________________
આનંદથી સાંભળી રહ્યો છે, તેથી મને લાગે છે કે તારામાં ગુણરુચિ, ગુણાનુરાગ, ગુણ-બહુમાન પ્રગટ્યાં છે. અજ્ઞાન અને મિથ્યાત્વના અંધકારમાં આજ સુધી તને ગુણ-દર્શન થયું નથી. એથી તે પોતાના દોષોને પોષવાનું અને પારકા દોષોને જોવાનું, પ્રચારવાનું જ કામ ચાલુ રાખ્યું છે.
પરમ પુણ્યોદયે તું દુર્લભ મનુષ્યભવ પામ્યો છે, તો હવે તું તારા જ્ઞાનને અજવાળ. મનુષ્યજીવનના પરમકર્તવ્યને સમજ. અમૂલ્ય એવો આ જન્મ નિષ્ફળ ન જાય, ભાવિનાં દુઃખ, આપત્તિઓનું કારણ ન બને તે માટે હિત-અહિત, કર્તવ્ય-અકર્તવ્ય, પ્રાપ્તવ્ય-અપ્રાપ્તવ્યનો વિવેક કર. એના ભેદને સમજ.
ચેતન ! આજ સુધી તે અર્થ-કામને જ જીવનનું સાધ્ય બનાવી, તેમાં જ સુખની કલ્પના કરી અને તે મેળવવા અને માણવા ખૂબ મચ્યો અને આત્માના આવ્યાબાધ, અક્ષય, અનંત, સહજ સુખથી વંચિત રહ્યો. કાચના ટૂકડામાં મોહિત બની રત્નને ગુમાવ્યું. ચેતન ! અનાદિની આ ભૂલને સુધારવાનો અવસર આજે આવ્યો છે. ક્ષણિક સુખને છોડી, શાશ્વત સુખને ઇચ્છતો હોય તો તારી રુચિનું પરિવર્તન કર. કાચના ટૂકડાની રુચિને ત્યાગી, સમ્યકત્વની રુચિ પ્રગટાવ - સમ્યક્ત્વ એ જાતિ રત્ન છે. અનંત સુખના નિધાનનું મૂળ છે.
સમકિત, શ્રદ્ધા, સમ્યક્ત્વ, સમ્યગુ દર્શન એ એકાÁક શબ્દો છે. સમ્યક્ત્વ વિનાનું જ્ઞાન, અજ્ઞાન કહેવાય છે. સમ્યક્ત્વ વિનાનું ચારિત્ર પણ બાહ્યવેશ હોવાથી મોક્ષ સાધક બનતું નથી. સમકિત રત્ન અમૂલ્ય અને અતિદુર્લભ છે. ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી ‘ઉવસગ્ગહર સ્તોત્રમાં ફરમાવે છે.
‘ચિંતામણી અને કલ્પવૃક્ષ કરતાં પણ અધિક પ્રભાવી એવા સમ્યક્ત્વની પ્રાપ્તિ થતાં જીવો નિર્વિઘ્નપણે અજરામર સ્થાન, મોક્ષને પ્રાપ્ત કરે છે.'
ચેતન ! સમ્યકત્વની પ્રાપ્તિ થતાં તને જે સુખનો અનુભવ થશે, તે અપૂર્વ હશે. અવર્ણનીય હશે. એકવાર તે સુખનો આસ્વાદ માણ્યા પછી, સંસારનાં તુચ્છ વિષય સુખોમાં તને આનંદ નહિ આવે. સંસારનું સુખ વિષ સમાન, આત્માના ભાવ પ્રાણોનો નાશ કરનાર લાગશે.
ચેતન ! સમ્યક્ત્વ રત્નની રુચિ પ્રગટાવ. અનંત ભવોમાં દુર્લભ સમ્યકત્વ-રત્ન તને આ ભવમાં પ્રાપ્ત થઇ શકે તેમ છે. ચક્રવર્તી, ઇન્દ્રને જે સુખ છે, તેનાથી અનંત ગુણ અધિક સુખ સમ્યક્ત્વ પ્રાપ્તિ થતાં અનુભવાય છે. સમ્યક્ત્વ રત્નની પ્રાપ્તિ થયા પછી, તારો સંસાર અલ્પ બની જશે. દુર્ગતિ તારાથી દૂર રહેશે, એટલું જ નહીં, અનાદિની કુમતિ – વિપરીત બુદ્ધિ, સુમતિ બની જશે. તારું અજ્ઞાન જ્ઞાન બની જશે. • કુમતિનો ત્યાગ :
ચેતન ! તને આજ સુધી સંસારમાં ભટકાવનાર તારી કુમતિ, દુષ્ટબુદ્ધિ હતી. કુમતિના સંગે તેં ઘણું દુઃખ સહન કર્યું. ઘણું ઘણું ગુમાવ્યું. કુમતિએ તને પરમાત્મા-ગુરુ અને સદ્ ધર્મની ઓળખાણ થવા ન દીધી. તેનાથી દૂર રાખ્યો. તારું સ્વરુપ ભૂલાવ્યું. આત્મતુલ્ય જીવો સાથે વેર કરાવ્યાં. હવે કુમતિનો ત્યાગ કર, કુમતિ રૂપ કાચને ફેંકી દે. કુમતિને સુમતિ બનાવવાનો ઉપાય એક જ છે. સમ્યકત્વ. તેને પ્રાપ્ત કર.
પારસમણી લોઢાને સોનું બનાવે તેમ આ સમ્યકત્વ કુમતિને સુમતિ બનાવે છે.
ચેતન ! સુમતિ આવ્યા બાદ તને તારા સહજ સ્વરૂપનો બોધ અને અનુભવ થશે. સાર તત્ત્વ સાંપડશે. જગતના સર્વ જીવોમાં તને મિત્રની બુદ્ધિ થશે. વિશ્વમૈત્રી અને વસુધૈવકુટુંબકમની પવિત્ર ભાવના તારા હૃદયમાં વહેતી થશે.
સહજ સમાધિ • ૬૪
સહજ સમાધિ • ૬૫