Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 46
________________ ચેતન ! માયા-મૃષાવાદ આચરવા માટે કુશળ બુદ્ધિ જરૂરી છે. પુણ્યોદયે મળેલ તારી બુદ્ધિની કુશળતાનો ઉપયોગ આ દુષ્કતોના સેવનમાં ન કરતો. આજ સુધી તેં તારો સ્વાર્થ સાધવા માયા મૃષાવાદનું સેવન કર્યું હોય તો તે દુષ્કતની નિંદા કર. ચેતન ! આ સત્તરેય પાપનો બાપ, અઢારમું પાપ મિથ્યાત્વશલ્ય છે. મિથ્યાત્વ એટલે બુદ્ધિનો વિપર્યાસ, વિપરીત દૃષ્ટિ, ઉંધી માન્યતા, કદાગ્રહ. આ કદાગ્રહના આગ્રહથી જીવ હિતકારી માર્ગને જોઇ શકતો નથી. આત્માનું અહિત કરનાર, દુ:ખની પરંપરા ચલાવનાર આ મિથ્યાત્વશલ્ય છે. એના પ્રબળ પ્રભાવે કુદેવ, કુગુરુ અને કુધર્મમાં હિતની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. વિપરીત દૃષ્ટિ અને કદાગ્રહને કારણે જીવ સત્યને ઓળખી શકતો નથી અને સ્વીકારી શકતો નથી. ચેતન ! તારી ચેતનાને આવરનાર આ મિથ્યાત્વ છે. તું ચેતન છે, જડ નથી; આત્મા છે, શરીર નથી; એવી પ્રતીતિ ન થવા દેનાર આ મિથ્યાત્વ છે. આ દુષ્કતને વશ થઈ તે સત્તર પાપોનું સેવન અનંતીવાર કર્યું છે. પાપને પાપરૂપે માનવા નહિ દેનાર આ મિથ્યાત્વ છે. મિથ્યાત્વના કારણે આજ સુધી અનંત કર્મરાશિઓથી તારા જ્ઞાનાદિગુણો અવરાયેલા છે; જો તું તારા સહજ જ્ઞાન - આનંદને પ્રગટાવવા ઇચ્છતો હોય તો આ દુષ્કતની નિંદા કરે અને આત્મહિતૈષી બન. પાપ જે એહવા સેવિયાં, તેહ નિદિયે તિહું કાળ રે, સુકૃત અનુમોદના કીજીએ, જિમ હોયે કર્મ વિસરાલ રે. || ચેતન || ૧૫ . અર્થ : તે સર્વે પાપોની હું ટિહું કાલે નિંદા કરું છું. સાથે સ્વ-પરના સુકૃતની અનુમોદના કરવી જોઇએ, જેથી પુણ્યાનુબંધી પુણ્ય પુષ્ટ બને છે તથા ક્લિષ્ટ કર્મોનો ક્ષય થાય છે. વિવેચન : દુષ્કૃતગહ માટે ‘પંચસૂત્ર'માં પણ કહ્યું છે કે – > અરિહંત પરમાત્માઓ, સિદ્ધ ભગવંતો, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સાધ્વી કે બીજા માનનીય, પૂજનીય, ધર્મસ્થાનો પ્રત્યે પણ વિપરીત આચરણ કર્યું હોય. તથા માતા-પિતા-બન્ધ-મિત્ર-ઉપકારીજન કે માર્ગસ્થિત યા અમાર્ગસ્થિત સર્વ જીવો સાથે ઉચિત વર્તન કર્યું ન હોય. ધર્મ સાધનોનો નાશ કર્યો હોય કે અધર્મના સાધનોનો સંગ્રહ કર્યો હોય એવા. અને બીજા પણ અનેક અનિચ્છનીય, અનાચરણીય, અશુભ કર્મની પરંપરા સર્જનારા સૂક્ષ્મ કે બાદર પાપ કર્યો, રાગ, દ્વેષ કે મોહવશ બની આ જન્મ કે જન્માંતરમાં કર્યા હોય, તે સર્વે અરિહંત-સિદ્ધ પરમાત્માની સાક્ષીએ હું નિંદા કરું છું. હે ચેતન ! આ દુષ્કતની ગર્તા તું સમ્યગુ ભાવપૂર્વક કર અને હવે પછી કોઇ દુષ્કૃત નહિ કરવું એવો નિયમ કર. આ વચન બહુમાન કરવા યોગ્ય છે. શ્રી અરિહંત ભગવંતોની અને તેઓના વચન પ્રચારનારા કલ્યાણમિત્ર એવા ગુરુઓની આવી હિતશિક્ષાની વારંવાર ઇચ્છા રાખે. દેવ-ગુરુ સાથે સંયોગની પ્રાર્થના કર. ચેતન ! આ ભવ-પ૨ ભવમાં જાણતાં, અજાણતાં સેવાયેલા પાપોનો, દુષ્કતજન્ય દુષ્ટ કર્મોનો ક્ષય કરવા પ્રથમ તેના અનુબંધને તોડવો જોઇએ, પાપનો અનુબંધ તૂટ્યા વગર ભવોભવ સુધી તેની પરંપરા ચાલે છે. અશુભ કર્મોના અનુબંધનો નાશ કર્યા વગર કરાતો ધર્મ, ધર્મરૂપ બનતો નથી. માટે પાપના અનુબંધને તોડવા ત્રિકાલ તેની નિદા-ગહ કરી તારી ચેતનાને નિર્મળ બનાવ. સહજ સમાધિ • ૯૦ સહજ સમાધિ • ૯૧

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77