________________
સ્થિરતા થાય છે અને સુકૃત અનુમોદના દ્વાર તન્મયતા પ્રાપ્ત થાય છે. આ રીતે ચિત્તની નિર્મલતા, સ્થિરતા અને તન્મયતા પ્રાપ્ત થતાં ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતારુપ ‘સમાપત્તિ’ સિદ્ધ થાય છે અને તે અભેદ પ્રણિધાનરુપ હોવાથી આત્માની ‘સહજ સમાધિ' છે.
• ભાવ પ્રાણાયામ :
અશુભ ભાવોના રેચક (ત્યાગ) દ્વારા અને શુભ ભાવોની પૂર્તિ (પૂરક) દ્વારા આત્મભાવમાં સ્થિર થવું, એ છે ભાવ પ્રાણાયામ.
દુષ્કૃતગહ વડે અશુભ ભાવો અટકી જાય છે. સુકૃતઅનુમોદના દ્વારા શુભ ભાવોનું સર્જન થાય છે અને શરણાગતિ ભાવથી આત્મભાવમાં સ્થિરતા થાય છે.
દુષ્કૃતગાં વડે બહિરાત્મદશાનો ત્યાગ, સુકૃતઅનુમોદના વડે અંતરાત્મ દશામાં સ્થિરતા અને શરણાગતિ ભાવ દ્વારા પરમાત્મદશાનું ભાવન થતાં જ્યારે અંતરાત્માનું પરમાત્મતત્ત્વમાં સમર્પણ થાય છે ત્યારે આનંદઘનરસ અત્યંત પુષ્ટ બને છે.
આ રીતે જિનાગમોમાં બતાવેલ ચતુઃશરણાદિ અનુષ્ઠાન સાથે
યોગશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્રકથિત પ્રક્રિયાઓનો સમન્વય કરી શકાય છે.
“યોગબિન્દુ'માં નિર્દેશેલા અધ્યાત્માદિ પાંચ યોગોનો વિકાસક્રમ પણ અહીં ઘટાવી શકાય છે.
‘અમૃતવેલ’ના શ્લોક એકથી બાવીસ સુધીમાં બતાવેલ ચતુઃ શરણાદિ અનુષ્ઠાનો એ ‘અધ્યાત્મ-યોગ' છે. તેનો વારંવાર અભ્યાસ કરવાથી આત્મા શરણાગતિ વગેરે ભાવોથી ભાવિત બને છે અને ત્યારે જે વિશુદ્ધ આત્મભાવના પ્રગટે છે, તે ‘ભાવનાયોગ’ છે. (શ્લોક : ૨૩ થી ૨૫)
શરણાગતિ, દુષ્કૃત ગાઁ અને સુકૃતઅનુમોદનાના ભાવ વિના શુદ્ધાત્મભાવના પ્રગટી શકતી નથી. શુદ્ધાત્મભાવનાના અર્થી સહજ સમાધિ • ૨૬
આત્માએ ચતુઃશરણાદિ વ્યવહારનું સેવન અવશ્ય કરવું જોઇએ. તેના આસેવનથી શુદ્ધાત્મભાવના ભાવવાનું બળ પ્રગટ થાય છે.
શુદ્ધ-વ્યવહારને બાહ્યભાવ કે ગૌણ માની જો તેની ઉપેક્ષા કરવામાં આવે તો આત્મા ઉભય ભ્રષ્ટ બની જાય છે. અર્થાત્ નિશ્ચય અને વ્યવહાર ધર્મની આરાધનાથી વંચિત બની બીજાને પણ વંચિત બનાવે છે, એટલું જ નહિ પણ જિનાજ્ઞા વિપરીત ઉપદેશ આપી દીર્ઘસંસારનું સર્જન કરે છે. ચતુઃશરણાદિ ઉચિત વ્યવહારના આલંબનથી મનના પરિણામને સ્થિર બનાવી પરમ પવિત્ર પરિણામ ઉત્પન્ન કરનાર શુદ્ધ-નય-પ્રધાન આત્મભાવના ભાવવી જોઇએ.
‘પંચસૂત્ર’માં પણ કહ્યું છે કે - આ ચતુઃશરણાદિ અશુભ ભાવોને રોકીને શુભ ભાવો ઉત્પન્ન કરવામાં અસાધારણ કારણ છે, અપ્રતિહતબીજ છે. માટે સુપ્રણિધાન (એકાગ્રતા) પૂર્વક સમ્યગ્ રીતે તેનો પાઠ કરવો જોઇએ, સમ્યગ્ રીતે સાંભળવું જોઇએ અને તેની અનુપ્રેક્ષા કરવી જોઇએ.
ભાવનાયોગનું ફળ: ‘યોગબિંદુ’માં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે જણાવ્યું છે કે “અશુભ અભ્યાસથી નિવૃત્તિ, શુભ અભ્યાસની અનુકૂળતા અને સદ્વિચારની વૃદ્ધિ એ ભાવનાયોગનું ફળ છે.”
ધ્યાનયોગનું ફળ : ભાવનાયોગના સતત અભ્યાસથી વિશિષ્ટ પ્રકારની નિશ્ચલ “ધ્યાન” શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. ચિત્તની સર્વત્ર સ્વાધીનતા અને પરિણામની સ્થિરતા પ્રાપ્ત થતાં ધ્યાનયોગીને અનેક પ્રકારની સિદ્ધિઓ અને લબ્ધિઓ પ્રગટે છે અને અશુભ કર્મબંધનો અનુબંધ અટકી જાય છે. આ છે ધ્યાનયોગનું ફળ.
સમતાયોગ : કોઇ પણ જડ-પદાર્થમાં ઇષ્ટતા કે અનિષ્ટતા નથી, છતાં અનાદિ અવિદ્યાના વશથી અનુકૂળ પદાર્થમાં ઇષ્ટ કલ્પના અને પ્રતિકૂળ પદાર્થમાં અનિષ્ટ બુદ્ધિ થાય છે, પરંતુ સમ્યજ્ઞાન અને ધ્યાનનાં અભ્યાસથી, પદાર્થમાં થતી ઇષ્ટાનિષ્ટપણાની કલ્પના
સહજ સમાધિ • ૨૭