Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 48
________________ અને વૈભવ પામે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થવાથી કૃતકૃત્ય બની ગયા છે, છતાં એક માત્ર જીવોના ઉપકાર માટે દેશના દ્વારા ધર્મનું દાન કરે છે. ધર્મનું દાન એ સર્વોત્કૃષ્ટ ઉપકાર છે. ચેતન ! અરિહંત પરમાત્માને ‘મહાગોપ’ તરીકે વર્ણવવામાં આવ્યા છે. ગોવાળ જેમ ગાયોની રક્ષા કરે છે, પાલન કરે છે, તેમ અરિહંત પરમાત્મા જગતને અહિંસા ધર્મનો સુંદર ઉપદેશ આપી ષકાય જીવોનું સંરક્ષણ કરે છે. જીવોનું સ્વરૂપ, જીવોના ભેદપ્રભેદોનું જ્ઞાન કરાવી જીવ હિંસાથી અટકવાના ઉપાયો બતાવે છે. આ રીતે તેઓ પકાય જીવ જગતના રક્ષણહાર અને પાલનહાર છે. ચેતન ! અરિહંત પરમાત્મા ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યનું સૂક્ષ્મ સ્વરૂપ ઓળખાવવા દ્વારા વિશ્વવ્યવસ્થાનું વિજ્ઞાન પ્રકાશિત કરી વિશ્વ ઉપર મહાન ઉપકાર કરે છે. છ દ્રવ્યનું જેવું સ્વરૂપ બતાવ્યું છે, તે જ સ્વરૂપે તે તે દ્રવ્યો વર્તી રહ્યાં છે. આથી કહ્યું છે કે અરિહંત પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન જડ કે ચેતન કોઈ પણ પદાર્થ કરતા નથી, જે કોઇ તેમની આજ્ઞાનું પાલન કરે છે, આદર - બહુમાન કરે છે તે અવશ્ય શીધ્ર ભવસાગરનો પાર પામે છે. ચેતન ! અરિહંત પરમાત્માને ‘પરાર્થવ્યસની’ એવું બિરુદ આપવામાં આવ્યું છે. નિગોદ અવસ્થાથી જ તેઓ ઉપકાર કરતા આવે છે અને છેલ્લા તીર્થંકરના ભવમાં ઉપકારની પરાકાષ્ઠા હોય છે. એમનું જીવદળ જ એવું વિશિષ્ટ હોય છે કે સર્વ અવસ્થામાં તેઓ ઉપકાર કર્યા વગર રહી શકતા નથી. તીર્થંકરના ભવમાં જગતને સમ્યગુ જ્ઞાનનો પ્રકાશ આપી ભવ્ય જીવોના અંતર ચક્ષુને પ્રગટ કરે છે. ચેતન ! અરિહંત પરમાત્માના આ ‘વિશ્વ ઉપકાર’ ગુણની અનુમોદના કર. તેના દ્વારા પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે. અનુમોદના માત્ર મનથી નહિ પણ તેમની વિશિષ્ટ ભક્તિ ગુણગાન દ્વારા થવી જોઇએ. અરિહંતની ભક્તિમાં તરબોળ બનેલો ભક્ત અરિહંત બની જાય છે. ચેતન ! ભક્તિમાં તરબોળ બનવાથી, અરિહંતના ધ્યાન, નામ સ્મરણમાં લીન બનવાથી તારા ત્રણે યોગો શુભ બનશે. યોગ શુદ્ધિ થવાથી ઉપયોગની શુદ્ધિ થશે. ઉપયોગની શુદ્ધિ ક્લિષ્ટ કર્મનો નાશ કરી આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરાવશે. નિજાનંદની મસ્તી આપશે. સિદ્ધની સિદ્ધતા કર્મના, ક્ષય થકી ઉપની જેહ રે, જેહ આચાર આચાર્યનો, ચરણ વન સિંચવા મેહ રે. | ચેતન || ૧૭ || અર્થ : સિદ્ધ ભગવંતની સંપૂર્ણ કર્મક્ષયથી ઉત્પન્ન થયેલી સિદ્ધતાની તથા ચારિત્રરૂપ વનને સિંચવામાં મેઘ સમાન આચાર્ય ભગવંતના પંચાચાર પાલનગુણની વારંવાર અનુમોદના કરું છું. વિવેચન : - ચેતન ! અરિહંતો પણ પોતાના ઘાતી-અઘાતી કર્મોનો ક્ષય સિદ્ધ ભગવંતના ધ્યાનથી કરે છે. સિદ્ધ ભગવંતો સર્વ કર્મનો ક્ષય કરી, આત્મસ્વરૂપમાં આદિ અનંતકાળ રમણતા કરે છે. જે કોઈ પણ આત્મા સિદ્ધનું ધ્યાન કરે છે, તેના કર્મોનો ક્ષય થાય છે. કર્મક્ષયમાં નિમિત્ત બની, સિદ્ધભગવંત પણ જગત ઉપર મહાન ઉપકાર કરે છે. ચેતન ! નિરંજન-નિરાકાર-અરૂપી-સાત રાજલોક દૂર રહેલા સિદ્ધો શું ઉપકાર કરે ? એવી શંકા તને ઘણીવાર થાય છે. તેનું કારણ એ જ કે એમના ઉપકારોને જોવાની તારી દૃષ્ટિ ખૂલી નથી. - ચેતન ! જો જગતમાં એક પણ જીવે સંપૂર્ણ કર્મનો ક્ષય કરી પોતાની સિદ્ધતા પ્રગટ કરી ન હોત, તો મોક્ષ માર્ગ જ ચાલુ થયો ન હોત. જગત અનુકરણશીલ છે. એકની પ્રગટેલી સિદ્ધતા જોઇ-જાણી અનેક આત્માઓએ પોતાની સિદ્ધતા પ્રગટાવી. અરિહંત પરમાત્મા સહજ સમાધિ • ૯૪ સહજ સમાધિ • ૯૫

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77