________________
આ રીતે વિચારણા કરી પોતાના કુટુંબ-પરિવારને આ પ્રમાણે સમજાવે છે. • પરિવારને હિતશિક્ષા :
મારા હિતૈષી, સ્નેહી સ્વજનો ! આ પુગલજન્ય શરીરનું વિચિત્ર ચરિત્ર સાંભળો.
આ શરીર પ્રતિપળે પરિવર્તનશીલ છે. ક્ષણ પહેલા દેખાતા રૂપરંગો ક્ષણવારમાં જ વિલય પામે છે, માટે સરાસર-નાશવંત એવા આ શરીર પર મમત્વ રાખવું જરાયે ઉચિત નથી. આ અપાર-અસાર સંસારમાં પરિભ્રમણ કરતા મારા જીવે અનંતવાર-અનંતાનંત નવા નવા શરીરો ધારણ કર્યા અને છોડ્યા છે. જન્મ પછી મરણ તો અનિવાર્ય છે. ક્ષણે ક્ષણે મરણ તો થયા જ કરે છે; પરંતુ મોહાસક્ત જીવને તેની ખબર પડતી નથી.
ગુરુકૃપાએ જ્ઞાનદૃષ્ટિ પ્રાપ્ત થતાં મને સ્વ-પરનો સાચો વિવેક પ્રગટ્યો છે. શરીર એ મારું સ્વરૂપ નથી, હું તો તેનો પાડોશી માત્ર છું કેમ કે હું ચિદાનંદમય ચેતન (આત્મ) દ્રવ્ય છું. જ્યારે આ શરીર જડ-અચેતન પુદ્ગલનો પિંડ માત્ર છે. પુદ્ગલ દ્રવ્ય પૂરણ-ગલન સ્વભાવવાળું તેમ જ સડન-પડન-વિધ્વંસન સ્વભાવવાળું છે. તેની સ્થિતિ પરિપક્વ થતાં તે ક્ષણવાર પણ ટકી શકતું નથી. અનંત પરમાણુઓના પુંજથી બનેલું શરીર અર્થાતુ શરીરરૂપી પર્યાય ક્ષણવારમાં પલટાઇ જાય છે, વિખરાઇ જાય છે.
પુદ્ગલાસક્ત રાગી આત્માને દેહ પર પ્રેમ અને મમત્વ હોય છે, જ્યારે સ્વાભાવાસક્ત વૈરાગી આત્માને તેના પ્રતિ લેશ પણ મમત્વ કે સ્નેહ હોતો નથી. જ્ઞાની પુરુષોને નાશવંત પુદ્ગલ પદાર્થો કારમાં અને દુ:ખદાયી લાગે છે, તેથી તેઓ અસ્થિર પદાર્થોમાં આસક્ત થતા નથી. માટે તમો પણ મોહનો ત્યાગ કરી, સમતા ધારણ કરી, વસ્તુના મૂળ સ્વરૂપનો વિચાર કરી, પુગલ ઉપર રાગ
કરશો નહિ, જેથી ભવકૂપમાં પડતાં બચી જવાય.
પુદ્ગલ વસ્તુ પોતાના સ્વભાવથી ઉત્પન્ન થાય છે અને કાળ પૂરો થતાં નાશ પામી જાય છે. તેથી તે વસ્તુનો વસ્તુતઃ કોઇ કર્તા નથી, તેમજ ભોક્તા પણ નથી. પરંતુ ઉપચાર (કલ્પના)થી કર્તાભોક્તાનો વ્યવહાર માત્ર થાય છે. આ શરીર સાથે મારે કોઇ સંબંધ નથી. હું એનાથી ભિન્ન છું અને એ મારાથી ભિન્ન છે. મોહધેલા પ્રાણીઓ કાયાને પોતાની માનીને મમત્વ કરે છે અને આયુષ્ય પૂરું થતાં કાયા નાશ પામે છે ત્યારે દુ:ખપૂર્ણ કરૂણ વિલાપ કરે છે -
‘હા... પુત્ર ! સહુને છોડી તું ક્યાં ચાલ્યો ગયો ?' હા... સ્વામી ! મુજને અનાથ બનાવી ક્યાં ચાલ્યા ગયા ?”
હા... પિતા-માતા-બંધુ-બહેન ! તમો અમને રડતા છોડી ક્યાં ચાલ્યા ગયા ?”
આ પ્રમાણે અજ્ઞાની જીવો શોક-સંતાપ દ્વારા અતિ સંક્લિષ્ટ પરિણામવાળા બનીને અશુભ કર્મોના પેજ ઉપાર્જે છે, પરંતુ તત્ત્વજ્ઞાની ઉત્તમ પુરુષો તો આ પ્રમાણે અનિત્યાદિ ભાવનાઓ ભાવે છે.
જગતની અનિયતા :
ભવારણ્યમાં ભમતા પ્રાણીઓ અનેક જીવોની સાથે જુદા જુદા સંબંધ કરે છે, પણ આ સંબંધોમાંથી એક પણ સંબંધ શાશ્વત નથી, પછી ચાહે તે સંબંધ વ્યક્તિનો હોય કે વસ્તુનો હોય, પણ તે વિનશ્વર જ છે. કારણ કે આ બધા સંબંધો સંયોગજન્ય છે અને જ્યાં સંયોગ ત્યાં અવશ્ય વિયોગ રહેવાનો જ. - પૂર્વકૃત કર્મના વશથી જીવને તેવા તેવા સંયોગો આવી મળે છે. જેમાંના કોઇ સંયોગો રાગની લાગણીને તીવ્ર બનાવે છે, જયારે કેટલાક દ્વેષની લાગણીને ઘેરી બનાવે છે, પરિણામે જીવ રાગ-દ્વેષના વમળમાં વધુને વધુ અટવાતો જાય છે અને અઢળક કમોંને ઉપાર્જી ભવભ્રમણ વધારી મૂકે છે.
સહજ સમાધિ • ૧૩૦
સહજ સમાધિ • ૧૩૧