________________
ચેતન ! આટલી ભૂમિકા, આટલી પાત્રતા તૈયાર થયા બાદ નિશ્ચયનયનું જ્ઞાન આપવામાં આવે તો તે ગ્રાહ્ય બને છે અને ઇષ્ટ સિદ્ધિનું કારણ બને છે. નિશ્ચયનયનું જ્ઞાન એ સિંહણના દૂધ જેવું છે. સિહણનું દૂધ સોનાના પાત્રમાં જ ટકે છે. અન્ય પાત્રમાં રાખવામાં આવે તો તે પાત્રને ફોડી નાખે છે; તેમ આ નિશ્ચયનયનું જ્ઞાન પણ જો અપાત્રને આપવામાં આવે, વ્યવહારધર્મના પાલનમાં નિષ્ણાત નહીં બનેલી વ્યક્તિને આપવામાં આવે, તો તે ઉપકારક બનવાને બદલે અપકારક બને.
ચેતન ! તને તારા શુદ્ધાત્મસ્વરૂપનો અનુભવ કરવાની તીવ્ર ઝંખના ઉત્પન્ન થઇ છે ? થઇ હોય તો હવે તું કર્મનો ક્ષય કરવામાં પ્રયત્નશીલ બન. શુદ્ધભાવનાથી કર્મક્ષય થાય છે. શુદ્ધભાવોની પુષ્ટિ શુદ્ધનયની ભાવનાથી થાય છે. નિશ્ચયથી આત્માનું સ્વરૂપ જાણી તેની શ્રદ્ધા કરવાથી શોક, ભય, ચિંતા, દીનતા ક્રોધાદિ અશુભ ભાવો દૂર થાય છે અને ક્ષમા-પ્રસન્નતાદિ ભાવો પુષ્ટ બને છે. શુભ - શુદ્ધ ભાવો કર્મ વેલડીઓને કાપવા માટે તીક્ષ્ણ ખડગ સમાન છે.
શુદ્ધાત્મ ભાવના : દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે, અક્ષય અકલંક છે જીવનું જ્ઞાન આનંદ સ્વરૂપ રે.
|| ચેતન || ૨૪ ||. અર્થ :
તારું સ્વરૂપ આ શરીર, વાણી, મન, કર્મ અને સર્વ પુદ્ગલ પદાર્થોથી ભિન્ન છે, જીવનું મૂળ સ્વરૂપ તો અક્ષય, અકલંક જ્ઞાન અને આનંદમય છે. • વિવેચન :
ચેતન ! તું કોણ છે ? દેખાતું શરીર એ તું છે ? ફઇબાએ આપેલા નામ અનુસાર તું નાથાલાલ છે? ના, કોઇનો પિતા છે ?
ના. ભાઇ છે ? ના. મિત્ર છે ? ના. પુત્ર છે ? ના. કાકા, મામા વગેરેમાંથી તું કોઈ સ્વરૂપ નથી.
ચેતન ! આજ સુધી શરીર એ જ હું છું એવા દેહાધ્યાસથી પર કર્તુત્વભાવમાં આસક્ત બની સંસારમાં રખડ્યો. ભવોભવ ભટક્યો. તારું ઠેકાણું પડ્યું નહિ, તો હવે તારી દષ્ટિ ખોલ, ભ્રાન્તિને દૂર કર, ધ્યાન દઈને સાંભળ. દેખાતું શરીર એ તું નથી. તું મનરૂપ નથી, કે વચનરૂપ નથી. જગતમાં પુદ્ગલની જે કાંઇ માયા-જાળ દેખાય છે, તે પણ તું નથી. એટલું જ નહીં, કર્મ સ્વરૂપ પણ તું નથી.
ચેતન ! દેહ-મન-વચન-કર્મ એ બધું પુદ્ગલમય છે. જડ છે. જયારે તું તો ચૈતન્યમય છે. થોડો વિચાર કરીશ તો ધ્યાનમાં આવશે;
પુદ્ગલપિંડ શરીર એ, મેં હું ચેતનરાય, મેં અવિનાશી એહ તો, ખિણમેં વિણસી જાય.
| (સમાધિ વિચાર ૧૧૨) સડન-પડન-વિધ્વંસ એ પુદ્ગલનો સ્વભાવ છે. એનો સમય થાય તો રાખ્યું એ રહે તેમ નથી. એનો વિનાશ થઇ જતાં વાર લાગતી નથી. એ કામચલાઉ રચના છે. પુગલ તારું સ્વરૂપ નથી. તું એનાથી ભિન્ન એવું શુદ્ધાત્મચેતન દ્રવ્ય છે. ભલે પુગલના સંયોગો વચ્ચે ઘેરાયેલો છે. પુદ્ગલમય કર્મથી તારું સ્વરૂપ ઢંકાયેલું છે, જેમ વાદળોના આવરણથી આટલો મોટો સૂર્ય પણ ઢંકાઇ જાય છે, તેમ છતાં સુર્યનો નાશ કે અભાવ થતો નથી. તેમ કર્મરૂપી વાદળોથી તારું ચિદાનંદ સ્વરૂપ અવરાયું હોવા છતાં, તેનો નાશ કે અભાવ નથી થયો. જડ-પુદ્ગલના યોગે તું જડ બન્યો નથી.
ચેતન તારું શુદ્ધ સહજ સ્વરૂપ તો અબાધિત જ છે. અનંત કર્મોનાં આવરણો હોવા છતાં તારું જ્ઞાન-આનંદમય સ્વરૂપ તો અક્ષય અને અકલંકીત જ છે.
જેમ આકાશ ઉપર ગમે તેટલો કાદવ ઉછાળવામાં આવે તો પણ
સહજ સમાધિ • ૧૦૬
સહજ સમાધિ • ૧૦૭