Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 42
________________ તેમ આ પાપ-રોગનો નાશ કરવા, સંપૂર્ણ શલ્યરહિત બનવા નાના બાળકની જેમ તારા પાપોને પ્રગટ કરી તેનું પ્રાયશ્ચિત કરજે. ચેતન ! દુષ્કૃતની ગહ એ શરણાગતિનું ફળ છે. જો શુભ ભાવપૂર્વક અરિહંતાદિ ચારની શરણાગતિ જીવનમાં સ્વીકારી હોય તો દુષ્કતગહનાં પરિણામ અવશ્ય ઉત્પન્ન થાય જ. શરણાગત આત્માને દુષ્કૃત, પાપ ખટક્યા વગર રહે નહિ. દુષ્કૃત ખટકે તો જ તેની નિંદા-ગોં થાય, ચેતન ! તું અરિહંતાદિનો શરણાગત તો બન્યો, હવે તારા દુષ્કતોની નિંદા કરવાનો પ્રારંભ કર. દુષ્કૃત ગહ : ઇહ ભવ પરભવ આચર્યા, પાપ અધિકરણ મિથ્યાત્વ રે, જે જિનાશાતનાદિક ઘણાં, નિંદીએ તેહ ગુણ-ઘાત રે. || ચેતન / ૧૦ || અર્થ : આ જન્મ કે ગત જન્મોમાં મિથ્યાત્વ અધિકરણ (પાપનાં સાધન) દ્વારા વીતરાગ પરમાત્મા કે સદ્ગુરુ આદિની જે કોઇ મહાઆશાતના કે જે આત્મગુણોનો નાશ કરનારી છે, તે મારાથી થઇ હોય તેની હું વારંવાર નિંદા કરું છું. • વિવેચન : ચેતન ! આ ભવમાં કે પૂર્વભવોમાં, પાપનાં અધિકરણો આદર્યા હોય તેની નિંદા કર. પાપનાં સાધનો દ્વારા હિંસાદિ આરંભોની પરંપરા ચાલી હોય, એવાં પાપનાં સાધનો બનાવ્યાં હોય, પોતે પ્રયોગ કર્યો હોય કે બીજા પાસે તેનો પ્રયોગ કરાવ્યો હોય તો તેની નિંદા કર. ગાડા વગેરે વાહનો, નાનાં મોટાં યંત્રો, શસ્ત્રો એ તો પાપનાં સાધનો છે જ પણ જેના દ્વારા કુસંસ્કારો પેદા થાય, પુષ્ટ બને, વિકારો ઉત્પન્ન થાય એવું સાહિત્ય વાંચવું, એવી ભાષા બોલવી કે એવાં દૃશ્ય જોવાં એ પણ પાપ અધિકરણ છે, તે બધાની નિંદા કર. વળી મિથ્યાત્વનું સેવન કર્યું હોય, તો તેની ગહ-નિંદા કર. ચેતન ! પાપનું મૂળ મિથ્યાત્વ છે. આ અઢારમું પાપ ખૂબ જ જોરદાર છે. સંસારમાં જીવને વધુને વધુ રખડાવનાર જો કોઈ હોય તો તે, આ મિથ્યાત્વ છે. મિથ્યાત્વને જ્ઞાની પુરુષોએ આત્માના ભાવ આરોગ્યને હણનાર પરમરોગ કહ્યો છે. વિવેક ચક્ષુને નિષ્ફળ બનાવનાર પરમ અંધકાર ગણ્યો છે. અનંત ભવો સુધી દુર્ગતિમાં અસહ્ય વેદના આપનાર પરમશત્રુ તરીકે ઓળખાવ્યો છે અને આત્માના ભાવ પ્રાણોને નષ્ટ કરનાર પરમ વિષ કહ્યું છે. આ ઉપરાંત મિથ્યાત્વને આત્માનું મોટામાં મોટું દુર્ભાગ્ય, દારિદ્રય, સંકટ અને મહાન નરકની ઉપમા આપી છે. - મિથ્યાત્વની તીવ્રતા હોય ત્યારે તમામ સદ્ગુણો પણ દોષરૂપ બની જાય છે. હિંસાદિ તમામ પાપોનો તે અગ્રેસર છે અને સંસારનું મૂળ પણ તે જ છે. કુદેવ-કુગુરુ અને કુધર્મમાં, તત્ત્વ જોતાં શીખવે છે. આત્માના તમામ સદ્ગુણોનો નાશ કરે છે. આ ભવમાં કે પરભવમાં મિથ્યાત્વને વશ બની શ્રીજિનેશ્વર દેવની આશાતના કરી હોય, જિનકથિત ધર્મની અવહેલના કરી હોય, ધર્મના આરાધક આત્માઓની નિંદા કરી હોય, ધર્મક્રિયામાં અંતરાય કર્યો હોય તે સઘળાં પાપોની અંતઃકરણથી નિંદા કરે. ચાર શરણને પામેલો તું અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી પ્રત્યે બીજા પણ માનનીય, પૂજનીય સાધર્મિકાદિ ધર્મસ્થાનો પ્રત્યે, મોક્ષમાર્ગને પામેલા કે મિથ્યાત્વાદિ ઉન્માર્ગને વશ પડેલા સર્વ જીવો પ્રત્યે, નહિ આચરવા યોગ્ય, નહિ ઇચ્છવા યોગ્ય, પાપ સ્વરૂપ અને પરંપરાએ પાપનો બંધ કરાવનારું જે કંઇ સૂક્ષ્મ કે બાદર મિથ્યા ચરણ કર્યું હોય, બીજા પાસે કરાવ્યું હોય કે બીજાથી કરાતું સારું માન્યું હોય તે પણ રાગથી, દ્વેષથી કે મોહથી આ જન્મમાં કે અન્ય જન્મોમાં તે બધા પાપોની તું નિંદા કર. ગહ કર. સહજ સમાધિ • ૮૨ સહજ સમાધિ • ૮૩

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77