________________
-
A
A
A
સમરથ એક મહાબલી, મોહસુભટ જગ જાણ; સવિ સંસારી જીવકું, પટકે ચિંહુ ગતિ ખાણ. /
(સમાધિ વિચાર ૧૮૫) મોહના ઉદયથી મન ચંચળ બને છે. ચંચળ બનેલું મન ઠેકડા મારે છે. ઠેકડા મારતું મન, ત્યારે જ આત્માને આધીન બને છે, જયારે એના ઉપરનો મોહનો પ્રભાવ, ઓછો થાય, મોળો પડે, નિર્મળ બને.
મનને નચાવનાર મોહ છે. મોહના પ્રાબલ્યને, જોરને, જોશને ઘટાડવાથી જ મન વશમાં આવે છે, સ્વાધીન બને છે. સ્વાધીન બનેલું મન સહજ સુખનો - સમાધિનો અનુભવ કરાવે છે. | મન ઉપર વિજય પ્રાપ્ત કરવાથી આત્માના સહજ ગુણો, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ વગેરેનું પાલન સરળ બને છે. કામ ક્રોધાદિ વિકારો નાબૂદ થઈ જાય છે. મન નિર્મળ બનતું જાય છે. જેમ નિર્મળ સ્વાદિષ્ટ જળના પાનથી તરસ શાંત થાય છે, તેમ નિર્મળ શ્રુતજ્ઞાનના અભ્યાસથી મિથ્યાત્વમોહનો સંતાપ ટળી જાય છે અને ચિત્ત નિર્મળ બને છે. • “ટાળીએ મોહ સંતાપ રે...” :
હે ચેતન ! તું શિયાળ નથી, પણ સિંહ છે. તે તારી જાતને આજ દિ' સુધી શિયાળ માની તેથી મોહમદારીએ તને અનેક જાતના નાચ નચાવ્યા, વિવિધ સંતાપો ઉપજાવ્યા, ઘોર ભ્રમણાઓમાં ભટકાવ્યા, અજ્ઞાન અંધકારમાં અથડાવ્યા.
આ મોહ જગતના સર્વજીવોને શારીરિક, માનસિક અનેક પ્રકારના સંતાપો ઉત્પન્ન કરી પીડી રહ્યો છે, નડી રહ્યો છે. તારામાંથી જ ઉત્પન્ન થયેલો મોહ, તારો જ પરાભવ કરે છે. તારા પૂર્ણ શુદ્ધ સ્વભાવનું સ્મરણ પણ થવા દેતો નથી, અને તું એના પનારે પડી એની પાછળ અંધ બની સિંહ જેવું તારું સત્ત્વ ગુમાવી રહ્યો છે.
“મોહ કરમકી ગહેલતા, મિથ્યાષ્ટિ અંધ; મમતા શું માચે સદા, ન લહે નિજ ગુણ સંગ.”
| (સમાધિ વિચાર ૨૫). સ્વ”નો “સ્વયં”નો સંગ પણ કરતો નથી ! મોહ એટલે ? > પારકાને પોતાનું માનવું તે મોહ.
જડમાં ચૈતન્યની બુદ્ધિ કરવી તે મોહ. અનિત્યને નિત્ય માનવું તે મોહ. અવિનાશીને છોડી, વિનાશી પાછળ દોડવું તે મોહ. ભોગમાં સુખ માનવું તેનું નામ મોહ. ત્યાગમાં દુ:ખ માનવું તેનું નામ મોહ. અસ્થિરતાનો આરંભ તે મોહ. આકુળતાનું બીજું નામ તે મોહ.
જ્ઞાન, દર્શન અને ચારિત્રને દૂષિત કરે તે મોહ. » મુક્ત આત્માને કર્મ કવચથી બાંધે તે મોહ.
સારુંય જગત મોહાંધ છે. મોહાધીન છે. મોહાધીન બનેલું આખું વિશ્વ સંતાપને અનુભવે છે. સમગ્ર સંસારમાં મોહનું સામ્રાજય છે.
ભવ ઉદધિ મહાભયંકરું, દુઃખ જલ અગમ અપાર, મોહે મૂછિત પ્રાણીયું, સુખ ભાસે અતિસાર.”
|
(સમાધિ વિચાર ૯૦) કમાલ છે આ મોહની કામણગારી કલા ! ભલ ભલાને મોક્ષદાયક ધર્મકલા ભૂલાવી, - મૂછિત બનાવી, ભયંકર ભવસાગરમાં, દુ:ખ દરિયામાં ડૂબાવી રાખે છે.
મોહ એ આત્માનો કટ્ટર શત્રુ છે. (મોહ મહાઅરિ) તેણે આત્માના સમગ્ર પ્રદેશોમાં પોતાનું જબરદસ્ત સ્થાન જમાવ્યું છે.
સહજ સમાધિ • ૪૪
સહજ સમાધિ • ૪૫