધ્યાનના ફળરૂપે સમાધિની પ્રાપ્તિ થાય છે. ધારણાનો અભ્યાસ કરવા માટે ચોક્કસ આલંબન રાખવું પડે છે. યોગશાસ્ત્રમાં વર્ણમાતૃકા અને પરમાત્માની પ્રતિમાને આલંબન તરીકે ગોઠવી અનેક પ્રકારની ધ્યાનની પ્રક્રિયાઓ બતાવી છે. ધ્યાનની પૂર્વભૂમિકા રૂપે ધારણા છે. ધારણાનો અભ્યાસ કરવાથી ધ્યાનનું બળ પ્રગટે છે. જેમ જેમ ધ્યાનની ધારા આગળ ચાલે છે, તેમ તેમ કર્યો શિથિલ બનતાં જાય છે. રાગ - વિષ દોષ ઉતારતાં, ઝારતાં ષ ૨સ શેષ રે, પૂર્વ મુનિ વચન સંભારતાં, વારતાં કર્મ નિઃશેષ રે. | ચેતન // ૨૭ || અર્થ : તેમજ રાગ રૂપ ઝેર ઉતરી જાય છે. દ્વેષ રસ શોષાઈ જાય છે અને પૂર્વાચાર્યોના અનુભવ વચનોનું વારંવાર સ્મરણ કરવાથી અને તે પ્રમાણે ધ્યાનાદિ ક્રિયામાં પ્રવૃત્ત થવાથી કર્મજ ખરી જાય છે. • વિવેચન : ચેતન ! તને ખબર છે, આત્માની વીતરાગ અવસ્થાને અટકાવનાર રાગ-દ્વેષ છે. સમગ્ર સંસારનું ચક્ર ચલાવનાર વિષયકષાય છે. વિષય-કષાયને પરવશ જીવ દુ:ખ ઉપાર્જનના જ ધંધા કરે છે. તેમાં રાગ-દ્વેષનું તો પૂછવું જ શું ? એના પરિણામો ખૂબ જ ખતરનાક છે. ચાર ગતિમાં ભ્રમણ કરાવનાર, દુર્ગતિના દેનાર, નિબિડ કર્મ બંધાવનાર, આઠ કર્મની જડ સમા, સદા દુઃખદાયક, સંસારવર્ધક એવા આ રાગ અને દ્વેષ છે. આત્માના ભાવ પ્રાણોનો નાશ કરનાર કાતિલ ઝેર છે. જ્યાં સુધી વીતરાગ અવસ્થા પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી આ ઝેર (વિષ) આત્મગુણોનો ઘાત કરે છે. ધ્યાનનું બળ વધતાં રાગરૂપ વિષેની મારકશક્તિ ઘટતી જાય છે અને ધીમે ધીમે નિર્મૂળ બની જાય છે. દ્વેષનો રસ સૂકાઇ જાય છે અર્થાત્ ધ્યાન દ્વારા સમાધિના સુખનો અનુભવ થાય છે. ત્યાર બાદ અનિષ્ટ પદાર્થો પ્રતિ કે પ્રતિકૂળ સંયોગો પ્રતિ દ્વેષની ઉત્કટતા રહેતી નથી. ચેતન હાથી જયારે રાજમાર્ગ પરથી પસાર થતો હોય છે; સહજ સમાધિ • ૧૧૪ સહજ સમાધિ • ૧૧૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ ત્યારે શેરીના ભસતાં કૂતરાની અવગણના કરીને, ઉપેક્ષા કરીને તે આગળને આગળ ચાલતો રહે છે. કારણ કે તેને મન આ અત્યંત તુચ્છ છે. સમાધિ સુખનો દિવ્ય સ્વાદ-આસ્વાદ માણ્યા પછી, જેમ પૌગલિક સુખમાં રતિ થતી નથી, તેમ અનિષ્ટ - પ્રતિકૂળ સંયોગોમાં અ-રતિ-દ્વેષ પણ થતો નથી. ચેતન ! પૂર્વના મુનિ મહાત્માઓના અનુભવ વચનોને યાદ કરવાથી ધ્યાનની પુષ્ટિ થાય છે. રાગ-દ્વેષમાં સમભાવ ઉત્પન્ન થાય છે. શાલીભદ્ર કે સનતકુમાર, ખંધકમુનિ કે ગજસુકુમાર મુનિના જીવન પ્રસંગો અને તેમના પ્રેરક વચનોનું સ્મરણ સમતાને ટકાવવામાં ઉપયોગી બને છે. ગીતાર્થ પૂર્વાચાર્યોના વચન આગમતુલ્ય છે. તેમના વચન અનુસાર વૃત્તિ અને પ્રવૃત્તિ કેળવવાથી ધ્યાનમાં નિશ્ચલતા પ્રાપ્ત થાય છે. ધ્યાનાગ્નિ તીવ્ર બને છે અને તેમાં કરોડો ભવનાં સંચિત કમોં બળીને ખાખ થઇ જાય છે. પરિણામે ધ્યાનના પ્રભાવથી, જન્મ-મરણના દુઃખ ટળે, જબ નિરખે નિજરૂપ; અનુક્રમે અવિચલ પદ લહે, પ્રગટે સિદ્ધ સ્વરૂપ.” (સમાધિ વિચાર ૨૮૦) શુદ્ધ સ્વરૂપમાં લીનતા થાય છે, ત્યારે મન રહેતું નથી. ચિત્ત રહેતું નથી. વિષમતા રહેતી નથી. રહે છે માત્ર શાંતિ, સ્થિરતા અને સમતા. સ્વ-દેહ-ગેહમાં આત્માના અમૂલ્ય ખજાનાનું દર્શન થાય છે. કર્મનો સંપૂર્ણ ક્ષય થતાં, આત્માના પૂર્ણાનંદમય, વિશુદ્ધસ્વરૂપમય મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. તે જ અવિચળ પદ , તે જ સિદ્ધ સ્વરૂપ છે. સહજ સમાધિનો સાક્ષાત્કાર છે. દેખિયે માર્ગ શિવનગરનો, જે ઉદાસીન પરિણામ રે, તે અણછોડતા ચાલિયે, પામીએ જેમ પરમધામ રે. || ચેતન // ૨૮ ||. • અર્થ : પરમ ઔદાસીચુ પરિણામ એ મોક્ષનો સરળ રાજમાર્ગ છે. તે ઉદાસીનભાવને ક્ષણમાત્ર પણ છોડ્યા વગર નિરંતર ધર્મસાધના કરતાં રહીશું તો મોક્ષનગરમાં જલ્દીથી પહોંચી શકીશું. | વિવેચન : ચિત્તમાં પેદા થતી રાગ-દ્વેષની વૃત્તિમાં ભળવું નહિ પણ તેનાથી ન્યારા રહી તેને પણ જ્ઞાતા-દ્રષ્ટા ભાવે જોવું-જાણવું તેનું નામ ઉદાસીનભાવ છે. અર્થાતુ કર્મજન્ય ભાવોની અસરમાં ન આવતાં કર્મ ઉપર આત્માનો અધિકાર જમાવવો. રાગ-દ્વેષની (‘ઉદુ’ એટલે) ઉપર (‘આસીન એટલે) બેસવું. તેનું નામ ઉદાસીનભાવ છે. આ ઉદાસીનભાવ એ ક્યાંયે ન અટકે તેવો મોક્ષનો સીધો અને સરળ માર્ગ છે. ચેતન ! શિવનગરમાં પહોંચવાના માર્ગ અનેક છે. જુદા જુદા ધર્મો, સંપ્રદાયો ભિન્ન ભિન્ન ઉપાયો દ્વારા મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. જૈનદર્શનમાં સમ્યગુ-દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપ રત્નત્રયીને મોક્ષમાર્ગ કહ્યો છે. જંગલમાં ચાલતાં જયારે જુદા જુદા બે-ચાર માર્ગ ભેગા થઇ જાય ત્યારે મૂંઝવણ થઇ જાય છે કે કયા માર્ગે જવું ? તેમ તને પણ અનેક માર્ગો જોઇને મૂંઝવણ થઇ આવે છે કે કયો માર્ગ મને શિવનગરમાં પહોંચાડશે ? ચેતન ! મોક્ષનો રાજમાર્ગ છે - “ઉદાસીન પરિણામ'. ભવ પ્રત્યે ઉદાસીનભાવ ઉત્પન્ન થયા પછી સાધનામાં વેગ આવે છે. આવતા વિદ્ગોનો પ્રતિકાર કરવાનું સામર્થ્ય ઉત્પન્ન થાય છે. ભવ પ્રત્યે ઉદાસીન પરિણામ આવ્યા પછી સંસારનો રાગ ખતમ થઇ જાય છે. ઇન્દ્રિયોના વિષયો પ્રતિ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, એટલું જ નહીં પણ સુખ અને દુ:ખમાં, માન અપમાનમાં સમભાવ રહે છે. વંદક અને નિંદક, સુવર્ણ અને માટીના ઢેફા પ્રત્યે સમાન દૃષ્ટિ રહે છે. આગળ વધીને મુક્તિ અને સંસાર પ્રતિ પણ સમ પરિણામ રહે છે. સહજ સમાધિ • ૧૧૬ સહજ સમાધિ • ૧૧૭ Page #60 -------------------------------------------------------------------------- ________________ ચેતન ! ધ્યાન દ્વારા સમાધિસુખનો આસ્વાદ માણ્યા બાદ જીવને સર્વત્ર ઉદાસીન પરિણામ રહે છે. સર્વ સંયોગોમાં તે જ્ઞાતાદ્રષ્ટા તરીકે રહી આત્મસ્વભાવમાં સ્થિર રહે છે. જેથી કરીને તે રાગદ્વેષથી લપાતો નથી. ચેતન ! આ ઉદાસીન પરિણામ ચારિત્રરૂપ જ છે. આત્મગુણોમાં ચર્ચા કરવાથી જ ઔદયિકભાવોમાં ઉદાસ રહી શકાય છે. આ રાજમાર્ગને એક ક્ષણ પણ છોડતો નહિ. જયાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ જ માર્ગ ઉપર ચાલતો રહેજે. જો માર્ગ ચૂક્યો તો ઘણું ભટકવું પડશે. ચેતન ! આ માર્ગ ઉપર ચાલીને અનંત આત્માઓ મોક્ષ પામ્યા છે. ભાવિમાં પણ જે કોઇ મોક્ષ પામશે, તે આ માર્ગે જ પામશે. તું પણ જો શીધ્ર મોક્ષનગરમાં પહોંચવા ઇચ્છતો હોય તો સર્વત્ર ઉદાસીન ભાવ ધારણ કર. શ્રી નયવિજય ગુરુ શિષ્યની, શિખડી અમૃતવેલ રે, એહ જે ચતુર નર આદરે, તે લહે સુજસ રંગરેલ રે. | | ચેતન || ૨૯ | અર્થ : આ પ્રમાણે ઉપાધ્યાય શ્રી નવિજયજી મહારાજના શિષ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની અમૃતવેલ સમી હિતશિક્ષાને જે કોઇ ચતુર પુરૂષ ગ્રહણ કરશે તેનો સુયશ ચારે દિશામાં વિસ્તાર પામશે. • વિવેચન : ચેતન ! અમૃત તુલ્ય મધુર તને હિત-શિક્ષા આપવામાં આવી છે. અમૃતનું પાન કરનાર અમર બની જાય છે, તેમ ચતુ:શરણાગતિ, દુષ્કતગહ અને સુકૃત અનુમોદના દ્વારા તારા તથાભવ્યત્વનો પરિપાક કરી, શુદ્ધનયની ભાવનાથી આત્માને ભાવિત બનાવી, આત્મધ્યાનમાં નિશ્ચલતા પ્રાપ્ત કરી, કર્મજન્ય અને પુગલજન્ય ભાવોમાં ઉદાસીન રહી, આત્માની સહજ સમાધિને પામીશ. તેના દ્વારા તું પણ શાશ્વત પદનો ભોક્તા બનીશ, અમરતાનો અધિકારી થઇશ. ચેતન ! શુદ્ધનય દ્વારા આત્મભાવનાનો નિરંતર અભ્યાસ કરનાર, આત્માના સહજ સ્વરૂપનું દર્શન પામી, તે સ્વરૂપની સતત ધારણા, વિચારણા કરે છે. તેથી મિથ્યા-મોહનો નાશ થાય છે. આત્મજ્ઞાનની રુચિ તીવ્ર બનતાં જ્ઞાનાવરણીય કર્મોનું બળ ઘટતું જાય છે. રાગ-દ્વેષ મોળા પડી જાય છે. શાસ્ત્રોના સ્વાધ્યાય દ્વારા પૂર્વસંચિત અશુભ કર્મ શીર્ણ-વિશીર્ણ થઇ જાય છે, તેની સ્થિતિ અને રસને ઘટાડી દે છે. પરિણામે માધ્યસ્થ ભાવને – પરમ ઔદાસીન્ય ભાવને પામી, પરમ સુખ, શાંતિ અને આનંદનો અનુભવ કરે છે. અનુક્રમે અનંત જ્ઞાન-જયોતિને પ્રગટાવી શાશ્વત સુખનો ભોક્તા બને છે. ચેતન ! ઉપાધ્યાય મહારાજની આ હિતશિક્ષામાં સમગ્ર આગમોનો સાર સમાયેલો છે. તેને હૃદયમાં સદા ધારણ કરી, જીવનમાં