Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 53
________________ મૂળ છે. ભક્તિયોગમાં સ્થિર બન્યા પછી, કર્મયોગ અને જ્ઞાનયોગની ઉપાસના કરવામાં આવે તો તે ફળદાયી બને છે. ચેતન ! ભક્તિ આત્મસમર્પણ, આત્મનિંદા અને ગુણદિષ્ટ વિના પ્રગટતી નથી. શરણાગતિ-ચારની, દુષ્કૃતગહં દુષ્કૃત્યોની અને સુકૃત અનુમોદના સત્કર્મોની એ પ્રભુભક્તિને પ્રગટાવનાર છે. ભક્તિયોગનો વિકાસ થતાં આત્મા અધ્યાત્મયોગની સન્મુખ બને છે. એ સન્મુખતા આત્માને પરમાત્મ-પદ પર સ્થાપવા સક્રિય કાર્ય કરે છે અને પરમપદે પહોંચાડીને જ જંપે છે. ભક્તિયોગમાં મુખ્ય આલંબન પરમાત્માનું છે. પરમાત્માનાં સ્તવનો, સ્તોત્રોમાં મુખ્યતયા પ્રભુના ગુણોની સ્તુતિ અને આત્માના દોષોની નિંદા-ગર્હા ગૂંથવામાં આવેલી હોય છે. અગોચર એવા પરમાત્મ-સ્વરૂપને ગોચર કરવા માટે પરમાત્મગુણોનું કથન એ એક અમોઘ ઉપાય છે. • અર્થ : આ પ્રમાણે ઉચિત વ્યવહારના પાલન દ્વારા મનને સ્થિર બનાવી હવે પછી કહેવામાં આવે છે તે નિર્મળ પવિત્ર આશય ઉત્પન્ન કરનારી શુદ્ધનયની ભાવનાથી આત્માને ભાવિત બનાવવો. ઉચિત વ્યવહાર અવલંબને, એમ કરી સ્થિર પરિણામ રે, ભાવિયે શુદ્ધ નય ભાવના, પા નાશય તણું ઠામ રે. || ચેતન ॥ ૨૩ || • વિવેચન : ચેતન ! ભક્તિયોગ એ વ્યવહાર માર્ગ છે. વ્યવહાર અને નિશ્ચય ઉભય મળીને મોક્ષમાર્ગ બને છે અને તે બંનેની આરાધનાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. નિશ્ચયનય એ સાધ્ય છે. વ્યવહારનય સાધન છે. નિશ્ચયનયની યોગ્યતા શુદ્ધ વ્યવહારના પાલનથી જ પ્રગટે છે. વ્યવહારનું પાલન નિશ્ચયને લક્ષમાં રાખીને કરવાનું છે. નિશ્ચયને ભૂલીને કરાતું વ્યવહારનું પાલન માત્ર કષ્ટ ક્રિયારૂપ બને સહજ સમાધિ • ૧૦૪ છે, એટલું જ નહીં પણ તે અહંકાર ઉત્પન્ન કરે છે. અરિહંતાદિનું શરણ, દુષ્કૃતગહં અને સુકૃત અનુમોદનાના સતત સેવનથી આત્માનાં પરિણામ વિશુદ્ધ બને છે. અશુભ ભાવો ચાલ્યા જાય છે. શુદ્ધ વ્યવહાર એ શુદ્ધ નિશ્ચય અર્થાત્ શુદ્ધાત્મસ્વરૂપને પ્રાપ્ત કરાવે છે. ચેતન ! ભૂમિકાભેદ અનુસાર વ્યવહાર અને નિશ્ચયની પ્રધાનતા અને ગૌણતાનો નિર્ણય થાય છે. આપણી સાધના, આરાધનાનું મુખ્ય લક્ષ્ય તો વીતરાગતા છે. તેથી શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવનું લક્ષ્ય બાંધી, પોતાની ભૂમિકા અનુસાર ઉચિત વ્યવહારનું આચરણ કરવું એ જ સર્વશાસ્ત્રોનું રહસ્ય છે. ચેતન ! નિશ્ચયથી આત્માનું જ્ઞાન અને આનંદમય જે શુદ્ધ સ્વરૂપ છે, તે તને હજી સુધી બતાવ્યું નથી પણ હવે બતાવવું છે. અત્યાર સુધી તારી પાસે શરણાગતિ, દુષ્કૃતનિંદા, સુકૃત અનુમોદના દ્વારા ઉચિત વ્યવહરનું પાલન કઇ રીતે કરવું તેનું માર્ગદર્શન કરાવ્યું. ઉચિત વ્યવહારના પાલનથી ચિત્તની મલિનતા દૂર થાય છે. રાગ-દ્વેષાદિ દોષોની મંદતા થાય છે અને વિશુદ્ધ ભાવોની પુષ્ટિ થાય છે. મોહની મંદતા અને આત્મપરિણામોની વિશુદ્ધિ થવાથી સ્થિરતા પ્રાપ્ત થાય છે. ચેતન ! પરિણામોની સ્થિરતા વગર શુદ્ધ આત્મસ્વરૂપની વિચારણા થઇ શકતી નથી. વિક્ષિપ્ત-ચિત્ત અંતરના નિધાનને જોઇ શકતું નથી. ઉચિત વ્યવહરનું પાલન થાય તો પરિણામોની સ્થિરતા થાય છે, તે સમયે ચિત્ત પ્રશાંત સાગર જેવું અત્યંત ગંભીર અને સ્થિર બની જાય છે. જ્યાં ત્યાં ભટકતું નથી. રાગાદિ ભાવોથી તે અલિપ્ત બને છે અને પરસ્પૃહાથી મુક્ત બને છે; ત્યારે એમ લાગે છે કે – વિનાશિક પુદ્ગલ દશા, ક્ષણ ભંગુર સભાવ, મેં અવિનાશી અનંત હું, શુદ્ધ સદા થિર ભાવ.' (સમાધિ વિચાર ૩૨) સહજ સમાધિ • ૧૦૫

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77