Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 61
________________ સહજ સમાધિ આત્માની પરમ આનંદમય અવસ્થા એનું નામ છે સહજ સમાધિ. વિશ્વનો પ્રત્યેક પ્રાણી સમાધિ (સુખ અને શાંતિ) ઇચ્છે છે. એટલું જ નહીં પણ તે મેળવવા માટે સહુ પોતાની રીતે અથાગ પ્રયત્નો પણ કરે છે. છતાં એના દુ:ખ અને અશાંતિનો હજુ સુધી પણ અંત નથી આવ્યો એ હકીકત છે. એની પાછળ શા કારણો હોઇ શકે ? એ ખૂબ જ વિચારણીય અને ગંભીર સવાલ છે. - વાસ્તવમાં તો સંસારી આત્માને સાચા સુખના સ્વરૂપની ઓળખ જ પ્રાયઃ નથી હોતી અને તેની પ્રાપ્તિના સાધનોની યથાર્થ માહિતી પણ નથી હોતી. એથી જ એના સુખપ્રાપ્તિના બધા જ પ્રયત્નો અવળા પડે છે. સુખને બદલે વણમાગ્યા પારાવાર દુ:ખ આવી પડે છે અને એમાં એ સદા રિલાયા કરે છે. પ્રસ્તુત ગ્રંથમાં સમાધિ'નું સ્વરૂપ અને તેની પ્રાપ્તિના સાધનોનું વિશદ વર્ણન છે. • સમાધિનું સ્વરૂપ : સહજ સ્વભાવમાં આત્માની સ્થિરતા એ “સમાધિ’ છે. જયાં સુધી વિષય-કષાય (રાગ-દ્વેષ)ની પ્રબળતા હોય છે, ત્યાં સુધી ચિત્ત સંકલ્પ – વિકલ્પથી વ્યગ્ર હોય છે. ચિત્તની વ્યગ્ર અવસ્થા એ જ અસમાધિ છે, અશાંતિ છે. રાગ-દ્વેષની મલિન વૃત્તિઓને શમાવવા, અનિત્યાદિ ભાવનાઓમાં તથા સદનુષ્ઠાનના સેવનમાં ચિત્તને ઓતપ્રોત બનાવવું જોઇએ. શુભ ભાવના અને સંદનુષ્ઠાનમાં ઓતપ્રોત બનવાથી ચિત્તની નિર્મળતા વધે છે અને તેથી અપૂર્વ પ્રસન્નતાનો અનુભવ થાય છે. પ્રસન્ન બનેલું ચિત્ત પરમાત્મસ્વરૂપના ચિંતનમાં સ્થિર બની શકે છે. પરમાત્મધ્યાનમાં સ્થિરતા આવતાં તન્મયતા પ્રાપ્ત થાય છે અને તન્મયતા સિદ્ધ થતાં ‘સહજ સમાધિ” પ્રગટે છે. સહજ સમાધિમાં અદ્વિતીય, અતીન્દ્રિય આત્મિક આનંદનો આસ્વાદ મળે છે. સમાધિનાં સાધનો : (૧) યોગ પ્રક્રિયા : સમાધિ એ યોગનું આઠમું અંગ છે અને યમાદિ સાત અંગોનું એ ફળ છે. યમ, નિયમના પાલનથી ચિત્તની નિર્મળતા થાય છે. આસન, પ્રાણાયામ અને પ્રત્યાહારના અભ્યાસથી ચિત્તની કોઇ વિષયમાં સ્થિરતા થાય છે અને ત્યાર પછી ધ્યાનમાં સતત અભ્યાસથી ધ્યેયમાં તન્મયતા પ્રાપ્ત થતાં સમાધિ’ સિદ્ધ થાય છે. યોગના આઠ અંગોનું વિસ્તૃત વિવેચન ‘યોગશાસ્ત્ર' આદિ ગ્રંથોમાં થયેલું છે. (૨) અધ્યાત્મ-પ્રક્રિયા : આત્મસ્વરૂપના અનુભવ માટે જે સદનુષ્ઠાનોનું સેવન કરવામાં આવે છે તે “અધ્યાત્મ' છે અને તે સર્વયોગોમાં વ્યાપક છે. ઉચિત પ્રવૃત્તિવાળો વ્રતધારી આત્મા મૈથ્યાદિ ભાવનાઓથી ભાવિત બની જે તત્ત્વચિંતન કરે છે, તે પણ ‘અધ્યાત્મ’ છે. વારંવારના અભ્યાસથી જયારે તે તત્ત્વચિંતન સૂક્ષ્મ બને છે, ત્યારે ધ્યાનશક્તિ પ્રગટે છે. ધ્યાનનું ફળ સમતા” છે. આગમગ્રંથોમાં તેને સમાધિ, સામાયિક અને ચારિત્ર પણ કહે છે. સમતાના ઉત્તરોત્તર વિકાસથી રાગ-દ્વેષની સૂક્ષ્મ વૃત્તિઓનો સંક્ષય થતા કેવળજ્ઞાન પ્રગટે છે તેમજ પરિસ્પંદરૂપ વૃત્તિઓનો પણ ક્ષય થતાં મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. અધ્યાત્મ અને યોગ - બંને આત્માના પૂર્ણ – શુદ્ધ સ્વરૂપને સિદ્ધ કરવાના અનન્ય સાધનો છે, પરિભાષા ભિન્ન હોવા છતાં બંનેનું કાર્ય એક હોવાથી વસ્તુતઃ એક છે. (૩) શાસ્ત્રક્રિયા : સમ્યગુ-દર્શન, સમ્યગુ-જ્ઞાન અને સમ્યકુ-ચારિત્ર એ મોક્ષના મુખ્ય સાધનો છે. તે ત્રણેની પૂર્ણતા એ જ મોક્ષ છે. સહજ સમાધિ • ૧૨૦ સહજ સમાધિ • ૧૨૧

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77