________________
અને સ્થિર બની જશે., ચિત્તને અશાંત, ક્ષુબ્ધ, ક્ષુદ્ર બનાવનાર સંકલ્પવિકલ્પો છે. તેમનો નાશ કરવા તારે સમ્યગ જ્ઞાન પ્રકાશને અજવાળવો પડશે. ચેતન ! કારણમાં કાર્યનો ઉપચાર કરીને, જ્ઞાનને અમૃતની ઉપમા આપી છે. આમ તો અમૃત સમુદ્રના મંથન પછી નીકળ્યું છે, એમ કહેવાય છે. પણ આ જ્ઞાનનું અમૃત તો સમુદ્રમાંથી ઉત્પન્ન થતું નથી. પરંતુ એ તો પોતાના આત્મામાંથી જ ઉત્પન્ન થાય છે.
આત્મા સ્વયં સાગર છે - જ્ઞાનામૃતનો. શુદ્ધ આત્મતત્ત્વનું મંથન-મનન અને ધ્યાન કરવાથી જ્ઞાન આવારક કર્મી દૂર થાય છે, ત્યારે ભીતરમાં લહેરાતો જ્ઞાનમૃત – સાગરનો સાક્ષાત્કાર થાય છે.
એ તો હે ચેતન ! તારું પોતાનું જ સ્વરૂપ છે. તારા જ્ઞાનમય - ચિન્મય સ્વરૂપના આવારક કર્મોને તું દૂર હટાવે તો આ જ્ઞાનમૃતનો ખજાનો તને પ્રાપ્ત થાય.
તત્ત્વજ્ઞાન પામ્યા પછી ઉપશમભાવ અવશ્ય આવશે, માટે તું જ્ઞાન જિજ્ઞાસાને તીવ્ર બનાવ.
સાધુગુણ સ્તુતિ :
ચેતન ! જગતમાં જે કોઇ જ્ઞાની, ધ્યાની, શમી, દમી, સાધુ, સંત, સજજન પુરુષો છે, તેમના ગુણગાન કર. ઉપશમભાવમાં ઝીલનારા, આત્માના શુદ્ધ સ્વભાવમાં ૨મણતા કરનારા સાધુ મહાત્માઓની સ્તુતિ તેમજ ગુણ પ્રશંસા કરવાથી, તારામાં ગુણ અને ઉપશમભાવ અવશ્ય આવશે. ગુણ પ્રાપ્તિનો આ જ ઉપાય છે. જે ગુણ જેનામાં હોય તેની અનુમોદના કરવાથી, તેના ગુણગાન કરવાથી આપણામાં તે ગુણ આવે છે. કહ્યું પણ છે - *“જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ.”
ઉત્તમ ગુણ અનુરાગથી, લહીએ ઉત્તમ ઠામ રે...”
ચેતન ! ઉપશમભાવની પ્રાપ્તિ માટે, ક્ષમાશ્રમણ, નિગ્રંથમુનિ ભગવંતને નમસ્કાર અને તેમની સેવા, એ અસાધારણ કારણ છે.
ખંધકમુનિ, ગજસુકુમાલમુનિ, મેતાર્યમુનિ જેવા મહાત્માઓને યાદ કર. જે મહાત્માઓ ઉપશમભાવ રાખી, મરણાંત ઉપસર્ગોને સહન કરી કેવળજ્ઞાન પામ્યા.
ચેતન ! જયારે જયારે તને કષાય ઉત્પન્ન થાય અથવા એવું કોઇ નિમિત્ત મળે ત્યારે તારા ક્ષમાગુણને ટકાવી રાખવા માટે નીચે મુજબની વિચારણા કરજે. (૧) પૂર્વભવમાં મેં સામી વ્યક્તિ ઉપર આક્રોશ કર્યો હશે, કલંક
આપ્યું હશે, ગાળ આપી હશે, તે દ્વારા બંધાયેલું કર્મ આજે ઉદયમાં આવ્યું છે, માટે મારા તે કર્મની ઉદીરણા કરી, તેની નિર્જરા કરવામાં આ વ્યક્તિ ઉપકારી છે, તેથી તેના ઉપર
મારાથી ક્રોધ કેમ કરાય ? (૨) મને કઠોર શબ્દો સંભળાવવાથી જો તે આનંદ પામે છે, તો
મારી કર્મ નિર્જરા થતી હોવાથી, હું કેમ આનંદ ન અનુભવું? જગતના સર્વ જીવો મારા મિત્ર છે, કોઇ શત્રુ નથી. ખરા શત્રુ તો મારા કર્મો છે. મારું બગાડનાર કોઇ જીવ નથી અને આ કર્મો જે મને નડે છે, પીડે છે તેમાં પણ મેં કરેલા રાગ, દ્વેષ અને મોહાદિ દુષ્ટ ભાવો જ કારણભૂત છે. હકીકતમાં મારાં દુ:ખ, પીડા, ભય અને અહિતનો સ્વયં હું જ જવાબદાર છું, બીજું કોઇ નહિ.
આ પ્રમાણે મૈત્રી ભાવના અને કર્મ વિજ્ઞાનનું ચિંતન મનન કરવાથી, ક્રોધાદિ દોષોનું બળ ઘટે છે અને ઉપશમભાવની પ્રાપ્તિ તથા વૃદ્ધિ થાય છે અને બીજાના કઠોર અધમ વચનો સાંભળવા છતાં, મનમાં રોષ ઉત્પન્ન થતો નથી. તેમજ સામી વ્યક્તિ પ્રત્યે દ્વેષ-દુર્ભાવ આવતો નથી.
ચેતન ! જ્ઞાન પરિપક્વ બન્યું હોય તો અધમ-પુરૂષોનાં અધમ વચનો સાંભળવા છતાં, ચિત્તની સ્થિરતા, શાંતિને ધક્કો લાગતો
સહજ સમાધિ • ૫૬
સહજ સમાધિ - ૫૭