Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 30
________________ નથી. ચેતન, તું ચેતન જ છે; એ જ્ઞાન શ્રદ્ધાને સદા જીવંત રાખીશ, તો કઠોર તેમજ અધમ વચનોથી તારું મન ક્ષોભ નહિ પામે. • સજ્જન સન્માન : ચેતન ! સજજન પુરૂષો પ્રત્યે તારા હૃદયમાં સન્માન ધારણ કરજે. જગતમાં સજજન પુરૂષોનો સંગ મળવો દુર્લભ છે. દુર્જન પુરૂષોના સંગથી દૂર રહેજે. “જેવો સંગ તેવો રંગ.” “સોબત તેવી અસર.” આ વાત યાદ રાખજે. તારે સજજન બનવું હોય, દુર્જનતાથી બચવું હોય તો સજજન પુરૂષોને જોતાં, તેમના ગુણો સાંભળતાં, ચિત્તમાં પ્રમોદ ધારણ કરજે. પ્રસન્ન બનેલા સજજન પુરૂષો દ્વારા તને આત્માને હિતકારી એવો ઉપદેશ અને શુદ્ધમાર્ગની પ્રાપ્તિ થશે. ચેતન ! શ્રમણ ભગવાન મહાવીરનો આત્મા બીજા ભવમાં નયસાર હતો, એ પ્રસંગ તને યાદ છે ? નયસારના ભવમાં એમણે સમ્યક્ત્વની પ્રાપ્તિ શી રીતે કરી ? તેના હૃદયમાં સાધુ મહાત્માઓ પ્રત્યે જે બહુમાન, પ્રમોદ ઉત્પન્ન થયો તે જો ઇ મહાત્માઓએ તેને શાશ્વત સુખનો માર્ગ બતાવ્યો. દેવ-ગુરુ-ધર્મની ઓળખાણ કરાવી, સમ્યક્ રત્નની ભેટ આપી. બસ ચેતન ! તું પણ હવે સજજનો પ્રત્યે સદા બહુમાન-ભાવ ધારણ કરી, તેમના માર્ગને અનુસર, એ જ તારા કલ્યાણનો માર્ગ છે. ક્રોધના અનુબંધનો ત્યાગ : ક્રોધ અનુબંધ નવિ રાખીએ, ભાખીએ વયણ મુખ સાચ રે, સમક્તિ-રત્ન-રુચિ જોડીએ, છોડીએ કુમતિ મતિ કાચ રે. | ચેતન || ૩ | • અર્થ : ક્રોધની પરંપરા ન ચાલે તેની કાળજી રાખજે, સત્ય વચન બોલવાનો આગ્રહ રાખજે, સમ્યક્ત્વરૂપ રત્ન મેળવવાની રુચિ રાખજે અને કુમતિરૂપ કાચના ટુકડાનો ત્યાગ કરજે. • વિવેચન : ક્રોધ જીવનનું ઝેર છે. ક્રોધ એ અગ્નિ છે, જે માનવ-ચેતનાને, જીવતી જાગતી ચેતનાને ભડથું કરી નાખે છે. ક્રોધ, કામ અને લોભની જેમ નરકનું દ્વાર છે. ક્રોધ કષાયના પ્રબળ ઉદયથી એક પ્રકારનો આવેશ આવે છે. ક્રોધથી ચહેરો બિહામણો થઇ જાય છે, આંખો ફૂલીને લાલ ટેટા જેવી થાય છે, હોઠ ફફડે છે, શ્વાસોશ્વાસ જોરથી ચાલે છે, અમાનુષી દેખાવ અને આકૃતિ ઉગ્ર થાય છે. મોં લાલચોળ થઇ જાય છે. ન બોલવા જેવા શબ્દો બોલાઇ જાય છે. પરસ્પરની પ્રીતિનો નાશ થાય છે. શરીરનું સૌંદર્ય હણાઇ જાય છે. લોહી વેગથી ફરવા લાગે છે. જ્ઞાનતંતુઓ નબળા પડે છે. માનસિક નબળાઇ વધી જાય છે. પરિણામે વાઇ, હિસ્ટીરિયા, ગાંડપણ વગેરે અનેક રોગો પ્રગટ થાય છે. પાચનશક્તિ મંદ પડી જાય છે અને ક્યારેક આપધાત કે મરણ સુધીના પરિણામ ક્રોધથી નીપજે છે. ક્રોધ પેદા કરનાર પર રોષ પેદા થતાં મારપીટ, ભાંગફોડ અને ક્યારેક ખૂન કરવા સુધીનું મન થાય છે. ક્રોધનો ઉકળાટ શમી જતાં, લઘુકર્મી આત્માને પશ્ચાત્તાપ થાય છે. ભૂલ બદલ ક્ષમા માગવાનું મન થાય છે. જ્યારે ભારે કર્મી આત્મા, ક્રોધના આવેશ વખતે થયેલા વિચાર, આચાર અને ઉચ્ચારનું વારંવાર પુનરાવર્તન કરે છે. હે ચેતન ! અનેક ભવોની સાધના પછી, પુણ્યની પુષ્ટિ થાય છે. તે દ્વારા આત્મા, જ્ઞાનાદિ ગુણરત્નો, ઉપશમાદિ શુભ ભાવોની પ્રાપ્તિ કરે છે, પણ તેને ટકાવી રાખવા માટે સતત જાગ્રત અને સાવધાન રહેવું પડે છે. શાસ્ત્રોમાં અનેક દૃષ્ટાંતો આપેલા છે, કે કરોડ વરસના ચારિત્ર દ્વારા જે આત્મ-શુદ્ધિ મેળવી હોય તે એક ક્ષણના ક્રોધમાં નાશ પામી સહજ સમાધિ • ૫૮ સહજ સમાધિ - ૫૯

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77