તેનો આદર કરજે. જેથી સર્વલોકમાં તારો યશ પ્રસરશે અને ક્ષાયિક અનંત આનંદની રંગરેલીમાં તારી ચેતના તરબોળ બની જશે, અને સર્વત્ર આનંદ આનંદ વ્યાપી જશે. શિવમસ્તુ સર્વજગતઃ, પરહિતનિરતા ભવન્તુ ભૂતગણાઃ દોષાઃ પ્રયાજુ નાશ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ | સહજ સમાધિ • ૧૧૮ સહજ સમાધિ • ૧૧૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ સહજ સમાધિ આત્માની પરમ આનંદમય અવસ્થા એનું નામ છે સહજ સમાધિ. વિશ્વનો પ્રત્યેક પ્રાણી સમાધિ (સુખ અને શાંતિ) ઇચ્છે છે. એટલું જ નહીં પણ તે મેળવવા માટે સહુ પોતાની રીતે અથાગ પ્રયત્નો પણ કરે છે. છતાં એના દુ:ખ અને અશાંતિનો હજુ સુધી પણ અંત નથી આવ્યો એ હકીકત છે. એની પાછળ શા કારણો હોઇ શકે ? એ ખૂબ જ વિચારણીય અને ગંભીર સવાલ છે. - વાસ્તવમાં તો સંસારી આત્માને સાચા સુખના સ્વરૂપની ઓળખ જ પ્રાયઃ નથી હોતી અને તેની પ્રાપ્તિના સાધનોની યથાર્થ માહિતી પણ નથી હોતી. એથી જ એના સુખપ્રાપ્તિના બધા જ પ્રયત્નો અવળા પડે છે. સુખને બદલે વણમાગ્યા પારાવાર દુ:ખ આવી પડે છે અને એમાં એ સદા રિલાયા કરે છે. પ્રસ્તુત ગ્રંથમાં સમાધિ'નું સ્વરૂપ અને તેની પ્રાપ્તિના સાધનોનું વિશદ વર્ણન છે. • સમાધિનું સ્વરૂપ : સહજ સ્વભાવમાં આત્માની સ્થિરતા એ “સમાધિ’ છે. જયાં સુધી વિષય-કષાય (રાગ-દ્વેષ)ની પ્રબળતા હોય છે, ત્યાં સુધી ચિત્ત સંકલ્પ – વિકલ્પથી વ્યગ્ર હોય છે. ચિત્તની વ્યગ્ર અવસ્થા એ જ અસમાધિ છે, અશાંતિ છે. રાગ-દ્વેષની મલિન વૃત્તિઓને શમાવવા, અનિત્યાદિ ભાવનાઓમાં તથા સદનુષ્ઠાનના સેવનમાં ચિત્તને ઓતપ્રોત બનાવવું જોઇએ. શુભ ભાવના અને સંદનુષ્ઠાનમાં ઓતપ્રોત બનવાથી ચિત્તની નિર્મળતા વધે છે અને તેથી અપૂર્વ પ્રસન્નતાનો અનુભવ થાય છે. પ્રસન્ન બનેલું ચિત્ત પરમાત્મસ્વરૂપના ચિંતનમાં સ્થિર બની શકે છે. પરમાત્મધ્યાનમાં સ્થિરતા આવતાં તન્મયતા પ્રાપ્ત થાય છે અને તન્મયતા સિદ્ધ થતાં ‘સહજ સમાધિ” પ્રગટે છે. સહજ સમાધિમાં અદ્વિતીય, અતીન્દ્રિય આત્મિક આનંદનો આસ્વાદ મળે છે. સમાધિનાં સાધનો : (૧) યોગ પ્રક્રિયા : સમાધિ એ યોગનું આઠમું અંગ છે અને યમાદિ સાત અંગોનું એ ફળ છે. યમ, નિયમના પાલનથી ચિત્તની નિર્મળતા થાય છે. આસન, પ્રાણાયામ અને પ્રત્યાહારના અભ્યાસથી ચિત્તની કોઇ વિષયમાં સ્થિરતા થાય છે અને ત્યાર પછી ધ્યાનમાં સતત અભ્યાસથી ધ્યેયમાં તન્મયતા પ્રાપ્ત થતાં સમાધિ’ સિદ્ધ થાય છે. યોગના આઠ અંગોનું વિસ્તૃત વિવેચન ‘યોગશાસ્ત્ર' આદિ ગ્રંથોમાં થયેલું છે. (૨) અધ્યાત્મ-પ્રક્રિયા : આત્મસ્વરૂપના અનુભવ માટે જે સદનુષ્ઠાનોનું સેવન કરવામાં આવે છે તે “અધ્યાત્મ' છે અને તે સર્વયોગોમાં વ્યાપક છે. ઉચિત પ્રવૃત્તિવાળો વ્રતધારી આત્મા મૈથ્યાદિ ભાવનાઓથી ભાવિત બની જે તત્ત્વચિંતન કરે છે, તે પણ ‘અધ્યાત્મ’ છે. વારંવારના અભ્યાસથી જયારે તે તત્ત્વચિંતન સૂક્ષ્મ બને છે, ત્યારે ધ્યાનશક્તિ પ્રગટે છે. ધ્યાનનું ફળ સમતા” છે. આગમગ્રંથોમાં તેને સમાધિ, સામાયિક અને ચારિત્ર પણ કહે છે. સમતાના ઉત્તરોત્તર વિકાસથી રાગ-દ્વેષની સૂક્ષ્મ વૃત્તિઓનો સંક્ષય થતા કેવળજ્ઞાન પ્રગટે છે તેમજ પરિસ્પંદરૂપ વૃત્તિઓનો પણ ક્ષય થતાં મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. અધ્યાત્મ અને યોગ - બંને આત્માના પૂર્ણ – શુદ્ધ સ્વરૂપને સિદ્ધ કરવાના અનન્ય સાધનો છે, પરિભાષા ભિન્ન હોવા છતાં બંનેનું કાર્ય એક હોવાથી વસ્તુતઃ એક છે. (૩) શાસ્ત્રક્રિયા : સમ્યગુ-દર્શન, સમ્યગુ-જ્ઞાન અને સમ્યકુ-ચારિત્ર એ મોક્ષના મુખ્ય સાધનો છે. તે ત્રણેની પૂર્ણતા એ જ મોક્ષ છે. સહજ સમાધિ • ૧૨૦ સહજ સમાધિ • ૧૨૧ Page #62 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્-દર્શનાદિ મોક્ષ સાથે સંબંધ કરાવનારા હોવાથી તેને ‘યોગ’ પણ કહેવાય છે. સમ્યગ્-દર્શનની પ્રાપ્તિ થવાથી આત્માને સ્વસત્તામાં રહેલા પરમસુખની પ્રતીતિ અને આંશિક અનુભૂતિ થાય છે, તેથી તેને ‘દર્શન સમાધિ' પણ કહે છે, એ જ રીતે ‘જ્ઞાન સમાધિ’ અને ‘ચારિત્ર સમાધિ' પણ જાણવી. ચારિત્ર સમાધિના બે પ્રકાર છે. ‘દેશિવરિત સમાધિ’ અને ‘સર્વવિરતિ સમાધિ', ‘દશવૈકાલિકસૂત્ર’માં સમાધિના ચાર પ્રકાર બતાવ્યા છે – વિનયસમાધિ, શ્રુતસમાધિ, તપસમાધિ અને આચારસમાધિ. તેમાં વિનયસમાધિ એ સમ્યગ્-દર્શનરૂપ છે. શ્રુતસમાધિ એ સમ્યગ્ જ્ઞાનરૂપ છે અને તપસમાધિ તથા આચારસમાધિ એ સમ્યગ્ ચારિત્રરૂપ છે. આ રીતે સમાધિને સિદ્ધ કરવામાં યોગ, અધ્યાત્મ અને શાસ્ત્રની પ્રક્રિયા ભિન્ન ભિન્ન હોવા છતાં વસ્તુતઃ તે ત્રણેની એકતા છે. ‘સમાધિવિચાર’માં શાસ્ત્રપ્રક્રિયા પ્રમાણે સમાધિ અને તેના સાધનોનું વર્ણન કરવામાં આવ્યું છે. તે આ પ્રમાણે છે. • સમાધિનું લક્ષણ : ક્રોધાદિ કષાયો (રાગ-દ્વેષ)નો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી ક્ષાયિક ભાવસમાધિ, ઉપશમ ભાવસમાધિ અને ક્ષયોપશમ ભાવસમાધિ પ્રગટે છે. સર્વ પ્રકારની સમાધિનો સમાવેશ આ ત્રણ સમાધિમાં થઇ જાય છે. · ભાવનાયોગ દ્વારા સમાધિ : ક્રોધ, માન એ દ્વેષરૂપ છે. માયા, લોભ એ રાગરૂપ છે. તીવ્ર રાગ-દ્વેષની વૃત્તિઓને શમાવવા ક્ષમાદિ ધર્મોનું પાલન કરવાપૂર્વક અનિત્યાદિ ભાવનાઓથી આત્માને ભાવિત બનાવવો જોઇએ, જેથી ચિત્ત નિર્મલ બનતાં પરમાત્મધ્યાનમાં એકાગ્રતા પ્રાપ્ત થઇ શકે. સહજ સમાધિ • ૧૨૨ (૧) અનિત્ય ભાવના : આ જગતના તમામ પદાર્થો પર્યાયથી ક્ષણભંગુર છે, અસ્થિર છે. પુદ્ગલ પદાર્થમાત્ર વિનશ્વર છે, તો આ શરીર અવિનશ્વર હોઇ શકે ખરું ? કાચી માટીના ઘડા જેવી આ કાયા ઉપર મમત્વ – પ્રેમ કરવો જરીએ યોગ્ય નથી. ક્ષણે ક્ષણે જેની શક્તિઓ ક્ષીણ થતી જાય છે, પળે પળે જેના રૂપરંગમાં ભરતી ને ઓટ આવ્યા કરે છે, એવા આ શરીરના રંગરાગમાં ને ભોગ - ઉપભોગમાં શું મલકાવા જેવું છે ? આ સંસારમાં અનંતકાળથી પરિભ્રમણ કરતાં કરતાં તો આ જીવ આવા આવા કરોડો શરીર ધારણ કરી કરીને છોડી આવ્યો છે. જન્મ પછી મરણ અનિવાર્ય છે. ક્ષણે ક્ષણે મૃત્યુસમય નજદીક આવતો જાય છે, ભાવમૃત્યુ થતું જાય છે, પણ મોહાધીન આત્મા તે કશું જ વિચારી શકતો નથી. પોતાના સ્વભાવ મુજબ ઉત્પન્ન થતા તન, ધનાદિ પુદ્ગલ પદાર્થો સમય પૂરો થતાં નાશ પામી જાય છે. વસ્તુતઃ આ જીવ કોઇ પણ પુદ્ગલ પદાર્થોનો કર્તા - ભોક્તા નથી, પણ કર્તા - ભોક્તાનો વ્યવહાર થાય છે. (૨) અશરણ ભાવના : આ સંસારમાં માતા, પિતા, બંધુ કે સ્નેહી-સ્વજનો કોઇ પણ આ આત્માને જન્મ, મરણ અને જરા - વ્યાધિના ભયંકર દુઃખોમાંથી બચાવી શકતા નથી, કોઇ કોઇનો સાથી બનતો નથી, તેમની સાથેનો સંયોગ તૂટી જતાં વિયોગની કારમી વેદના ભોગવવી પડે છે. પંખીમેળાની જેમ ભેગા થયેલા સ્નેહી - સ્વજનો પોતપોતાનું આયુષ્ય પૂરું થતાં પરલોક ભણી ઉપડી જાય છે. પિતા-પુત્ર, ભાઇ-બહેન કે પતિ-પત્ની આદિના સઘળા સંબંધો અને વૈભવ-વિલાસના વિપુલ સાધનો બધા જ વિનાશી છે, ઇન્દ્રજાલ જેવા છે. મોહમૂઢ પ્રાણીઓ તેને સુખના સાધન માની તેમાં મમતા કરે છે, આસક્ત બને છે અને એના કારણે એ એવા અઢળક અશુભ કર્મોનું ઉપાર્જન કરે છે, જેથી જન્મ - જન્માંતરમાં ભયંકર દુઃખો સહજ સમાધિ - ૧૨૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક પોતાની અંતિમ ઘડીઓમાં સ્નેહીં - સ્વજનોને હિતશિક્ષા અને પ્રેરણામાં સ્થિર અને સાચા સુખના રાહી બનાવે છે. પોતે પણ સર્વ જીવરાશિ સાથે ક્ષમાપના કરી સાગારી અનશન સ્વીકારી અને અરિહંતાદિનું શરણ ગ્રહે છે. દેહાદિનું સર્વથા મમત્વ છોડી આત્મસ્વરૂપમાં લીન બનેલો શ્રાવક સમાધિભાવના સુધાકુંડમાં ઝીલતો ઝીલતો પોતાના પ્રાણ છોડે છે - અને પરલોકમાં સદ્ગતિ - સન્મતિને વરે છે. અને સીતમગાર યાતનાઓના ભોગ બને છે, ત્રાસ અને વેદનાથી આકુલ – વ્યાકુલ બને છે. બારે ભાવનાઓના ચિંતન – મનન દ્વારા ચિત્ત નિર્મલ બનતાં એ સાધક પરમાત્મધ્યાનમાં તન્મય બની શકે છે. • શુદ્ધાત્મ ભાવના : પરમાત્મશરણ સ્વીકાર્યા પછી તેમના ધ્યાનમાં તત્પર બનવું જો ઇએ અને ધ્યાનમાં તન્મયતા સિદ્ધ થયા પછી શુદ્ધાત્મભાવના ભાવવી જોઇએ, તે