________________
(૩)
અનાદિકાળનાં અસદુ અભ્યાસથી જીવ નિરંતર વિષયકષાયની પરિણતિમાં પ્રવર્તે છે. પરંતુ જયારે તે પરિણતિ શાંત થાય છે ત્યારે “સમાધિ પ્રગટે છે.
અધિકારી : હવે વિચારીએ આવી સમાધિ મેળવવાનો અધિકારી કોણ ? સમ્યગુદૃષ્ટિ આત્માને વિષય-કષાયજન્ય અસમાધિ પ્રત્યે ભારે અરૂચિ હોય છે અને તેથી જ તેને સહજસમાધિની અત્યંત ઝંખના જાગે છે એ તેને જીવનમાં આત્મસાત્ કરવા ઉદ્યમશીલ બને છે. આ જ કારણે સમાધિની તીવ્ર ઝંખનાવાળો સમ્યગુદૃષ્ટિ આત્મા જ સાચા અર્થમાં સમાધિનો અધિકારી બની શકે છે.
આત્મ જાગૃતિ : આવો સમ્યગુદૃષ્ટિ જાગૃત આત્મા પોતાનો મરણ સમય નજીક જાણી વિશેષ આત્મસાધના કરવા માટે અત્યંત પ્રયત્નશીલ બને છે. સમ્યગૃષ્ટિ જીવ સદા આઠ કર્મરૂપ શત્રુને દુ:ખદાયક જાણે છે, પરંતુ મરણ સમયે તેને મહાદુઃખદાયક જાણી, કાયરતા દૂર કરી, કેશરી સિંહની જેમ ધીરતાપૂર્વક તેનો સામનો કરે છે. તેને સદા આત્માના અનંત શક્તિશાળી સ્વરૂપનું ભાન હોય છે. તેથી જ તે પ્રબળ કર્મશત્રુઓથી સહેજ પણ ક્ષોભ પામ્યા વિના વીરતાથી તેનો સામનો કરી, ઉદયગત કમને નિષ્ફળ બનાવી શકે છે. આવો આત્મા વિચારે છે કે – (૧) નિશ્ચયનયની દૃષ્ટિએ મારો આત્મા શુદ્ધ, બુદ્ધ, પૂર્ણ, અખંડ,
અલિપ્ત, પરમાનંદમય, પરમસુખમય અને સર્વ કર્મકાંકથી મુક્ત અનંતગુણપર્યાયના પિંડ છે. તેને પૌગલિક પદાર્થોનો જે સંસર્ગ છે તે કર્મકૃત છે, કર્મકૃત પરિણતિ તે વિભાવ છે અને સ્વાત્માના જ્ઞાનાદિ ગુણોમાં રમણતા એ સ્વભાવ છે. જયારે આત્મા વિભાવથી વિરમી સ્વભાવમાં સ્થિર બને છે
ત્યારે તે પરમાનંદનો અનુપમ આસ્વાદ માણી શકે છે. (૨) અમૂર્ત ચૈતન્યદ્રવ્ય અતીન્દ્રિય છે તેથી તેના શુદ્ધ સ્વરૂપનો
અનુભવ ફક્ત સ્વાનુભવગમ્ય જ બને છે. જ્ઞાનદશા પ્રગટતાં મિથ્યાભ્રમ દૂર થાય છે અને શુદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ થાય છે અને ત્યારે તે અવર્ણનીય નિરૂપાધિક સુખની મોજ માણી શકે છે. પુદ્ગલદશા ક્ષણભંગુર છે. દેહ વિનાશી છે, જ્યારે હું અવિનાશી ચૈતન્યસ્વરૂપ છું. વિનાશી દેહ દ્વારા જ અવિનાશીની ઉપાસના કરવાની છે. શુદ્ધ-શાશ્વત અને સ્થિર
સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે. (૪) આત્મજ્ઞાન અને ધ્યાનમાં મગ્ન (તન્મય) બનેલો આત્મા પર
દ્રવ્યમાં રાચતો નથી, પરંતુ આત્મસ્વરૂપમાં રમણતા દ્વારા પોતાના જ્ઞાનાદિ ગુણોને પુષ્ટ કરે છે.
આ પ્રમાણે સમ્યફ ચિંતન દ્વારા નિજાત્મ સ્વરૂપને જેણે પીછાણી લીધું છે, એવા સમ્યગુ-દષ્ટિ આત્માને મૃત્યુનો ભય લાગતો નથી, પરંતુ નિર્ભયતાથી તે મૃત્યુને પડકારી શકે છે. આવો સત્ત્વશાળી આત્મા મૃત્યુ સમયને નિકટ આવેલો જાણી સ્થિર ચિત્તે શુભ ભાવનાઓ ભાવે છે કે “આ સંસાર અસ્થિર છે, મહાભયંકર છે.'
ખરેખર ! શરીર ઉપર પ્રેમ કરવા જેવો નથી. કેમ કે તે સડનપડન-વિધ્વંસન સ્વભાવવાળું છે. તેની શક્તિ દિવસે દિવસે ક્ષીણ થતી જાય છે, ગાત્રો પણ શિથિલ બની ગયા છે. આંખના તેજ ઝાંખા થઇ ગયા છે. તેમ જ અન્ય ઇન્દ્રિયો પણ પૂરું કામ આપી શકતી નથી. આ બધા લક્ષણોથી મરણ નજીક જણાય છે; માટે દીનતા છોડી, સાવધાન બની, આત્મસાધનામાં તત્પર બની જાઉં, જેમ રણભેરીનો ધ્વનિ સાંભળીને સૈનિક શીધ્ર રણમેદાનમાં જઇ શત્રને પરાજીત કરી, વિજયલક્ષ્મીને વરવા કટીબદ્ધ બને છે તેમ મારે પણ કાળરૂપી યમરાજાને પરાજિત કરી શીધ્ર શિવપુરનું સામ્રાજય પ્રાપ્ત કરવા પુરુષાર્થી બનવું જોઇએ.
સહજ સમાધિ • ૧૨૮
સહજ સમાધિ • ૧૨૯