________________
ભેદજ્ઞાની-વિવેકી પુરૂષો આ શરીર માટે દોષ સેવતા નથી, પણ જ્ઞાનાદિ ગુણોના રક્ષણ માટે અત્યંત દેઢતા કેળવી શુદ્ધ સંયમની સાધના કરે છે અને એ સંયમના પ્રભાવથી કોઇક ભવિ જીવ ભવિતવ્યતાના યોગે મહાવિદેહ ક્ષેત્રમાં અવતરે છે. • સમ્યગૃષ્ટિની ભાવના :
મહાવિદેહ ક્ષેત્રમાં હાલ ત્રિભુવનનાયક શ્રી સીમંધરસ્વામી આદિ વીશ તીર્થંકરો તથા બે કરોડ કેવલજ્ઞાની મુનિવરો અને બે અબજ શુદ્ધ સંયમસાધક સાધુભગવંતો વિચરી રહ્યા છે. પરમ પુણ્યોદયે જો તે ઉત્તમ ક્ષેત્રમાં મારો જન્મ થાય તો અરિહંતપ્રભુના ચરણકમલમાં નિશદિન નિવાસ કરીશ. અત્યંત આદર-બહુમાનથી, વંદન પૂજન કરી, રાગ-દ્વેષ-પ્રમાદનો ત્યાગ કરી, સજાગ બની તેમની અમૃતવાણીનું શ્રવણ કરીશ ! દેવરચિત સમવસરણમાં સ્વર્ણમય સિંહાસન ઉપર બિરાજમાન ચોત્રીસ અતિશયથી શોભતા શ્રી જિનેશ્વર પરમાત્માની પાંત્રીશ ગુણયુક્ત વાણી સાંભળી ભવસાગરનો પાર પામીશ ! નિબિડ કર્મરોગોને નાબૂદ કરવામાં પરમ રસાયણતુલ્ય જિનવચનામૃતનું પ્રેમપૂર્વક પાન કરીશ ! તત્ત્વ સંબંધી અનેક પ્રશ્નો પૂછીને મારા સઘળા સંશયોનો ઉચ્છેદ કરી યથાર્થ અનુભવજ્ઞાનને પ્રાપ્ત કરીશ !
પરમ કરૂણાના ભંડાર, પરમાનંદી, સૂર્યસમાન કેવલજ્ઞાનરૂપ પ્રકાશથી ત્રણે ભુવનના અજ્ઞાન-અંધકારને હરનારા, પરમાત્માની, સૌમ્ય મુદ્રાના દર્શનમાત્રથી મારી સમગ્ર રોમરાજી વિકસ્વર બનશે !
જિનવાણીના પ્રભાવથી પાપમલ દુર થતાં, પરમ પવિત્ર બની, અદમ્ય ઉત્સાહપૂર્વક શ્રી જિનેશ્વરદેવ પાસે ચારિત્ર અંગીકાર કરી, દુષ્કર તપ તપી, ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાનો અભ્યાસ કરીશ !
શુદ્ધ સંયમના પ્રભાવથી શુદ્ધ સ્વરૂપનો ઉપયોગ અને શુદ્ધ આત્મતત્ત્વની રમણતા પ્રાપ્ત થતાં અપૂર્વઅનુભવદશા પ્રગટશે. જયારે
આત્મા અનુભવઅમૃતના પાનમાં લયલીન બનશે, ત્યારે ક્ષપક શ્રેણી માંડી, સર્વ ઘાતી કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન પામી, એ જ સમયે ત્રણે કાળના સર્વ ભાવોને જાણશે અને જોશે. પછી અયોગી અવસ્થામાં શેષ અઘાતી કર્મોનો ક્ષય કરી પરમપદને પામશે, જયાં સદા નિજાનંદની મસ્તીનો આસ્વાદ માણવા મળશે. માટે અવિનાશી જ્ઞાનાદિ - ગુણ સંપત્તિના સ્વામીને વિનાશી એવા શરીરની મમતા કરવી યોગ્ય નથી.
આવા પ્રકારની ભાવનાથી ભાવિત બનેલો સમ્યગુદૃષ્ટિ આત્મા, પર પરિણતિને તજી, નિજ સ્વભાવમાં સ્થિર બને છે. જીવન કે મરણમાં તેને સમાન (આનંદ) ભાવ હોય છે. તે વિચારે છે કે જો આ શરીર હજુ ટકી રહેશે તો શુદ્ધ સ્વભાવમાં સ્થિર થવાનો - વિશેષ વિશેષ અભ્યાસ કરીશ અને કદાચ શરીર નાશ પામી જશે તો પરભવમાં શુદ્ધ સ્વરૂપનો અભ્યાસ કરીશ.
આ રીતે મને હવે શુદ્ધ (આત્મ) સ્વરૂપમાં મગ્ન બનવાની તીવ્ર તાલાવેલી જાગી છે, તેની જ નિરંતર આસક્તિ હોવાથી તેમાંથી ચલિત બનાવવા કોઇ સમર્થ નથી. મને હવે દેવ કે દેવેન્દ્રનો પણ ભય નથી.
મોહનો પરાજય : મહા બળવાન મોહ સંસારી જીવોને ચાર ગતિમાં ભટકાવે છે. સંયમી સાધુભગવંતોને પણ ઉપશમશ્રેણી સુધી ચડાવીને પણ ભવસાગરમાં પટકી દે છે. એવા મહાદુષ્ટ મોહરાજાને જિનવચનરૂપ વજદંડ વડે અતિશય માર મારી, જર્જરિત કર્યો છે. તેથી મારાથી હવે તે નાસભાગ કરતો દૂર રહે છે. નજદીક આવવાની હિંમત કરી શકતો નથી, માટે મને તેનો પણ ભય નથી.
સર્વ જીવો ઉપર મને પરમ મૈત્રીભાવ ઉત્પન્ન થયો છે તેથી મરણનો ભય પણ ટળી ગયો છે. આ રીતે હું સર્વ પ્રકારે નિશ્ચિત, નિર્ભય, નિરાકુલ બનીને તપ, જપ, સંયમ અને ધ્યાન-ક્રિયામાં તન્મય થઇ સિદ્ધ-બુદ્ધ મહોદયી પરમાત્મા; સુસાધુ અને જિનવાણીનું
સહજ સમાધિ • ૧૩૬
સહજ સમાધિ • ૧૩૭