________________
હોલા, ગીધ, કૂકડા, હંસ, બગલા, સારસ, કાગડા, બાજ, કબરી, ચકલી આદિ ગર્ભજ, સમૂચ્છિમ ખેચર પંચેન્દ્રિય ભવોમાં સુધાવશ થઇ કીડી, મકોડા, ઇયળ વગેરે જીવોના ભક્ષણ કર્યા તેને હું ખમાવું છું. (૩) મનુષ્ય ગતિ : મનુષ્ય ભવોમાં રસનેન્દ્રિય લંપટ બની શિકાર કરવા દ્વારા જે જીવોના પ્રાણહરણ કર્યા હોય તેને પણ હું ખમાવું છું.
રસ લાલચુ મારા જીવે શરીરની પુષ્ટિને માટે મદ્ય, માંસ, મધ, માખણ, અથાણા કે વાસી ઓદન આદિ અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કરી તેમાં રહેલા બેઇન્દ્રિયાદિક જીવોનો ઘાત કર્યો હોય તેને હું ખમાવું છું.
સ્પર્શ-સુખના રાગે લંપટ બની મેં કન્યા, સધવા, વિધવા આદિ પરસ્ત્રી કે વેશ્યાદિકને વિષે ગમન કરવાથી જે જીવોને દુઃખી કર્યા હોય, નાશ કર્યા હોય તેને હું ખમાવું .
આંખ, નાક અને કાનના વિષયોમાં આસક્ત બની મેં જે કોઇ જીવોને દુ:ખમાં પાડ્યા હોય કે સંતાપ ઉપજાવ્યા હોય તે સર્વેને હું ત્રિવિધ ખમાવું છું.
માનભંગના કારણે તથા ક્રોધના આવેશમાં આવીને મેં જે કોઇ જીવોને મારી આજ્ઞા માનવાની ફરજ પાડી હોય તેને પણ હું ખમાવું છું.
સત્તાના સિંહાસન પર આરૂઢ થઇને મેં અપરાધી અને નિરપરાધી જીવોને બાંધ્યા હોય, ઘાયલ કર્યા હોય કે માર્યા હોય તે સર્વેને હું ખમાવું છું.
દુષ્ટ એવા મેં ક્રોધ અથવા લોભને પરવશ થઇ કોઇપણ પ્રકારના ખોટા આળ કે કલંક દીધા હોય તેને હું ખમાવું છું.
- ઈર્ષા, અસૂયા ભાવથી મેં કોઇપણ જીવ સાથે પરંપરિવાદ (નિંદા) વગેરે કર્યા હોય, કોઇની ચાડી-ચુગલ કરી હોય તેને હું ખમાવું .
અનેક પ્લેચ્છ જાતિઓમાં રૌદ્ર અને શુદ્ર સ્વભાવવાળા મેં જયાં
ધર્મશબ્દ કાને પણ સાંભળવા નથી મલ્યો ત્યાં પરલોકની પરવા કર્યા વિના વિષયાસક્તિવશ અનેક જીવોનો ઘાત કર્યો હોય કે હું અનેક જીવોના દુ:ખનો હેતુ બન્યો હોઉં તે સર્વેને હું ખમાવું છું.
આર્ય ભૂમિમાં જન્મવા છતાં કસાઇ, પારધી, ડુંબ કે ધીવરાદિ હિંસક જાતિમાં ઉત્પન્ન થયેલા મેં જે જે જીવોની હિંસા કરી હોય તેને હું ખાવું છું.
મિથ્યાત્વથી મોહિત અધિકરણના હેતુભૂત મેં ધર્મની બુદ્ધિથી જે જીવોના વધ કરાવ્યા હોય તેને પણ હું ખમાવું છું. - ફળ, ફૂલ, વેલ, લતા વગેરેના વનને દાવાગ્નિ દઈને જે જીવોને મેં બાળ્યા હોય, સરોવર, તલાવ આદિ જલસ્થાનોને શોષાવીને જે જીવોનો વિનાશ કર્યો હોય તેને હું ખમાવું છું.
કર્મભૂમિ અને અંતરદ્વીપાદિ ક્ષેત્રોને વિષે મેં ઉદ્ધતપણાથી કે ઉન્મતપણાથી જે કોઈ જીવોનો ઘાત કર્યો હોય તેને હું ખમાવું છું. (૪) દેવ ગતિ : દેવના ભવોમાં મેં ક્રીડા કે લોભની બુદ્ધિથી જે જીવોને દુઃખી કર્યા હોય તેને હું ખમાવું . ત્રિવિધ ખમાવું છું.
ભવનપતિને વિષે તામસભાવમાં વર્તતા નિર્દયપણાથી જે કોઇ જીવોને દુઃખી કર્યા હોય તેને હું ખમાવું .
| વ્યંતરના ભાવમાં પણ ક્રીડા આદિના પ્રયોગથી જે કોઈ જીવોને દુઃખી કર્યા હોય તેને હું ખમાવું છું.
જયોતિષ ભવમાં પણ વિષયમોહિતનની મૂઢ એવા મેં જે કોઇ જીવોને સતાવ્યા હોય તેને હું ખમાવું .
અભિયોગિક દેવપણામાં બીજાની રિદ્ધિ-સિદ્ધિ જોઇ મત્સરભાવને પામતા લોભ અને મોહવશ મેં જે જીવોને દુ:ખી કર્યા હોય તેને હું ખમાવું .
આ ચારે ગતિમાં ભ્રમણ કરતાં મેં જે કોઈ જીવને પ્રાણરહિત બનાવ્યા હોય, દુ:ખમાં પાડ્યા હોય તે બધાને હું વારંવાર ખમાવું છું.
સહજ સમાધિ • ૧૫૦
સહજ સમાધિ • ૧૫૧