________________
ચેતન ! રાગ-દ્વેષના વિષને ઉતારવા માટે ધર્મ ગારૂડી મંત્ર સમાન છે. જેમ મંત્રનો જાપ વિષને દૂર કરે, તેમ ધર્મ પોતાના આશ્રિતનું વિષય-કષાયરૂપ ભયંકર સપથી રક્ષણ કરે છે, માટે એક ક્ષણ પણ ધર્મને વેગળો ન કરતો, સતત ધર્મના પાલનમાં અપ્રમત બની ઉદ્યમશીલ બન એ જ સાચા સુખનો રાહ છે.
ચારના શરણ એ પડિવજે, વળી ભજે ભાવના શુદ્ધ રે, દુરિત સવિ આપણા નિંદીએ, જેમ હોય સંવર વૃદ્ધ રે.
| ચેતન || ૯ || અર્થ :
આ પ્રમાણે મંગલકારી ચાર શરણ સ્વીકારી, શુદ્ધ મૈત્રી અને અનિત્યાદિ ભાવના ભાવવાપૂર્વક પોતાના સઘળા પાપોની નિંદા કરીએ, જેથી સંવરભાવ વૃદ્ધિ પામે. • વિવેચન :
ચેતન ! દુર્ગતિના ભયાનક દુ:ખોથી ગભરાયેલા અને સુખ માટે તલસતા જીવોને ધર્મ જ એક આધારભૂત છે, તે જોયું. ઉત્તમ એવા જગતના આ ચાર અરિહંત, સિદ્ધ સાધુ અને ધર્મનું શરણ સ્વીકારવાથી તારા બધા જ અશુભ ભાવો દૂર થઇ જશે અને શુભ ભાવોથી તારો આત્મા નિર્મળ બનશે.
પરમગુણનિધાન, શ્રી અરિહંતો, શ્રી સિદ્ધો, સાધુઓ અને જિનકથિત ધર્મ એ ચાર - શરણ્યના સામર્થ્યથી, પ્રભાવથી આત્મા નિર્મળ બને છે.
હવે અનિત્યાદિ બાર ભાવના અને મૈયાદિ ચાર ભાવના ભાવવાપૂર્વક જીવનમાં થયેલા પાપોની નિંદા-ગઈ કરી આલોચના કર.
ચેતન ! સંસારનું મૂળ પાપ છે, પાપ સર્વ દુઃખોનો મૂળ હેતુ છે. પાપનો ઉચ્છેદ કરવાનો મુખ્ય ઉપાય દુષ્કૃત-ગહ છે. અનાદિકાળથી આ આત્માએ અનેક દુષ્કતો કરવા દ્વારા અનંતાનંત
પાપરાશિઓને ઉપાર્જિત કરી છે, તેના વિપાક સ્વરૂપે સંસારમાં ભટકીને તે અનેક ક્લેશ-દુ:ખો પામે છે.
દુ:ખનો નાશ કરવા માટે, તેના કારણનો નાશ કરવો જોઇએ, ચેતન ! પાપ પ્રત્યે તિરસ્કાર કે દ્વેષ ઉત્પન્ન થયા વગર તેની સાચા ભાવે નિંદા થઇ શકે નહિ. જે વસ્તુનો ત્યાગ કરવો હોય, તેના પ્રત્યે અરુચિ, અણગમો પેદા કરવો જોઇએ. પાપ આત્માના ગુણોનો ઘાતક છે, એવું જ્ઞાન થઇ જાય તો અવશ્ય અરુચિ ઉત્પન્ન થાય. જે વસ્તુ પ્રત્યે અરુચિ-તિરસ્કાર ઉત્પન્ન થાય તે વસ્તુને ગ્રહણ કરવાનું કે દેવાનું મન ન થાય.
ચેતન ! ભૂતકાળમાં જે પાપો થઇ ગયાં છે, તે નાશ પામે, તે માટે પશ્ચાત્તાપનો પરિણામ ઉત્પન્ન કર. પાપના પશ્ચાત્તાપથી કઠોરમાં કઠોર કર્મના પણ ભૂક્કા બોલી જાય છે. સાત-સાત જીવોની હત્યા કરનાર અર્જુન માળી, દૃઢપ્રહારી જેવા પણ પશ્ચાત્તાપ બળે ભયંકર કોને ખપાવીને મુક્તિસુખના ભાગી બન્યા છે.
ચેતન ! પાપની નિંદા-ગર્તામાં એવી તાકાત છે કે જીવને શુભઅધ્વયસાયમાં ચઢાવી, શ્રેણી ઉપર આરુઢ કરે છે, આત્મામાં આવતાં નવાં કર્મોને રોકે છે, પાપની નિંદા કરવાથી સંવર તત્ત્વની વૃદ્ધિ થાય છે. સંવર ભાવની વૃદ્ધિ થતાં, જીવનમાં સંવેગ-નિર્વેદ ઉપશમાદિ ભાવો પ્રગટ થાય છે અને શુભ ધ્યાનની ધારા ઉત્પન્ન થાય છે.
ચેતન ! જે પાપનો પશ્ચાત્તાપ થાય, તે ફરી કરવાનું મન થતું નથી. કદાચ ફરી થઇ જાય તો તીવ્ર ભાવે તો ન જ થાય. સાચો પશ્ચાત્તાપ તેને જ કહેવાય કે તે પાપ ફરી કરવાનું મન ન થાય.
ચેતન ! પાપનો પશ્ચાત્તાપ જાગ્યા પછી, ગુરુ પાસે તેની સરળભાવે આલોચના કરવી. મનમાં જરાય માયા, કપટ કે લજજા રાખ્યા વગર તેને સદ્ગુરુ પાસે પ્રગટ કરજે. રોગનો નાશ કરવો હોય તો તે પૂર્ણ સ્વરૂપે ડૉકટરને જણાવવામાં આવે તો જ સાચી દવા મળે .
સહજ સમાધિ • ૮૦
સહજ સમાધિ • ૮૧