________________
ચેતન ! શરણાગત આત્માને પોતાના પાપો (દુષ્કતો) શલ્યની જેમ ખૂંચે છે. તેથી તેની નિંદા-ગર્ભા થાય છે. દુષ્કૃત-નિંદા થતાં, સુકૃત પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થાય છે. દુષ્કૃત-નિંદાથી દોષ હાનિ થાય છે. તેમ સુકૃત અનુમોદનાથી આત્મગુણોની પુષ્ટિ થાય છે.
ચેતન ! સુકૃત અનુમોદનાથી પુણ્યાનુબંધી-પુણ્યનો બંધ થાય છે. સુકૃત અનુમોદનાથી સુકૃત કરવાની શક્તિ મળે છે. જેનામાં જે સુકૃત, ગુણ દેખાય તેની અનુમોદના કરવાથી તે ગુણ આપણામાં આવે છે.
- ચેતન ! ધર્મની પ્રશંસાથી ધર્મનું બીજ આત્મામાં પડી જાય છે. જીવનમાં શુદ્ધ-ધર્મની પ્રાપ્તિ ધર્મ-પ્રશંસાથી જ થાય છે. માટે હવે સુકૃત અનુમોદના માટે તૈયાર થઇ જા. સુકૃત, સત્કાર્યો કરવાની શક્તિ અને સામગ્રી પરિમિત છે. છતાં જગતમાં જયાં જયાં જિનાજ્ઞાનુસાર સત્કાર્યો થઈ રહ્યાં છે તેની અનુમોદના કરી સુકૃતનો લાભ મેળવ.
ચેતન ! સુકૃતની અનુમોદનાથી, સુકૃત કરવામાં પ્રતિબંધક કર્મોનો નાશ થાય છે. દા.ત. જેને જ્ઞાન ચઢતું નથી તે જ્ઞાનાભ્યાસ કરનારની અનુમોદના કરે તો તેના જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા થાય છે, તેથી તેના જ્ઞાનનો ક્ષયોપશમ પ્રગટે છે. આ રીતે તારે જે ગુણો કે શક્તિ મેળવવી હોય તો તે ગુણો કે શક્તિ જેનામાં છે તેના પ્રતિ બહુમાન ધારણ કરી તેની અનુમોદના કર.
ચેતન ! ક્ષુલ્લકમુનિનો પ્રસંગ યાદ છે ? સાધુ પ્રત્યે દ્વેષ કરવાથી નરકાદિ-દુર્ગતિમાં અનંતકાળ ભમ્યો. પછી મનુષ્યભવ પામી કેવળજ્ઞાની ભગવંતનો યોગ મળતાં તે પોતાનો પૂર્વભવ જાણે છે, સાધુ પ્રષિના અપરાધનું પ્રાયશ્ચિત માગે છે. ભગવાને શું પ્રાયશ્ચિત આપ્યું તે તારે જાણવું છે ? ઉપવાસ કરવાનું ન કહ્યું, પણ સાધુનું બહુમાન કરવાનું કહ્યું. તે જ વખતે તેણે રોજ પ00 મુનિને વંદન કરવાનો અભિગ્રહ કર્યો અને જે દિવસે પ00 મુનિને વંદન ન થાય તે દિવસે અન્ન-પાણીનો ત્યાગ.
ચેતન ! સુકૃતના ભંડાર મુનિનું બહુમાન કરવાથી તે મોક્ષ ગતિને પામે છે. નવકારના પ્રથમ પાંચ પદમાં પંચપરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યો છે, તેનું કારણ એ જ છે કે પાંચ પરમેષ્ઠીઓ સુકૃતના સાગર છે. જગતમાં એમના જેવા સુકૃતો કરનાર અન્ય કોઇ નથી. નમસ્કાર વડે તેમના સુકૃતોની અનુમોદના થાય છે અને તેના દ્વારા સર્વ પાપોનો નાશ થાય છે.
ચેતન ! અપેક્ષાએ સુકૃતનું સેવન કરવું હજી સહેલું છે. પણ તેની અનુમોદના કરવી દુષ્કર છે. સુકૃત અનુમોદના માટે ગુણાનુરાગ, ગુણદેષ્ટિ જોઇએ છે, જ્ઞાનપ્રકાશ વગર ગુણદૃષ્ટિ પ્રગટતી નથી. માટે તને કહું છું ચેતન ! જ્ઞાન અજવાળ...
વિશ્વ ઉપકાર જે જિન કરે, સાર જિન નામ સંયોગ રે, તેહ ગુણ તાસ અનુમોદિયે, પુણ્ય અનુબંધ શુભયોગ રે.
| ચેતન || ૧૬ || અર્થ : | સર્વથી અધિક ઉપકાર કરનારા અરિહંત પરમાત્મા છે, જેઓ પૂર્વે ત્રીજા ભવે ‘સવિ જીવ કરું શાસનરસી'ની ઉત્તમ ભાવનાથી તીર્થંકર નામકર્મની નિકાચના કરે છે અને ભવ્ય જીવોને અહિંસાદિ ધર્મનો ઉપદેશ આપી, સમગ્ર વિશ્વના જીવોનું સંરક્ષણ કરે છે અને કરાવે છે. એવા મહાન ઉપકારી અરિહંત પરમાત્માના ગુણોની અનુમોદના કરવાથી આપણા યોગો શુભ બને છે, તેમજ પુણ્યાનુબંધી પુણ્યની પરંપરા વૃદ્ધિ પામે છે... • વિવેચન :
ચેતન ! વિશ્વમાં સર્વોત્કૃષ્ટ ઉપકાર કરનાર અરિહંત પરમાત્મા છે. ‘સવિ જીવ કરું શાસનરસી’ ભાવના દ્વારા તીર્થંકર નામકર્મ નિકાચિત કરે છે. અનુક્રમે કેવળજ્ઞાન પ્રગટતાં તીર્થંકર પદની પ્રાપ્તિ થાય છે. ચોત્રીસ અતિશયો, આઠ મહાપ્રાતિહાર્યોની અદ્ભુત સમૃદ્ધિ
સહજ સમાધિ • ૯૨
સહજ સમાધિ • ૯૩