Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 67
________________ આ રીતે અનાદિકાળથી સંયોગ-વિયોગનું ચક્ર એકસરખું ગતિશીલ છે. સ્વજન-કુટુંબીઓનો સંબધ પણ પંખીમેળા જેવો છે. જેમ સંધ્યા સમયે દશે દિશામાંથી આવેલા પંખીઓ એક વૃક્ષ પર રાત્રિએ વાસ કરે છે, પરંતુ પ્રભાત થતાં સૌ પોતપોતાના સ્થાને ચાલ્યા જાય છે, તેમ એક જ કુટુંબ – પરિવારમાં જુદી જુદી ગતિ અને જુદી જુદી જાતિઓમાંથી આવેલા જીવોનો મેળાપ થાય છે. જેમાં તેઓ મમત્વના પાશથી બંધાય છે. પરંતુ અંતે તો તેઓને સ્વાયુષ્યમર્યાદા પૂર્ણ થતાં પરલોક ભણી પ્રયાણ કરવું જ પડે છે. જે માની લીધેલો સંયોગનો આનંદ છે તે વિલીન બની જાય છે અને આ દેહ છોડી જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં ફરી નવા સંબંધો બાંધવાની શરૂઆત કરે છે. આ રીતે અનંતકાળમાં એકેક જીવની સાથે અનંતાસંબંધો જીવે બાંધ્યા. તે સંબંધ દઢ-દેઢતર-દઢતમ બનાવવા કાર્યાકાર્ય કે હિતાહિતનો પણ વિચાર ન કર્યો. છતાં નિઃસહાય બની ભવાંતરમાં સંચરતા પ્રાણીનું કોઇ સાથી ન થયું કે સંગાથી ન થયું. માતા-પિતા, પુત્ર-પુત્રી, ભાઈ-બહેન કે પતિ-પત્નીના સંબંધો પણ વિનશ્વર છે. કર્મની વિચિત્રતાના વશથી માતા મરીને પત્ની અને પિતા મરીને પુત્ર પણ થાય છે. અરે ! શત્રુ મરી મિત્ર અને મિત્ર મરી શત્રુ પણ બને છે. રાજઋદ્ધિ-મહેલ-મહેલાતો, બંગલા અને બગીચા તથા વૈભવવિલાસ અને આનંદ-પ્રમોદના પ્રત્યેક સાધનોનો સંયોગ પણ વિનાશી છે, ક્ષણિક છે. ક્યારે કર્મસત્તા આપણા હાથમાંથી તેને ઝૂંટવી લેશે તેની ખબર નથી. છતાં મોહમૂઢઆત્મા તત્ત્વદૃષ્ટિએ ઇન્દ્રજાળ અને સ્વમતુલ્ય સંયોગોમાં ભાન ભૂલે છે. પૌગલિક પદાર્થોમાં આસક્ત બની નશ્વરને શાશ્વત માની લેવાની ભૂલ ભરેલી ભ્રમણાનો ભોગ બને છે. પરંતુ તે સમજી શકતો નથી કે આ સંયોગો જ રાગ કરાવનાર અને રોવડાવનાર છે. આ ભ્રમણા જ ભવનું ભ્રમણ વધારનાર છે. • મારી શુભ ભાવના : પુદ્ગલ પદાર્થોની ક્ષણભંગુરતા, વિનશ્વરતા જાણી, તેની મમતા છોડી સમતા ભાવમાં ઝીલવા પ્રયત્ન કરું છું. આ શરીર મારું નથી, હું સચ્ચિદાનંદઘન ચેતન દ્રવ્ય છું. અવિનાશી, અવિચલ, અકલ સ્વરૂપી આત્માને શરીરના નાશથી જરા પણ ખેદ થતો નથી – શરીર પડી જાય, સડી જાય, બળી જાય, ગળી જાય, યાવતુ નાશ પામી જાય કે સ્થિર રહે તો પણ મને તેના ઉપર પ્રેમ થતો નથી. કારણ કે મારી જ્ઞાનદષ્ટિ ઉઘડી ગઇ છે, મોહતિમિર નાશ પામ્યું છે, કાળમૃત્યુનો ભય પણ ભાંગી ગયો છે, તેનું જોર વિનશ્વર શરીર પર ચાલી શકે પરંતુ મારા અવિનશ્વર આત્મા પર તો નહિ જ ! હવે હું આત્મજ્ઞાન વડે મારા સહજ સુખમય સ્વભાવને ઓળખી, અભિનવ અનુભવના અમૃતકુંડમાં રમણતા કરું છું. અનુભવ દશામાં મગ્ન બનવાથી, નિર્વિકલ્પ રસનો આસ્વાદ મલ્યો, સર્વ જીવોની આત્મસત્તા સિદ્ધ સમાન છે. એમ નિશ્ચયનયની અપેક્ષાએ સર્વાત્માઓના સ્વરૂપની એકતાનો અનુભવ થયો. આત્માના સહજ સુખ-સહજાનંદમાં મગ્ન થયેલાને ત્રણે ભુવનનું સુખ-સામ્રાજય તુચ્છ લાગે છે. જ્ઞાન રસાયણના સેવનથી પુગલ-સુખની તૃષ્ણા મરી પરવારી છે. સ્વાધીન એવા આત્મિક સુખને છોડી પરાધીન સુખની અભિલાષા કોણ સેવે ? જેમ કાંચળીના ત્યાગથી સર્પનો નાશ થતો નથી, તેમ શરીરના નાશથી આત્માનો નાશ થતો નથી, એમ જાણી અચલ-અખંડ-નિજ સુખમાં લીન બનું છું. તેમાં જ નિરંતર રમણતા કરું છું. હું પરમસુખ-આનંદમય ચેતન દ્રવ્ય છું. તેથી સદા સમાધિસુખમાં જ નિમગ્ન બની ક્ષણે ક્ષણે નિજ નિર્મળતા નિરખી નિરખી હર્ષિત બનું છું. જેમ નિર્મળ આકાશ વિવિધ રંગોથી રંગાતું સહજ સમાધિ • ૧૩૨ સહજ સમાધિ • ૧૩૩

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77