________________
દૂર જ રહે છે. કલહ કરવાથી સ્વ-પર બંનેના ચિત્તમાં એક-બીજા પ્રતિ દ્વેષ-તિરસ્કારનો ભાવ ઉત્પન્ન થાય, અબોલા થાય, મનમાં વેરની ગાંઠ બંધાય, સતત એકબીજાનાં છિદ્રો જોવાનું મન થાય, આ રીતે ચિત્તમાં આર્ત-રૌદ્ર ધ્યાન ચાલ્યા કરે, માટે કલહના પાપથી છૂટવા, કરેલા કલહોની નિંદા કર.
જૂઠ જે આળ પરને દિયાં, જે કર્યા પિશુનતા પાપ રે, રતિ અરતિ નિંદ માયા મૃષા, વળીય મિથ્યાત્વ સંતાપ રે. || ચેતન || ૧૪ ||
•
અર્થ :
કોઇને ખોટા આળ દીધાં હોય, ચાડી કરી, રતિ-અરિત અને પરનિંદા કરી હોય, માયાપૂર્વક જૂઠાણાં કર્યા હોય અને મિથ્યાત્વ સેવ્યું હોય...
• વિવેચન :
ચેતન ! હિંસાદિ અઢાર પાપ સ્થાનકો છે, સમગ્ર સંસારનું સર્જન આ પાપોના સેવનથી જ થાય છે. તેમાં બીજા પર ખોટો આક્ષેપ કરવો, બીજાને કલંક લગાડવું તે પણ પાપ છે. અન્ય જીવને કલંક લગાડવાથી કે ખોટા આક્ષેપ દ્વારા તેને બદનામ કરવાથી, તેની શું સ્થિતિ થાય, તેનો વિચાર કર. ખોટું આળ આપવાથી વ્યક્તિ આપઘાત સુધી પહોંચી જાય છે. કુટુંબ, સમાજ, જ્ઞાતિ, મિત્ર વર્ગમાં સૌ કોઇ એના તરફ શંકા ભરી નજરે જુએ છે. માટે ચેતન ! કોઇના ઉપર ખોટા આક્ષેપ કે કલંક લગાડવાના ચંડાળ કાર્યથી દૂર રહેજે. અણસમજમાં પણ જાણે અજાણે આવું દુષ્કૃત થઇ ગયું હોય તેની નિંદા કરી તારા આત્માને પાવન કર.
ચેતન ! ઇષ્ટ પદાર્થો મળતાં રાજી થવું, અનુકૂળ સંયોગો મળતાં હર્ષ પામવો, તેમાં રતિ કરવી અને અનિષ્ટ પદાર્થો મળતાં દ્વેષ કરવો, પ્રતિકૂળ સંયોગો ઉભા થતાં ખેદ કરવો, તેમાં અતિ સહજ સમાધિ • ૮૮
કરવી એ પણ પાપ છે. બાહ્ય પદાર્થોમાં રત-અરિત કરીને મૂઢ બનેલો જીવ આત્મસ્વભાવની આરાધનામાં સ્થિરતા પામી શકતો નથી. તેના મનમાં સદા ભય, દ્વેષ અને ખેદનું, હર્ષ અને શોકનું, દીનતા અને હીનતાનું ચક્ર ચાલ્યા જ કરે છે.
ચેતન ! આત્મામાં સર્વ સદ્ગુણોનો નાશ કરનાર એક અવગુણ છે, જેનું નામ છે નિંદા. બીજી વ્યક્તિના દોષો, અપરાધોને જાહેરમાં પ્રગટ કરવા તે નિંદા. સામી વ્યક્તિને ઉતારી પાડી, તેની બેઆબરૂ કરવા અને પોતાની જાતની મહાનતા બતાવવા નિંદા કરવામાં આવે છે. જે જીભ પ્રભુના ગુણગાન કરવા માટે મળી છે, તેના દ્વારા બીજાના દોષોને બોલવા એ જીભનો દુરૂપયોગ છે.
ચેતન ! એક વાતને તું બરાબર સમજી લે જે કે બીજાના જે જે દોષોની તું નિંદા કરી રહ્યો છે, તે તે દોષો તારામાં આવશે. તું દોષરહિત બનવા ઇચ્છે છે, તો કોઇના પણ દોષ ન બોલજે. નિંદા કરનારને ધોબીની ઉપમા આપી છે. જ્ઞાન, ધ્યાન અને તપથી મેળવેલ શક્તિ તથા ગુણો નિંદા દ્વારા નાશ પામે છે. નિંદક માણસ ચંડાળ, ચમાર જેવા અવતારને પામે છે. ચેતન ! આજ સુધી જેની જેની નિંદા કરી હોય, તે સર્વે દુષ્કૃતોની નિંદા કર. આ દુષ્કૃતોની નિંદા એ ગુણ છે. નિંદાના દોષથી બચવા નિંદક પુરૂષોનો તું સંગ ના કરજે. પરનિંદાથી યુક્ત એવા સાહિત્ય, લખાણો કે ભાષણોથી તારી જાતને દૂર રાખજે.
ચેતન ! સત્તરમું પાપ છે માયામૃષાવાદ. એકલી માયા અને એકલા મૃષાવાદથી જે કર્મબંધ થાય છે, તેના કરતાં અનેકગણો અધિક અતિનિબિડ કર્મબંધ, બે ભેગા થવાથી થાય છે. માયા અને મૃષા કદાચ અજાણતાં, અજ્ઞાનતાથી સેવાઇ જાય પણ માયા-મૃષા પાપ તો જાણી જોઇને, સમજણપૂર્વક થતું હોવાથી તેનાથી અત્યંત ચીકણાં કર્મ બંધાય છે.
સહજ સમાધિ • ૮૯