Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 50
________________ ચેતન ! સર્વ-સત્ત્વ-હિતાશય-વૃત્તિવાળા સાધુની, સાધુતાની અનુમોદનાનો હવે અવસર આવ્યો છે. નિગ્રંથ સાધુ જગતને વંદનીય છે, સેવનીય છે, તેનું મુખ્ય કારણ તેની સાધુતા છે. સહન કરે તે સાધુ, સહાય કરે તે સાધુ, સંયમ રાખે તે સાધુ અને સાધના કરે તે સાધુ. પ્રતિકૂળતાને, આપત્તિને સમભાવે સહન કરવું, સિદાતાને સહાય કરવી અને ઇન્દ્રિય, મનનો સંયમ રાખવો, રત્નત્રયીની અપ્રમત્ત પણે સાધના કરવી એ તેમની સાધુતા છે. ચેતન ! અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહરૂપ મૂળ ગુણો અને પિંડેષણાદિરૂપ ઉત્તર ગુણોના ધામ એવા સાધુ ભગવંતો જીવદયાનું મૂર્તિમંત સ્વરૂપ છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના નાના મોટા કોઇપણ જીવને અલ્પ પણ પીડા ન પહોંચે તેવું જીવન જીવનારા સાધુ મહારાજ અષ્ટપ્રવચન માતાના પાલનમાં સદા સાવધાન હોય છે. ચેતન ! આવા મુનિભગવંતના દર્શન માત્રથી પાપોનો નાશ થાય છે. સાધુના સંસર્ગથી સમ્યક્ત્વાદિના પરિણામો ઉત્પન્ન થાય છે. જીવમાત્રનું સદા હિત ઇચ્છનારા અને સુકૃતના ભંડાર સાધુની સાધુતાની અનુમોદના કરવાથી તારામાં સાધનાનું બળ પ્રગટશે. તેમ જ સુકૃત કરવાના મનોરથો જાગશે. જેહ વિરતિ દેશ શ્રાવક તણી, જેહ સમકિતી સદાચાર રે, સમકિત દૃષ્ટિ સુરનર તણો, તેહ અનુમોદિયે સાર રે. | ચેતન || ૧૯ | અર્થ : દેશ-વિરતિધર શ્રાવકની વિરતિ, ત્યાગની તેમ જ સમ્યગ્દષ્ટિ દેવ કે મનુષ્યના જિનપૂજાદિ કે સુપાત્રદાનાદિ સદાચારોની ભાવપૂર્વક અનુમોદના કરું છું. વિવેચન : ચેતન ! સર્વ વિરતિ ધર્મનું પાલન કરવાનું સામર્થ્ય જેમનામાં ન હોય તેઓ દેશથી પણ જે વિરતિનું પાલન કરે છે એવા શ્રાવકના દેશવિરતિ ગુણની પણ અનુમોદના કર. વિરતિ એટલે પાપ-પ્રવૃત્તિનો ત્યાગ, વિરતિના પરિણામ અત્યંત દુર્લભ છે. વિરતિધર શ્રાવકના જીવનમાં પણ સવાવીશા જેટલી દયાનું પાલન હોય છે. અનર્થદંડથી તે સર્વથા નિવૃત્ત થયેલો હોય છે. શ્રાવક યોગ્ય આચારોના પાલનમાં અને જિનભક્તિના અનુષ્ઠાનોમાં વિશેષ રીતે તત્પર રહે છે. જિનાજ્ઞા પ્રત્યે, જિનાગમો પ્રત્યે તે અત્યંત આદર બહુમાનવાળો હોય છે. ચેતન ! દેશવિરતિની પ્રાપ્તિ પણ ક્રોધ, માન, માયા, લોભ કષાયોની મંદતા વગર થતી નથી. દેશ-વિરતિધર શ્રાવકના જીવનની અનુમોદના દ્વારા તું પણ વિરતિનાં પરિણામ પ્રગટાવતો બન. સાચી અનુમોદના એ છે કે એવા વિરતિધર શ્રાવકોનો સત્સંગ કર. એમના પ્રતિ આદર-બહુમાન ધારણ કરી ભક્તિ કરનારો બન. ચેતન ! મોક્ષનગરના પ્રવેશ-પત્ર સમાન સમ્યગદર્શન ગુણની પ્રાપ્તિ ઘણો ભવસાગર તરી ગયા પછી અલ્પ સંસાર બાકી રહે છે ત્યારે થાય છે. સમ્યગ્દર્શન પામેલો જીવ અર્ધ પુદ્ગલ પરાવર્તકાળમાં અવશ્ય મોક્ષને પામે છે. સમ્યગુ-દષ્ટિ જીવના જીવનમાં ભવ નિર્વેદ, મોક્ષની તીવ્ર અભિલાષારૂપ સંવેગ, અનુકંપા, ઉપશમ, આસ્તિયાદિ ગુણો સહજ રીતે જોવા મળે છે. ચેતન ! સમ્યગુ-દર્શનની પ્રાપ્તિ થતાં અપૂર્વ એવા આત્માના સુખનો અનુભવ થાય છે. તે અનુભવ કર્યા પછી, સંસારમાં, ઇન્દ્રિયના વિષય સુખોમાં રતિ થતી નથી. સમ્યગુ-ષ્ટિ જીવને જિન ભક્તિમાં વિશેષ આદર અને આનંદ હોય છે. ચેતન ! સમ્યગુ-દષ્ટિ મનુષ્યો અને દેવોના જિનપૂજા , સુપાત્રદાન, તીર્થયાત્રા, જીવદયાનાં કાર્યો જિનવાણીનું શ્રવણ વગેરે સુકૃતોની અનુમોદના કર. સહજ સમાધિ • ૯૮ સહજ સમાધિ • ૯૯

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77