આ રીતે - શરીર એ હું નથી. હું તો સચ્ચિદાનંદમય, અવિનાશી, અકલ, અરૂપ, પરમાનંદમય આત્મા છું. હું શાંતસુધારસનો સાગર છું, જ્ઞાનાદિ અનંતગુણરત્નોનો મહાનિધિ છું. નિશ્ચયથી આત્મા જ પરમદેવ છે, પરમગુરુ છે, પરમધર્મ અને પરમતત્ત્વ સ્વરૂપ છે. શિવ, શંકર, સ્વયંભૂ અને પરમ બ્રહ્મ પણ આત્મા જ છે. આ પ્રમાણે ભાવના ભાવતાં, નિશ્ચયથી આત્માનું સ્વરૂપ વિચારતાં નિર્વિકલ્પ અવસ્થામાં ‘સહજ સમાધિ' પ્રગટે છે. સમ્યગુ દૃષ્ટિ અને દેશવિરતિ શ્રાવક પણ સ્વભૂમિકાને યોગ્ય સદનુષ્ઠાનનું સેવન કરવા દ્વારા સહજ સમાધિનો અભ્યાસ કરતો રહે તો અંત સમયે પણ અવશ્ય ‘સહજ સમાધિ' પ્રાપ્ત કરી શકે છે. સમાધિ વિચારસાર” ગ્રંથમાં મરણ સમયે પણ સમાધિ કઈ રીતે ટકાવી શકાય ? સમાધિના ભાવપ્રવાહને કઇ રીતે વિસ્તારી શકાય ? તે અંગે સુંદર ભાવનાઓ કઇ રીતે ભાવી શકાય ? તેનું સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. શુદ્ધાત્મ ભાવના વડે આત્માને ભાવિત બનાવી પરમાત્મધ્યાનમાં તન્મય બની સહજ સમાધિની સુખદ પળોનો અનુભવ આ જીવનમાં જ કરી શકાય છે. આ છે, આ ગ્રંથની પ્રબળ પ્રેરણા ! સહજ સમાધિ • ૧૨૪ સહજ સમાધિ • ૧૨૫ Page #64 -------------------------------------------------------------------------- ________________ સમાધિ વિચાર સાર અનંત સંસાર : આ સંસાર અપાર, અસાર અને અનંત છે. તેમાં પરિભ્રમણ કરતાં સંસારી આત્માઓનો અનંતકાળ (અનંત પુદ્ગલ પરાવર્ત) પસાર થઇ ગયો છતાં હજુ તેમની સંસારયાત્રાનો અંત નથી આવ્યો. દુર્ગતિના દુઃસહ્ય દુઃખોમાંથી છૂટકારો નથી થયો. એની પાછળ શું કારણ હશે ? આવો પ્રશ્ન વિચારક જિજ્ઞાસુને સહેજે થઇ આવે. એના સમાધાનમાં ઉત્તર આપતા મહાજ્ઞાની પુરુષો જણાવે છે કે – પરિભ્રમણનું કારણ : વિષય - કષાયજન્ય અસમાધિ ભાવ, એટલે કે પૌદૂગલિક વિષયોની અને ક્રોધાદિ કષાયોની પરિણતી – આસક્તિ અને આત્મતત્ત્વની અજ્ઞાનતાના કારણે જ જન્મ-મરણનું ચક્કર સતત ઘૂમી રહ્યું છે, સંયોગ - વિયોગની ઘટમાળ એકધારી ફરતી રહી છે અને તેના પરિણામે ચારે ગતિમાં અને ચોરાશી લાખ જીવયોનિમાં ભ્રમણ કરતાં આ જીવે અનંતાનંત જન્મ, જરા, મરણ અને ઉપાધિજન્ય અસહ્ય વેદનાઓ ભોગવી છે, જે દુ:ખોનો વાસ્તવિક ખ્યાલ તો ફક્ત સર્વજ્ઞ ભગવંતો જ આપી શકે એમ છે. સાચા સુખની શોધ : આ રીતે ભવાટવીમાં ભટકતા આત્માને જોઇ અપૂર્વ પુણ્યના યોગે મનુષ્યભવ, આર્યદેશ, ઉત્તમકુળ, સદ્દગુરુનો યોગ અને જિનવાણીનું શ્રવણ આદિ ઉત્તમોત્તમ ધર્મસામગ્રી મળતા તથા-ભવ્યત્વના પરિપાકનાં વશથી લધુકર્મી આત્માને શુભભાવની ઉત્પત્તિ અને અશુભભાવની નિવૃત્તિ થાય છે ત્યારે સંસારના પૌગલિક સુખો ક્ષણિક છે અને પરિણામે, દુઃખની પરંપરા સર્જનારા છે એવું વાસ્તવિક ભાન થાય છે. તે સુખો ભયંકર અને દુ:ખકર લાગે છે અને સાચા સુખની શોધ કરવા પુરુષાર્થી બને છે. સાચા સુખ, આનંદ અને શાંતિની તીવ્ર ઝંખનામાં ઝરી રહેલા આત્માને સંસારનું વાસ્તવિક ભાન થતાં તે પૌગલિક દુનિયાના સુખોથી પર, આત્માની સહજ અવસ્થા, જે પૂર્ણ આનંદમય અને સુખમય છે તેને પ્રાપ્ત કરવા, અનુભવવા, પોતાના સત્ત્વ અને સામર્થ્યને કેળવે છે, સાચા સદ્ગુરુઓ પાસેથી યોગ્ય માર્ગદર્શન અને એમની કૃપા મેળવી તદ્દનુસાર પુરુષાર્થ કરે છે. સંસારના કહેવાતા વૈભવ-વિલાસનાં સોહામણા સુખોનાં અને સ્નેહી-સ્વજનોની અપાર મોહ-મમતાના આકર્ષણો ભલભલાને અંજાવી દે છે, સાધનામાં અવરોધ ઉભો કરી દે છે, માટે એનાથી અલિપ્ત-અનાસક્ત બન્યા સિવાય સાચી શાંતિ અને સમાધિના પુનિત પંથે વિકાસ સાધવો અશક્ય છે. સત્ત્વશીલ પુણ્યાત્મા જ આત્માની સહજાવસ્થા યાને સમાધિદશાના સાચા આસ્વાદને જાણી-માણી શકે છે. રોજના સતત અભ્યાસ પછી સાધનામાર્ગે કંઇક પ્રગતિ સાધી ચૂકેલા આત્માને પણ અંતિમ સમયે, મરણની વિપુલ વેદના, સ્વજનોનો અપાર સ્નેહ અને ધનાદિ મૂચ્છ આદિ અસમાધિના કારણ બની જવા સંભાવના રહે છે અને જો મરણ અસમાધિમય બની જાય તો એ મરણ અનંતાજન્મનું કારણ બની જાય છે. આ કારણથી જ જીવનની અંતિમ અવસ્થા-ચરમપળો પરમ સમાધિભાવથી સભર-એકરસ રહે એ હેતુથી ‘મરણ સમાધિ' અંગે ઉપયોગી બાબતોનો ટુંકસાર અહીં બતાવવામાં આવે છે. (૧) સમાધિની પૂર્વભૂમિકા : સમાધિનું લક્ષણ : આત્મામાં જ્યારે ક્રોધ, માન, માયા અને લોભ આ કષાય-રૂપ મોહનીય કર્મનો ઉપશમ-ક્ષય કે ક્ષયોપશમ થાય, ત્યારે તે તે પ્રકારની પ્રગટતી આત્મ-પરિણતિને તે પ્રકારની સમાધિ કહેવાય છે. જેમ કે કષાયનો ક્ષયોપશમ થાય ત્યારે એ ક્ષયોપશમ ભાવની સમાધિ કહેવાય. તે જ રીતે કષાયનો ક્ષય અને ઉપશમથી અનુક્રમે ક્ષાયિકભાવની અને ઉપશમભાવની સમાધિ પ્રગટી કહેવાય. સહજ સમાધિ • ૧૨૬ સહજ સમાધિ • ૧૨૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ (૩) અનાદિકાળનાં અસદુ અભ્યાસથી જીવ નિરંતર વિષયકષાયની પરિણતિમાં પ્રવર્તે છે. પરંતુ જયારે તે પરિણતિ શાંત થાય છે ત્યારે “સમાધિ પ્રગટે છે. અધિકારી : હવે વિચારીએ આવી સમાધિ મેળવવાનો અધિકારી કોણ ? સમ્યગુદૃષ્ટિ આત્માને વિષય-કષાયજન્ય અસમાધિ પ્રત્યે ભારે અરૂચિ હોય છે અને તેથી જ તેને સહજસમાધિની અત્યંત ઝંખના જાગે છે એ તેને જીવનમાં આત્મસાત્ કરવા ઉદ્યમશીલ બને છે. આ જ કારણે સમાધિની તીવ્ર ઝંખનાવાળો સમ્યગુદૃષ્ટિ આત્મા જ સાચા અર્થમાં સમાધિનો અધિકારી બની શકે છે. આત્મ જાગૃતિ : આવો સમ્યગુદૃષ્ટિ જાગૃત આત્મા પોતાનો મરણ સમય નજીક જાણી વિશેષ આત્મસાધના કરવા માટે અત્યંત પ્રયત્નશીલ બને છે. સમ્યગૃષ્ટિ જીવ સદા આઠ કર્મરૂપ શત્રુને દુ:ખદાયક જાણે છે, પરંતુ મરણ સમયે તેને મહાદુઃખદાયક જાણી, કાયરતા દૂર કરી, કેશરી સિંહની જેમ ધીરતાપૂર્વક તેનો સામનો કરે છે. તેને સદા આત્માના અનંત શક્તિશાળી સ્વરૂપનું ભાન હોય છે. તેથી જ તે પ્રબળ કર્મશત્રુઓથી સહેજ પણ ક્ષોભ પામ્યા વિના વીરતાથી તેનો સામનો કરી, ઉદયગત કમને નિષ્ફળ બનાવી શકે છે. આવો આત્મા વિચારે છે કે – (૧) નિશ્ચયનયની દૃષ્ટિએ મારો આત્મા શુદ્ધ, બુદ્ધ, પૂર્ણ, અખંડ, અલિપ્ત, પરમાનંદમય, પરમસુખમય અને સર્વ કર્મકાંકથી મુક્ત અનંતગુણપર્યાયના પિંડ છે. તેને પૌગલિક પદાર્થોનો જે સંસર્ગ છે તે કર્મકૃત છે, કર્મકૃત પરિણતિ તે વિભાવ છે અને સ્વાત્માના જ્ઞાનાદિ ગુણોમાં રમણતા એ સ્વભાવ છે. જયારે આત્મા વિભાવથી વિરમી સ્વભાવમાં સ્થિર બને છે ત્યારે તે પરમાનંદનો અનુપમ આસ્વાદ માણી શકે છે. (૨) અમૂર્ત ચૈતન્યદ્રવ્ય અતીન્દ્રિય છે તેથી તેના શુદ્ધ સ્વરૂપનો અનુભવ ફક્ત સ્વાનુભવગમ્ય જ બને છે. જ્ઞાનદશા પ્રગટતાં મિથ્યાભ્રમ દૂર થાય છે અને શુદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ થાય છે અને ત્યારે તે અવર્ણનીય નિરૂપાધિક સુખની મોજ માણી શકે છે. પુદ્ગલદશા ક્ષણભંગુર છે. દેહ વિનાશી છે, જ્યારે હું અવિનાશી ચૈતન્યસ્વરૂપ છું. વિનાશી દેહ દ્વારા જ અવિનાશીની ઉપાસના કરવાની છે. શુદ્ધ-શાશ્વત અને સ્થિર સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે. (૪) આત્મજ્ઞાન અને ધ્યાનમાં મગ્ન (તન્મય) બનેલો આત્મા પર દ્રવ્યમાં રાચતો નથી, પરંતુ આત્મસ્વરૂપમાં રમણતા દ્વારા પોતાના જ્ઞાનાદિ ગુણોને પુષ્ટ કરે છે. આ પ્રમાણે સમ્યફ ચિંતન દ્વારા નિજાત્મ સ્વરૂપને જેણે પીછાણી લીધું છે, એવા સમ્યગુ-દષ્ટિ આત્માને મૃત્યુનો ભય લાગતો નથી, પરંતુ નિર્ભયતાથી તે મૃત્યુને પડકારી શકે છે. આવો સત્ત્વશાળી આત્મા મૃત્યુ સમયને નિકટ આવેલો જાણી સ્થિર ચિત્તે શુભ ભાવનાઓ ભાવે છે કે “આ સંસાર અસ્થિર છે, મહાભયંકર છે.' ખરેખર ! શરીર ઉપર પ્રેમ કરવા જેવો નથી. કેમ કે તે સડનપડન-વિધ્વંસન સ્વભાવવાળું છે. તેની શક્તિ દિવસે દિવસે ક્ષીણ થતી જાય છે, ગાત્રો પણ શિથિલ બની ગયા છે. આંખના તેજ ઝાંખા થઇ ગયા છે. તેમ જ અન્ય ઇન્દ્રિયો પણ પૂરું કામ આપી શકતી નથી. આ બધા લક્ષણોથી મરણ નજીક જણાય છે; માટે દીનતા છોડી, સાવધાન બની, આત્મસાધનામાં તત્પર બની જાઉં, જેમ રણભેરીનો ધ્વનિ સાંભળીને સૈનિક શીધ્ર રણમેદાનમાં જઇ શત્રને પરાજીત કરી, વિજયલક્ષ્મીને વરવા કટીબદ્ધ બને છે તેમ મારે પણ કાળરૂપી યમરાજાને પરાજિત કરી શીધ્ર શિવપુરનું સામ્રાજય પ્રાપ્ત કરવા પુરુષાર્થી બનવું જોઇએ. સહજ સમાધિ • ૧૨૮ સહજ સમાધિ • ૧૨૯ Page #66 -------------------------------------------------------------------------- ________________ આ રીતે વિચારણા કરી પોતાના કુટુંબ-પરિવારને આ પ્રમાણે સમજાવે છે. • પરિવારને હિતશિક્ષા : મારા હિતૈષી, સ્નેહી સ્વજનો ! આ પુગલજન્ય શરીરનું વિચિત્ર ચરિત્ર સાંભળો. આ શરીર પ્રતિપળે પરિવર્તનશીલ છે. ક્ષણ પહેલા દેખાતા રૂપરંગો ક્ષણવારમાં જ વિલય પામે છે, માટે સરાસર-નાશવંત એવા આ શરીર પર મમત્વ રાખવું જરાયે ઉચિત નથી. આ અપાર-અસાર સંસારમાં પરિભ્રમણ કરતા મારા જીવે અનંતવાર-અનંતાનંત નવા નવા શરીરો ધારણ કર્યા અને છોડ્યા છે. જન્મ પછી મરણ તો અનિવાર્ય છે. ક્ષણે ક્ષણે મરણ તો થયા જ કરે છે; પરંતુ મોહાસક્ત જીવને તેની ખબર પડતી નથી. ગુરુકૃપાએ જ્ઞાનદૃષ્ટિ પ્રાપ્ત થતાં મને સ્વ-પરનો સાચો વિવેક પ્રગટ્યો છે. શરીર એ મારું સ્વરૂપ નથી, હું તો તેનો પાડોશી માત્ર છું કેમ કે હું ચિદાનંદમય ચેતન (આત્મ) દ્રવ્ય છું. જ્યારે આ શરીર જડ-અચેતન પુદ્ગલનો પિંડ માત્ર છે. પુદ્ગલ દ્રવ્ય પૂરણ-ગલન સ્વભાવવાળું તેમ જ સડન-પડન-વિધ્વંસન સ્વભાવવાળું છે. તેની સ્થિતિ પરિપક્વ થતાં તે ક્ષણવાર પણ ટકી શકતું નથી. અનંત પરમાણુઓના પુંજથી બનેલું શરીર અર્થાતુ શરીરરૂપી પર્યાય ક્ષણવારમાં પલટાઇ જાય છે, વિખરાઇ જાય છે. પુદ્ગલાસક્ત રાગી આત્માને દેહ પર પ્રેમ અને મમત્વ હોય છે, જ્યારે સ્વાભાવાસક્ત વૈરાગી આત્માને તેના પ્રતિ લેશ પણ મમત્વ કે સ્નેહ હોતો નથી. જ્ઞાની પુરુષોને નાશવંત પુદ્ગલ પદાર્થો કારમાં અને દુ:ખદાયી લાગે છે, તેથી તેઓ અસ્થિર પદાર્થોમાં આસક્ત થતા નથી. માટે તમો પણ મોહનો ત્યાગ કરી, સમતા ધારણ કરી, વસ્તુના મૂળ સ્વરૂપનો વિચાર કરી, પુગલ ઉપર રાગ કરશો નહિ, જેથી ભવકૂપમાં પડતાં બચી જવાય. પુદ્ગલ વસ્તુ પોતાના સ્વભાવથી ઉત્પન્ન થાય છે અને કાળ પૂરો થતાં નાશ પામી જાય છે. તેથી તે વસ્તુનો વસ્તુતઃ કોઇ કર્તા નથી, તેમજ ભોક્તા પણ નથી. પરંતુ ઉપચાર (કલ્પના)થી કર્તાભોક્તાનો વ્યવહાર માત્ર થાય છે. આ શરીર સાથે મારે કોઇ સંબંધ નથી. હું એનાથી ભિન્ન છું અને એ મારાથી ભિન્ન છે. મોહધેલા પ્રાણીઓ કાયાને પોતાની માનીને મમત્વ કરે છે અને આયુષ્ય પૂરું થતાં કાયા નાશ પામે છે ત્યારે દુ:ખપૂર્ણ કરૂણ વિલાપ કરે છે - ‘હા... પુત્ર ! સહુને છોડી તું ક્યાં ચાલ્યો ગયો ?' હા... સ્વામી ! મુજને અનાથ બનાવી ક્યાં ચાલ્યા ગયા ?” હા... પિતા-માતા-બંધુ-બહેન ! તમો અમને રડતા છોડી ક્યાં ચાલ્યા ગયા ?” આ પ્રમાણે અજ્ઞાની જીવો શોક-સંતાપ દ્વારા અતિ સંક્લિષ્ટ પરિણામવાળા બનીને અશુભ કર્મોના પેજ ઉપાર્જે છે, પરંતુ તત્ત્વજ્ઞાની ઉત્તમ પુરુષો તો આ પ્રમાણે અનિત્યાદિ ભાવનાઓ ભાવે છે. જગતની અનિયતા : ભવારણ્યમાં ભમતા પ્રાણીઓ અનેક જીવોની સાથે જુદા જુદા સંબંધ કરે છે, પણ આ સંબંધોમાંથી એક પણ સંબંધ શાશ્વત નથી, પછી ચાહે તે સંબંધ વ્યક્તિનો હોય કે વસ્તુનો હોય, પણ તે વિનશ્વર જ છે. કારણ કે આ બધા સંબંધો સંયોગજન્ય છે અને જ્યાં સંયોગ ત્યાં અવશ્ય વિયોગ રહેવાનો જ. - પૂર્વકૃત કર્મના વશથી જીવને તેવા તેવા સંયોગો આવી મળે છે. જેમાંના કોઇ સંયોગો રાગની લાગણીને તીવ્ર બનાવે છે, જયારે કેટલાક દ્વેષની લાગણીને ઘેરી બનાવે છે, પરિણામે જીવ રાગ-દ્વેષના વમળમાં વધુને વધુ અટવાતો જાય છે અને અઢળક કમોંને ઉપાર્જી ભવભ્રમણ વધારી મૂકે છે. સહજ સમાધિ • ૧૩૦ સહજ સમાધિ • ૧૩૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ આ રીતે અનાદિકાળથી સંયોગ-વિયોગનું ચક્ર એકસરખું ગતિશીલ છે. સ્વજન-કુટુંબીઓનો સંબધ પણ પંખીમેળા જેવો છે. જેમ સંધ્યા સમયે દશે દિશામાંથી આવેલા પંખીઓ એક વૃક્ષ પર રાત્રિએ વાસ કરે છે, પરંતુ પ્રભાત થતાં સૌ પોતપોતાના સ્થાને ચાલ્યા જાય છે, તેમ એક જ કુટુંબ – પરિવારમાં જુદી જુદી ગતિ અને જુદી જુદી જાતિઓમાંથી આવેલા જીવોનો મેળાપ થાય છે. જેમાં તેઓ મમત્વના પાશથી બંધાય છે. પરંતુ અંતે તો તેઓને સ્વાયુષ્યમર્યાદા પૂર્ણ થતાં પરલોક ભણી પ્રયાણ કરવું જ પડે છે. જે માની લીધેલો સંયોગનો આનંદ છે તે વિલીન બની જાય છે અને આ દેહ છોડી જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં ફરી નવા સંબંધો બાંધવાની શરૂઆત કરે છે. આ રીતે અનંતકાળમાં એકેક જીવની સાથે અનંતાસંબંધો જીવે બાંધ્યા. તે સંબંધ દઢ-દેઢતર-દઢતમ બનાવવા કાર્યાકાર્ય કે હિતાહિતનો પણ વિચાર ન કર્યો. છતાં નિઃસહાય બની ભવાંતરમાં સંચરતા પ્રાણીનું કોઇ સાથી ન થયું કે સંગાથી ન થયું. માતા-પિતા, પુત્ર-પુત્રી, ભાઈ-બહેન કે પતિ-પત્નીના સંબંધો પણ વિનશ્વર છે. કર્મની વિચિત્રતાના વશથી માતા મરીને પત્ની અને પિતા મરીને પુત્ર પણ થાય છે. અરે ! શત્રુ મરી મિત્ર અને મિત્ર મરી શત્રુ પણ બને છે. રાજઋદ્ધિ-મહેલ-મહેલાતો, બંગલા અને બગીચા તથા વૈભવવિલાસ અને આનંદ-પ્રમોદના પ્રત્યેક સાધનોનો સંયોગ પણ વિનાશી છે, ક્ષણિક છે. ક્યારે કર્મસત્તા આપણા હાથમાંથી તેને ઝૂંટવી લેશે તેની ખબર નથી. છતાં મોહમૂઢઆત્મા તત્ત્વદૃષ્ટિએ ઇન્દ્રજાળ અને સ્વમતુલ્ય સંયોગોમાં ભાન ભૂલે છે. પૌગલિક પદાર્થોમાં આસક્ત બની નશ્વરને શાશ્વત માની લેવાની ભૂલ ભરેલી ભ્રમણાનો ભોગ બને છે. પરંતુ તે સમજી શકતો નથી કે આ સંયોગો જ રાગ કરાવનાર અને રોવડાવનાર છે. આ ભ્રમણા જ ભવનું ભ્રમણ વધારનાર છે. • મારી શુભ ભાવના : પુદ્ગલ પદાર્થોની ક્ષણભંગુરતા, વિનશ્વરતા જાણી, તેની મમતા છોડી સમતા ભાવમાં ઝીલવા પ્રયત્ન કરું છું. આ શરીર મારું નથી, હું સચ્ચિદાનંદઘન ચેતન દ્રવ્ય છું. અવિનાશી, અવિચલ, અકલ સ્વરૂપી આત્માને શરીરના નાશથી જરા પણ ખેદ થતો નથી – શરીર પડી જાય, સડી જાય, બળી જાય, ગળી જાય, યાવતુ નાશ પામી જાય કે સ્થિર રહે તો પણ મને તેના ઉપર પ્રેમ થતો નથી. કારણ કે મારી જ્ઞાનદષ્ટિ ઉઘડી ગઇ છે, મોહતિમિર નાશ પામ્યું છે, કાળમૃત્યુનો ભય પણ ભાંગી ગયો છે, તેનું જોર વિનશ્વર શરીર પર ચાલી શકે પરંતુ મારા અવિનશ્વર આત્મા પર તો નહિ જ ! હવે હું આત્મજ્ઞાન વડે મારા સહજ સુખમય સ્વભાવને ઓળખી, અભિનવ અનુભવના અમૃતકુંડમાં રમણતા કરું છું. અનુભવ દશામાં મગ્ન બનવાથી, નિર્વિકલ્પ રસનો આસ્વાદ મલ્યો, સર્વ જીવોની આત્મસત્તા સિદ્ધ સમાન છે. એમ નિશ્ચયનયની અપેક્ષાએ સર્વાત્માઓના સ્વરૂપની એકતાનો અનુભવ થયો. આત્માના સહજ સુખ-સહજાનંદમાં મગ્ન થયેલાને ત્રણે ભુવનનું સુખ-સામ્રાજય તુચ્છ લાગે છે. જ્ઞાન રસાયણના સેવનથી પુગલ-સુખની તૃષ્ણા મરી પરવારી છે. સ્વાધીન એવા આત્મિક સુખને છોડી પરાધીન સુખની અભિલાષા કોણ સેવે ? જેમ કાંચળીના ત્યાગથી સર્પનો નાશ થતો નથી, તેમ શરીરના નાશથી આત્માનો નાશ થતો નથી, એમ જાણી અચલ-અખંડ-નિજ સુખમાં લીન બનું છું. તેમાં જ નિરંતર રમણતા કરું છું. હું પરમસુખ-આનંદમય ચેતન દ્રવ્ય છું. તેથી સદા સમાધિસુખમાં જ નિમગ્ન બની ક્ષણે ક્ષણે નિજ નિર્મળતા નિરખી નિરખી હર્ષિત બનું છું. જેમ નિર્મળ આકાશ વિવિધ રંગોથી રંગાતું સહજ સમાધિ • ૧૩૨ સહજ સમાધિ • ૧૩૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ નથી કે તીક્ષ્ણ તલવારથી ભેદાતું-છેદાતું નથી, તેમ જ્ઞાનાનંદમય મારો આત્મા કર્મ વડે લેપાતો નથી કે વિવિધ શસ્ત્રોથી છેદાતો નથી કે ભેદાતો નથી, પણ સદા નિર્લેપ-અખંડ-અભંગ સ્વરૂપમાં જ રહે છે. નિર્મળ અરીસાની જેમ નિર્મળ ચેતનામાં સર્વ પદાર્થોનું પ્રતિબિંબ પડે છે. ત્રણે લોકના પદાર્થો જે નિર્મળતામાં પ્રતિભાષિત થાય છે તેનું વર્ણન કઇ રીતે થઇ શકે ? જિનાગમ દ્વારા મારા આત્માનું અદ્ભુત-અપૂર્વ સ્વરૂપ જાણીને આત્માનુભવમાં લયલીન બનવા હું પ્રયત્નશીલ બનું છું. આત્માનુભવ એ જ મોક્ષનું પ્રધાન સાધન છે. અનુભવજ્ઞાનના પ્રભાવે સઘળી દુવિધા પલાયન થઇ જાય છે અને નિજ સ્વભાવમાં અપૂર્વ સ્થિરતા પ્રાપ્ત થાય છે. માટે નિશ્ચયનયથી મારા આત્માના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરી