________________
શકે છે. શાસ્ત્ર એ સર્વજ્ઞના વચન સ્વરૂપ છે.
ધર્મને પ્રત્યક્ષ કરવામાં સહાયક બીજું ચક્ષુ એ કેવળજ્ઞાન રૂપી ચક્ષુ છે. - કેવળચક્ષુ અને શ્રુતચક્ષુ વડે કારણના કારણને જાણી શકાય છે, દેખી શકાય છે.
શાસ્ત્ર-ચક્ષુ કહે છે કે વિજ્ઞાન અને તેની શોધોથી મળતાં ભૌતિક સુખો એ પાપવૃદ્ધિના હેતુભૂત હોવાથી ત્યાજય છે.
જે ભૌતિક સુખોની ઉત્પત્તિમાં પાપ નથી, રક્ષણમાં ક્લેશ નથી, વર્તમાનમાં દુ:ખ નથી, અનાગતકાળે દુર્ગતિ નથી, અનાયાસે જેની સિદ્ધિ છે, અનીતિપૂર્વકના ભોગોમાં જેનો દુર્વ્યય નથી, ધર્મની ઉન્નતિ અને ધર્મની વૃદ્ધિમાં જ જેનો શુભ ઉપયોગ છે; એવાં સુખોની પ્રાપ્તિ પુણ્યાનુબંધી પુણ્યરૂપી ધર્મના સંબંધથી છે. તે ઉત્તરોત્તર શુભ ગતિની પ્રાપ્તિમાં નિમિત્તભૂત બનીને જીવને અંતે મોક્ષના અવ્યાબાધ સુખની પ્રાપ્તિ કરાવે છે. તેનું જ નામ નિઃશ્રેયસ છે.
'यतोऽभ्युदयनिःश्रेयससिद्धिः स धर्मः ।
જેનાથી અભ્યદય અને નિઃશ્રેયસની સિદ્ધિ થાય તે ધર્મ, નિઃશ્રેયસનાં સુખ નિરુપાધિક છે. પરદ્રવ્યના સંયોગ વિના જ થાય છે. એ સુખોનો આધાર કેવળ આત્મા છે. આત્માના સ્વરૂપમાંથી ઉત્પન્ન થતાં સુખો એ જ પરમાર્થ સુખો છે. યથાર્થ સુખો છે. તેની પ્રાપ્તિનો આધાર નિર્જરાલક્ષી ધર્મ છે. એ રીતે શુભાશુભ કર્મના ક્ષયથી મળતાં આવ્યાબાધ સુખો એ નિર્જરા અથવા અનાગ્નવરૂપ ધર્મની નીપજ છે.
અધર્મથી નીપજતાં દુ:ખોને દૂર કરવાનો ઉપાય શુભાગ્નવરૂપ કે અનાગ્નવરૂપ ઉભય પ્રકારનો નિર્જરાલક્ષી ધર્મ છે. એમ શ્રી જિનેશ્વર ભગવંતો કહે છે. જીવનમાં આવા ધર્મની પ્રાપ્તિ અરિહંત, સિદ્ધ, સાધુની શરણાગતિથી થાય છે.
ચેતન ! જગતમાં ધર્મો ઘણા છે, પણ સર્વધર્મોમાં શ્રેષ્ઠ અને પ્રધાન ધર્મ હોય તો તે એક માત્ર દયાધર્મ છે. જે ધર્મના પાયામાં દયા નથી, તે તાત્ત્વિક ધર્મ નથી. શ્રી જિનેશ્વર ભગવંતોએ જે ધર્મ પ્રરૂપેલો છે, તેમાં વર દયા ભાવ રહેલો છે. સૂક્ષ્મ જીવની પણ રક્ષા તેમાં સમાયેલી છે.
ચેતન ! જગતમાં જીવમાત્ર સુખને ઇરછે છે. ધર્મ વિના સુખ નથી. ભૌતિક અને આધ્યાત્મિક બંને પ્રકારનું સુખ મળે તો, તે માત્ર ધર્મથી જ મળે. જે કોઇ આત્મા ધર્મનું શરણ સ્વીકારી તેને વફાદાર રહ્યા છે, તેઓ સંસાર સાગર તરી ગયા છે. જે કોઇ ધર્મના શરણે રહે છે, તેનું રક્ષણ ધર્મ કરે છે. “રક્ષતિ રક્ષિત: '
- ચેતન ! મયણા-શ્રીપાળના જીવનમાં જે શ્રદ્ધા હતી તેના કારણે તેઓનું બધી આપત્તિમાં રક્ષણ થયું અને આત્મસંપત્તિને પામ્યા, તે તું નથી જાણતો ? ધર્મ એ ભવસાગર તરવા માટે નાવ તુલ્ય છે. જે કોઇ ધર્મ-નાવમાં બેસે છે, તે નિર્વિદને પાર પામે છે. ચેતન ! તને ગુહ્ય વાત કરું ?
ભગવાન જગતના નાથ છે, રક્ષક છે, એ વાત તો તે સાંભળી છે, પણ અત્યારે ભગવાન આપણી પાસે સાક્ષાત વિદ્યમાન નથી, તો તેઓ પોતાનું કાર્ય શી રીતે કરે છે ? તેવી શંકા થયા વગર રહે નહીં. હકીકતમાં ભગવાન, જગતને ધર્મનું દાન આપી, ધર્મ દ્વારા જીવોના સર્વ મનોરથ પૂરા કરવાનું અને શરણાગતનું રક્ષણ કરવાનું કાર્ય કરી રહ્યા છે.
ચેતન ! ધર્મની તાકાત અકથ્ય છે. કર્મ કાષ્ઠને બાળવા ધર્મ અગ્નિ સમાન છે. અનાદિકાળથી આત્મા ઉપર અનંત કર્મનો પિંડ ચોંટેલો છે, તેને ઉખેડીને નાશ કરવાનું કાર્ય ધર્મ કરે છે. જિનેશ્વર ભગવંતોએ બતાવેલ ધર્મનો આત્મામાં પ્રવેશ થતાં જ, કર્મનાં પડળો ઉખડવા માંડે છે. ધીમે ધીમે સંપૂર્ણ કર્મોનો નાશ કરી, આત્માની પૂર્ણ વિશુદ્ધ જયોતિને પ્રગટાવે છે.
સહજ સમાધિ • ૭૮
સહજ સમાધિ • ૭૯