Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 52
________________ જીવનમાં પાપ પ્રવૃત્તિઓ પથારો નાખીને પડી છે, જેઓ બહિરાત્મદશામાં રાચે છે, એવા જીવમાં વળી ક્યો ગુણ હોઇ શકે ? અપુનબંધક, માર્ગાનુસારી જીવોમાં ભલે પાપ-ક્રિયા અને દોષોની અધિકતા છે, છતાં તેમના કર્મોની સ્થિતિ હળવી બનેલી હોવાથી અને તથાભવ્યત્વનો યત્કિંચિત્ પરિપાક થયેલો હોવાથી તેઓ તીવ્રભાવે પાપ કરતા નથી. પાપ કરવા છતાં તીવ્રભાવે પાપ ન કરવું એ એમનો ગુણ છે. ચેતન ! આ જીવોમાં બીજો ગુણ એ છે કે તેમને ભવ-સંસાર પ્રત્યે બહુમાન હોતું નથી. સંસારમાં રહેવા છતાં, તેમાં રહેવા જેવું નથી, એટલી અંતરમાં પ્રતીતિ થયેલી હોય છે. અપુનબંધક અવસ્થાને પામેલા જીવનું સર્વત્ર ઔચિત્યવર્તન સહજ રીતે થાય છે, ઔચિત્યનું પાલન એ પણ આત્મવિકાસ માટે જરૂરી છે. ચેતન ! આ ત્રણે ગુણો જેનામાં હોય તે જૈનદર્શનમાં હોય કે અન્ય દર્શનમાં હોય તેની અનુમોદના કરજે. સાધનાના પાયાના આ મૂળભૂત ગુણો છે. જેને યોગનું બીજ પણ કહી શકાય. આ ત્રણે ગુણોની અનુમોદના કર જેનાથી તારું હૃદય કોમળ બનશે. થોડલો પણ ગુણ પર તણો, સાંભળી હર્ષ મન આણ રે, દોષ લવ પણ નિજ દેખતાં, નિર્ગુણ નિજઆતમાં જાણ રે. || ચેતન || ૨૨ છે. અર્થ : આ પ્રમાણે અન્ય ગુણીજનોનો નાનો પણ ગુણ જોઇ મનમાં હર્ષિત થવું જોઇએ અને પોતાનો અલ્પ પણ દોષ જોઇ પોતાને અવગુણી માનવો જોઇએ. • વિવેચન : ચેતન ! ગુણ નાનો હોય કે મોટો પણ તે અનુમોદવા લાયક છે. પોતાના ગુણની પ્રશંસા તો હજી થઇ શકે છે, પણ બીજામાં, નાનો પણ ગુણ દેખાય તો તે જોઇને મનમાં પ્રમોદ ધારણ કર. હર્ષ ઉત્પન્ન કરે અને નાનામાં નાનો પણ અવગુણ કે દોષ હોય તો પોતાની જાતને નિર્ગુણ શિરોમણી માનજે. ચેતન ! ગુણદૃષ્ટિ કેટલી ખીલેલી છે, તેની આ પારાશીશી છે. સાથે સાથે દુર્ગુણો પ્રત્યે દુર્ગચ્છા ઉત્પન્ન થઇ છે કે કેમ તેનો નિર્ણય થાય છે. બીજાનો મોટો ગુણ પણ દેખાતો નથી, દેખાય તો હર્ષ ઉત્પન્ન થતો નથી અને પોતાનો નાનો ગુણ પણ જગતમાં પ્રદર્શિત કર્યા વગર રહી શકાતું નથી. બીજાનો નાનો પણ દોષ જણાઈ આવતાં તેની નિંદા જગજાહેર કર્યા વગર ચેન પડતું નથી અને પોતાના મોટામાં મોટા દોષો પ્રત્યે ઉપેક્ષા-મૌનનું સેવન થાય છે. ચેતન ! ગુણનો પ્રમોદ એ ગુણ પ્રાપ્તિનું બીજ છે. જગતમાં જે અરિહંતદેવ કે સિદ્ધ ભગવંત થયા છે તે સર્વે ગુણી જનોના ગુણોનો આદર, બહુમાન કરવાથી તે પદને પામ્યા છે. ગુણના અર્થી પ્રત્યેક આત્માએ તે તે ગુણની પ્રાપ્તિ માટે તે મહાપુરુષોની સ્તુતિ, નમસ્કારાદિ ભાવપૂર્વક કરવાં જોઇએ. ગુણીની પ્રશંસા આત્માને ગુણી બનાવે છે. સુકૃત અનુમોદના એ ભક્તિ યોગ છે. ‘એક જ જિનભક્તિ પણ સર્વ દુઃખોને દૂર કરી, સ્વર્ગ અપવર્ગનાં સઘળાં સુખો આપવામાં સમર્થ છે.' (ભત્તપન્ના) ભક્તિરસમાં લીન રહેનાર ભક્તને મુક્તિથી પણ ભક્તિ અધિક પ્રિય હોય છે. ભક્તિ સર્વ યોગોનું બીજ છે; સર્વ સાધનાનું મૂળ છે. સાધ્ય જે છે તેનો સાર છે. પોતાને લઘુ માનનાર વ્યક્તિ જ ગુણીજનની ભક્તિ કરી શકે છે. ચેતન ! ગુણીજનની ભક્તિ આત્માને ગુણિયલ બનાવે છે. સુકૃત અનુમોદના અને દુષ્કૃતગહ એ ભક્તિ-યોગને વિકસાવવા માટે અત્યંત ઉપયોગી છે. ભક્તિયોગ સર્વયોગોનું, સર્વસાધનાનું સહજ સમાધિ • ૧૦૨ સહજ સમાધિ • ૧૦૩

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77