તેમાં જ તન્મય બનવા પ્રયાસ કરું છું. આત્માનું સ્વરૂપ : • આત્મા શાંતસુધા૨સનો કુંડ છે, જ્ઞાનાદિ ગુણરત્નોની ખાણ છે, અનંત સમૃદ્ધિનું ઘર અને શિવમંદિરનું સોપાન છે, આત્મા જ પરમદેવ છે. પરમ ગુરુ છે. પરમધર્મ અને પરમતત્ત્વ પણ આત્મા જ છે, આત્મા અનંત ગુણોનો ભંડાર, સદા સ્વરૂપમાં સ્થિત, ચિપ (ચિન્મય), ચિદાનંદ સ્વરૂપી છે, શિવ, શંકર, સ્વયંભૂ, પરમબ્રહ્મ પણ આત્મા જ કહેવાય છે. અનંતગુણ અને જ્ઞાનતરંગોથી યુક્ત આત્મા સાગરની જેમ મર્યાદા મૂકતો નથી. આ પ્રમાણે આગમકથિત આત્મસ્વરૂપનો અદ્ભુત મહિમા જાણી, પુદ્ગલનો રંગ તજી, નિજસ્વરૂપમાં મગ્ન થાઉં છું, એટલે પર પરિણતિને છોડી આત્મપરિણતિમાં રમણ કરું છું. આ શરીર વિનાશી પુદ્ગલનો પિંડ છે અને હું અવિનાશી ચેતનરાજ છું. શરીરને અન્યરૂપે પરિણમતાં કે વિખરાઇ જતાં વાર સહજ સમાધિ • ૧૩૪ લાગતી નથી. એવા શરીર ઉપર મમતા કોણ કરે ? હવે તો આ દેહમાંથી સર્વ વર્ણાદિ ઘટવા લાગ્યા છે, તેની સ્થિતિ પૂરી થઇ ગઇ હોય એવું લાગે છે, માટે હવે તે ટકી રહેશે એવી આશા રાખવી નકામી છે. હવે આ શરીર ઉપર મને રાગ પણ નથી અને દ્વેષ પણ નથી. રાગ-દ્વેષના પરિણામથી અતિશય ભયંકર કોટીના અશુભ કર્મોનું સર્જન થાય છે, તેના ઉદયથી અત્યંત દુઃખદાયક નરકાદિ દુર્ગતિમાં વારંવાર ભટકવું પડે છે. • મોહનો મંત્ર : મોહાસક્ત જીવને તીવ્ર રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે. હું અને મારું (દું અને મમ) એ મોહનો મહામંત્ર છે. અહંકાર અને મમકાર કરવાથી આત્મજ્ઞાન ભુલાય છે. મહામોહને વશ થઈ આત્મભાન ભૂલેલા જીવો ભૌતિક પદાર્થોને પોતાના માની અત્યંત મમત્વ ધારણ કરે છે. પર વસ્તુને પોતાની માનવાથી પારાવાર સંકલ્પ-વિકલ્પો ઉત્પન્ન થાય છે. વસ્તુની ઇચ્છા કરવામાત્રથી વસ્તુ મળી જતી નથી કે ચિંતા-શોક કરવાથી વિપત્તિ ટળી જતી નથી. છતાં અજ્ઞાની જીવ વ્યર્થ વિકલ્પ-ચિંતા કર્યા કરે છે. જિનવાણીના પ્રભાવે મને સ્વ-પરનો વિવેક પ્રાપ્ત થયો છે. તેથી બાહ્યભાવ-પરભાવથી ઉદાસીન બની સુખ-નિધાન નિજસ્વરૂપમાં મગ્ન બનું છું. શરીરની સાર્થકતા : આ શરીર શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિમાં સાધનરૂપ છે. તેના દ્વારા માનવભવમાં ત્યાગ-વૈરાગ્ય-જ્ઞાનાભ્યાસ આદિની વૃદ્ધિ થઇ શકે છે. તેના દ્વારા આત્મગુણોની પ્રાપ્તિ થતી હોવાથી તેનું રક્ષણ કરવું જરૂરી છે. માટે મને શરીર ઉપર વૈરભાવ નથી, પરંતુ જ્યારે અનેક ઉપાયો કરવા છતાં તે નાશ પામવાની તૈયારીમાં હોય ત્યારે શરીર ઉપરના સ્નેહને છોડી આત્મગુણોના રક્ષણ માટે તત્પર બનવું જોઇએ ! સહજ સમાધિ * ૧૩૫ Page #69 -------------------------------------------------------------------------- ________________ ભેદજ્ઞાની-વિવેકી પુરૂષો આ શરીર માટે દોષ સેવતા નથી, પણ જ્ઞાનાદિ ગુણોના રક્ષણ માટે અત્યંત દેઢતા કેળવી શુદ્ધ સંયમની સાધના કરે છે અને એ સંયમના પ્રભાવથી કોઇક ભવિ જીવ ભવિતવ્યતાના યોગે મહાવિદેહ ક્ષેત્રમાં અવતરે છે. • સમ્યગૃષ્ટિની ભાવના : મહાવિદેહ ક્ષેત્રમાં હાલ ત્રિભુવનનાયક શ્રી સીમંધરસ્વામી આદિ વીશ તીર્થંકરો તથા બે કરોડ કેવલજ્ઞાની મુનિવરો અને બે અબજ શુદ્ધ સંયમસાધક સાધુભગવંતો વિચરી રહ્યા છે. પરમ પુણ્યોદયે જો તે ઉત્તમ ક્ષેત્રમાં મારો જન્મ થાય તો અરિહંતપ્રભુના ચરણકમલમાં નિશદિન નિવાસ કરીશ. અત્યંત આદર-બહુમાનથી, વંદન પૂજન કરી, રાગ-દ્વેષ-પ્રમાદનો ત્યાગ કરી, સજાગ બની તેમની અમૃતવાણીનું શ્રવણ કરીશ ! દેવરચિત સમવસરણમાં સ્વર્ણમય સિંહાસન ઉપર બિરાજમાન ચોત્રીસ અતિશયથી શોભતા શ્રી જિનેશ્વર પરમાત્માની પાંત્રીશ ગુણયુક્ત વાણી સાંભળી ભવસાગરનો પાર પામીશ ! નિબિડ કર્મરોગોને નાબૂદ કરવામાં પરમ રસાયણતુલ્ય જિનવચનામૃતનું પ્રેમપૂર્વક પાન કરીશ ! તત્ત્વ સંબંધી અનેક પ્રશ્નો પૂછીને મારા સઘળા સંશયોનો ઉચ્છેદ કરી યથાર્થ અનુભવજ્ઞાનને પ્રાપ્ત કરીશ ! પરમ કરૂણાના ભંડાર, પરમાનંદી, સૂર્યસમાન કેવલજ્ઞાનરૂપ પ્રકાશથી ત્રણે ભુવનના અજ્ઞાન-અંધકારને હરનારા, પરમાત્માની, સૌમ્ય મુદ્રાના દર્શનમાત્રથી મારી સમગ્ર રોમરાજી વિકસ્વર બનશે ! જિનવાણીના પ્રભાવથી પાપમલ દુર થતાં, પરમ પવિત્ર બની, અદમ્ય ઉત્સાહપૂર્વક શ્રી જિનેશ્વરદેવ પાસે ચારિત્ર અંગીકાર કરી, દુષ્કર તપ તપી, ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાનો અભ્યાસ કરીશ ! શુદ્ધ સંયમના પ્રભાવથી શુદ્ધ સ્વરૂપનો ઉપયોગ અને શુદ્ધ આત્મતત્ત્વની રમણતા પ્રાપ્ત થતાં અપૂર્વઅનુભવદશા પ્રગટશે. જયારે આત્મા અનુભવઅમૃતના પાનમાં લયલીન બનશે, ત્યારે ક્ષપક શ્રેણી માંડી, સર્વ ઘાતી કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન પામી, એ જ સમયે ત્રણે કાળના સર્વ ભાવોને જાણશે અને જોશે. પછી અયોગી અવસ્થામાં શેષ અઘાતી કર્મોનો ક્ષય કરી પરમપદને પામશે, જયાં સદા નિજાનંદની મસ્તીનો આસ્વાદ માણવા મળશે. માટે અવિનાશી જ્ઞાનાદિ - ગુણ સંપત્તિના સ્વામીને વિનાશી એવા શરીરની મમતા કરવી યોગ્ય નથી. આવા પ્રકારની ભાવનાથી ભાવિત બનેલો સમ્યગુદૃષ્ટિ આત્મા, પર પરિણતિને તજી, નિજ સ્વભાવમાં સ્થિર બને છે. જીવન કે મરણમાં તેને સમાન (આનંદ) ભાવ હોય છે. તે વિચારે છે કે જો આ શરીર હજુ ટકી રહેશે તો શુદ્ધ સ્વભાવમાં સ્થિર થવાનો - વિશેષ વિશેષ અભ્યાસ કરીશ અને કદાચ શરીર નાશ પામી જશે તો પરભવમાં શુદ્ધ સ્વરૂપનો અભ્યાસ કરીશ. આ રીતે મને હવે શુદ્ધ (આત્મ) સ્વરૂપમાં મગ્ન બનવાની તીવ્ર તાલાવેલી જાગી છે, તેની જ નિરંતર આસક્તિ હોવાથી તેમાંથી ચલિત બનાવવા કોઇ સમર્થ નથી. મને હવે દેવ કે દેવેન્દ્રનો પણ ભય નથી. મોહનો પરાજય : મહા બળવાન મોહ સંસારી જીવોને ચાર ગતિમાં ભટકાવે છે. સંયમી સાધુભગવંતોને પણ ઉપશમશ્રેણી સુધી ચડાવીને પણ ભવસાગરમાં પટકી દે છે. એવા મહાદુષ્ટ મોહરાજાને જિનવચનરૂપ વજદંડ વડે અતિશય માર મારી, જર્જરિત કર્યો છે. તેથી મારાથી હવે તે નાસભાગ કરતો દૂર રહે છે. નજદીક આવવાની હિંમત કરી શકતો નથી, માટે મને તેનો પણ ભય નથી. સર્વ જીવો ઉપર મને પરમ મૈત્રીભાવ ઉત્પન્ન થયો છે તેથી મરણનો ભય પણ ટળી ગયો છે. આ રીતે હું સર્વ પ્રકારે નિશ્ચિત, નિર્ભય, નિરાકુલ બનીને તપ, જપ, સંયમ અને ધ્યાન-ક્રિયામાં તન્મય થઇ સિદ્ધ-બુદ્ધ મહોદયી પરમાત્મા; સુસાધુ અને જિનવાણીનું સહજ સમાધિ • ૧૩૬ સહજ સમાધિ • ૧૩૭ Page #70 -------------------------------------------------------------------------- ________________ શરણ સ્વીકારી, તેમના શુદ્ધ સ્વરૂપના આલંબને મારા શુદ્ધ સ્વરૂપને ઓળખી તેના ધ્યાનમાં તન્મય બનું છું. (૨) સમાધિમાં પ્રવેશ : શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન : નિશ્ચયનયે શુદ્ધ એવા આત્મસ્વરૂપનું વારંવાર ચિંતન, મનન, ધ્યાન અને અવલોકન કરવાથી આત્માની અનુભૂતિ થાય છે. શુદ્ધ સ્વરૂપમાં અત્યંત સ્થિર ઉપયોગ થવાથી અતિશય નિર્મળતા પ્રાપ્ત થાય છે. હું અનંતગુણ પર્યાયનો પિંડ, સહજાનંદ સ્વરૂપી, અચલ, અખંડ, અનુ૫ છું. મારી નિર્મળ ચેતનામાં (સ્થિર ઉપયોગે) લયલીન બની નિર્વિકલ્પ રસનો અનુભવ કરું છું. સાલંબન ધ્યાન: આ રીતે જયાં સુધી ઉપયોગની સ્થિરતા ટકે ત્યાં સુધી આત્મ-સ્વભાવમાં રમણતા કરતા રહેવું, પણ જ્યારે તેમાંથી ચિત્ત ચલિત થતું જણાય ત્યારે અનિત્યાદિ ભાવનાઓ વડે દુ:ખમય સંસારનું સ્વરૂપ ચિંતવવું. જેમકે આ સંસાર જન્મ, જરા, મરણ અને આધિ, વ્યાધિ, ઉપાધિથી ભરપૂર છે. અનંત દુ:ખની ખાણ છે. તેમજ તીર્થંકર પરમાત્માનું ધ્યાન કરવું - જેમકે તેઓ ત્રણ જ્ઞાનના સ્વામી છે, પોતાની તદ્દભવ મુક્તિને નિશ્ચિતપણે જાણે છે છતાં સંસારના શીધ્ર ઉચ્છેદ માટે સકલ રાજયસંપત્તિને અને વૈભવ-વિલાસના સુખને ઠોકર મારી મુક્તિપંથના પથિક બન્યા અને સંયમ સ્વીકારી તપ-ત્યાગની ઘોર સાધના આરંભી ઘાતકર્મોના ભૂક્કા બોલાવી અનંત-કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપ સંપત્તિને હસ્તગત કરી, એટલું જ નહિ જગતના સઘળા જીવો પણ એ જ મંગળમય માર્ગના પથિક બની