________________
જીવ, જાણવાનું કામ આ જ્ઞાનશક્તિ દ્વારા જ કરે છે. વિશ્વના સંપૂર્ણ પદાર્થો, તેમના ગુણધર્મો તથા સંયોજનો, વિભાજનો વિગેરે તથા વિશ્વમાં બનતી બધી જ ઘટનાઓને જાણવાની જે શક્તિ આત્મામાં છે, તે બીજા કોઇ પદાર્થોમાં નથી.
“નિશ્ચય દૃષ્ટિ નિહાળતાં, ચિદાનંદ ચિદ્રૂપ; ચેતન દ્રવ્ય સાધર્મેતા, પૂરણાનંદ સરૂપ.”
| (સમાધિ વિચાર ૨૦૮) સકલ પદારથ જગતકે જાણણ-દેખણ હાર; પ્રત્યક્ષ ભિન્ન શરીર શું, જ્ઞાયક ચેતન સાર.”
(સમાધિ વિચાર ૨૮૨) આવી અગાહ સારવાન મહામૂલ્યવાન શક્તિનો સૂચક શબ્દ છે ચેતન !
ચેતન જ્ઞાન અાવાળીએ’
હે ચેતન ! તું તારા જ્ઞાનને અજવાળ, પ્રકાશિત કર. આ માર્મિક પ્રેરણા પાછળનું તાત્પર્ય એ છે કે આત્મા સ્વયં અનંતજ્ઞાનનો ધણી હોવા છતાં, વર્તમાનમાં તે કેવી અજ્ઞાન દશામાં જીવી રહ્યો છે, અંધકારમાં અથડાઇ રહ્યો છે, ભટકી રહ્યો છે.
કેવી કારમી છે આ જીવની કરુણતા ! ‘હું કોણ છું' “મારું સાચું સ્વરૂપ શું ?' એનું પણ એને જ્ઞાન કે ભાન નથી. હે ચેતન ! અનંતકાળથી તું સુખની શોધમાં નીકળ્યો છે; તો ભૂતકાળમાં તારે ભટકવું છે ? થોડો વિચાર કર :
> પર્વતના શિખરોને તું સર કરી આવ્યો. > સાગરના પેટાળમાં ડૂબકી મારી આવ્યો. » વન-ઉપવનમાં રખડી આવ્યો.
છતાં તું થાક્યો નથી ! સુખ મેળવવા તે શું શું કર્યું ? કેવાં કેવાં રૂપો કર્યા ? દેવ બન્યો, મનુષ્ય બન્યો, નારકીમાં ગયો,
તિર્યંચમાં ફર્યો. ક્યારેક પંચેન્દ્રિયપણામાં વિરાટ રૂપ પામ્યો, તો
ક્યારેક એકેન્દ્રિયાદિમાં વામનરૂપ થઇને રખડ્યો. દરેક યોનિમાં, દરેક જાતિમાં, તે જન્મથી મરણ સુધી માત્ર સુખ મેળવવા માટે જ મહેનત કરી, પણ તે માથે પડી.
કસ્તૂરીની સુગંધ પાસે છે, છતાં તે મેળવવા માટે દૂર દૂર દિશાઓમાં દોડતા મૃગલાને જોઇ તને આશ્ચર્ય થાય, હસવું આવે, પણ આવું તારી જાત માટે બની રહ્યું છે, તેનો તને કદી વિચાર આવે છે ?
ક્ષણભર માટે હે ચેતન ! તું આંખ બંધ કર. જરા વિચાર કર. તું કેટલું ભટક્યો ? કેટલું દોડ્યો ? અનંતકાળના દીર્ઘભ્રમણ અને પ્રયત્નો પછી પણ સુખનું બિંદુ આજે તારા હાથમાં આવ્યું ? વિચાર તો કર કે તારા આ બધા પ્રયત્નો નિષ્ફળ કેમ ? ભૂલ ક્યાં થાય છે?
બે-પાંચ વર્ષ ધંધો કર્યા બાદ જો હાથમાં કંઇ ન આવે તો સામાન્ય વેપારી પણ પોતાનો ધંધો બદલે છે. ધંધાની ધંધાકીય નીતિ (Business Policy)માં ફેરફાર કરે છે. એ બતાવે છે કે મહેનતમજુરી કર્યા બાદ જો કાંઇ મળતું ન હોય તો પ્રયત્નોમાં પરિવર્તન કરવું જ જોઇએ. પ્રયત્નો છોડવાના નથી, પણ તેમાં પરિવર્તન કરવાનું છે.
ચેતન ! અનાદિકાળથી તું સુખ મેળવવા મથે છે, છતાં તારા પ્રયત્નો નિષ્ફળ જાય છે. તો હવે તારે પરિવર્તન કરવું જોઇએ. પરિવર્તન એ કુદરતી કાનૂન છે.
"Change is the Low of Nature." Radt Carl પ્રગતિ શક્ય નથી.
પરિવર્તન માટેની બે શરત છે : (૧) ત્યાગ અને (૨) સ્વીકાર.
પરિવર્તન માટે ક્રાન્તિ કરવી જ પડશે. જે છે તેને મૂળથી બદલવું જ પડશે. અનાદિની ચાલ છોડવી જ પડશે તો જ અસલ આવી મળશે.
સહજ સમાધિ • ૩૨
સહજ સમાધિ • ૩૩