________________
અન્યમાં પણ દયાદિક ગુણો, જેહ જિન વચન અનુસાર રે, સર્વ તે ચિત્ત અનુમોદિયે, સમકિત બીજ નિરાધાર રે.
|| ચેતન || ૨૦ | અર્થ :
અન્ય દર્શનીઓમાં પણ જે કોઇ જિનવચન અનુસાર દયા કરુણા, વાત્સલ્ય, પ્રેમ, પરોપકાર, સત્ય, સંતોષ, દાન, નીતિ, સદાચાર આદિ ગુણો દેખાતા હોય તેની પણ મનોમન અનુમોદના કરવી જોઇએ. કારણ અનુમોદના એ નિશ્ચિત સમકિતનું બીજ છે. • વિવેચન :
નિબિડ એવા કર્મના મહારોગનો નાશ કરવા, જિનવર ગિરા એ પરમ રસાયણ છે. મોહના મહાભયંકર વિષને મારવા, જિનવચન એ સુધારસ છે. જિનવચન જયારે નિજ વર્તનમાં પરિણમે છે ત્યારે અખંડ આનંદ, સુખ અને જ્ઞાન-દર્શન-ચારિત્રના સ્વામી થવાનું સદ્ભાગ્ય સાંપડે છે.
ચેતન ! જોયો આ જિનવચનોનો ચમત્કાર ! વળી જૈન શાસનની ઉદારતા કેવી અને કેટલી વિશાળ છે, તે આ ગાથામાં જોવા મળે છે. જૈન ધર્મને પામેલા જીવના જ સુકૃતની કે ગુણોની, અનુમોદના કરાય. અન્યધર્મી જીવના સુકૃતોની અનુમોદના કરતાં મિથ્યાત્વનું પાપ લાગે તેવું નથી. અન્ય ધર્મનાં ધર્માત્મામાં રહેલા જિન વચન અનુસાર જે દયા, દાન, કરુણા, પરોપકાર, સત્ય, સંતોષ, નીતિધર્મ, સદાચાર વગેરે સગુણો જોવા મળે તેની પણ મનોમન અનુમોદના કર.
ચેતન ! ગુણની અનુમોદના એ સમ્યકત્વનું બીજ છે. સમ્યક્ત્વ એ ગુણોને રહેવા માટેનું આધારસ્થાન છે. સદ્ગુણો સમ્યકુ-દષ્ટિ આત્મામાં આવીને વસે છે. મિથ્યા-દષ્ટિ જીવથી સદ્ગુણો દૂર રહે છે. ઊર્દુ દુર્ગુણો તેનામાં આવીને વસે છે.
ચેતન ! આજ સુધીમાં જે કોઇ આત્મા સમ્યક્ત્વને પામેલા છે, તેઓએ તે ભવમાં કે પૂર્વભવમાં ધર્મી આત્માના સુકૃતોની અને ગુણવાન આત્માઓના સગુણોની અનુમોદના કરેલી છે. ગુણ અનુમોદનામાં એવી તાકાત છે કે અનાદિ કાળના મિથ્યાત્વના નિબિડ પડળોને શિથિલ બનાવી નાખે છે. ધીમે ધીમે તેનો ક્ષય કરે છે અને અંતે નિર્મૂળ કરી સમ્યક્ત્વના પ્રકાશ-પુંજને પ્રગટ કરે છે.
ચેતન ! તને જ્યાં અને જેનામાં જે કોઇ સગુણ દેખાય તેની અનુમોદના કરી, સમ્યક્ત્વના બીજનું વપન કરી લે... તો તારો આ મનુષ્ય ભવ સાર્થક બનશે.
પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેહને નવિ ભવ રાગ રે, ઉચિત સ્થિતિ જેહ સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે.
| | ચેતન // ૨૧ છે. • અર્થ :
જે તીવ્ર સંક્લિષ્ટ ભાવથી પાપ આચરતો નથી, જેને સંસાર પર પ્રેમ નથી તથા જેઓ ઉચિત, અવસરોચિત સ્થિતિ, મર્યાદાનું પાલન કરતા હોય છે - એવા માગનુસારી તથા અપુનબંધક જીવના તે તે ગુણોની પણ હું અનુમોદના કરું છું. • વિવેચન :
ચેતન ! સમ્યગુ-દષ્ટિ આદિ જીવોના બહારથી દેખાતા ગુણોની અનુમોદના કરવા સાથે તેનાથી પણ હીન કક્ષામાં રહેલા જીવો જે હજી સમ્યકત્વને પામેલા નથી, એવા અપુનર્ભધક, માગનુસારી જીવોના ગુણોની અનુમોદના કરવાની છે. ખરેખર ! જૈન શાસનની આ મહાનતા અને વિશાળતા છે, કે એક પણ ગુણી આત્મા અનુમોદનના વિષયમાંથી બાકાત રહી જાય એ ઇષ્ટ નથી.
ચેતન ! નાનામાં નાના ગુણની પણ અનુમોદના કરવાની છે. તને પ્રશ્ન થશે કે હજી જે સમ્યકુ-દર્શન પણ પામેલા નથી, જેના
સહજ સમાધિ • ૧૦૦
સહજ સમાધિ • ૧૦૧