________________
મુનિ ભગવંતોને દાન દેતાં અપૂર્વ ભાવોલ્લાસ જાગ્યો હોય, તેમની ભક્તિ કરતાં ચિત્ત પ્રસન્ન બન્યું હોય, સાધર્મિક ભક્તિ કરતાં ખૂબ જ હર્ષ અનુભવ્યો હોય, અન્ય જીવોને અભયદાન, ઉચિતદાન અને અનુકંપાદાન દઇ સંતોષ અનુભવ્યો હોય - આ રીતે દાન-શીલતપ અને ભાવ ધર્મના જે જે અલ્પ પણ નક્કર સુકૃત કર્યા હોય તેને યાદ કરી કરીને “જીવનમાં ફક્ત આટલી જ સાચી કમાણી કરી છે” એ વિચારી તેની મનમાં ખૂબ જ અનુમોદના કરે. આ રીતે અનુમોદના કરનાર આત્મા ત્રિકાળવર્તી ગુણનિધાન ગુણીમહાત્માઓનાં ગુણોની યાને સુકૃતોની અનુમોદના દ્વારા હળુકર્મી બની તે તે ગુણપ્રાપ્તિની યોગ્યતા ખીલવે છે અને તે ગુણોને પ્રાપ્ત કરી સ્વજીવનને ધન્ય બનાવે છે. • અનુમોદનાની વિશેષતા :
એક જ જૈન દર્શન એવું છે કે જે અનુમોદનાને પણ આરાધના જણાવે, ધર્મ જણાવે અને તે દ્વારા પાપહાનિ અને પુણ્યપુષ્ટિ કરતાં શીખવે.
સુકૃતોનું આસેવન એક વાર થયું હોય તો પણ તેની વારંવાર અનુમોદના દ્વારા તેના શુભાનુબંધને વધુને વધુ દેઢ-દેઢતમ બનાવી શકાય છે. અરે ! એકલા સુકૃતો જ નહિ, પરંતુ દુષ્કતો માટે પણ આ જ નિયમ લાગુ પડે છે - દુષ્કૃતનું સેવન ભલે એકવાર કર્યું, પરંતુ જો તેની અનુમોદના-પ્રશંસા વારંવાર કરી તો પાપના અનુબંધની પરંપરા ચાલુ રહેશે, એ પાપના અનુબંધ વધુને વધુ દૃઢ બનતા રહેશે. માટે જ શાસ્ત્રકાર ભગવંતોએ સુકૃત આસેવને જેટલું જ સુકૃતઅનુમોદનાનું અને દુષ્કૃત આસેવન જેટલું જ દુષ્કૃતઅનુમોદનાનું મહત્ત્વ સમજાવ્યું છે.
આ રીતે સુકૃતઅનુમોદનાથી સભર બનેલો સાધક યથાશક્તિ સુકૃત સેવનમાં સદા તત્પર હોય છે. વીતરાગ પ્રણીત સદનુષ્ઠાનના
આરાધકની સઘળી આરાધના સુકૃતઅનુમોદનાપૂર્વકની જ હોય છે. સુકૃતનું આસેવન અને અનુમોદન બંને એક બીજા સાથે સંકળાયેલાં છે. એક-બીજા વિના એકલાં બંને તત્ત્વો વાસ્તવિક ફળ આપવામાં સમર્થ બની શકતાં નથી.
અનુમોદનાથી અનુબંધ-પરંપરા સર્જાય છે. સુકૃતની અનુમોદના સુકૃતની પરંપરાને વધારે છે. દુષ્કતની અનુમોદના દુષ્કતની પરંપરાને વધારે છે. જિનાજ્ઞાનો આરાધક આત્મા દુષ્કૃતની ગહ અને સુકૃતની અનુમોદના કરવા દ્વારા અશુભ અનુબંધને અટકાવે છે અને શુભ અનુબંધને પુષ્ટ બનાવે છે.
વિશુદ્ધ ભાવની સુકૃત અનુમોદના દ્વારા ધ્યાતા, ધ્યેય સાથે તન્મયતા પણ સિદ્ધ કરી શકે છે.
શરણાગતિ અને દુષ્કૃતગર્તાપૂર્વકની પરમ સુકૃતાનુમોદના એ આત્મતત્ત્વની અનુભૂતિનું પ્રવેશદ્વાર બની રહે છે. ‘યોગશતક'માં પણ કહ્યું છે કે - - ચતુઃશરણાદિ સાધનાની પ્રશસ્ત ભાવજનતા મહાન ગંભીર છે, કારણ કે વિશુદ્ધભાવ વડે તે જીવને તત્ત્વમાર્ગમાં પ્રવેશ કરાવનાર છે. ચતુઃ શરણાદિ એ અચિંત્ય ચિંતામણિરત્ન સમાન અદ્ભુત પ્રભાવશાળી ધર્મસ્થાન છે, કારણ કે તે સાધક-આત્માના મુમુક્ષુ ભાવને સિદ્ધ કરનાર છે. • ચતુઃશરણાદિ દ્વારા સહજ સમાધિ :
ચતુ:શરણાદિમાં યોગનાં આઠે અંગોનો સમાવેશ થયેલો છે અને તેના દ્વારા સહજ સમાધિની પ્રાપ્તિ થઈ શકે છે. યમ, નિયમ, આસન અને ભાવપ્રાણયામનો સુકૃત સેવનમાં સમાવેશ થઈ શકે છે. દુષ્કૃતગહ દ્વારા પ્રત્યાહાર સિદ્ધ થઇ શકે છે. શરણાગતિ વડે ધારણા અને સુકૃતઅનુમોદના દ્વારા ધ્યાનયોગ સિદ્ધ થઇ શકે છે.
દુષ્કૃતગર્તાથી ચિત્તની નિર્મલતા થાય છે. શરણાગતિ વડે ચિત્તની
સહજ સમાધિ • ૨૪
સહજ સમાધિ • ૨૫