આત્મગુણ-સંપત્તિ હસ્તગત કરી મુક્તિ-મંઝીલને પ્રાપ્ત કરે એ આશયથી પરમ કરૂણાનિધાન તેઓશ્રીએ ધર્મતીર્થની સ્થાપના કરી, અનેક ભવ્યાત્માઓને મોક્ષમાર્ગ બતાવી, પ્રાંત અઘાતી કર્મોનો નાશ કરી, યોગ રૂંધી અયોગી બની, શૈલેષી અવસ્થાને પ્રાપ્ત કરી શુદ્ધ-બુદ્ધ-મુક્ત બની પૂર્ણાનંદના ભોક્તા બન્યા છે. એવા પૂર્ણ સિદ્ધતાને વરેલા તે પરમાત્માનું શરણ સ્વીકારી. તેમના સાલંબન ધ્યાન દ્વારા વારંવાર આત્મસ્વરૂપમાં મગ્ન બનવું જોઇએ. કહ્યું પણ છે કે - નિજ સ્વરૂપ ઉપયોગથી, ફરી ચલિત જો થાય | તો અરિહંત પરમાત્મા, સિદ્ધ પ્રભુ સુખદાય || ૨૧૬ ||. તિનકા આત્મ સ્વરૂપકા, અવલોકન કરો સાર | દ્રવ્ય ગુણ પર્જવ તેહના, ચિંતવો ચિત્ત-મઝાર | ૨૧૭ || નિર્મલ ગુણ ચિંતન કરત, નિર્મલ હોય ઉપયોગ | તબ ફિર નિજ સ્વરૂપકા, ધ્યાન કરો થિર જોગ || ૨૧૮ || જે સ્વરૂપ અરિહંતકો, સિદ્ધ સ્વરૂપ વલી જેહ | તેહવો આતમ રૂપ છે, તિણમે નહિ સંદેહ || ૨૧૯ || ચેતન દ્રવ્ય સાધમ્યતા, તેણે કરી એક સ્વરૂપ | ભેદભાવ ઇણમે નહિ, એહવો ચેતન ભૂપ // ૨૨૦ || ભાવાર્થ : શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનમાં સ્થિર ન રહેવાય ત્યારે ફરી અરિહંતપરમાત્મા અથવા સિદ્ધપરમાત્માના અનંત સુખમય સ્વરૂપનું ધ્યાન કરવું, તેમના નિર્મળ દ્રવ્ય, ગુણ, પર્યાયનાં ચિંતનમાં ચિત્તને એકાગ્ર બનાવવું. પરમાત્માના નિર્મળ ગુણપર્યાયનું ચિંતન કરવાથી જ્યારે ઉપયોગ નિર્મળ બને ત્યારે ફરી નિજ સ્વરૂપનું સ્થિરતાપૂર્વક ધ્યાન કરવું. અરિહંત અને સિદ્ધ પરમાત્માનું જેવું સ્વરૂપ છે તેવું જ નિજ આત્માનું સ્વરૂપ છે, એમાં લેશમાત્ર પણ શંકાને સ્થાન નથી. કારણ કે ચેતન દ્રવ્યની સમાનતા હોવાથી સર્વ જીવોનું સ્વરૂપ એક સરખું છે. નિશ્ચયથી ભેદ-ભાવરહિત એક જ ચેતન ભૂપ છે. શુદ્ધ સંગ્રહનયની અપેક્ષાએ આત્મા સિદ્ધ સમાન છે. પર્યાયથી સહજ સમાધિ : ૧૩૮ સહજ સમાધિ • ૧૩૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ જે ભિન્નતા ભાસે છે તે કર્મકૃત અવસ્થાનું પરિણામ સમજવું. માટે જ શ્રી અરિહંત પરમાત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયનું ધ્યાન કરવાથી આત્મા નિર્મળ બને છે. પરમગુણી પરમાત્માના ધ્યાનપ્રભાવે ભેદભાવ હટી જાય છે. વસ્તુતઃ અરિહંત પરમાત્માનું ધ્યાન એ જ આત્માનું ધ્યાન છે. એ બેમાં કોઇ પણ ભેદ નથી. એ જ પરમ નિધાન છે. આ પ્રમાણે સદ્ભાવના ભાવી સમ્યગ્દિષ્ટ આત્મા સદા નિજસ્વરૂપમાં મગ્ન રહે છે. આત્માનું સ્વરૂપ નિહાળી તેના ચિંતનમાં લીન બનવાથી સર્વકર્મનો ક્ષય થતાં પરમાનંદપદની પ્રાપ્તિ થાય છે. આત્મચિંતન એ જ પરમજ્ઞાન છે. એ જ પરમ ધ્યાન છે. એ જ પરમ જ્યોતિ છે. એ જ પરમબ્રહ્મને પ્રગટ કરવાનું ઉત્તમ સાધન છે. ભવભ્રમણના નિવારણ માટે એના જેવું અન્ય કોઇ સાધન નથી. માટે વારંવાર આત્મસ્વરૂપના ધ્યાનમાં તન્મય બનવું જોઇએ. (૩) સ્વજન યોગ્ય હિતશિક્ષા : સમ્યગ્દષ્ટિ શ્રાવક પોતાના માતા-પિતાદિને મોહ-મમત્વ ઘટાડવા આ પ્રમાણે હિતોપદેશ આપે છે - આ શરીરનું બળ અને તેની સ્થિતિ વગેરે પૂરી થવા આવી છે, આયુષ્ય હવે ઓછું રહ્યું છે. માટે હવે તેની મમતા છોડવી જોઇએ. જો હજુ પણ તેની મમતા રાખશો તો તે અતિ દુઃખદાયક નીવડશે. સુર-અસુર, દેવ-દેવેન્દ્ર અને ચક્રવર્તીઓ મહાન ઋદ્ધિ, સમૃદ્ધિ અને શક્તિવાળા હોય છે, છતાં કાળપિશાચ આગળ કોઇનું જોર ચાલી શકતું નથી. આયુષ્યની સ્થિતિ પૂર્ણ થતાં તેઓને કોઇ રાખી શકતું નથી. મોહાધીન પ્રાણીઓ હાય-વોય વિલાપ કરી ફોગટ કર્મ બાંધે છે. દેહ માત્ર પુદ્ગલની રચના છે. ધૂળ (માટી)ના ઘરની જેમ તેને નાશ પામતાં વાર લાગતી નથી. માટે તેના પરથી મારાપણાની મમતા છોડી પરમ સારભૂત ધર્મના પાલનમાં તત્પર બનો ! સહજ સમાધિ • ૧૪૦ સંસાર અસાર છે, અસત્ય છે, પરંતુ અનાદિકાલીન અજ્ઞાન અને મોહવશ જીવ તેને સત્ય અને સારભૂત માની લે છે. સમાગમો (ભોગ) સ્વપ્નતુલ્ય છે, સંપત્તિ વીજળીના ઝબકારા જેવી ચપળ છે. આયુષ્ય ડાભ ઉપર રહેલા જળબિંદુ જેવું અસ્થિર છે, કર્મના સંયોગે સાથે રહેલા પ્રાણીઓ, આયુષ્ય સમાપ્ત થતાં, પંખીઓની જેમ ભિન્ન ભિન્ન સ્થાને ચાલ્યા જાય છે. કર્મના સંબંધથી તમારો હું પુત્ર થયો છું. આ હકીકત તમો પણ સારી રીતે જાણો છો માટે મોહ મમતાને મૂકી આત્મહિતમાં તત્પર બની જાઓ; રાગદશાથી જીવને કારમા કર્મબંધ થાય છે. દુર્ગતિમાં જઇ ભયંકર દુઃખોની પરંપરા ભોગવવી પડે છે. એ રીતે મારા પરનું મમત્વ તમને દુઃખદાયી ન બને માટે હું વારંવાર એક જ ભલામણ કરું છું કે મમતાનો ત્યાગ કરી, પુણ્યયોગે મળેલા માનવજીવનને શ્રી જિનધર્મની આરાધના કરીને સફળ બનાવો, સમતાસાગરમાં ઝીલીને સાચા સુખનો આસ્વાદ ચાખો. શુદ્ધ ધર્મનું લક્ષણ : • જગતમાં ધર્મ ધર્મ કરતાં સર્વ કોઇ ફરે છે. પરંતુ ધર્મનો મર્મ (રહસ્ય) વિરલ જીવોને જ પ્રાપ્ત થાય છે. શુદ્ધ ધર્મને પામ્યા વિના ભવનો ભ્રમ ભાંગતો નથી. નિર્મળ સ્ફટિક જેવો આત્માનો શુદ્ધ સ્વભાવ એ (નિશ્ચયથી) ‘વાસ્તવિક ધર્મ’ છે, તથા પંચ પરમેષ્ઠિનું સ્મરણ, વંદન, પૂજન, ધ્યાન વગેરે તેમજ અહિંસા, સંયમ, તપ, આદિ અનુષ્ઠાન એ શુદ્ધ ધર્મને પ્રગટાવવાના પ્રધાન સાધન હોવાથી ‘વ્યવહાર ધર્મ’ કહવાય છે. વ્યવહાર ધર્મના પાલનથી નિશ્ચય ધર્મ અવશ્ય પ્રગટે છે. શુદ્ધ સ્વરૂપી શ્રી અરિહંત પરમાત્માના ધ્યાનથી આત્માના નિર્મળ સ્વરૂપનો અનુભવ થાય છે. પરભાવનો પ્રપંચ : એ સિવાય રાગ-દ્વેષની પરિણતિ, વિષય-કષાયની પ્રવૃત્તિ, સહજ સમાધિ - ૧૪૧ • Page #72 -------------------------------------------------------------------------- ________________ વગેરે સર્વ પરભાવની ભ્રમજાળ છે. તેમાં ફસાયેલો જીવ મહાન દુઃખી બને છે. દરેક ભવમાં દેહ, કુટુંબ અને ધનાદિનો સંયોગ મેળવી મરણ સમયે બધુ છોડીને બીજા ભવમાં ચાલ્યો જાય છે. એમ અનંતવાર અનંત માતા-પિતાદિનો સંયોગ અને વિયોગ પ્રાપ્ત થયો છે. પણ મોહ-મમત્વને લઇ જીવ ફોગટ શોકાકુલ બની જન્મ, જરા અને મરણાદિ અનંત દુ:ખોની પરંપરા સર્જે છે. ભેદજ્ઞાન વડે જે જીવનો મિથ્યાત્વ મોહ નાશ પામે છે તે પર પુદ્ગલ પદાર્થોમાં રાચતો નથી. જેને આત્માથી શરીરાદિ (પુદગલ પર્યાય) સર્વ પદાર્થો ભિન્ન જણાય છે, તે નિજસ્વરૂપથી ચલિત થયો નથી કે કોઇનાથી (મોહથી) છેતરાતો નથી. જયારે જીવને સ્વ-પરનું યથાર્થ જ્ઞાન થાય છે ત્યારે તે નિજસ્વરૂપમાં સ્થિર થઇ શકે છે. હે માતા-પિતા-બંધુઓ ! તમારી સાથે મારો આટલા દિવસનો જે સંબંધ હતો તે હવે પૂરો થાય છે. માટે તમો ચિંતાને તજી, ધર્મમાં મનને સ્થિર બનાવી આત્મકલ્યાણ સાધો. આપણું સહજસ્વરૂપ આપણી જ પાસે છે. આપણા આત્મમંદિરમાં મહા અમૂલ્ય નિધાન રહેલું છે, તેથી પરની આશા કે યાચના કરવાની જરૂર નથી. આત્માના સહજ સ્વરૂપના દર્શનથી જન્મ-મરણના દુઃખો મટી જાય છે અને અનુક્રમે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટે છે. તે નિજ સ્વરૂપને જાણ્યા વિના જીવ સંસારમાં ભમે છે અને જે નિજસ્વરૂપને જાણી લે છે તે ભવસાગરનો પાર પામે છે. કારણ કે તે એક કૌતુકી દેવની જેમ સર્વ બાહ્ય ભાવોને પુદ્ગલની રચના માની તેથી ઉદાસીન રહી નિજ સ્વરૂપનું સતત સ્મરણ કરે છે. કૌતુકી દેવનું દૃષ્ટાંત : - બારમા દેવલોકનો એક દેવ મનુષ્યલોકમાં આવ્યો અને એક દરિદ્ર પુરુષના શરીરમાં પ્રવેશ કરી નવા નવા વેશ ધારણ કરી ક્રીડાખેલ કરવા લાગ્યો. ક્યારેક જંગલમાંથી લાકડાનો ભારો માથા પર ઉંચકી લાવી નગરમાં વેચવા જાય છે, ક્યારેક મજૂરી કરે છે, ક્યારેક ભીખ માંગતો ફરે છે, ક્યારેક શેઠ શાહુકારોની સેવા ચાકરી કરે છે, કોઇકવાર નટ બની અનેક પ્રકારના ખેલ કરી લોકોને ખુશ કરે છે, કોઇક વેળા વણિકનો દેખાવ કરી મોટા મોટા વ્યાપાર કરે છે. તેમાં જયારે પુષ્કળ અર્થપ્રાપ્તિ થાય છે ત્યારે હર્ષિત બની જાય છે, નુકશાની આવે છે ત્યારે શોકાકુળ બની અશ્રુ સારે છે. વળી કોઇ સમયે સ્ત્રી-પુત્ર-પુત્રીના પરિવાર સાથે કોઇ મોટા નગરમાં વસે છે. તેટલામાં ત્યાં શત્રુ રાજાનું વિશાળ સૈન્ય આવી પડતાં નગરના લોકો નાસભાગ કરવા લાગ્યા. તે જોઇ આ પણ મધ્યરાત્રિએ એક પુત્રને પોતાના