________________
કાલ અનાદિ અભ્યાસથી, પરિણતિ વિષય કષાય; તેહની શાંતિ જબ હુએ, તેહ સમાધિ કહાય. (૧૩)
(સમાધિ વિચાર) ઉપશમનો અર્થ છે સમત્વ, સમતા. દુનિયામાં, ચરાચર જગતમાં સમતા સમાન કોઇ ગુણ નથી.
કારણ કે તેમાં રાગ-દ્વેષનો અભાવ કે ઉપશમ થયેલો હોવાથી, શુદ્ધ આત્મસ્વભાવનો પરમ આનંદ અનુભવાય છે.
સમતા એ પરમાનંદનો અનુભવ કરાવે છે. સમતાનું સુખ એ મોક્ષ સુખની વાનગીનો નમૂનો છે. ‘સહજ સમાધિ' દશામાં નિમગ્ન મુનિઓનું સમતાજન્ય સુખ નિરંતર વૃદ્ધિ પામતું હોય છે. સમતાનું આ સુખ સ્વાધીન, સારભૂત અને આનંદદાયક હોઇ ઉપાદેય છે.
ચિત્તમાં વિષમતા પેદા કરનાર ભોગ-તૃષ્ણા છે. જીવદ્વેષ અને આત્મ-અજ્ઞાન છે. તે હેય છે. તેના નિવારણ માટે જીવનમાં વૈરાગ્યનો, જીવ મૈત્રીનો અને સમ્યગ જ્ઞાનનો અભ્યાસ કરવો જરૂરી છે, અનિવાર્ય છે.
વિષયોનો વૈરાગ્ય અને કષાયોનો ત્યાગ જેટલા અંશે જીવનમાં આવે, સ્થિર બને તેટલા અંશે સમત્વને સ્થિર બનાવી શકાય.
દુનિયાદારીની વસ્તુઓ સાથેનો આપણો સંબંધ જરૂરિયાત પુરતો જ જોઇએ, અને તે પણ તૃષ્ણા વિનાનો, આસક્તિ વિનાનો.
વ્યક્તિઓ સાથેનો આપણો સંબંધ ઔચિત્ય અને ન્યાયપૂર્વકનો જોઇએ અને એ પણ સ્વાર્થ વિનાનો. - પુદ્ગલ-પદાર્થો આત્માથી પર છે. કારણ તે જડ છે, વિનાશી છે. અજ્ઞાનવશ આત્મા શરીર, સંપત્તિ, સ્ત્રી, સ્વજનાદિ પર પદાર્થોમાં અહત્વ અને મમત્વની બુદ્ધિ કરે છે, તેમાં કર્તાભાવ અને ભોક્તાભાવ રાખે છે અને અનેકવિધ વિષમતાઓનો એ ભોગ બને છે.
જીવનમાં વ્યાપક બનેલા ભોગ તૃષ્ણા, જીવષ અને આત્મ
અજ્ઞાનનો ક્રમશઃ ક્ષય કરવાનો સાચો પ્રયત્ન કરવો એ જ સમત્વનો અભ્યાસ છે.
ચિત્તતંત્રને ક્ષુબ્ધ અને ક્ષુદ્ર બનાવનાર વિષય-કષાયજન્ય સંકલ્પ-વિકલ્પો છે, તેમનું શમન કરવાનો એક માત્ર ઉપાય છે, વૈરાગ્ય, જીવમૈત્રી અને આત્મજ્ઞાન.
જીવનમાં આ ત્રણેનો સંયુક્ત પ્રયોગ થાય તો ઉપશમ ભાવ, સમત્વ ખીલી ઉઠે છે. મન અને જીવન સ્વસ્થ અને શાંત બને છે અને આત્માના ક્ષમાદિ સહજ ગુણો દીપ્ત બને છે, સુરક્ષિત બને છે.
- જ્ઞાનની પરિપકવ અવસ્થામાં ચિત્તના વિકલ્પો શાંત થાય અને આત્મ સ્વભાવમાં લીનતા થાય ત્યારે શમરસ પ્રગટે છે. જીવનમાં એક વાર ઉપશમ રસનો આસ્વાદ મળી જાય તો વારંવાર તેના સ્વાદને ચાખવા અને સમતાના સાગર સાધુ ભગવંતના ગુણગાન કરવા દિલ લલચાય છે. માટે, હે ચેતન ! જ્ઞાન પ્રકાશ દ્વારા, મોહના સંતાપને દૂર કરી, ચિત્તની ડામાડોળ સ્થિતિ નિવારી, તારા ક્ષમાદિ સહજ ગુણોને પ્રગટાવવા તેમજ તેનું રક્ષણ અને પોષણ કરવા, ઉપશમ અમૃતરસનું પાન તારે કરવું જોઇએ.
અમૃત જેમ અમર બનાવે છે, તેમ આ ઉપશમ ભાવ ક્ષમાદિ ગુણોને જીવંત રાખે છે. ચેતન ! ગુણોની પ્રાપ્તિ હજી સરળતાથી થઇ જાય છે, પણ તેને ટકાવી રાખવી દુષ્કર છે. ભવોભવની સાધના પછી પ્રાપ્ત થયેલા ગુણોને જતાં એક ક્ષણ જેટલી પણ વાર લાગતી નથી. કષાયનો ઉપશમ થયા વગર ગુણ આવતા નથી – આવી જાય તો ટકતા નથી. જ્ઞાન પરિણત બન્યા વગર ઉપશમ આવતો નથી. ઉપશમ આવ્યા વગર ચિત્તમાં સંકલ્પ-વિકલ્પોના તરંગો નાશ પામતા નથી. ચેતન ! તેં સાગર જોયો છે ? જયારે તેમાંથી ભરતી ઓસરી જાય છે, પવન સ્થિર બની જાય છે, ત્યારે સાગર કેવો શાંત-ગંભીર બની જાય છે ! તે જ રીતે ઉપશમભાવ આવતાં તારું ચિત્ત શાંત, ગંભીર
સહજ સમાધિ • ૫૪
સહજ સમાધિ • ૫૫