Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 32
________________ અંતે તો સત્યનો જ વિજય થાય છે, અસત્યનો નહીં. > ક્રોધ કરતાં માયાળુ વર્તનથી ધારેલું કામ સારી રીતે પાર પડે છે. બળતા તણખલાથી સાગરનું પાણી ઉકળી શકે નહિ તેમ ક્રોધથી કોઈ પુરુષાર્થ સિદ્ધ થઈ શકતો નથી. > નમ્રતાને કાંઈ અસાધ્ય નથી. ક્રોધ ઉપર કાબૂ ધીરે ધીરે મેળવવાના આ ઉપાયોનું તું સદા સેવન કરજે. ક્રોધની જેમ માન, માયા અને લોભ કષાયના અનુબંધના ભયંકર પરિણામ જાણીને હે ચેતન ! આ ક્રોધાદિ કષાયના અનુબંધનો સર્વથા ત્યાગ કરવા તત્પર રહેજે; જેથી સર્જન અને સંતપુરુષોનો સમાગમ સુલભ બને અને સંસારની યાત્રાનો અંત જલ્દી આવી શકે. શાંત, દાંત, ગુણવંત સંતોની સેવા અને સમાગમ જ વિષય - કષાયને નિવારી, જ્ઞાન દર્શન ગુણાદિને પ્રગટ કરી, આત્માને શમરસમાં ઝીલવા સમર્થ બનાવે છે. • સત્ય વચન : ચેતન ! ક્ષમાદિ સહજ ગુણોની પ્રાપ્તિ માટે અને રક્ષા માટે બીજી મહત્ત્વની વાત યાદ રાખજે. હંમેશા હિત, મિત, મધુર અને સત્ય વચન બોલજે. સત્ય વચન જ સજજન પુરુષનું ભૂષણ છે. સજજનો સદા પરહિતમાં તત્પર હોવાથી, હિતકર, પરિમિત અને મધુર વચન બોલે છે. હકીકત તો એ છે કે જેમનામાંથી ક્રોધાદિ કષાયોના દાહ ઉપશાંત થઇ ગયા છે, તેમનું વચન મધુર અને સત્ય જ હોય. આવું વચન બોલનાર વ્યક્તિ સર્વને પ્રિય બને છે. સર્વનો મિત્ર બને છે. આવી વ્યક્તિનાં વચનો, સર્વને આદરણીય અને આચરણીય બને છે. ચેતન ! તારા શબ્દો તારા અંતરને કહે છે. જો તારામાં સમ્યગુ જ્ઞાન પરિણત બન્યું હશે. મોહનો સંતાપ દૂર થયો હશે, ચિત્ત ઉપશમ ભાવથી ભીંજાયેલું - વાસિત હશે, તો તારા મુખમાંથી નીકળતાં વચનો બીજાને હિતકારી, મધુર અને સત્યના પક્ષપાતી હશે. ચેતન ! કઠોર, કડવાં અને અપ્રિય વચનોથી સ્વ – પરનું કેટલું નુકશાન થાય છે તે તું જાણે છે ? દ્રોપદીનાં વચનો સત્ય હતાં, છતાં કઠોર અને કર્ણને અપ્રિય બન્યાં. પરિણામે મહાભારતનું ભયંકર યુદ્ધ સર્જાયું. કઠોર વચનો, કૌટુંબિક સંબંધોને પણ પળવારમાં છિન્ન-ભિન્ન કરી નાખે છે. પિતાપુત્ર, પતિ-પત્ની, ભાઇ-ભાઇ, મિત્ર-મિત્ર, ગુરુ-શિષ્ય, શેઠનોકરના વરસો જૂના સંબંધોને પળવારમાં તોડવાની તાકાત એક કઠોર વચનમાં છે. અસત્ય અને કર્કશ બોલનાર વ્યક્તિ કોઇના પણ પ્રેમ અને વિશ્વાસનું પાત્ર બની શકતી નથી. આપણી વાણી, આપણી ભાષા એ આપણી મનોદશાનું, મનનું પ્રતિબિંબ છે. ભાષાશુદ્ધિ એ જીવનશુદ્ધિ છે. જૈન દર્શનમાં બતાવેલ ભાષા સમિતિ અને વચન ગુપ્તિ એ આધ્યાત્મિક સાધનાનાં અંગો છે. ચેતન ! બોલવાની તારી રીત, પદ્ધતિ એવી હોય કે સાંભળનારને એ પ્રિય, હિતકારી અને આનંદ આપનારી જ બને. ચેતન ! જગતને વશ કરવાની કલા તારે જાણવી છે ? નેપોલિયન, હિટલર વિશ્વયુદ્ધ ખેલીને લાખોનો સંહાર કર્યો. છતાં તેઓ વિશ્વને વશ કરી ન શક્યા. જયારે મધુર, પ્રિય, સત્ય વાણી બોલનાર સમગ્ર જગતનું વશીકરણ કરી શકે છે. હિત, મિત અને સત્યવચન બોલવું એ જ વશીકરણનો મંત્ર છે. તારા જીવનમાં આ મંત્રને આત્મસાત્ કરી લે. વિચારમાં પાણી લે અને આચારમાં મઢી દે, તો સમગ્ર જગત તારું મિત્ર બની જશે અને તે પણ જગતનો મિત્ર બની જઇશ. ચેતન ! આ બધી હિત-શિક્ષાને તું પ્રસન્નતાપૂર્વક અને સહજ સમાધિ • ૬૨ સહજ સમાધિ • ૬૩

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77