________________
જેમનામાં સમ્યગુ-દર્શનાદિ ધર્મોની સંપૂર્ણ સિદ્ધિ થઇ ગઇ છે, એવા અનંત ચતુષ્ટયના સ્વામી પરમાત્માને હૃદયમાં બિરાજમાન કરવાથી, તેમનું સતત સ્મરણ કરવાથી, મોહ-ચોરને આત્મમંદિરમાંથી નીકળવું જ પડે છે.
જેમ ગુફામાં સિંહની હાજરી હોય તો ત્યાં શિયાળવાં પ્રવેશ કરતાં નથી, તેમ હૃદયરૂપી ગુફામાં પરમાત્માની હાજરી હોય તો ત્યાં રાગ-દ્વેષ-મોહ રૂપી શિયાળવાં પ્રવેશ કરતાં નથી.
ચેતન ! સમ્યગદર્શનાદિ ધર્મો આત્માથી અલગ નથી. આત્માના સ્વભાવરૂપ હોવાથી અભિન્ન છે. જયારે મોહજન્ય ક્રોધાદિ ભાવો આત્માથી ભિન્ન છે. કારણ કે તે આત્માના સ્વભાવરૂપ નથી. શુદ્ધ આત્મસ્વભાવમાં સ્થિર બનવા ધર્મની ધારણા કરવા આત્મજ્ઞાનની રુચિને વિસ્તાર. જ્ઞાનવૃદ્ધિથી સ્વ-પરનો વિવેક પ્રગટશે. ક્ષમાદિ ગુણો તેમજ જ્ઞાનસંપત્તિ પોતાની છે, ક્રોધાદિ કષાયો પર છે.
સ્ફટિક મણિ નિરમલ જિસ્યો, ચેતન કો જે સ્વભાવ, ધર્મ વસ્તુગત તેહ છે, અવર સવી પરભાવ.”
(સમાધિ વિચાર ૨૪૬) આવા પરનો ત્યાગ કરી સ્વની ધારણા કરવાથી કર્મનું જોર ઘટે છે.
ચેતન ! યોગ સાધનામાં ક્રમિક વિકાસ હોય છે. સમાધિના શિખર ઉપર ચઢવા માટે આઠ સોપાનો છે. જેને અષ્ટાંગયોગ કહેવામાં આવે છે. તેના નામ નીચે પ્રમાણે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ.
ધારણાના અભ્યાસ પછી ધ્યાનની સિદ્ધિ થાય છે અને ધ્યાનના ફળરૂપે સમાધિની પ્રાપ્તિ થાય છે. ધારણાનો અભ્યાસ કરવા માટે ચોક્કસ આલંબન રાખવું પડે છે. યોગશાસ્ત્રમાં વર્ણમાતૃકા અને પરમાત્માની પ્રતિમાને આલંબન તરીકે ગોઠવી અનેક પ્રકારની
ધ્યાનની પ્રક્રિયાઓ બતાવી છે. ધ્યાનની પૂર્વભૂમિકા રૂપે ધારણા છે. ધારણાનો અભ્યાસ કરવાથી ધ્યાનનું બળ પ્રગટે છે. જેમ જેમ ધ્યાનની ધારા આગળ ચાલે છે, તેમ તેમ કર્યો શિથિલ બનતાં જાય છે.
રાગ - વિષ દોષ ઉતારતાં, ઝારતાં ષ ૨સ શેષ રે, પૂર્વ મુનિ વચન સંભારતાં, વારતાં કર્મ નિઃશેષ રે.
| ચેતન // ૨૭ || અર્થ :
તેમજ રાગ રૂપ ઝેર ઉતરી જાય છે. દ્વેષ રસ શોષાઈ જાય છે અને પૂર્વાચાર્યોના અનુભવ વચનોનું વારંવાર સ્મરણ કરવાથી અને તે પ્રમાણે ધ્યાનાદિ ક્રિયામાં પ્રવૃત્ત થવાથી કર્મજ ખરી જાય છે. • વિવેચન :
ચેતન ! તને ખબર છે, આત્માની વીતરાગ અવસ્થાને અટકાવનાર રાગ-દ્વેષ છે. સમગ્ર સંસારનું ચક્ર ચલાવનાર વિષયકષાય છે. વિષય-કષાયને પરવશ જીવ દુ:ખ ઉપાર્જનના જ ધંધા કરે છે. તેમાં રાગ-દ્વેષનું તો પૂછવું જ શું ? એના પરિણામો ખૂબ જ ખતરનાક છે.
ચાર ગતિમાં ભ્રમણ કરાવનાર, દુર્ગતિના દેનાર, નિબિડ કર્મ બંધાવનાર, આઠ કર્મની જડ સમા, સદા દુઃખદાયક, સંસારવર્ધક એવા આ રાગ અને દ્વેષ છે. આત્માના ભાવ પ્રાણોનો નાશ કરનાર કાતિલ ઝેર છે. જ્યાં સુધી વીતરાગ અવસ્થા પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી આ ઝેર (વિષ) આત્મગુણોનો ઘાત કરે છે.
ધ્યાનનું બળ વધતાં રાગરૂપ વિષેની મારકશક્તિ ઘટતી જાય છે અને ધીમે ધીમે નિર્મૂળ બની જાય છે. દ્વેષનો રસ સૂકાઇ જાય છે અર્થાત્ ધ્યાન દ્વારા સમાધિના સુખનો અનુભવ થાય છે. ત્યાર બાદ અનિષ્ટ પદાર્થો પ્રતિ કે પ્રતિકૂળ સંયોગો પ્રતિ દ્વેષની ઉત્કટતા રહેતી નથી.
ચેતન હાથી જયારે રાજમાર્ગ પરથી પસાર થતો હોય છે;
સહજ સમાધિ • ૧૧૪
સહજ સમાધિ • ૧૧૫