________________
હે દયાસિંધુ ! હું અનેક તીર્થોમાં ભટકી આવ્યો; ઘણા ઘણા દર્શનકારો અને દેવોને મેં માન્યા અને પૂજ્યા હશે ! પણ આજ સુધી મારો નિસ્તાર થયો નથી. હવે તો એ બધાયમાં આપને જ મેં મારા પરમ તારકનાથ માન્યા છે, આપના ચરણોમાં જ મેં મારું જીવન સમર્પણ કર્યું છે. કરૂણાનિધિ ! મારું રક્ષણ કરો ! મને ભવ પાર ઉતારો !”
“હે જગત વત્સલ વિભુ ! આપની કૃપાના પ્રભાવે નિગોદમાંથી બહાર નીકળી આટલી ઊંચી ભૂમિકાને પામી શક્યો છું. હવે આપ મારા તરફ ઉદાસીન બની મારી ઉપેક્ષા કરો એ જરીએ ઉચિત નથી. જો આપના જેવા કૃપાળુની કૃપા આ દીન દાસ પર નહીં હોય તો આ ઘોર સંસારમાં મારા જેવા બેહાલ થશે ?
“હે સર્વજ્ઞ, સર્વદર્શી પરમ રક્ષક પ્રભુ ! આપ સિવાય મારા પર દયા કરનાર કોઇ નથી, આ સંસારમાં ! અને મારા જેવો દુઃખી કૃપાપાત્ર કોઇ નહીં હોય આ સંસારમાં !”
માટે હે કૃપાસિંધુ, કૃપા કરી મને એવી શક્તિ આપો જેથી ભક્તિનિષ્ઠ બની હું આત્મશ્રેય સાધી શકું !”
આ છે શરણાગતની આંતર વેદના !
આ રીતે શરણાગતિભાવને પામેલો, સ્વ-શરણ્ય પાસે હૃદયના સર્વ પાપ-શલ્યોને પ્રગટ કરી પશ્ચાત્તાપનાં પાવક અગ્નિમાં સ્નાન કરી વિશુદ્ધ બનેલો આત્મા સુકૃત તરફ મીટ માંડે છે. દુષ્કતથી મુક્ત થવા સુકૃતથી યુક્ત થવું જોઇએ. બિનશરતી શરણાગતિસમર્પણભાવ અને દુષ્કૃત ગહ વિના સુકૃતની સાચી અનુમોદના કે આરાધના થવી શક્ય નથી. (૩) સુકૃત અનુમોદના :
આ અનાદિ અનંત સંસારમાં જે કોઇ પુણ્યાત્માએ જે કોઇ સુકૃત-મોક્ષસાધક અનુષ્ઠાન કર્યા હોય તે બધાયની આદરબહુમાનપૂર્વકની પ્રશંસા તે છે સુકૃત અનુમોદના. અરિહંત પરમાત્મા
વગેરે પરમગુણી પુરુષોની ભવ્યાતિભવ્ય પુરુષાર્થસિદ્ધિની વિશુદ્ધભાવે પ્રશંસા-અનુમોદના કરવાથી પ્રબળ પુણ્યનો સંચય થાય છે. પુણ્યબળ પરિપુષ્ટ બને છે.
ચઉસરણ અને પંચસૂત્ર” આદિ આગમ ગ્રંથોમાં સુકૃત અનુમોદનાનું વિશિષ્ટ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે.
દુકૃતગર્તા દ્વારા નિષ્પાપ-નિર્મલ બનેલો સાધક સુકૃતના અનુરાગથી રોમાંચિત થઇ અરિહંતાદિના અરિહંતપણા વગેરેની અનુમોદના કરે છે. તેમ જ સર્વજ્ઞ વચનસાપેક્ષ ત્રણે કાળમાં થતાં સુકૃતની અનુમોદના કરે છે. અનુમોદના કરતી વેળાએ સાધકના દિલમાં અનેક સુંદર ભાવનાઓ રમે છે. પરમ ગુણી અરિહંત પરમાત્માના પ્રભાવથી મારી આ અનુમોદના સમ્યગુ વિધિપૂર્વક, શુદ્ધ આશયપૂર્વક, શુદ્ધ પ્રતિપત્તિપૂર્વક અને નિર્દોષ-નિરતિચાર બનો !
પરમ આરાધ્ય શ્રી અરિહંતાદિ ભગવંતો અચિંત્ય સામર્થ્યયુક્ત છે, વીતરાગ છે, સર્વજ્ઞ છે, પરમ કલ્યાણ સ્વરૂપ છે. સર્વ સંસારી જીવોના પરમ કલ્યાણના પુષ્ટ હેતુરૂપ છે. હું તો મૂઢ અને પાપી છું, અનાદિ મોહથી વાસિત છું, વિશુદ્ધ ભાવથી અનભિજ્ઞ-અજાણ છું, હિત અને અહિતને જાણી શકતો નથી, છતાં તેઓશ્રીના આચિત્ય પ્રભાવથી હિત અને અહિતને સમજનારો બનું. અહિતથી નિવૃત્ત થાઉં, સર્વ જીવો સાથે ઉચિત પ્રવૃત્તિ કરવા દ્વારા હિત સાધક બનું.
આ પ્રમાણે નિર્મળભાવનાથી ભાવિત બનેલો સાધક સર્વ જીવોના સુકૃતની અનુમોદના કરતો કરતો સ્વજીવનમાં સુકૃત સેવન કરવાની શક્તિ પ્રાપ્ત કરે છે.
ગુણાનુરાગ એ ગુણ પ્રાપ્તિનો અમોઘ ઉપાય છે. ગુણાનુરાગ વિના સુકૃત અનુમોદના જીવનમાં પ્રગટતી નથી અને ગુણાનુરાગી આત્માઓનાં જીવનમાં સુકૃતના નિધાનસમાં પરમેષ્ટિ ભગવંતો આદિ પુણ્યવંતોની અનુમોદના સહજ રીતે થતી જ રહે છે. આ અનુમોદના,
સહજ સમાધિ • ૨૦
સહજ સમાધિ • ૨૧