________________ જાણતાં કે અજાણતા મારાથી જે જે અપરાધ થયા હોય તે બધાજ મારા અપરાધોને, હે જીવો ! મધ્યસ્થ થઇ, વેર-વિરોધ છોડી ક્ષમા આપો. હું પણ ક્ષમા આપું છું. આ સમગ્ર જીવલોકમાં મારો કોઇ દોષ નથી. હું જ્ઞાન, દર્શન સ્વભાવવાળો છું, એક છું, નિત્ય છું, મમત્વભાવરહિત છું. (આ વાત નિશ્ચયનયની અપેક્ષાએ સમજવી.) અરિહંત અને સિદ્ધભગવંતોનું મને શરણ થાઓ. સાધુ અને કેવલિ પ્રરૂપિત ધર્મ અને પરમ મંગલરુપ બનો. કર્મક્ષયના અનન્ય હેતુ એવા પંચ પરમેષ્ઠીનું મને શરણ થાઓ. શુદ્ધ ભાવપૂર્વક કરેલા આ ચારે ગતિના જીવો સાથેના ખામણા આત્મવિશુદ્ધ અને મહાકર્મક્ષયનું કારણ બને છે. હું મિત્ર છું સહુ જીવનો, સહુ જીવ મારા મિત્ર છે. નથી વેર કે વિરોધ મારે; પ્રેમ ભાવ પવિત્ર છે. યાચું ક્ષમા સહુ જીવથી, સહુ જીવને આપું ક્ષમા. હું ભિન્ન તન-મન-કર્મથી, ચિઘન-સ્વરૂપી આતમા // સહજ સમાધિ * 152