Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 59
________________ ત્યારે શેરીના ભસતાં કૂતરાની અવગણના કરીને, ઉપેક્ષા કરીને તે આગળને આગળ ચાલતો રહે છે. કારણ કે તેને મન આ અત્યંત તુચ્છ છે. સમાધિ સુખનો દિવ્ય સ્વાદ-આસ્વાદ માણ્યા પછી, જેમ પૌગલિક સુખમાં રતિ થતી નથી, તેમ અનિષ્ટ - પ્રતિકૂળ સંયોગોમાં અ-રતિ-દ્વેષ પણ થતો નથી. ચેતન ! પૂર્વના મુનિ મહાત્માઓના અનુભવ વચનોને યાદ કરવાથી ધ્યાનની પુષ્ટિ થાય છે. રાગ-દ્વેષમાં સમભાવ ઉત્પન્ન થાય છે. શાલીભદ્ર કે સનતકુમાર, ખંધકમુનિ કે ગજસુકુમાર મુનિના જીવન પ્રસંગો અને તેમના પ્રેરક વચનોનું સ્મરણ સમતાને ટકાવવામાં ઉપયોગી બને છે. ગીતાર્થ પૂર્વાચાર્યોના વચન આગમતુલ્ય છે. તેમના વચન અનુસાર વૃત્તિ અને પ્રવૃત્તિ કેળવવાથી ધ્યાનમાં નિશ્ચલતા પ્રાપ્ત થાય છે. ધ્યાનાગ્નિ તીવ્ર બને છે અને તેમાં કરોડો ભવનાં સંચિત કમોં બળીને ખાખ થઇ જાય છે. પરિણામે ધ્યાનના પ્રભાવથી, જન્મ-મરણના દુઃખ ટળે, જબ નિરખે નિજરૂપ; અનુક્રમે અવિચલ પદ લહે, પ્રગટે સિદ્ધ સ્વરૂપ.” (સમાધિ વિચાર ૨૮૦) શુદ્ધ સ્વરૂપમાં લીનતા થાય છે, ત્યારે મન રહેતું નથી. ચિત્ત રહેતું નથી. વિષમતા રહેતી નથી. રહે છે માત્ર શાંતિ, સ્થિરતા અને સમતા. સ્વ-દેહ-ગેહમાં આત્માના અમૂલ્ય ખજાનાનું દર્શન થાય છે. કર્મનો સંપૂર્ણ ક્ષય થતાં, આત્માના પૂર્ણાનંદમય, વિશુદ્ધસ્વરૂપમય મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. તે જ અવિચળ પદ , તે જ સિદ્ધ સ્વરૂપ છે. સહજ સમાધિનો સાક્ષાત્કાર છે. દેખિયે માર્ગ શિવનગરનો, જે ઉદાસીન પરિણામ રે, તે અણછોડતા ચાલિયે, પામીએ જેમ પરમધામ રે. || ચેતન // ૨૮ ||. • અર્થ : પરમ ઔદાસીચુ પરિણામ એ મોક્ષનો સરળ રાજમાર્ગ છે. તે ઉદાસીનભાવને ક્ષણમાત્ર પણ છોડ્યા વગર નિરંતર ધર્મસાધના કરતાં રહીશું તો મોક્ષનગરમાં જલ્દીથી પહોંચી શકીશું. | વિવેચન : ચિત્તમાં પેદા થતી રાગ-દ્વેષની વૃત્તિમાં ભળવું નહિ પણ તેનાથી ન્યારા રહી તેને પણ જ્ઞાતા-દ્રષ્ટા ભાવે જોવું-જાણવું તેનું નામ ઉદાસીનભાવ છે. અર્થાતુ કર્મજન્ય ભાવોની અસરમાં ન આવતાં કર્મ ઉપર આત્માનો અધિકાર જમાવવો. રાગ-દ્વેષની (‘ઉદુ’ એટલે) ઉપર (‘આસીન એટલે) બેસવું. તેનું નામ ઉદાસીનભાવ છે. આ ઉદાસીનભાવ એ ક્યાંયે ન અટકે તેવો મોક્ષનો સીધો અને સરળ માર્ગ છે. ચેતન ! શિવનગરમાં પહોંચવાના માર્ગ અનેક છે. જુદા જુદા ધર્મો, સંપ્રદાયો ભિન્ન ભિન્ન ઉપાયો દ્વારા મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. જૈનદર્શનમાં સમ્યગુ-દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપ રત્નત્રયીને મોક્ષમાર્ગ કહ્યો છે. જંગલમાં ચાલતાં જયારે જુદા જુદા બે-ચાર માર્ગ ભેગા થઇ જાય ત્યારે મૂંઝવણ થઇ જાય છે કે કયા માર્ગે જવું ? તેમ તને પણ અનેક માર્ગો જોઇને મૂંઝવણ થઇ આવે છે કે કયો માર્ગ મને શિવનગરમાં પહોંચાડશે ? ચેતન ! મોક્ષનો રાજમાર્ગ છે - “ઉદાસીન પરિણામ'. ભવ પ્રત્યે ઉદાસીનભાવ ઉત્પન્ન થયા પછી સાધનામાં વેગ આવે છે. આવતા વિદ્ગોનો પ્રતિકાર કરવાનું સામર્થ્ય ઉત્પન્ન થાય છે. ભવ પ્રત્યે ઉદાસીન પરિણામ આવ્યા પછી સંસારનો રાગ ખતમ થઇ જાય છે. ઇન્દ્રિયોના વિષયો પ્રતિ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, એટલું જ નહીં પણ સુખ અને દુ:ખમાં, માન અપમાનમાં સમભાવ રહે છે. વંદક અને નિંદક, સુવર્ણ અને માટીના ઢેફા પ્રત્યે સમાન દૃષ્ટિ રહે છે. આગળ વધીને મુક્તિ અને સંસાર પ્રતિ પણ સમ પરિણામ રહે છે. સહજ સમાધિ • ૧૧૬ સહજ સમાધિ • ૧૧૭

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77