Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 38
________________ આત્માનું વિશુદ્ધ સ્વરૂપ પ્રગટેલું હોવાથી તેઓ પૂર્ણાનંદી છે. અશરીરી હોવાથી કોઇ પણ પ્રકારની આધિ, વ્યાધિ, ઉપાધિ, ભય, શોક, ચિંતા, વેદના, વ્યથા તેમને નથી. જન્મ-મરણથી રહિત હોવાથી અજરામર છે. ચેતન ! સિદ્ધોની આ અવસ્થા શાશ્વત અને અખંડ છે. સાદિ અનંતકાળ તેઓ આત્માના જ્ઞાન-આનંદના સામ્રાજયને ભોગવે છે અને જગતને શાશ્વતપદના પ્રતીક રૂપે હોવાથી, તેમનું શરણ સ્વીકારવા યોગ્ય છે. જે કોઇ સિદ્ધ ભગવંતનું શરણ સ્વીકારે છે, તેના જીવનમાંથી અનિત્ય પદાર્થોનો રાગ ઘટે છે અને ક્ષાયિકનિત્યભાવો પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થાય છે. ચેતન ! અશાશ્વત, ક્ષણ ભંગુર સંસારમાં શાશ્વત અક્ષયપદના ભોક્તા સિદ્ધોનું આલંબન આપણા માટે દીવાદાંડી તુલ્ય છે. દ્રવ્યની નિત્યતા અને પર્યાયની અનિત્યતાનું જ્ઞાન જીવને સર્વ અવસ્થામાં સમભાવમાં રાખે છે. સિદ્ધોનું ધ્યાન, નિત્ય-વિશુદ્ધ આત્મ-દ્રવ્યનું ધ્યાન છે. સદા કલ્યાણમય-નિરંજન નિરાકાર એવા સિદ્ધોનું ધ્યાન કરતાં, જન્મ-મરણના દુઃખ ટળે, જબ નિરખે નિજ રૂપ, અનુક્રમે અવિચલ પદ લહે, પ્રગટે સિદ્ધ સ્વરૂપ.” | (સમાધિ વિચાર ૨૮૦) આપણો આત્મા સિદ્ધ સ્વરૂપ બને છે, વિશુદ્ધ - કમરહિત બને છે. ચેતન ! સમર્થ રાજાનું શરણ સ્વીકારનાર જેમ નિર્ભય અને સુરક્ષિત બને છે, તેમ આત્માના અનંત ગુણોની સમૃદ્ધિના સ્વામી, સિદ્ધોનું શરણ સ્વીકારનાર શિવ-સામ્રાજયનો સ્વામી બને છે. તેમના તુલ્ય સમૃદ્ધિ-સંપદાને પામનારો બને છે. ચેતન ! વધુ શું કહું ? તું પણ ધ્યેયરૂપે સિદ્ધનું શરણ સ્વીકારી, તારા ઉપયોગને એમના ધ્યાનમાં એકાકાર બનાવી અક્ષયપદનો, અખંડ આનંદનો ભોક્તા બન. “ચેતન-દ્રવ્ય સાધમ્યતા, તેણે કરી એક સરૂપ, ભેદ-ભાવા ઇણમેં નહીં, એવો ચેતન ભૂપ.” (સમાધિ વિચાર ૨૨૦) (૩) સાધુ શરણ : સાધુનું શરણ ત્રીજું ધરે, જેહ સાધે શિવપંથ રે, મૂલ-ઉત્તર ગુણે જે વર્યા, ભવતર્યા ભાવ નિગ્રંથ રે. | ચેતન || ૭ || અર્થ : પંચમહાવ્રતાદિ મૂળ ગુણો અને સમિતિ, ગુપ્તિ આદિ ઉત્તર ગુણોને ધરનાર, મોક્ષ માર્ગના આરાધક અને જેઓ સંસાર સાગરને લગભગ તરી ગયા છે, એવા ભાવ નિગ્રંથ મુનિ ભગવંતોનું શરણ સ્વીકારો. • વિવેચન : ચેતન ! અરિહંત અને સિદ્ધ પરમાત્માનું શરણ સ્વીકાર્યા પછી, હવે ત્રીજું શરણ સાધુ ભગવંતનું સ્વીકારવાનું છે. સિદ્ધ પદને સાધ્ય બનાવી, અરિહંતોએ પ્રરૂપેલા માર્ગે તેઓ ચાલી રહ્યા છે. પ્રશાંત અને ગંભીર સ્વભાવવાળા, સર્વ પાપ (સાવદ્ય) વ્યાપારથી નિવૃત્ત થયેલા, પંચવિધ આચારને યથાર્થ જાણનારા, પરોપકાર કરવામાં તત્પર, સ્વાધ્યાય અને સંયમમાં સતત લીન હોવાથી, ઉત્તરોત્તર જેમના ભાવો વિશુદ્ધ થયા કરે છે, તેવા સાધુઓનું શરણ સાધનારને સિદ્ધ ભગવંતની ભેટ ધરે છે. - સાધુ એટલે સિદ્ધ પદની સાધના કરનારા, ચેતન ! આ પાપમય સંસારમાં નિષ્પાપ જીવન જીવનારા સાધુ ભગવંતો છે. સાધુ જીવનના આચારો નિરવદ્ય છે. તેના બે ભેદ પાડેલા છે. (૧) મૂળ ગુણ અને (૨) ઉત્તર ગુણ. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ મૂળ ગુણ છે. મૂળ ગુણોની રક્ષા માટે પેટા નિયમો રૂપ ઉત્તર ગુણો છે. સહજ સમાધિ • ૭૪ સહજ સમાધિ • ૭૫

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77