Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 39
________________ ચેતન ! નિગ્રંથ મુનિ એટલે દયાની સાક્ષાત્ મૂર્તિ, કારણ કે તેમની પ્રત્યેક કાયિક, વાચિક, માનસિક ક્રિયામાં પરપીડાના પરિહારનો પ્રયત્ન રહેલો છે. આવા કરુણામૂર્તિનું શરણ સ્વીકારવું એટલે પાણી પહેલાં પાળ બાંધવી. સાધુ જીવનમાં કોઇ પાપ નથી, એવા નિષ્પાપ મુનિનું શરણ સ્વીકારનારના જીવનમાં પાપનો પ્રવેશ અટકે છે. ચેતન ! વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરનારા આ મુનિભગવંતો નિશ્ચય દૃષ્ટિને હૃદયમાં ધારણ કરી, શુદ્ધ વ્યવહારનું પાલન કરતા પૃથ્વીતલ ઉપર વિચરે છે. જીવો ઉપર ઉપકાર કરે છે. પુદ્ગલભાવમાં પૂર્ણપણે અનાસક્ત હોય છે. ઇન્દ્રિયસુખથી નિરીહ હોય છે. એવા સાધુભગવંતો પોતે ભવસાગર તરે છે અને બીજા જીવોને સંસારનું યથાર્થ સ્વરૂપ સમજાવી ભવનિર્વેદ પમાડી તારે છે. માટે તેઓ જહાજતુલ્ય છે. ચેતન ! આ મુનિ ભગવંતો સદા સિદ્ધોનું ધ્યાન કરતા હોય છે. સાધુના દર્શનથી સિદ્ધનાં દર્શન થાય છે. સાધુ પદની સાધના વગર સિદ્ધ પદ મળતું નથી. સાધના કરે તે સાધુ. સહાય કરે તે સાધુ. સમતા રાખે તે સાધુ. સાધુ ભગવંત છ કાય-જીવના રક્ષક છે. પ્રભુ આજ્ઞાના ધારક અને પાલક છે. ભાવ દયાના ભંડાર છે. રાગ-દ્વેષની નિબિડ ગ્રંથિથી રહિત, સિદ્ધ સ્વરૂપના ધ્યાનમાં સદા તન્મય,સમતા-રસમાં નિમગ્ન એવા સાધુ ભગવંતની સેવા, ભક્તિથી જ તારા જીવનમાં સમ્યગ્ દર્શનનો પ્રકાશ પ્રગટશે, માટે સાધુ ભગવંતનું શરણ સ્વીકારી, તારી ભવસ્થિતિને અલ્પ બનાવી દે. સહજ સમાધિ • ૭૬ (૪) ધર્મ શરણ : શરણ ચોથું ધરે ધર્મનું, જેહમાં વર દયા ભાવ રે, જેહ સુખ હેતુ જિનવર કહ્યો, પાપ જળ તારવા નાવ રે. || ચેતન || ૮ || અર્થ : દુ:ખના હેતુભૂત પાપરૂપ જળપ્રવાહમાંથી ઉગારવામાં નૌકા સમાન અને પરમસુખના સાધન રૂપ જિનભાષિત પરમ દયામય ધર્મનું શરણ કરો. વિવેચન : • ચેતન ! અરિહંતને અરિહંત બનાવનાર કોણ ? સિદ્ધને સિદ્ધ બનાવનાર કોણ ? સાધુને પૂજ્ય અને વંદનીય બનાવનાર કોણ ? તે તું જાણે છે ? આ બધા જ પ્રશ્નોનો ઉત્તર એક જ છે - ધર્મ’. માટે ચોથું શરણ તું ધર્મનું સ્વીકાર. • કેવલીકથિત ધર્મ, મોહરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્યસમાન છે. રાગ-દ્વેષ-મોહના ઝેરને હણવા માટે પરમ મંત્ર છે. સર્વ કલ્યાણની સાધનામાં હેતુભૂત છે. આત્માના સિદ્ધ સ્વભાવનો સાધક છે. અરે, વિજ્ઞાનની શોધો અને તેનાથી મળતાં ભૌતિક સુખોની સિદ્ધિનો આદિ આધાર પણ ધર્મ જ છે. પરંતુ તે ધર્મ સ્થૂળષ્ટિને અગોચર છે. ધર્મને સાક્ષાત્ જોવા અને જાણવાનાં જ્ઞાન-ચક્ષુ વિરલ વ્યક્તિઓને જ પ્રાપ્ત થાય છે. ધર્મ એ સુખના કારણનું કારણ છે અને કારણને સૂક્ષ્મદ્રષ્ટિ જોઇ શકે છે. કારણના કારણને જોવા માટે તત્ત્વની ખરી જિજ્ઞાસા હોવી જોઇએ. તત્ત્વ-જિજ્ઞાસુ શાસ્ત્રાભ્યાસ વડે તે ચક્ષુને પ્રાપ્ત કરી સહજ સમાધિ ૨ ૭૭

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77