ખાંધા પર બેસાડી, એકનો હાથ પકડી, ફાટેલા કપડા વગેરેની ગાંઠડી માથા પર મૂકી ત્યાંથી ભાગી છૂટે છે. તેની સ્ત્રી પણ થોડી ઘણી ઘરની ઉપયોગી સામગ્રીની પોટલી બાંધી પુત્રી સાથે ચાલી નીકળે છે. રસ્તામાં મળતાં મુસાફરો તેની આવી હાલત જોઈ તેને પૂછે છે ત્યારે તે આ પ્રમાણે ઉત્તર આપે છે - “અમારું નગર શત્રુસૈન્યથી ઘેરાઇ જતાં અમે સપરિવાર નાસી છૂટ્યા છીએ. હવે કોઇ ગામમાં જઇ જેમતેમ જીવનનિર્વાહ કરી ગુજરાન ચલાવશું. કર્મના માઠા ફળ ભોગવ્યા વિના છૂટકો નથી. ખૂબ જ હેરાન પરેશાન બની ગયા છીએ. પણ હવે બીજો કોઇ ઉપાય નથી.' આ રીતે અનેક પ્રકારની ક્રીડા-ચેષ્ટા કરતો તે દેવ મનમાં તો એમ સમજે છે કે હું તો બારમાં દેવલોકનો દેવ છું, દિવ્ય સુખોનો ભોક્તા છું, મહાન ઋદ્ધિ-સમૃદ્ધિ મારી પાસે છે, આ બધી ચેષ્ટાઓ તો માત્ર કૌતુક જોવાની ખાતર જ કરું છું, તે કંઇ સાચી નથી. આ પ્રમાણે આ દેવ વિચિત્ર પ્રકારના પ્રસંગોમાં પણ દીનતા કે મમતા ધારણ કરતો નથી. તેવી જ રીતે મારો આત્મા કર્મસંયોગે પરપુગલ પર્યાયોમાં વિવિધ પ્રકારની ચેષ્ટાઓ કરી રહ્યો છે. તેથી મારે લેશ પણ મમતા સહજ સમાધિ • ૧૪૨ સહજ સમાધિ • ૧૪૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ કે દીનતા કરવાની જરૂર નથી. કારણ કે ‘મારું સિદ્ધસમાન પૂર્ણ, શુદ્ધ સ્વરૂપ છે, હું કેવલજ્ઞાનરૂપ લક્ષ્મીનો સ્વામી છું, અનંત ગુણોનો નિધાન છું.’ આ રીતે મને પણ અનેક વાર નિજ સ્વરૂપનો અનુભવ થયો હોવાથી કોઇ પણ પ્રકારનો ભય મને સતાવતો નથી. • સ્ત્રી યોગ્ય હિતશિક્ષા : સમ્યગુદૃષ્ટિ આત્મા પોતાની ધર્મપત્નીને હિતશિક્ષા આ પ્રમાણે આપે છે - આ ક્ષણભંગુર શરીર ઉપર હવે મમતા કરશો નહિ. પુદ્ગલની પ્રીતિ ભવની ભીતિ ઉત્પન્ન કરે છે, અને આત્માની પ્રીતિ ભવને નાબૂદ કરે છે. આ દેહની સ્થિતિ પૂરી થઇ છે. તે હવે ટકી શકવાનો તો નથી જ. તો પછી તેના ઉપર મોહ કરી દિલને શા માટે દુભાવવું ? તારોને મારો આટલા દિવસનો જ સંબંધ હતો. તેમાં કોઇ વધઘટ કરી શકે તેમ નથી. આ અસાર અસ્થિર શરીરને નાશ પામતાં વાર લાગતી નથી, ક્ષણવારમાં બળીને રાખ થઇ જશે. એનાથી તારો કોઇ સ્વાર્થ સરવાનો નથી. આશા ફળવાની નથી. માટે એની મમતા છોડી અને ધર્મની આરાધનામાં તત્પર બનો. જેથી આત્મસુખ-સંપત્તિ પ્રાપ્ત થશે. વિકરાળ કાળની તલવાર સહુના મસ્તક ઉપર ઝઝૂમે છે. માટે તારે પણ જરાયે ગફલત-બેદરકાર રહેવું નહિ. ક્યારેક તને પણ એ ઝપાટામાં લેશે એ નિશ્ચિત વાત છે તું મારી પ્યારી નારી છે કે હું તારો પ્યારો પ્રિતમ છું એ સર્વ મોહનો વિલાસ છે. ભોગની વિટંબણા આત્મગુણોનો નાશ કરે છે. પતિ પત્નીનો સંબંધ એ ભવનાટકનો જ એક ભાગ છે. તારો મારો ચેતન એક સમાન છે. કર્મની વિચિત્રતાને લઇને વિવિધ રૂપ ધારણ કરવા પડે છે. માટે તત્ત્વની વિચારણા કરી, મમતા મૂકી, આત્મહિત સાધવા ધર્મક્રિયામાં ઉઘુક્ત બનો. મારા ઉપર સાચી પ્રીત હોય તો મને ધર્મ કરવામાં સહાયક બનો. ખેદ, શોક, ચિંતા કરવાથી ફોગટ ચીકણાં કર્મ બંધાશે, બીજું કશું જ વળવાનું નથી. આ પ્રમાણે ભાવકરૂણાથી પ્રેરાઇને અવસરોચિત હિતશિક્ષા આપી છે. તેને ગ્રહણ કરી, મમતા તજી, સમતા ધર્મમાં પ્રયત્નશીલ બનજો . અન્ય કુટુંબીજનોને પણ અવસરોચિત સુંદર હિતશિક્ષા આ પ્રમાણે આપવી – આ સંસારની સ્થિતિ પંખીના માળા જેવી છે. આજ સુધી અનેક રાજા-મહારાજાઓ કે આપણા પૂર્વજોમાંથી કોઇપણ સ્થિર રહી શક્યા નહિ અને રહી શકે તેમ પણ નથી. આયુષ્ય પૂરું થતાં સહુને પરલોક તરફ પ્રયાણ કરવું પડે છે. આ વાત તમો પણ પ્રત્યક્ષ રીતે જાણો છો. માટે તમારે પણ ચિત્તમાં જરાયે સંતાપ કરવો નહિ, હું તમારી સાથે ક્ષમાપના કરું છું. તમો બધા ધર્મ ઉપર દેઢ શ્રદ્ધા ધારણ કરજો . કેવળી પ્રરૂપિત ધર્મ જ ભવસાગરથી પાર ઉતારવામાં પ્રવહણ-જહાજ તુલ્ય છે. માટે તેની આરાધના કરજો. જેથી દુર્ગતિનાં દુઃખ છેદાઈ જાય અને અનુક્રમે શિવસુખની પ્રાપ્તિ થાય ! • પુત્રયોગ્ય હિતશિક્ષા : હે પુત્ર ! મારા ઉપર તમારે મોહ રાખવો નહિ, આ એસારઅસ્થિર સંસારમાં માત્ર જિનધર્મને જ સારભૂત અને સુખદાયક જાણી, શ્રદ્ધા, પ્રેમપૂર્વક તેની આરાધનામાં તત્પર બની જવું. પિતા-પુત્રના વ્યવહારિક સંબંધથી પણ તમો મારી આજ્ઞા માનો છો. એટલે મારી આ અંતિમ હિતશિક્ષાને ધ્યાનમાં લેજો . (૧) સુદેવ, સુગુરુ અને સુધર્મ ઉપર ગાઢ પ્રીતિ ધારણ કરવી. (૨) સજજન પુરુષો સાથે મિત્રતા કરવી. (૩) ધર્મીજન ઉપર પ્રીતિ રાખવી. (૪) દાન, શીલ, તપ અને ભાવ એ ધર્મના ચાર પ્રકારોનું સદા યથાશક્તિ પાલન કરવું. (૫) સંત, સજજન પુરૂષોનો સમાગમ કરવો. સહજ સમાધિ • ૧૪૪ સહજ સમાધિ • ૧૪૫ Page #74 -------------------------------------------------------------------------- ________________ • સજ્જન પરીક્ષા : સંસાર (વિષય-કષાય)માં જ આસક્ત થયેલા પ્રાણીઓની સોબત કરવી નહિ. રાગી સાથે રાગ-મમતા કરવાથી રાગદશા વધે છે, વિષય-વિકાર વૃદ્ધિ પામે છે અને વિષય-રાગ એ દુર્ગતિનો દાતાર છે, માટે સંસારરસિક જીવોનો સંગ છોડી તત્ત્વજ્ઞાની પુરુષોની સોબત કરવી. ધર્મજનોના સંગથી સદગુણોની વૃદ્ધિ થાય છે. દુનિયામાં યશકીર્તિ ફેલાય છે અને આત્મપરિણતિ સુધરે છે. પરલોકમાં સ્વર્ગ અને અનુક્રમે શિવસુખની પ્રાપ્તિ થાય છે. માટે ઉત્તમ પુરુષોની સાથે રહી ધર્મનું સદા આરાધન કરતા રહેશો, તો પરમસુખી બનશો. • અંતિમ આલોચના અનશન : આ પ્રમાણે સર્વ સ્વજનોને હિતશિક્ષા આપી, પોતાના હાથે દાન-પુણ્ય કરી, સાત ક્ષેત્રમાં યથાશક્તિ લક્ષ્મીનો સદુપયોગ કરી, સદ્દગુરુનો સુયોગ મલે તો તેમની પાસે એકાંતમાં અંતર ખોલી પાપોની આલોચના કરી શલ્યરહિત બનવું જોઇએ. સગુરુનો યોગ પ્રાપ્ત ન થાય તો અતિગંભીર સમ્યગ્દષ્ટિ ઉત્તમપુરુષ સમક્ષ હૃદય ખોલીને સર્વ વાતો કહી દેવી. ઉત્તમ પરુષના અભાવમાં પોતાના મનમાં પાપોનો પશ્ચાત્તાપ કરવો - દુષ્ટ કર્મના વશથી મારાથી આ ભયંકર પાપો થઇ ગયેલા છે એમ અરિહંતપરમાત્મા, સિદ્ધભગવંત, મહામુનિવરો, સમ્યગુદૃષ્ટિ દેવ અને પોતાના આત્માની સાક્ષીએ સર્વ પાપોની આલોચના, નિંદા અને ગહ કરવી. ત્રિકરણ શુદ્ધ મિચ્છામિ દુક્કડે આપી હૃદય અને મનને નિર્મળ બનાવવું. | નિકટ સમયમાં જ મરણની સંભાવના જણાય તો સર્વ આરંભપરિગ્રહાદિ અને ચારેય આહારનો પણ ત્યાગ કરવો. પણ ચોક્કસ ખબર ન પડે તો અમુક કાળની મર્યાદા બાંધી સર્વ આરંભ-પરિગ્રહાદિ અને ચારે આહારનો ત્યાગ કરવો એટલે કે સાગારિક અનશન સ્વીકારવું. • સમાધિ મરણનું લક્ષણ : ત્યારબાદ સમ્યગદષ્ટિ આત્મા, પલંગથી નીચે ઉતરી મન, વચન અને કાયાને અત્યંત સ્થિર બનાવી, સિંહ સમાન નિર્ભય બની મોહલક્ષ્મીને વરવા, શિવપુરનું સામ્રાજય પ્રાપ્ત કરવા, રણસંગ્રામમાં મોહબૈરીને જીતવા મહાસુભટની જેમ ધ્યાનરૂપ (સિંહનાદ) ગર્જના કરે છે. સર્વ પ્રકારની આતુરતા તજી, પરમ વૈર્ય ધારણ કરી આત્માની પ્રીતિ જગાડી, પરમાત્માના ધ્યાનમાં લીન બને છે. તેથી મોક્ષ સિવાયના સર્વ પદાર્થોની સ્પૃહા-વાંછા તૂટી જાય છે. પરમાત્મધ્યાનના પ્રભાવે ધ્યાતાની ધ્યેય સાથે એકતા-તન્મયતા થતાં સમાપત્તિ-સમાધિ સિદ્ધ થાય છે. તે વખતે વીયલ્લાસ વધવાથી આત્મા આનંદમયસુખમય, શાંત-સુધારસના કુંડમાં ઝીલે છે. આત્મિક સુખ સ્વાધીન, અનુપમ અને અનંત છે એમ જાણી, નિજ સ્વરૂપમાં પરમ શ્રદ્ધા-બહુમાનપૂર્વક રમણતા કરતો પરમાનંદપ્રશાંત પરિણામયુક્ત બનેલો સમ્યગૃષ્ટિ આત્મા સ્વ-આયુષ્ય પૂરું થતાં સમાધિપૂર્વક મરણ પામે છે. • સમાધિનું ફળ : સમાધિના પ્રભાવથી સમ્યગુષ્ટિ આત્મા પરલોકમાં ઇન્દ્રાદિની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરે છે. દેવલોકમાં રહેલી શાશ્વત પ્રતિમાઓની નિત્ય પૂજા કરે છે. વિહરમાન ભગવાન અને કેવળજ્ઞાની મુનિભગવંતો આદિને વંદન-પૂજન-સ્તવન કરી, ધર્મદેશના સાંભળે છે. શ્રી જિનેશ્વરના કલ્યાણકો અતિઉલ્લાસપૂર્વક ઉજવે છે. તેમ જ નંદીશ્વરદ્વીપની તીર્થયાત્રા કરી, સમ્યગદર્શનને નિર્મળ બનાવી, દેવભવને સફલ-સાર્થક કરે છે. દેવાયુ પૂર્ણ થતાં ત્યાંથી ચ્યવી મનુષ્યગતિમાં જન્મ ધારણ કરે છે, યૌવન વયે રાજય-ઋદ્ધિ પામી સદ્ગુરુની દેશના સાંભળી, સહજ સમાધિ • ૧૪૬ સહજ સમાધિ • ૧૪૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય પામી, સંયમ સ્વીકારી, ગુરુની સેવાભક્તિપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરી, શુદ્ધ સ્વભાવમાં સ્થિરતારૂપ ચારિત્રની અનુક્રમે વિશુદ્ધિ સાધી, ક્ષપક શ્રેણિ ઉપર ચઢી, ઘાતી કર્મોનો ક્ષય કરી, કેવળજ્ઞાન અને કેવળદર્શન પામે છે. સર્વજ્ઞ-સર્વદર્શી એક સમયમાં ત્રણે કાળના ભાવોને પ્રત્યક્ષ જાણતાં-જોતાં ભવ્ય જીવોને ધમપદેશ આપી, પરમ ઉપકાર કરી, અંતે અઘાતી કર્મોનો પણ ક્ષય કરી, અનંત અક્ષય, અવ્યાબાધ, શાશ્વત-સુખમય મોક્ષને પ્રાપ્ત કરે છે. સાદિ-અનંત સ્થિતિએ સિદ્ધશિલા ઉપર બિરાજમાન થઇ શુદ્ધ સ્વભાવમાં જ રમણતા કરી, અનંત સુખોનો ભોક્તા બને છે. આ પ્રમાણે સમાધિમરણનો મહિમા જાણી સર્વ મુમુક્ષુ આત્માઓ સમાધિ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બનો એ જ એક શુભાભિલાષા. • સર્વ જીવો સાથે ક્ષમાપના : હું મહાન પુણ્યશાળી છું, કારણ કે અનાદિ-અનંતકાળથી આ અપાર ભવસાગરમાં ભ્રમણ કરતા મને આજે ચિંતામણિરત્નસમાન ‘જિનધર્મ'ની પ્રાપ્તિ થઇ છે. