________________
ભૂમબુદ્ધિ નષ્ટ થતાં, જે સમતા ઉત્પન્ન થાય છે તે “સમતાયોગ’ છે. શુદ્ધ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ સર્વજીવોમાં સિદ્ધ સમાન પરમ સુખનો નિધાન વિલસી રહ્યો છે. તેથી જ સમતાયોગીની દિવ્ય નજરે સર્વ જીવો સિદ્ધ-સમાન દેખાય છે. સંસારી જીવોની કર્મજન્ય અવસ્થા તરફ પણ તેને ઉદાસીનતા હોય છે. સમતાયોગીને મન સર્વ ભૌતિકપુગલ પદાર્થો એ પરમાણુઓનો ઢગલો માત્ર છે. તેથી જ તે પદાર્થોમાં ઇનિષ્ટ કોઈ કલ્પના તેને થતી નથી. એ તો સદા સમતારસના અનુભવમાં જ મસ્ત હોય છે.
અધ્યાત્મ, યોગ કે આગમ પ્રક્રિયામાં પરિભાષાના ભેદથી ભિન્ન ભિન્ન અનુષ્ઠાનોનો નિર્દેશ જોવા મળે છે. પણ આંતરિક સાધનાના વિકાસમાં આગળ વધતાં જયારે સહજસમાધિદશાની પ્રાપ્તિ થાય છે ત્યારે સર્વ યોગોની એકતા અનુભવાય છે. સમતાયોગમાં સર્વયોગોનો સમાવેશ થાય છે.
‘જ્ઞાનસાર'માં કહ્યું છે કે - નદીઓના માર્ગો ભિન્ન ભિન્ન હોવા છતાં એક જ સમુદ્રમાં તે સઘળી નદીઓ જઇ મળે છે. તેમ મધ્યસ્થપુરુષોના ભિન્ન ભિન્ન સાધનાપંથો એક, અક્ષય, પરબ્રહ્મ સ્વરૂપને જ પ્રાપ્ત કરે છે.
વૃત્તિસંક્ષયયોગ : પરમ સહજસમાધિ દશામાં ઝીલતો યોગી રાગ-દ્વેષની સર્વ વૃત્તિઓને મૂળથી ઉખેડી ફેંકે છે અને સર્વઘાતી કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રાપ્ત કરે છે. તેમજ કાયિક (હલનચલન) પરિસ્પંદનોનો પણ શૈલેશીકરણ દ્વારા નિરોધ કરી સર્વકર્મોનો ક્ષય કરી સિદ્ધપદને પામે છે અને આત્માની પૂર્ણશુદ્ધ-સહજ સમાધિ અવસ્થામાં સદા રહે છે.
આ અધ્યાત્મ વગેરે યોગોની સાધના જીવનમાં અનુક્રમે કઇ રીતે સાધી શકાય છે એ માટે આ ગ્રંથમાં જે સાધનાક્રમ બતાવેલો છે તે મુજબ સાધક સાધનાના પુનિતપંથે પ્રગતિ સાધતો રહે તો ટૂંક
સમયમાં જ એ સિદ્ધિનાં મંગલદ્વારે જઇ પહોંચે.
આ રહ્યો તે “સાધનાપંથ”. • અધ્યાત્મયોગ : (શ્લોક ૧ થી ૨૨), (૧) જ્ઞાનદષ્ટિ ઉજજવળ બનાવવી. (૨) મોહના સંતાપને દૂર કરવો. (૩) ચિત્તની ચાલતા ઉપર કાબૂ મેળવવો. (૪) ક્ષમાદિ સહજ ગુણોનું રક્ષણ કરવું. (૫) ઉપશમ અમૃતનું સદા પાન કરવું.
સાધુ પુરૂષોના ગુણગાન કરવા.
દુર્જનનાં દુષ્ટ વચનો સહર્ષ સહન કરવાં. (૮) સજ્જનોને સન્માન આપવું. (૯) ક્રોધને નિષ્ફળ બનાવવો. (૧૦) મધુર અને હિતકારી સત્યવચન બોલવું. (૧૧) સમ્યગુદર્શનની તીવ્ર રૂચિ જગાડવી. (૧૨) કુમતિનો ત્યાગ કરવો. (૧૩) અરિહંતાદિ ચારની શરણાગતિ સ્વીકારવી, (૧૪) સર્વ જીવો સાથે મૈત્રી ભાવના ભાવવી. (૧૫) ગુણી પુરૂષો પ્રતિ પ્રમોદ ધારણ કરવો. (૧૬) દીન-દુ:ખી પ્રત્યે કરુણા રાખવી. (૧૭) અવિનીત-નિર્ગુણી પ્રત્યે ઉદાસીન રહેવું. (૧૮) સ્વ-દુષ્કતની નિંદા અને ગર્ણ કરવી. (૧૯) પરનિંદાનો ત્યાગ કરવો. (૨૦) સુકૃતની અનુમોદના-પ્રશંસા કરવી. (૨૧) સ્વ-પ્રશંસાની ઇચ્છા ન રાખવી. (૨૨) બીજાના નાનામાં નાના પણ ગુણને જોઇ - સાંભળી હર્ષ
અનુભવવો.
સહજ સમાધિ • ૨૮
સહજ સમાધિ • ૨૯