Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 37
________________ મુમુITનામાભિધ્યારોપUTમ્ (૨૪. ધ્યાન વિચાર) કહ્યું પણ છે - ‘રૂપાતીત સ્વભાવવાળા કેવળજ્ઞાન અને કેવળદર્શન સ્વરૂપ, પરમાનંદમય સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરવાથી ધ્યાતા પણ અનંત ગુણમય સિદ્ધ ભગવાન બને છે.” ધ્યાતાનો ઉપયોગ સિદ્ધ પરમાત્માના આકારે પરિણમે છે ત્યારે ઉપયોગથી અભિન્ન આત્મા પણ સિદ્ધ કહેવાય છે. સંસારી આત્મા અનાદિકાળથી દેહાદિ પરપદાર્થો સાથે અભેદપણાનો - એકતાનો અનુભવ કરતો આવ્યો છે, પરંતુ દેહાદિથી ભિન્ન અને સત્તાએ સિદ્ધ સદેશ એવા આત્મતત્ત્વને જાણી શક્યો નથી. હકીકતમાં આ જીવે દેહ સાથેની એકતાનો અનુભવ ભવોભવમાં કર્યો છે, તેથી તે તેને સુલભ છે, પરંતુ દેહથી ભિન્ન સિદ્ધ સમાન આત્માને અનુભવવાનો અભ્યાસ ક્યારેય પણ કર્યો નહિ હોવાથી તે ભેદ-જ્ઞાન તેને અત્યંત દુર્લભ છે. પણ પ્રબળ પુણ્યોદયે સદ્ગુરુનો સુયોગ થતાં જીવનાં દિવ્યચક્ષુ ઊઘડે છે ત્યારે અવિદ્યાનો અંધકાર નાશ પામી જતાં, સ્વઆત્મામાં જ પરમાત્માનું પવિત્ર દર્શન થાય છે, તેને જ નિશ્ચયથી આત્મદર્શન, સમ્યગુજ્ઞાન અને મુનિપણું કહેવાય છે. અરિહંત પરમાત્માનું આલંબન-ધ્યાન સિદ્ધ થયા પછી ત્રણ લોકના નાથ, પરમેશ્વર સિદ્ધ-પરમાત્માનું શરણ સ્વીકારી તેમના ગુણોનું વારંવાર મનથી ચિંતન, મનન અને નિદિધ્યાસન કરવું જોઇએ. જે પરમાત્મા સયોગી કેવળી અવસ્થામાં સાકાર હતા, તે સિદ્ધ અવસ્થામાં નિરાકાર અક્રિય, પરમાક્ષર, નિવિર્કલ્પ, નિષ્કલંક, નિષ્કપ, નિત્ય અને નિજાનંદ સ્વરૂપને ધારણ કરે છે. તેઓના જ્ઞાનમાં સકળ ચરાચર પદાર્થો શેયરૂપે પ્રતિબિંબિત થાય છે, તેથી તે વિશ્વરૂપ છે. મિથ્યાષ્ટિ જીવોને અગમ્ય હોવાથી તેમનું સ્વરૂપ અદ્ભુત, અમૂર્ત કહેવાય છે. જેઓ સદા અભયસ્વરૂપ છે. કૃતાર્થ અને કલ્યાણરૂપ છે. શાંત, નિષ્કલ, અશરીરી અને શોકરહિત છે. પૂર્ણ શુદ્ધ છે. અત્યંત નિર્લેપ છે. જ્ઞાન સામ્રાજયમાં પ્રતિષ્ઠિત છે. અનંત વીર્યયુક્ત મહાપરાક્રમી અને પુરાતન છે. સદા જ્યોતિર્મય છે. વીતરાગ-સર્વજ્ઞ છે. જેમનું સ્વરૂપ બાહ્ય ભાવોથી અગ્રાહ્ય છતાં અંતરંગ ભાવોથી ગ્રાહ્ય બની શકે તેવું છે. આવું સહજ શુદ્ધ આત્મ-સ્વરૂપ સિદ્ધ પરમાત્માને પ્રગટ છે. એવા નિષ્પન્ન, અત્યંત અવ્યાબાધ સુખમય સિદ્ધ પરમાત્મા સર્વ જગતને વંદનીય છે. સર્વ મુમુક્ષુ આત્માઓએ, ભવ વ્યાધિનો નાશ કરનાર, સિદ્ધ પરમાત્માના સ્વરૂપનું શરણું લેવું જોઇએ. તેઓના ગુણ-સમૂહનું વારંવાર સ્મરણ-ધ્યાન કરવું જોઇએ. જેથી સ્વ આત્મ-સ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત થાય. સ્વ આત્માનું શુદ્ધ સ્વરૂપ માણી શકાય. હે ચેતન ! અરિહંત પરમાત્માએ ચીંધેલા માર્ગે ચાલતાં ચાલતાં તું છેક અરિહંતગતિએ પહોંચી જઇશ. તું સિદ્ધ પરમાત્માને ઓળખે છે ? અપેક્ષાએ કહી શકાય કે અરિહંત પરમાત્મા કરતાં પણ સિદ્ધ ભગવંતોના ઉપકાર અધિક છે. અરિહંતો પણ વાણીથી અગોચર, અવ્યક્ત, શબ્દરહિત, દેહરહિત, જન્મ-મરણ રહિત, ભવ ભ્રમણથી મુક્ત, એવા સિદ્ધોનું ધ્યાન ધરીને જ કેવળજ્ઞાન અને મુક્તિ પામે છે. સિદ્ધ પરમાત્મા સ્વરૂપ રમણી છે. સ્વરૂપ ભોગી છે. આત્માના પૂર્ણ-સંપૂર્ણ અને શુદ્ધ સ્વરૂપને વરેલા છે. જેમનાં આઠેય કમ નિર્મળ થયેલાં છે, ક્ષય પામી ગયેલાં છે. એવા સિદ્ધ ભગવંતોનું જે કોઇ ધ્યાન કરે છે, તેનાં પણ આઠેય કમ ચકચૂર બની જાય છે. ભવ્ય જીવોને ધ્યાન અવસ્થામાં આલંબન રૂપ બની તેમની સત્તામાં રહેલાં અનંત જ્ઞાન અને અનંત આનંદને પ્રગટ કરે છે. ચેતન ! સિદ્ધ ભગવંતો સિદ્ધ શિલા ઉપર બિરાજમાન છે અને ત્યાં આત્માના અનંત જ્ઞાન, આનંદના સામ્રાજયને ભોગવે છે. સહજ સમાધિ • ૭૨ સહજ સમાધિ • ૭૩

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77