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારક ગતિરૂપ ભવચક્રમાં રઝળતા મેં મોહવશ બની કોઇપણ જીવને વેદના-પીડા ઉપજાવી હોય તેને હું મન, વચન અને કાયાથી ખમાવું છું. (૧) નરક ગતિ : સાતે નારકીઓમાં નારકપણે ઉત્પન્ન થઇને ત્યાં રહેલા બીજા કોઇપણ નારક જીવને મેં દુ:ખ દીધું હોય કે એ જીવોને પરસ્પર ઘસવા દ્વારા, એમના અંગછેદ કરવા દ્વારા કે તાડન-તર્જન કરવા દ્વારા જે કોઇ પ્રકારે ત્રાસ ઉપજાવ્યો હોય તેને ખમાવું . નિર્દય પરમાધામીના અવતારમાં મૂઢ અને અજ્ઞાની એવા મારા જીવે નારકીના જીવોને જે કાંઇ દુઃખ દીધું હોય તેને પણ ખમાવું છું. અહા... હા...! એ પરમાધામીના ભવમાં મૂઢ એવા મારા જીવે ક્રીડાવશ બની કરવત, તલવાર, ભાલાદિથી છેદન, ભેદન, તાડન, મારણ કે યંત્ર-પીલણ, વૈતરણીતારણ, કુંભીપાચન વગેરે ઘણાં દુઃખો નારકી જીવોને દીધાં હશે, જેની મને ખબર પણ નહીં હોય ! તથા તામસભાવમાં આવીને મેં જે કાંઇ વેદના ઉપજાવી હોય તેને હું ત્રિવિધ ખમાવું છું. (૨) તિર્યંચ ગતિ : તિર્યંચગતિમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, પ્રત્યેક અને સાધારણ વનસ્પતિકાયના ભવોમાં મેં સ્વ-પર અને પરસ્પર શસ્ત્રાદિથી પૃથ્વીકાયાદિક જીવોનો વિનાશ કર્યો હોય તેને હું ખમાવું છું. શંખ વગેરે બેઇન્દ્રિય, જૂ વગેરે તે ઇન્દ્રિય, માખી વગેરે ચઉરિન્દ્રિયના ભવોમાં મેં જે જે જીવોનું ભક્ષણ કર્યું હોય એને દુ:ખ દીધું હોય તેને હું ખમાવું છું. ગર્ભજ, સમૂચ્છિમ, જલચર પંચેન્દ્રિયના ભાવોમાં મચ્છ, કાચબા, સુસુમાર આદિ અનેક પ્રકારના રૂપને ધારણ કરી મેં આહાર માટે જે જીવોનો વિનાશ કર્યો હોય તેને હું ખમાવું છું તથા અનેક પ્રકારના જીવોને જોઇને ઘણીવાર મેં તેમના છેદન-ભેદન કર્યા હશે, તે સર્વેને હું ખમાવું . ગર્ભજ, સમૂચ્છિમ સર્પ વગેરે ઉરપરિસર્પ, ઘો, વાનર વગેરે ભૂજપરિસર્ષ; કૂતરા, બિલાડા વગેરે સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચના ભવોમાં મેં જે કોઈ જીવોને છેદન-ભેદન કરી દુ:ખી કર્યા હોય કે તેમનું ભક્ષણ કર્યું હોય તેને હું ખમાવું છું. હિંસા, મહારંભાદિ અશુભકર્મના ઉદયથી સિંહ, વાઘ, ચિત્તા, ગેંડા, રીંછ આદિ હિંસક શ્વાપદ જાતિમાં ઉત્પન્ન થઇને મારા જીવે જે કોઈ જીવોની કતલ કરી હોય, સંતાપ ઉપજાવ્યા હોય તેને હું ખમાવું છું. સહજ સમાધિ • ૧૪૮ સહજ સમાધિ • ૧૪૯ Page #76 -------------------------------------------------------------------------- ________________ હોલા, ગીધ, કૂકડા, હંસ, બગલા, સારસ, કાગડા, બાજ, કબરી, ચકલી આદિ ગર્ભજ, સમૂચ્છિમ ખેચર પંચેન્દ્રિય ભવોમાં સુધાવશ થઇ કીડી, મકોડા, ઇયળ વગેરે જીવોના ભક્ષણ કર્યા તેને હું ખમાવું છું. (૩) મનુષ્ય ગતિ : મનુષ્ય ભવોમાં રસનેન્દ્રિય લંપટ બની શિકાર કરવા દ્વારા જે જીવોના પ્રાણહરણ કર્યા હોય તેને પણ હું ખમાવું છું. રસ લાલચુ મારા જીવે શરીરની પુષ્ટિને માટે મદ્ય, માંસ, મધ, માખણ, અથાણા કે વાસી ઓદન આદિ અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કરી તેમાં રહેલા બેઇન્દ્રિયાદિક જીવોનો ઘાત કર્યો હોય તેને હું ખમાવું છું. સ્પર્શ-સુખના રાગે લંપટ બની મેં કન્યા, સધવા, વિધવા આદિ પરસ્ત્રી કે વેશ્યાદિકને વિષે ગમન કરવાથી જે જીવોને દુઃખી કર્યા હોય, નાશ કર્યા હોય તેને હું ખમાવું . આંખ, નાક અને કાનના વિષયોમાં આસક્ત બની મેં જે કોઇ જીવોને દુ:ખમાં પાડ્યા હોય કે સંતાપ ઉપજાવ્યા હોય તે સર્વેને હું ત્રિવિધ ખમાવું છું. માનભંગના કારણે તથા ક્રોધના આવેશમાં આવીને મેં જે કોઇ જીવોને મારી આજ્ઞા માનવાની ફરજ પાડી હોય તેને પણ હું ખમાવું છું. સત્તાના સિંહાસન પર આરૂઢ થઇને મેં અપરાધી અને નિરપરાધી જીવોને બાંધ્યા હોય, ઘાયલ કર્યા હોય કે માર્યા હોય તે સર્વેને હું ખમાવું છું. દુષ્ટ એવા મેં ક્રોધ અથવા લોભને પરવશ થઇ કોઇપણ પ્રકારના ખોટા આળ કે કલંક દીધા હોય તેને હું ખમાવું છું. - ઈર્ષા, અસૂયા ભાવથી મેં કોઇપણ જીવ સાથે પરંપરિવાદ (નિંદા) વગેરે કર્યા હોય, કોઇની ચાડી-ચુગલ કરી હોય તેને હું ખમાવું . અનેક પ્લેચ્છ જાતિઓમાં રૌદ્ર અને શુદ્ર સ્વભાવવાળા મેં જયાં ધર્મશબ્દ કાને પણ સાંભળવા નથી મલ્યો ત્યાં પરલોકની પરવા કર્યા વિના વિષયાસક્તિવશ અનેક જીવોનો ઘાત કર્યો હોય કે હું અનેક જીવોના દુ:ખનો હેતુ બન્યો હોઉં તે સર્વેને હું ખમાવું છું. આર્ય ભૂમિમાં જન્મવા છતાં કસાઇ, પારધી, ડુંબ કે ધીવરાદિ હિંસક જાતિમાં ઉત્પન્ન થયેલા મેં જે જે જીવોની હિંસા કરી હોય તેને હું ખાવું છું. મિથ્યાત્વથી મોહિત અધિકરણના હેતુભૂત મેં ધર્મની બુદ્ધિથી જે જીવોના વધ કરાવ્યા હોય તેને પણ હું ખમાવું છું. - ફળ, ફૂલ, વેલ, લતા વગેરેના વનને દાવાગ્નિ દઈને જે જીવોને મેં બાળ્યા હોય, સરોવર, તલાવ આદિ જલસ્થાનોને શોષાવીને જે જીવોનો વિનાશ કર્યો હોય તેને હું ખમાવું છું. કર્મભૂમિ અને અંતરદ્વીપાદિ ક્ષેત્રોને વિષે મેં ઉદ્ધતપણાથી કે ઉન્મતપણાથી જે કોઈ જીવોનો ઘાત કર્યો હોય તેને હું ખમાવું છું. (૪) દેવ ગતિ : દેવના ભવોમાં મેં ક્રીડા કે લોભની બુદ્ધિથી જે જીવોને દુઃખી કર્યા હોય તેને હું ખમાવું . ત્રિવિધ ખમાવું છું. ભવનપતિને વિષે તામસભાવમાં વર્તતા નિર્દયપણાથી જે કોઇ જીવોને દુઃખી કર્યા હોય તેને હું ખમાવું . | વ્યંતરના ભાવમાં પણ ક્રીડા આદિના પ્રયોગથી જે કોઈ જીવોને દુઃખી કર્યા હોય તેને હું ખમાવું છું. જયોતિષ ભવમાં પણ વિષયમોહિતનની મૂઢ એવા મેં જે કોઇ જીવોને સતાવ્યા હોય તેને હું ખમાવું . અભિયોગિક દેવપણામાં બીજાની રિદ્ધિ-સિદ્ધિ જોઇ મત્સરભાવને પામતા લોભ અને મોહવશ મેં જે જીવોને દુ:ખી કર્યા હોય તેને હું ખમાવું . આ ચારે ગતિમાં ભ્રમણ કરતાં મેં જે કોઈ જીવને પ્રાણરહિત બનાવ્યા હોય, દુ:ખમાં પાડ્યા હોય તે બધાને હું વારંવાર ખમાવું છું. સહજ સમાધિ • ૧૫૦ સહજ સમાધિ • ૧૫૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ જાણતાં કે અજાણતા મારાથી જે જે અપરાધ થયા હોય તે બધાજ મારા અપરાધોને, હે જીવો ! મધ્યસ્થ થઇ, વેર-વિરોધ છોડી ક્ષમા આપો. હું પણ ક્ષમા આપું છું. આ સમગ્ર જીવલોકમાં મારો કોઇ દોષ નથી. હું જ્ઞાન, દર્શન સ્વભાવવાળો છું, એક છું, નિત્ય છું, મમત્વભાવરહિત છું. (આ વાત નિશ્ચયનયની અપેક્ષાએ સમજવી.) અરિહંત અને સિદ્ધભગવંતોનું મને શરણ થાઓ. સાધુ અને કેવલિ પ્રરૂપિત ધર્મ અને પરમ મંગલરુપ બનો. કર્મક્ષયના અનન્ય હેતુ એવા પંચ પરમેષ્ઠીનું મને શરણ થાઓ. શુદ્ધ ભાવપૂર્વક કરેલા આ ચારે ગતિના જીવો સાથેના ખામણા આત્મવિશુદ્ધ અને મહાકર્મક્ષયનું કારણ બને છે. હું મિત્ર છું સહુ જીવનો, સહુ જીવ મારા મિત્ર છે. નથી વેર કે વિરોધ મારે; પ્રેમ ભાવ પવિત્ર છે. યાચું ક્ષમા સહુ જીવથી, સહુ જીવને આપું ક્ષમા. હું ભિન્ન તન-મન-કર્મથી, ચિઘન-સ્વરૂપી આતમા // સહજ સમાધિ * 152