________________
જેનાથી ચિત્ત ડામાડોળ બની જાય છે. જેમ કાદવવાળા ડહોળાયેલા પાણીમાં પ્રતિબિંબ પડતું નથી, તેમ ડામાડોળ ચિત્તમાં પરમાત્માનું પ્રતિબિંબ પડતું નથી. પાણી સ્થિર બનતાં જયારે કાદવ નીચે બેસી જાય છે, ત્યારે નિર્મળ પાણીમાં પ્રતિબિંબ પડે છે. તેમ રાગ-દ્વેષની મંદતા થવાથી, ચિત્ત શાંત-નિર્મળ અને સ્થિર બને છે. ત્યારે તેમાં પરમાત્માનું પ્રતિબિંબ પડે છે અને પરમાત્મ-સ્વરૂપનું દર્શન થાય છે, તે સમયે જીવને અપૂર્વ, અદ્ભુત આનંદનો અનુભવ થાય છે.
- ચેતન ! અનાદિકાળથી મોહરાજાએ જગતના જીવોને એક મંત્ર શીખવાડી દીધો છે. ‘હંમH' શરીર એ હું છું અને સ્વજન, સંપત્તિ, પત્ની, દુકાન-મકાન વગેરે મારા છે. આ મંત્રના સતત રટણથી આખું જગત અંધ બનેલું છે. કહ્યું પણ છે -
‘હું એહનો એહ માહરો, એ હું એણી બુદ્ધિ, ચેતન જડતા અનુભવે, ન વિમાસે શુદ્ધિ.’
હવે હેરાન-પરેશાન કરનારા, આત્માને સંતપ્ત કરનારા અને ભવમાં ભટકાવનારા આ મંત્રને ભૂલાવવા માટે તને એક નવો મંત્ર આપવામાં આવે છે.
શુદ્ધાત્મ-દ્રવ્યવાદું શુદ્ધ જ્ઞાને જો મમ ' હું શુદ્ધાત્મદ્રવ્યરૂપ છું - અને જ્ઞાનાદિ ગુણો મારા છે, તે સિવાયનું બધું પર છે. રાગ-દ્વેષમાં રગદોળનાર છે. કર્મબંધ કરાવનાર છે. જન્મ-મરણ દેનાર છે. સ્વ-સ્વરૂપથી, શુદ્ધ સ્વરૂપથી વિમુખ રાખનાર છે. માટે ચેતન ! હવે તું ચેતી જા . આ મંત્રનું સતત રટણ કરી એવો આત્મસાતુ બનાવી લે કે શરીર-સ્વજન-સંપત્તિ વગેરે ભૂલાઇ જાય અને તારા ચિદાનંદ-ચિરૂપ-શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતા થાય.
ધારતાં ધર્મની ધારણા, મારતાં મોહ વડ ચોર રે, જ્ઞાન રુચિ વેલ વિસ્તારતાં, વારતાં કર્મનું જોર રે.
| ચેતન // ૨૬ /
• અર્થ :
આત્માના સહજ સ્વભાવ ધર્મની ધારણા કરવાથી મોહરૂપ ભયંકર ચોર પણ મૃતપ્રાય બની જાય છે. જ્ઞાનરુચિરૂપ વેલ વિસ્તાર પામે છે અને તેથી કર્મનું જોર ઘટી જાય છે. • વિવેચન :
ચેતન ! તારા અનંત જ્ઞાન, આનંદ, ક્ષમાદિ ગુણો રૂપ આત્મલક્ષ્મીને છીનવી લેનાર મોહરૂપી ચોર છે. આ ચોરે તને મિથ્યાત્વ, અવિરતિનો દારૂ પીવડાવી, તારી જ્ઞાનચેતનાને મૂચ્છિત બનાવી, તારી બધી આત્મ-સંપત્તિને કબજે કરી લીધી છે, જેથી આજે તું દરિદ્ર બની ગયો છે. પોતાની જાતને દરિદ્ર, અધમ અને નિરાધાર સમજી, તું દુર્બાન કરી દુઃખી બની રહ્યો છે. ચેતન ! આત્મસંપત્તિને પાછી મેળવવા તારે ધર્મની ધારણા કરવી પડશે. એક જ વિષયમાં મનને સ્થિર બનાવવાનો સતત પ્રયત્ન કરવો તેને ધારણા કહેવાય છે. ધારણા દ્વારા એકાગ્રતા કેળવાય છે. એકાગ્રતા આત્મસંપત્તિ તરફ લઇ જાય છે. મોહનો નાશ થાય છે. મોહનો નાશ કરવાની તાકાત એક માત્ર ધર્મ મહારાજામાં છે. ધર્મ, મોહશત્રુના નાશમાં વજ સમાન છે. જિનભાષિત ધર્મથી જ્યારે બુદ્ધિ નિર્મળ બને છે, ત્યારે આત્મા એની મેળે ઓળખાય છે.
ચેતન ! આત્માને ઓળખાવનાર ધર્મ એ સમ્યગ-દર્શન-જ્ઞાનચારિત્ર-તપ રૂપ છે. ધર્મની ધારણા કરવી એટલે સમ્યગુ-દર્શનાદિમાં મનને સ્થિર બનાવવા પ્રયત્ન કરવો. ધારણાનો વારંવાર અભ્યાસ કરવાથી મનની એકાગ્રતા સધાય છે. તેથી મોહ (અર્થાતુ વિપરીત બુદ્ધિ, દેહાધ્યાસ) રૂપી ચોર દૂર ભાગવા માંડે છે.
ચેતન ! જેમ મોર પાસે સર્પ રહી શકતો નથી, અગ્નિ પાસે શીતળતા ટકી શકતી નથી, પ્રકાશ સામે અંધારું ઊભું રહેતું નથી, અમૃત સામે ઝેર જણાતું નથી, તેમ ધર્મ પાસે મોહ રહી શકતો નથી.
સહજ સમાધિ • ૧૧૨
સહજ સમાધિ • ૧૧૩