________________
ઉભા કરશે અને કઠોર-કટુ શબ્દો શત્રુ ઉભા કરશે. જગતમાં તું સર્વને મિત્ર બનાવવા ઇચ્છતો હોય, સર્વના પ્રેમને સંપાદન કરવા ઇચ્છતો હોય તો પ્રિય, મધુર વચન બોલવાની ટેવ પાડ અને અસત્ય કટુ શબ્દોથી દૂર રહેજે.
ચેતન ! ત્રીજું પાપસ્થાનક છે અદત્તાદાન, એટલે કે ચોરી. પર માલિકીની વસ્તુ, માલિકની રજા લીધા વગર છીનવી લેવી તે, ચોરી છે. આજસુધીમાં પર ધન, ધાન્ય જમીન, મકાનાદિ, અન્યાયથી ગ્રહણ કર્યા હોય તો તે દુષ્કૃતની નિંદા કર. બીજાની વસ્તુ પૂછ્યા વગર લેવાથી, તેના હૃદયમાં આઘાત, શોક, ભય ઉત્પન્ન થાય છે. બીજાને સંકલેશ ઉપજાવવો એ પણ હિંસા જ છે. માટે કદી કોઇની વસ્તુ પૂછ્યા વગર લેવી નહિ, એવો નિયમ કરી આજ સુધી સેવેલા તે દુષ્કૃતની નિંદા કર.
ચેતન ! ઇન્દ્રિયોના ઉન્માદને વશ બની, જીવનમાં અબ્રહ્મનું સેવન કર્યું હોય તો તેની નિંદા કર. કામાંધ બનેલો માણસ કયું પાપ ન કરે, તે પ્રશ્ન છે. ઇન્દ્રિયોનાં ક્ષણિક સુખ ખાતર, મૈથુનના સેવન દ્વારા લાખો પંચેન્દ્રિયજીવોની હિંસા થાય છે. આત્માની દિવ્યશક્તિઓને આવરનાર અબ્રહ્મ છે.
ચેતન ! શક્તિ હોય તો આજીવન બ્રહ્મચર્યનો સ્વીકાર કરજે, ન હોય તો સ્વ-પત્નીમાં સંતોષ માની, પરસ્ત્રીનો ત્યાગ કરવાનો નિયમ લઇ જ લેજે. ઉન્માદને વશ થઇ જે કાંઇ કુચેષ્ટા કરી હોય, પરસ્ત્રી પર કુદૃષ્ટિ કરી હોય, મનથી પણ પરસ્ત્રીની ઇચ્છા કરી હોય તો તે દુષ્કૃતોની નિંદા કર.
જેહ ધનધાન્ય મૂર્છા ધરી, સેવિયાં ચાર કષાય રે, રાગને દ્વેષને વશ હુઆ, જે કિયો કલહ ઉપાય રે.
|| ચેતન | ૧૩ ॥
અર્થ : ધન-ધાન્યાદિના પરિગ્રહમાં ગાઢ મૂર્છા કરી હોય, ક્રોધાદિ ચાર સહજ સમાધિ • ૮૬
કષાયનું સેવન કર્યું હોય, રાગ અને દ્વેષને વશ બની જે કાંઇ કલહ
કંકાશ કર્યા હોય...
વિવેચન :
ચેતન ! આ જગતમાં નવગ્રહ તો જાણીતા છે, પણ દશમો ગ્રહ પરિગ્રહ છે તે અત્યંત દુર્જાય છે. સમસ્ત સંસાર પરિગ્રહ સંજ્ઞાથી પરવશ છે.
પરિગ્રહ એટલે ધન, ધાન્ય, સંપત્તિ, પરિવાર, શરીરાદિમાં આસક્તિ, મૂર્છા.
પરિગ્રહની પ્રાપ્તિ માટે ચારે કષાયો અને અઢાર પાપોનું સેવન થયા વગર રહેતું નથી. અનાદિકાળથી, પરિગ્રહના લોભથી અનેક પાપો સેવી, ભ્રમણ કર્યું. હવે એ ભ્રમણામાંથી છૂટવા પરિગ્રહની મૂર્છાને દૂર કર. ચેતન ! સતત નિંદા-ગર્હા કરતો રહીશ તો જ તારી મૂર્છા ઓછી થશે.
પરિગ્રહની મૂર્છાથી મમ્મણ મરીને સાતમી નરકે ગયો અને પરિગ્રહનો ત્યાગ કરી પૂર્ણિયો શ્રાવક ભગવાનના મુખે ચઢી ગયો. એ પ્રસંગ યાદ કરી, પરિગ્રહની મૂર્છાથી જે જે દુષ્કૃતો કર્યા હોય તેની નિંદા કર.
·
ચેતન ! રાગ-દ્વેષ રૂપી બે પિશાચ તને અનાદિકાળથી વળગેલા છે. તારી પાસે અનેક પાપો કરાવી રહ્યા છે. રાગ-દ્વેષ એ મોહના જ સંતાન છે. સંસારમાં સુખનો રાગ અને દુઃખનો દ્વેષ જ હિંસાદિ પાપો કરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો જીવ-પ્રત્યેનો દ્વેષ અને
પુદ્ગલ પ્રત્યેનો રાગ જીવને અંધ બનાવી, વિવેકનો નાશ કરી, દુષ્કાર્ય કરવા પ્રેરે છે. માટે આ રાગ-દ્વેષ દ્વારા થયેલા દુષ્કૃતોની નિંદા કર.
ચેતન ! પરિગ્રહ અને રાગ-દ્વેષને વશ બનેલો જીવ, બીજા સાથે કલહ-કંકાશ કર્યા વિના રહેતો નથી. તે આજ સુધીમાં જે જે કલહ-કજીયા કર્યા હોય તેની નિંદા કર. સજ્જન માણસ કલહથી
સહજ સમાધિ • ૮૭