Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 63
________________ શ્રાવક પોતાની અંતિમ ઘડીઓમાં સ્નેહીં - સ્વજનોને હિતશિક્ષા અને પ્રેરણામાં સ્થિર અને સાચા સુખના રાહી બનાવે છે. પોતે પણ સર્વ જીવરાશિ સાથે ક્ષમાપના કરી સાગારી અનશન સ્વીકારી અને અરિહંતાદિનું શરણ ગ્રહે છે. દેહાદિનું સર્વથા મમત્વ છોડી આત્મસ્વરૂપમાં લીન બનેલો શ્રાવક સમાધિભાવના સુધાકુંડમાં ઝીલતો ઝીલતો પોતાના પ્રાણ છોડે છે - અને પરલોકમાં સદ્ગતિ - સન્મતિને વરે છે. અને સીતમગાર યાતનાઓના ભોગ બને છે, ત્રાસ અને વેદનાથી આકુલ – વ્યાકુલ બને છે. બારે ભાવનાઓના ચિંતન – મનન દ્વારા ચિત્ત નિર્મલ બનતાં એ સાધક પરમાત્મધ્યાનમાં તન્મય બની શકે છે. • શુદ્ધાત્મ ભાવના : પરમાત્મશરણ સ્વીકાર્યા પછી તેમના ધ્યાનમાં તત્પર બનવું જો ઇએ અને ધ્યાનમાં તન્મયતા સિદ્ધ થયા પછી શુદ્ધાત્મભાવના ભાવવી જોઇએ, તે આ રીતે - શરીર એ હું નથી. હું તો સચ્ચિદાનંદમય, અવિનાશી, અકલ, અરૂપ, પરમાનંદમય આત્મા છું. હું શાંતસુધારસનો સાગર છું, જ્ઞાનાદિ અનંતગુણરત્નોનો મહાનિધિ છું. નિશ્ચયથી આત્મા જ પરમદેવ છે, પરમગુરુ છે, પરમધર્મ અને પરમતત્ત્વ સ્વરૂપ છે. શિવ, શંકર, સ્વયંભૂ અને પરમ બ્રહ્મ પણ આત્મા જ છે. આ પ્રમાણે ભાવના ભાવતાં, નિશ્ચયથી આત્માનું સ્વરૂપ વિચારતાં નિર્વિકલ્પ અવસ્થામાં ‘સહજ સમાધિ' પ્રગટે છે. સમ્યગુ દૃષ્ટિ અને દેશવિરતિ શ્રાવક પણ સ્વભૂમિકાને યોગ્ય સદનુષ્ઠાનનું સેવન કરવા દ્વારા સહજ સમાધિનો અભ્યાસ કરતો રહે તો અંત સમયે પણ અવશ્ય ‘સહજ સમાધિ' પ્રાપ્ત કરી શકે છે. સમાધિ વિચારસાર” ગ્રંથમાં મરણ સમયે પણ સમાધિ કઈ રીતે ટકાવી શકાય ? સમાધિના ભાવપ્રવાહને કઇ રીતે વિસ્તારી શકાય ? તે અંગે સુંદર ભાવનાઓ કઇ રીતે ભાવી શકાય ? તેનું સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. શુદ્ધાત્મ ભાવના વડે આત્માને ભાવિત બનાવી પરમાત્મધ્યાનમાં તન્મય બની સહજ સમાધિની સુખદ પળોનો અનુભવ આ જીવનમાં જ કરી શકાય છે. આ છે, આ ગ્રંથની પ્રબળ પ્રેરણા ! સહજ સમાધિ • ૧૨૪ સહજ સમાધિ • ૧૨૫

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77